દ્રાક્ષ મીઠી થઇ ગઈ.
નવી બોટલ માં જુનો દારૂ. નશો તો પહેલાથી વધારે. આવી વાત લઈને આવ્યો છુ.
ખુબ જુના સમય ની વાત છે. એક લુચ્ચું શિયાળ જંગલ માં રહે. શિયાળ બધા લુચ્ચા જ હોય. બોલવામાં અને વ્યવહાર માં. આવા એક વાક્પટુ શિયાળ ની વાત છે. વાત તેના વંસજ છોકરાની પણ છે. એ શિયાળ જંગલ માં ફરવા નીકળ્યું. જમવાનો સમય થયો. ભૂખ લાગી. ક્યાય પશુ મળે તો મારી ને ખાવું આવા મનોરથ હતા. ખુબ રખડવાને અંતે પણ કોઈ જીવ ખોરાક તરીકે ન મળ્યો.
શિયાળને લાગ્યું ભરપૂર ભૂખ,
ફરતો ફરતો આવ્યો વુખ।
વાડીમાં જોયું દ્રાક્ષ લટકતું,
મીઠાં લૂમો મોંમાં ટપકતું।
કૂદ્યો ફરી, કૂદ્યો વારંવાર,
છતાં ન મળ્યું મીઠું ઉપહાર।
થાકી ગયો, નિરાશ થયો,
છે ખાટી દ્રાક્ષ! એમ કહ્યો।
સાચું કહેવાય, સંસાર રીત,
અપેક્ષા તૂટે, ખાટા સંગીત!
મનમાં વિચાર કરવા લાગ્યો. પશુ હિંસા ખરાબ કહેવાય, આ એક પાપ છે. કોઈને મારીને ખાવું એટલે પાપ જ કહેવાય. વળી કર્મ ને અનુસાર આપણને જન્મ પણ મરેલા પશુ નો મળે. ના...ના...અહિંસા પરમો ધર્મ. અને મન તે તરફ થી વાળી નાખ્યું.
ગીતામાં કહ્યું છે ને.
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम्।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्।।16.2।।
અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ્ (કિસીકી નિંદા ન કરવી), ભૂતમાત્ર પ્રત્યે દયા, અલોલુપતા, માર્દવ (કોમળતા), લજ્જા, અચંચળતા।।
માણસ પણ શિયાળ જેવો છે. નવરાત્રી આવે કે મરઘી ખાવી બંધ. ઉતરાણ આવે કે પતંગ ની દોરી માં કપાતા જીવો માટે તત્વજ્ઞાન કહેવું ને પછી તો જાણે એમજ માનવું કે ભગવાન આકાશ માં છે.
હકીકત માં તો ભગવાન આપણી અંદર છે.
આમ શિયાળે તત્વજ્ઞાન ની રચના કરી આગળ વધ્યું વન માં. હવે તો ફક્ત ફલાહાર જ કરવો છે. ત્યાં જ હરિરામ ની દ્રાક્ષની વાડી દેખાઈ. મોમાં પાણી આવ્યું. ઓ...હો...હો... મફતનું લેવાય નહિ એ વાત જ વિસરી ગયો. સંસ્કારની જન્મ થી જ ઉપાસના કરી હોય તો જીવને તેની આદત પાપ કરતાં અટકાવે છે.
દ્રાક્ષ જોયા પછી તે છલાંગ લગાવી. પણ દ્રાક્ષ તો ખુબ ઉંચે હતી. બીજી વાર છલાંગ લગાવી. ત્રીજી વાર...પણ દ્રાક્ષ સુધી પહોચી સકાયું નહિ. થાકી ગયું. ફરી નવું તત્વજ્ઞાન તેના મગજ માં શરુ થયું. છી...આ દ્રાક્ષ નો રંગ કેવો છે....પાછી. દેખાવમાં પણ કાચી લાગે છે. નક્કી ખાટી જ છે. હટ....ફટ....આવી દ્રાક્ષ કોણ ખાય? વળી ખાઈ ને માંદા પડાય. ખાવી જ નથી.
નિર્વિકાર જીવ જ ફક્ત સત્ય સિદ્ધાંત વાળા તત્વજ્ઞાન ની રચના કરી શકે છે.
દુર ઉભેલા પ્રાણીઓ તેના તરફ જોવા લાગ્યા. પ્રાણીઓ કઈ પણ બોલે તે પહેલા જ શિયાળ બોલ્યું: ભાઈઓ આ દ્રાક્ષ કોઈ ખાતા નહિ હો....ખાટી ખુબજ છે. વળી તેના ઉપર જંતુ નાશક દવા છાટી છે તે ખાઈ ને શું મરવું છે?
અને તે પોતાને રસ્તે ચાલતું થયું.
આ વાતને વરસો વીતી ગયા. તે શિયાળ ના છોકરાઓ થયા પોતાના બાપાની વાતો સાંભળી.
હવે તેના છોકરાનો વારો આવ્યો. ફરી પછી ઋતુ આવી. દ્રાક્ષની ઉગી. પણ સંસ્કાર જે વાવ્યા હતા તે જ તેના છોકરામાં ઉગ્યા હતા. મફત નું કોઈ દે તો ના નહિ પાડવી ને ફોકટ નું છીનવી ને લેવું. તે પણ પેલી વાડી તરફ થી નીકળ્યું.
રસ્તામાં તેને જિરાફ મળ્યું. તરત જ પોતાના શબ્દો માં મધ નાખી દોસ્તી શરુ કરી. “ ઓહો, કેમ છો જિરાફ ભાઈ ?” જિરાફ ને ખબર હતી. કરોડીયું માખી ને ફસાવવા જ જાળ બાંધે છે. ખેર...જીરાફે કહ્યું: મજામાં છુ હો ભાઈ”
“ જુઓ જિરાફ ભાઈ, મારી ગરદન તમારા કરતાં કેટલી બધી લાંબી છે... !”
જીરાફને ખીજ ચડી કહ્યું : “ બચ્ચા હુશિયારી મારવી રહેવા દે.”
“ ના, હો સરત લગાવી છે? જુઓ પેલી દ્રાક્ષ સુધી મારી ગરદન પહોચે છે અને તેને તોડી હું પુરવાર કરી સકું છુ.”
“ રહેવા દે, આ...લે.. હું તોડી બતાવું....” તેમ કહી તેને બે જુમખાં તોડી બતાવ્યા.
“ આટલા નીચેના નહિ.. હજુ જરા ઉપર...”
જીરાફે ફરી પાછા ત્રણ જુમખા તોડી બતાવ્યા. “ લે હવે તારો વારો.” જીરાફે કહ્યું.
શિયાળે થોડી મહેનત કરી, હાર કબૂલી લીધી. ને જિરાફ ત્યાંથી રવાના થયું કે મસ્ત દ્રાક્ષ આરામથી બેસીને ખાધી.
ચતુરાઈ અથવા બુદ્ધિમાની વધારવા માટે કેટલાક મંત્ર અથવા નીતિઓ નીચે મુજબ હોઈ શકે છે:
જ્ઞાન અર્જિત કરો: સતત વાંચન અને અભ્યાસ દ્વારા તમારી માહિતી વધારતા રહો।
સમજદારીથી કામ લો: દરેક કાર્ય વિચારપૂર્વક અને સંપૂર્ણ માહિતી સાથે કરો।
ધૈર્ય રાખો: કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્ય રાખવું સૌથી મહત્વપૂર્ણ છે।
સકારાત્મક વિચારો: સકારાત્મક વિચારોથી દરેક સમસ્યાનો ઉકેલ મળી શકે છે।
લક્ષ્ય નિર્ધારિત કરો: સ્પષ્ટ અને વાસ્તવિક લક્ષ્યો બનાવીને તે પર ધ્યાન કેન્દ્રિત કરો।
સમયનું સંચાલન કરો: સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવો શીખો।
આરોગ્યનું ધ્યાન રાખો: સારું આરોગ્ય જ સારી વિચારસરણીનો આધાર છે।
આ મંત્રોનું પાલન કરવાથી તમે જીવનમાં ચતુરાઈ અને બુદ્ધિમત્તાપૂર્વક કામ કરી શકશો।
ચતુર માણસ સર્વદા દુખી થતો નથી.