Movies based on heinous crimes in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | ભયંકર ક્રાઇમ પર આધારિત ફિલ્મો

Featured Books
Categories
Share

ભયંકર ક્રાઇમ પર આધારિત ફિલ્મો

હોરર અને થ્રિલર ફિલ્મો ગમે તે દેશમાં લોકોની પસંદની ફિલ્મો બની રહે છે અને એ વાત હોલિવુડને પણ લાગુ પડે છે.આ કારણે જ હોલિવુડનાં નિર્માતા નિર્દેશકો સત્યઘટના પર આધારિત ફિલ્મો બનાવવામાં રસ દાખવતા હોય છે.કેટલાક નિર્માતા નિર્દેશકો એવા ગુનાઓ પર ફિલ્મ બનાવવાનું પસંદ કરતા હોય છે જેને સફળતાપુર્વક ઉકેલી લેવાયા હોય.આજે એવી જ કેટલીક હોલિવુડ ફિલ્મોની વાત કરીશું જે ખતરનાક ગુનાઓ પર આધારિત છે અને આ ફિલ્મો આજે પણ એટલી જ દિલ થડકાવનારી બની રહે છે જ્યારે તે પહેલીવાર ઘટિત થયાં હતાં.
દિગ્દર્શક જર્યોજ સ્ટીવન્સે ૧૯૫૧માં અ પ્લેસ ઇન ધ સન નામની ફિલ્મ બનાવી હતી જેમાં મોન્ટગોમરી ક્લિફ્ટ, એલિઝાબેથ ટેલર અને શેલી વિન્ટર્સે અભિનય આપ્યો હતો.આ ફિલ્મ ૧૯૨૫માં થિયોડોર ડ્રેઇસરે લખેલ નવલકથા એન અમેરિકન ટ્રેજેડી પર આધારિત હતી જેમાં ચેસ્ટર જિલેટે ૧૯૦૬માં તેની ગર્લફ્રેન્ડ ગ્રેસ બ્રાઉનની હત્યા કરી હતી તેનું વર્ણન કરાયું હતું.બ્રાઉન ન્યુયોર્કની ઓટ્‌સેલિક વેલીની રહેવાસી હતી અને તેણે બાળપણથી જ ગ્લેમરવર્લ્ડમાં નામ કમાવવાનું સપનું સેવ્યું હતું અને આ સપનાને સાકાર કરવા તે ન્યુયોર્કનાં કોર્ટલેન્ડમાં આવી હતી.તેણે અહી જિલેટની સ્કર્ટ ફેક્ટરીમાં કામ કરવાનો આરંભ કર્યો હતો અહી તે ફેક્ટરીનાં માલિકનાં પુત્ર ચેસ્ટરને મળી હતી.બંને વચ્ચે પ્રણય પાંગર્યો હતો જો કે જિલેટને આ પસંદ ન હતું કારણકે તે માનતો હતો કે બ્રાઉન તેના પરિવારને લાયક નથી.તેમ છતાં તેઓ સાથે રહેતા હતા અને એક દિવસે બ્રાઉને તે તેના સંતાનની માતા બનવાની છે તેવા સમાચાર આપ્યા હતા આ સમાચાર આપ્યા ત્યારે બ્રાઉનને લાગ્યું હતું કે તેની સાથે લગ્ન કરશે ત્યારેજિલેટે તેને બિગ મુઝ લેકમાં જવાનો પ્રસ્તાવ આપ્યો હતો અને બ્રાઉનને ત્યારે લાગ્યું કે તે ત્યાં જઇને પ્રપોઝ કરવાની યોજના ધરાવે છે.આ સ્થળ તેની ખુબસુરતી માટે સહેલાણીઓમાં લોકપ્રિય છે અને બોટિંગનાં શોખીન માટે તે યોગ્ય સ્થળ હોવાને કારણે અહી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.જો કે આ યાત્રા બ્રાઉન માટે સુખદ નિવડવાની ન હતી કારણકે તેઓ જ્યારે બોટમાં ત્યાંથી નિકળ્યા ત્યારબાદ તે બોટ પાછી ફરી ન હતી અને આ દંપત્તિને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં આખરે બ્રાઉનનો મૃતદેહ બોટ સાથે ડુબેલી હાલતમાં મળી આવ્યો હતો.તેના માથા પર ટેનિસ રેકેટ વડે ઘા કરાયાનું જણાયું હતું.માતા બનવાના સમાચારે જિલેટને ખળભળાવી નાંખ્યો હતો કારણકે તે પિતા બનવા માટે તો તૈયાર ન જ હતો પણ તે બ્રાઉન સાથે લગ્ન કરવાની કોઇ યોજના ધરાવતો ન હતો તે માત્ર તેને ભોગવવા માંગતો હતો અને તે કારણે તે તેને બોટમાં લઇ ગયો અને ત્યાં તેની હત્યા કરી તેને બોટ સાથે ડુબાડી દીધી હતી પણ તે ત્યાંથી દુર જઇ શક્યો ન હતો અને ત્યાંની નજીકની હોટલમાં મળી આવ્યો હતો જ્યાં તે સંતાઇ ગયો હતો.જ્યારે તેને હત્યાનાં આરોપમાં અદાલતમાં રજુ કરાયો ત્યારે તેણે બ્રાઉનને ઓળખતો હોવાનો જ ઇન્કાર કર્યો હતો પણ બ્રાઉનને લખેલા પ્રેમપત્રો વકીલોએ જ્યુરી સમક્ષ રજુ કર્યા હતા અને ૧૯૮૦માં તેને દોષી જાહેર કરાયો હતો અને એ જ વર્ષે ઓબર્ન જેલમાં તેને ફાંસી અપાઇ હતી.
૧૯૫૨માં એક પતિએ તેના પત્નીનાં બળાત્કારીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મુકાયો હતો.બચાવ પક્ષનાં વકીલે તેના અસીલનો જોરદાર બચાવ કર્યો હતો અને તેને છોડાવ્યો હતો.આ હત્યાનાં અનેક સાક્ષીઓ હતા જેણે આ ગોળીબારને નજરે નિહાળ્યો હતો પણ તે આબાદ બચ્યો હતો.લમ્બરજેક ટેવર્ન મિશિગન બીગ બેમાં આ ઘટના ઘટી હતી.૧૯૫૮માં એક વકીલ જહોન વોલ્કર જેણે રોબર્ટ ટ્રેવરનાં નામે એક નવલકથા એનેટોમી ઓફ મર્ડર નામની નવલકથા લખી હતી.આ જ નામે ત્યારબાદ ૧૯૫૯માં ફિલ્મ પણ બની હતી જેનું નિર્દેશન ઓટ્ટો પ્રેમિંગરે કર્યુ હતું જેમાં જેમ્સ સ્ટુઅર્ટ અને લી રેમિકે અભિનય આપ્યો હતો.ફિલ્મ અને નવલકથા બંને વોલ્કરનાં એક કેસ પર આધારિત હતા જેમાં તેણે કોલમેન પીટરસનને મુક્ત કરાવ્યો હતો.ત્યારે પુર્વ આર્મી ન્યાયાધીશ એડવોકેટ યુજિન મિલ્હીજરે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આજના સમયમાં તે જ્યુરીને આડેપાટે ચડાવી શકે કે કેમ...આ કેસ એક રીતે તો નોંધપાત્ર હતો કારણકે હત્યાની ઘટના અનેક લોકોની સામે બની હતી.જો કે વોલ્કરે જ્યુરીને એ વાતનો વિશ્વાસ અપાવ્યો હતો કે ખરેખર તો તેનો અસીલ જેની હત્યા કરાઇ તેની સનકને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો.જો કે મિલ્હીજરને લાગ્યું હતું કે તે આજે એટલી સરળતાથી છુટી શકે નહિ.જો કે ત્યારે સમય ૧૯૫૦નો હતો જ્યારે લોકોની વિચારસરણી અલગ પ્રકારની હતી.ત્યારે કાયદામાં પણ કેટલીક જોગવાઇઓ એવી હતી જેમાં આ પ્રકારનાં સંજોગોમાં કેટલીક વ્યક્તિઓને ફાયદો થતો હતો.જહોન હિન્કલે જુનિયર રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનની હત્યાનાં પ્રયાસમાં સનકી સ્વભાવની થિયરી પર જ નિર્દોષ છુટ્યો હતો.
જેનુસ ફિલ્મ્સે ૧૯૬૯માં ધ હનીમુન કિલર્સ નામની ફિલ્મ બનાવી હતી જેનું નિર્દેશન લિયોનાર્દ કાસલે કર્યુ હતું.ફિલ્મમાં માર્થા બેકની ભૂમિકા શર્લી સ્ટોલરે અને રેમન્ડ ફર્નાન્ડિઝની ભૂમિકા ટોની લો બિયાન્કોએ નિભાવી હતી.આ સિરિયલ કિલર જોડીએ ત્યારે ખાસ્સી ચર્ચાઓ જગાવી હતી.ડર્ક સી ગિબ્સને લખ્યું હતું કે સિરિયલ કિલિંગનું કામ નાણાં માટે કરાય છે જો કે જે રીતે આ લોકોએ કામ કર્યુ હતું તે અનેક રીતે વિશિષ્ટ હતું.મોટાભાગનાં સિરિયલ કિલરની મોડસ ઓપરેન્ડી એક સમાન જ હોય છે અને તેમની હત્યા કરવાની રીતમાં પણ ખાસ્સી સમાનતાઓ હોય છે પણ આ જોડીએ અલગ રીતે જ કામ કર્યુ હતું.તેમણે આ હત્યાઓ કરવા માટે કોઇ યોજના બનાવી ન હતી અને યોજના વિના જ તેમણે આ હત્યાઓ કરી હતી.તેમનાં હત્યાની પાછળનું કારણ માત્ર પૈસા જ હતા.આ જોડી પણ આમ તો કજોડુ જ હતી કારણકે ફર્નાન્ડિઝનો દેખાવ થોડો સ્ત્રેણ હતો અને બેક અત્યંત સ્થુળ હતી તેનું વજન ૨૦૦થી ૩૦૦ પાઉન્ડનું હતું.ફર્નાન્ડિઝનું બાળપણ ખાસ્સુ ત્રાસદાયક હતું અને તે દિવાસ્વપ્ન જોનાર વ્યક્તિ હતો.૧૯૪૫માં એક વખત જહાજની મુસાફરી સમયે તેના માથામાં ઇજા થઇ હતી જેના કારણે તેનું વ્યક્તિત્વ જ બદલાઇ ગયું હતું અને તે ગુનાખોરીનાં માર્ગે વળ્યો હતો.બેકનો જન્મ ફ્લોરિડાનાં મિલ્ટનમાં થયો હતો અને તેના પર તેના ભાઇએ જ બળાત્કાર કર્યો હતો ત્યારે તે તેર વર્ષની હતી.તે માત્ર તેર વર્ષની હતી ત્યારે જ તેનું યૌન શોષણ થયું હતું અને ત્યારબાદ જ તેને વિચિત્ર રીતે સેકસની આદત પડી હતી.તેણે ત્રણ લગ્ન કર્યા હતા અને તેને બે સંતાન હતા.ત્યારબાદ તે કેલિફોર્નિયા આવી હતી જ્યાં તેની મુલાકાત ફર્નાન્ડિઝ સાથે થઇ હતી જે તેના જેવી કોઇને ઝંખતો હતો.તેઓ ત્યારબાદ માત્ર રોમાન્સ જ નહિ પણ મર્ડરમાં પણ સાથીદાર બન્યા હતા.જો કે તેમણે કેટલા લોકોની હત્યા કરી તેના અંગે કોઇ ચોક્કસ આંકડો નથી પણ ત્રણથી માંડીને વીસ સુધીનાં શિકારો કર્યાનો અંદાજ છે.
સિડની લ્યુમેટે ૧૯૭૪માં મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ નામની ફિલ્મ બનાવી હતી જેમાં ડિટેક્ટીવ હર્ક્યુલ પોઇરોટની ભૂમિકા આલ્બર્ટ ફિને નિભાવી હતી.આ ફિલ્મ આમ તો અગાથા ક્રિસ્ટીની એ જ નામે ૧૯૩૪માં લખાયેલી નવલકથા પર બની હતી.અગાથા ક્રિસ્ટીની વેબસાઇટ પર એ ઉલ્લેખ છે કે અગાથાએ પણ આ નવલકથા એક સત્યઘટના પરથી લખી હતી.આ નવલકથા ્‌બ્રુનો હોપ્ટમાન પરથી લખાઇ હતી જે કિડનેપર હતો જેણે ચાર્લ્સ લિન્ડબર્ગ જુનિયરનું અપહરણ કર્યુ હતું.જે પ્રખ્યાત એવિએટરનો પુત્ર હતો અને તેનું અપહરણ તેના જ ઘરમાંથી મધરાતે કરાયું હતું.ક્રિસ્ટીએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે આ કેસને તેણે ફરીથી ત્યારે લખ્યો જ્યારે તે મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ લખતી હતી.જ્યાં તેણે ચાર્લ્સ જુનિયરને સ્થાને ડેઇઝી આર્મસ્ટ્રોંગને મુક્યો હતો.તેને આ કેસ પણ નવલકથાને લાયક લાગ્યો હતો.તેણે ત્યારબાદ ખાસ્સા બદલાવ કર્યા હતા અને પાત્રોમાં પણ ઘણાં ફેરફાર કર્યા હતાં.
ટોબ હોપરે ૧૯૭૭માં ઇટન અલાઇવ ફિલ્મ બનાવી હતી જેમાં નેવિલ બ્રાન્ડ અને કેરોલિન જોન્સે અભિનય આપ્યો હતો.કન્સર્ન જુડ ઇસ્ટર્ન ટેક્સાસમાં આવેલ એક હોટેલનો માલિક હતો જે પોતાને ત્યાં ઉતરેલા કસ્ટમરને તેના વિશાળ મગરને ચારા તરીકે નાંખતો હતો જે નજીકમાં જ રહેલા સરોવરમાં રહેતો હતો.આમ તો આ વાત કોઇને સહેલાઇથી પચે નહિ પણ કહેવાય છે કે આ વાત સત્ય ઘટના હતી.આ ફિલ્મની વાર્તા ટેક્સાસની જો બોલ ઓફ એલમેન્ડ્રોફનાં માલિક પર આધારિત છે.આ વ્યક્તિએ તેના ઘરની પાછળનાં તળાવમાં ૧૯૩૦નાં સમયગાળામાં પાંચ જેટલા મગર પાળ્યા હતા.તેણે બે મહિલાઓને મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવ્યું હતું પણ તેણે એ કરતા વધારે લોકોને મોતને ઘાટ ઉતાર્યાનું કહેવાય છે.રેબેકા હોક્સ નામની પત્રકારનાં જણાવ્યાનુસાર તેની સૌથી જાણીતી શિકાર તેના હોટેલની વેઇટ્રેસ મિનિ ગોટહાર્ટ હતી.આ ઉપરાંત તેણે બાવીસ વર્ષની હેઝલ બ્રાઉનને પણ પોતાનો શિકાર બનાવી હતી ત્યારબાદ જ તેને એલિગેટર મેન તરીકે કુખ્યાતી મળી હતી.હોક્સનાં રિપોર્ટ અનુસાર તેના મગરને ભોજન ઉપરાંત નાસ્તો પણ પસંદ હતો અને હોટેલનો માલિક તેના આ પાલતુ જાનવરોને કુતરા, બિલાડી અને અન્ય નાના જાનવરો નાસ્તા તરીકે આપતો હતો.જો કે ત્યારબાદ તેના પાડોશીએ પોલીસમાં તેના ઘરનાં પછવાડનાં વિસ્તારમાં ખાસ્સી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી.બોલે તેના આ પાછળનાં ભાગમાં કેટલાક માનવ અંગોને સાચવી રાખ્યા હતા જો કે તેના માટે કહેવાય છે કે તેણે એ મગરોને પાછળથીા ખવડાવવા માટે તે અંગોને સાચવી રાખ્યા હતા.લોકલ પોલિસે તેના કેસમાં રસ દાખવ્યો હતો જ્યારે તે પોલિસનાં હાથે ઝડપાયો ત્યારે તેણે છેલ્લીવાર ડ્રિન્કની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેણે જાતે જ તેના હૃદયમાં ગોળી મારી લીધી હતી.જો કે ત્યારબાદ તેના સાથીદાર ક્લિફોર્ડે આ હત્યાઓની વાત સ્વીકારી હતી તેણે મહિલાઓનાં મૃતદેહોને સગેવગે કરવામાં મદદ કરી હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.જો કે બોલ વિરૂદ્ધ તેણે બે હત્યા કર્યાની વાત જ પુરવાર થઇ શકી હતી.
૧૯૭૭માં રિચાર્ડ બ્રુકસે લુકિંગ ફોર મિ.ગુડબાર નામની ફિલ્મ બનાવી હતી જેમાં ડાયન કિટને થેરેસા ડુનની ભૂમિકા નિભાવી હતી જે ન્યુયોર્કમાં એક યુવાન શિક્ષિકા હતી.અહી તે રિચાર્ડ ગેરેને બારમાં મળે છે.જે તેને ત્યાંથી તેને પોતાના એપાર્ટમેન્ટમાં લઇ આવે છે.જ્યાં તે તેને કોકિન ભેળવીને ડ્રગ્સ આપે છે જો કે ટોનીની સાથે અફેર દરમિયાન તે અન્ય પણ એક પ્રેમીને પોતાના એપાર્ટમેન્ટમાં લાવે છે.જો કે ગેરી ત્યારબાદ તેની ગુસ્સામાં આવીને હત્યા કરી નાંખે છે.આ ફિલ્મ ૧૯૭૩માં થયેલી હત્યા પર આધારિત હતી.અઠ્ઠાવીસ વર્ષની યુવાન શિક્ષિકા રોસેન ક્વીનની હત્યા જેલમાંથી નાસી છુટેલા જહોન વેઇન વિલ્સને કરી હતી.ચેરિલ એડીએ આ બનાવ પર આધારિત એક નવલકથા ૧૯૭૫માં લખી હતી.જ્યારે કિને તેની સ્કુલની આચાર્યાનાં ટેલિફોનનો જવાબ આપ્યો નહિ ત્યારે તેમણે એક અન્ય શિક્ષકને તેનાં એપાર્ટમેન્ટમાં તપાસ કરવા મોકલ્યા હતા.તે શિક્ષક તેમનાં એપાર્ટમેન્ટમાં પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો જેનો કોઇ જવાબ મળ્યો ન હતો ત્યારે તેમણે બિલ્ડિેંગનાં સુપ્રીન્ટેન્ડન્ટને આ અંગે જણાવ્યું જેણે ઘરનો દરવાજો ખોલ્યો હતો અને ઘરમાં ક્વીન તેના બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી જેને અઢાર જેટલા ઘા મારવામાં આવ્યા હતા.આ કેસની તપાસ કરનારે જણાવ્યું હતું કે તેના પ્રાઇવેટ પાર્ટમાં મીણબત્તી ઘુસાવી દીધેલી હતી અનેે એક મુર્તિ તેના ચહેરાની પાસે પડેલી મળી હતી.હત્યારાએ તેના મૃતદેહને ભૂરા રંગનાં બાથરોબમાં લપેટ્યો હતો.જ્યારે પોલિસે આ કેસની તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે તે કુપર હેચ એન્ડ ડબલ્યુ એમ ટ્‌વીડનાં બારમાં જતી હતી.ત્યાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તે ચાર્લી સ્મિથ સાથે વાત કરતી જોવા મળી હતી જેની સાથે અન્ય પણ એક વ્યક્તિ ગેરી ગેસ્ટ હતો.જો કે ગેસ્ટ ત્યારબાદ તેમનાથી છુટો પડ્યો હતો.સ્મિથ જો કે રોકાયો હતો.તે શિકાગોથી ન્યુયોર્ક કામની શોધમાં આવ્યો હતો.તે મિકિ માઉસ અને ડોનાલ્ડનાં કેરીકેચર બનાવતો હતો અને પોલીસને આ કેરીકેચર એપાર્ટમેન્ટમાંથી મળ્યા હતા.સ્મિથનું સાચુ નામ આમ તો વિલ્સન હતું.ગેસ્ટે ત્યારબાદ જણાવ્યું હતું કે જ્યારે ક્વિન તેને તેના એપાર્ટમેન્ટમાં લઇ ગઇ ત્યારે તેની સાથે તેણે સેક્સનો પ્રયાસ કર્યો હતો પણ તે યોગ્ય રીતે તે કરી શક્યો ન હતો અને તે કારણે ક્વીને તેનું અપમાન કર્યુ હતું આથી વિલ્સને તેને મોતને ઘાટ ઉતારી હતી.તેને માર્યા બાદ તે તેના બાથરૂમમાં જઇને નાહ્યો હતો, નવા કપડા પહેર્યા હતા અને ઘરની સાફસફાઇ કરી હતી અને ત્યાંથી નિકળી ગયો હતો.ગેસ્ટે તેને થોડા પૈસા આપ્યા હતા જે લઇને તે તેની પત્નીને મળવા મિયામી ગયો હતો ત્યાથી તે તેના ભાઇને સ્પ્રિંગફિલ્ડ મળવા જવાનો હતો.પોલીસે ત્યારબાદ તેનો સ્કેચ જારી કર્યો હતો અને મેનહટનનાં આસિસ્ટંટ એટર્નીએ ગેસ્ટને વિલ્સન વિરૂદ્ધ જુબાની આપવાની શરતે તેની સજા હળવી કરવાનો વાયદો કર્યો હતો.વિલ્સનની ત્યારબાદ તેના ભાઇનાં ઘરેથી ધરપકડ કરાઇ હતી અને તેને ન્યુયોર્ક લવાયો હતો જો કે આ કેસ ચાલતો હતો તે દરમિયાન વિલ્સને જેલમાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
૧૯૭૩માં ટેરેન્સ મેલિકે માર્ટિન શીન અને સિસિપેકને લઇને બેડલેન્ડ નામની ફિલ્મ બનાવી હતી.કિટે હોલીનાં પિતાની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ પોલીસથી બચવા માટે કિટ કેર્થર્સ અને હોલી સેગરિસે પોતાની જ નકલી મોતની વાત ઘડી હતી.જો કે ત્યારબાદ હોલીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ હતું અને જ્યારે કિટ પોલીસનાં હાથમાં આવ્યો ત્યારે તેને આ ગુનાસર ફાંસીની સજા થઇ હતી.મેલિકે આ વાર્તા ૧૯૫૮માં બનેલ હત્યાનાં બનાવનાં આધારે તે લખી હતી.ત્યારે ચાર્લ્સ સ્ટાર્કવેધર અને તેની ચૌદ વર્ષની ગર્લફ્રેન્ડ કેરિલ એન ફ્યુઝેટે અગિયાર લોકોની હત્યા કરી હતી જેમાં ફ્યુઝેટની માતા, સાવકા પિતા અને તેની બે વર્ષની નાની બહેનનો પણ સમાવેશ થતો હતો.ફ્યુઝેટને આજીવન કારાવાસની સજા કરાઇ હતી પણ અઢાર વર્ષ બાદ તેને પેરોલ અપાઇ હતી જ્યારે સ્ટાર્કવેધરને ઇલેક્ટ્રીક ખુરસી પર મોતની સજા અપાઇ હતી.
બિલિ વાઇલ્ડરે ફ્રેડ મેકમરીને લઇને ૧૯૪૪માં ડબલ ઇન્ડેમ્નિટી ફિલ્મ બનાવી હતી જેમાં તેણે ઇન્સ્યોરન્સ સેલ્સમેન વોલ્ટર નેફની ભૂમિકા નિભાવી હતી.બાર્બરા સ્ટેનવિકે ફિલિસ ડિટ્રીચસનની અને ટોમ પાવર્સે તેના વિક્ટિમની ભૂમિકા નિભાવી હતી.નેફની જાળમાં ફસાઇને ફિલિસે ઇન્સ્યોરન્સ પોલિસી તેના નામે કરી હતી આ પોલિસીમાં એવી જોગવાઇ હતી કે ઇન્સ્યોરન્સ જેના નામે હોય તેનું મોત જો અકસ્માતે થાય તો લાભ બેવડો મળે.ફિલિસ તેના પતિને લઇને ગઇ હતી અને તે કારમાં પાછળનાં ભાગે નેફ છુપાયેલો હતો.ફિલિસ તેના પતિની મોત અકસ્માતે થઇ છે તે પુરવાર કરવા માટે તેને ટ્રેનની સામે લઇ ગઇ હતી અને ત્યારબાદ તેમણે તેનો મૃતદેહ પાટા પર મુકી દીધો હતો.જો કે ઇન્સ્યોરન્સ કંપનીને આ કેસ અકસ્માત કરતા આપઘાત કે હત્યાનો વધારે લાગ્યો હતો અને તેમણે વીમાની રકમ ચુકવવાનો ઇન્કાર કર્યો હતો.જોકે ત્યારબાદ તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.ધ પોસ્ટમેન ઓલ્વેઝ રિંગ્સ ટ્‌વાઇસ ટે ગાર્નેટે ૧૯૪૬માં બનાવી હતી જેમાં લાના ટર્નરે કોરા સ્મિથની અને જહોન ગાર્ફિલ્ડે ફ્રાન્ક ચેમ્બર્સની ભૂમિકા નિભાવી હતી.સેસિલ કેલાવેએ તેના પતિની ભૂમિકા ભજવી હતી જેની પાર્ટીમાં કોરા અને ચેમ્બર્સની મુલાકાત થાય છે આ બંને ત્યારબાદ તેના પતિ નિકની હત્યા કરવાની યોજના બનાવે છે.કેટલાક નિષ્ફળ પ્રયાસો બાદ આખરે હત્યારાઓ સફળ થાય છે.જો કે ડિસ્ટ્રીક્ટ એટર્ની જ્યારે તપાસ કરે છે ત્યારે તેમને આ હત્યાની વાત શંકાસ્પદ લાગે છે અને બંને ક્રાઇમ પાર્ટનર એકબીજાને દગો આપે છે.કોરાને પ્રોબેશન અપાય છે અને ત્યારબાદ બંને લગ્ન કરે છે જો કે તેમનાં લગ્ન પણ સફળ રહેતા નથી અને ફ્રાંક કોરા અને તેના બાળકની હત્યા કરી નાંખે છે અને આ હત્યાના કેસમાં તે દોષી ઠરે છે અને તેને ફાંસીની સજા અપાય છે.ડબલ ઇન્ડેમ્નિટી અને ધ પોસ્ટમેન ઓલ્વેજ રિંગ્સ ટ્‌વાઇસ આ જ નામની નવલકથા પરથી બની હતી.આ બંને નવલકથાઓ જેમ્સ એમ.કેઇને લખી હતી.આ નવલકથા ૧૯૨૭માં રૂથ સિન્ડર અને તેના પ્રેમીએ કરેલ હત્યા પર આધારિત હતી.
વેસ ક્રેવેને ૧૯૯૬માં નીવ કેમ્પબેલને લઇને સ્ક્રીમ બનાવી હતી.જેમાં તેણે સિડની પ્રેસ્કોટની ભૂમિકા ભજવી હતી જે વિક્ટીમ હોય છે પણ ત્યારબાદ તે હત્યારાનો પણ હત્યારો નિકળે છે.સ્કીટ ઉલરીચે બિલિ લુમિસ અને મેથ્યુ લિલાર્ડે સ્ટુ મેચર નામનાં હત્યારાઓની ભૂમિકા નિભાવી હતી.જેમનો દાવો હતો કે સિડનીની માતા મૌરિન બિલિનાં પિતાને છોડી દીધો હતો જેણે મૌરિનની હત્યા કરી હતી.તેમનાં સંતાનો એ ત્યારબાદ તેમનાં શાળાનાં એક સહાધ્યાયીની હત્યા કરી હતી.જો કે આ ફિલ્મે ચાર સેટર્ન એવોર્ડ જીત્યા હતા અને બોક્સ ઓફિસ પર તેની કમાણી ૧૭૩ મિલિયન ડોલરની રહી હતી.આ ફિલ્મની ત્યારબાદ સિક્વલ પણ બની હતી.ડેની રોલિંગે તેના પિતાની હત્યાનો પ્રયાસ કર્યો હતો જે તેની માતાને ત્રાસ આપતો હતો.તેને ત્યારબાદ ધ ગેઇન્સવિલે રિપર તરીકે કુખ્યાતી સાંપડી હતી.આ શહેરમાં સતત ચાર દિવસ સુધી હત્યાનું તાંડવ ચાલ્યું હતું.રોલિંગે ત્યારે શહેરમાં આતંક મચાવી દીધો હતો.તે ત્યારે તેના શિકારનો પીછો કરતો તેના પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેતો હતો.ચાર જેટલા કોલેજનાં સ્ટુડન્ટ જ્યારે નિદ્રામાં હતા ત્યારે તેમનાં એપાર્ટમેન્ટમાં ઘુસીને તેમની હત્યા કરાઇ હતી.તેણે એક છોકરી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને તેને પણ મોતને ઘાટ ઉતારી હતી.તેના શિકારનાં અંગોને તે અલગ અલગ કાપતો હતો.ક્રાઇમ સીન પરથી મળી આવેલા ડીએનએ પરથી તેની ઓળખ થઇ હતી અને તેની ત્યારબાદ ઘણી હત્યાઓનાં મામલે ધરપકડ કરાઇ હતી.જો કે રોલિંગે પોપટની જેમ પોતાના ગુના કબૂલી લીધા હતાં.તેણે કબૂલ કર્યુ હતું કે તે ટેડ બન્ટીની જેમ કુખ્યાત થવા માંગતો હતો.તેને આ હત્યાઓનાં મામલે દોષી ઠેરવાયો હતો અને મોતની સજા અપાઇ હતી.૨૫ ઓક્ટોબર ૨૦૦૬માં તેને ફ્લોરિડાની જેલમાં ઝેરી ઇન્જેક્સન આપીને મોતની સજા અપાઇ હતી.જો કે વાસ્તવમાં જે રોલિંગ હતો તે અને ફિલ્મમાં જે ચિત્રણ થયું છે તેમાં ખાસ્સી ભિન્નતા છે.ફિલ્મમાં ખુનીને બદલો લેનાર દર્શાવાયો છે પણ વાસ્તવમાં તેણે આ હત્યાઓ કોઇ ચોક્કસ કારણ વિના કરી હતી.
નિક કેસાવેટ્‌સે ૨૦૦૬માં એમિલિ હર્સ્ચને લઇને આલ્ફા ડોગ ફિલ્મ બનાવી હતી જેમાં તેણે ડ્રગ ડિલર જહોની ટ્રુલવની ભૂમિકા ભજવી હતી જ્યારે જસ્ટિન ટિમ્બરલેકે જહોનીનાં લેફટેનન્ટ ફ્રાંકી બેલેનબેચરની ભૂમિકા નિભાવી હતી.એન્ટન યેલ્ચીને જેક માઝુર્સ્કી અને બેન ફોસ્ટરે જેક માર્ઝુસ્કીની ભૂમિકા ભજવી હતી.જહોની જેકનું અપહરણ કરે છે અને તેના સહયોગીઓમાંથી એક જેકની હત્યા કરી દે છે અને પહાડીઓમાં તેને દફનાવી દે છે.જો કે આ વિસ્તારમાં તેની કબર મળી આવે છે અને ગેંગનાં સભ્યો આ હત્યા માટે દોષી ઠરે છે.જેમાં તેના હત્યારાઓને અલગ અલગ સજા મળે છે.એલ્વીસ સ્મિટ્‌ને દેહાંત દંડની સજા કરાય છે.એનબીસી ન્યુઝનાં જણાવ્યાનુસાર આલ્ફા ડોગની મુળ કહાની હોલિવુડનાં વેસ્ટ હિલ્સ સેક્સનમાં શરૂ થાય છે.બેન માર્કોવિત્ઝ અમીર ખાનદાનનું સંતાન હતો પણ તે હંમેશા સમસ્યાઓ જ ઉભી કરતો હતો તેને સુધરવાની ઘણી તકો અપાઇ હતી પણ તેમાં કોઇ સુધારો થયો ન હતો આખરે તેને ઘરમાંથી તગેડી મુકવામાં આવે છે.તેને ત્યારબાદ જેસ્સી જેમ્સ સાથે મૈત્રી થાય છે.સ્કુલમાંથી કાઢી મુકાયા બાદ તેણે ડ્રગ્સની હેરાફેરીનું કામ ચાલુ કર્યુ હતું અને માત્ર ઓગણીસ વર્ષન ઉંમરે જ તેને સારી એવી કમાણી થવા માંડી હતી તેના અન્ય મિત્રો પણ ગુનાખોરીનું માનસ ધરાવનારા હતા આથી માર્કોવિત્ઝને ગુનાખોરી માટે ખુલ્લુ મેદાન મળી જાય છે.જેસ્સી જેમ્સ હોલિવુડ મૈત્રીમાં માનતો હતો પણ તેના માટે ધંધો મુખ્ય હતો અને તેના સાથીઓ પણ તેનાથી ડરતા હતા જો કે માર્કોવિત્ઝ તેમાં અપવાદ હતો કારણકે હોલિવુડ તેનાથી ગભરાતો હતો.માર્કોવિત્ઝે હોલિવુડ પાસેથી ૧૨૦૦ ડોલર ઉધાર લીધા હતા પણ તે તેને આપી શકતો ન હતો જેના કારણે હોલિવુડ ખુબ ગુસ્સે ભરાયો હતો.આ ગુસ્સામાં જ તેણે માર્કોવિત્ઝનાં નાના ભાઇ નિકનું અપહરણ કર્યુ હતું જે તેની સૌથી નજીક હતો.જ્યારે હોલિવુડને જાણ થઇ કે અપહરણની સજા આજીવન કારાવાસ છે ત્યારે તેણે નિકને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય કર્યો હતો કારણકે તે ત્યારબાદ કોઇ રીતે ગુનેગાર ઠરી શકે તેમ ન હતો.હોલિવુડે રયાન હોટને તેની હત્યા કરવાનો નિર્દેશ આપ્યો હતો.તેના માટે પહાડી વિસ્તારમાં જ કબર ખોદાઇ હતી.ડક્ટ ટેપ બાંધીને નિકને ત્યાં લવાયો હતો. લોસ એન્જેલસ મેગેઝીનનાં સિનિયર લેખક જેસ્સ કાટ્‌ઝે આ બનાવને લખતા જણાવ્યું હતું કે રયાન હોટે તેને માથા પાછળ ઘા કર્યો હતો અને ત્યારબાદ પોતાની ટેક નાઇન કાઢીને તેના પર નવ ગોળી ચલાવી હતી અને નિક એ કબરમાં પડ્યો જે તેના માટે ખોદાઇ હતી.ત્યારબાદ એ રિવોલ્વર પણ તેના પગની પાસે જ દાટી દેવાઇ હતી.જો કે આ વિસ્તાર પર્વતારોહકોનો ફેવરિટ હોવાને કારણે આ કબર તરફ ઘણાંનું ધ્યાન ગયું હતું અને પોલીસને પુરાવાઓ પણ કબરમાં જ મળી આવ્યા હતા.