હઠ યોગી
એક વાર એક હઠયોગી જંગલમાં રહી તપશ્ચર્યા કરતાં હતા. શક્તિ ની ઉપાસના.કરતાં હતા. દરેક વખતે આપણને શું માંગવું તે ખબર જ નથી હોતી અને ભગવાન આપે તેમાં આપણે રાજી નથી હોતા. આપણે માંગીએ અને ભગવાન ન આપે તો માનતા માં મનાવીએ છીએ. માં પાસે નાનો દીકરો માંગતો હોય પણ માને જ ખબર હોય કે તેને શું હિતાવહ છે. છોકરો તો આજેય મીઠાઈ માંગે અને આવતી કાલે પણ માંગે ને પછી પણ...પણ માને ખબર છે ક્યારે શું દેવું. અને જમવાનો સમય થાય કે માં બોલાવી જ લે છે તેને જમવા.
જંગલમાં એક વૃક્ષ નીચે બેસીને તેણે વર્ષોથી તપસ્યા કરી.
ભગવાન તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ગયા અને આશીર્વાદરૂપે તેમને ઘણી શક્તિઓ આપી, જેઓનો તેઓ જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે. હઠયોગી ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા, પણ ભગવાન પાસે કેટલીક શક્તિઓ પ્રાપ્ત કર્યા પછી, તેમને પોતાનું ગર્વ થવા લાગ્યું. તેને લાગ્યું બધા કરતાં તે અલગ છે.
જંગલમાંથી પરત ફર્યા બાદ, તેઓ ગામમાં પોતાના ઘરે ગયા. એક દિવસ કોઈ કામ માટે તેમને શહેર જવું હતું. રસ્તામાં એક નદી હતી, જેને પાર કરી જ શહેર પહોંચવામાં આવતું.
નદી પાર કરવા માટે, બંને કાંઠે નાવડીઓ અને નાવડીચાલકો ઉપલબ્ધ હતા. હઠયોગી ત્યાં પહોંચ્યા અને નાવડી લેવા માટે નાવડીચાલક પાસે ગયા. પરંતુ એ સમયે તેમણે નદીની બીજી બાજુ એક વૃક્ષ નીચે બેઠેલા અન્ય લોકોને ભગવાનની ભક્તિ કરતાં જોયા. જેઓ ભગવાનની વાતો પ્રભુના વિચારો લોકોમાં વહેતા કરતાં હતા. તે પણ સહજ રૂપે. કોઈ તિલક કે વિચિત્ર પહેરવેશ નહિ.
કોઈ દીકરો માં બાપ નું કામ કરે તો , કઈ થોડી ગામમાં ઢોલ પીટે? પત્ની ઘર નું કામ કરે પતિ ની સેવા કરે તો થોડી છાપામાં છપાવે?
હવે આ શક્તિધારી હઠયોગી ને પોતાની શક્તિ બતાવવાનો અભરખો જાગ્યો. તેને થયું લાવ હું આ લોકોને મારી શક્તિ બતાવું. શક્તીધારી ઋષીએ પોતાની શક્તિ થી નદી ઉપર ચાલીને સામે કાંઠે પહોચી ગયા.
નદી પાર સામે કાંઠે બેઠેલા લોકો ભગવાનને જોઈએ તેવી ભક્તિ કરતાં તેમના વિચારો પોતાના જીવનમાં અને સમાજમાં વહેતા કરતાં હતાં. ત્યાં આ હઠયોગી પહોચ્યા.
શક્તીધારી હઠયોગીએ ગર્વથી કહ્યું, “તમે જોયું? મેં આ નદી પર ચાલવા માટે કેવી રીતે મારી શક્તિનો ઉપયોગ કર્યો. શું તમે આવું કરી શકો છો?”
સામે પાર મંદિર માં ભગવાનની બાજુમાં બેઠેલા લોકોએ તેનો જવાબ આપ્યા વગર પૂછ્યું. ” આ નદી ચાલીને પાર કરવા તમે કેટલા દિવસ સાધના કરી ? અને શક્તિ મેળવી? શું તમે કરેલી ક્રિયા પ્રભુને ગમી?
ત્યાં તેના બીજા સહાધ્યાયી એ કહ્યું : “હા, હું પણ આવું કરી શકું છું. પણ શું તમને લાગતું નથી કે નાની નદી પાર કરવા માટે તમે તમારી મૂલ્યવાન જીવનના દિવસો વેડફી દીધા? તમે ત્યાં ઊભેલા નાવડીચાલકને થોડું પૈસું આપી નદી સરળતાથી પાર કરી શકત.
एवं परस्परपेक्षा शक्तिशक्तिमतो: स्थिता
न शिवेन विना शक्तिर्न शक्तया विना शिवः ||
શક્તિ અને શિવને હંમેશા એકબીજાની અપેક્ષા રહે છે | ન શિવ વગર શક્તિ રહી શકે અને ન શક્તિ વગર શિવ રહી શકે.
હઠયોગીને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેમણે માફી માંગી. અને પોતાની ભૂલનો અહેસાસ કરાવવા બદલ આભાર માન્યો.
માણસ સંપતિ – શક્તિ પાચળ દોડે છે પણ સાથે તેનું ફક્ત કર્મ જ આવે છે.
જીવનમાં ભગવાનને ગમતું કરવામાં આપણું સત્કર્મ બંધાય છે. અને ભગવાનને શું જોઈએ છે તે ગીતામાં કહ્યું છે.
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥8॥ श्रीमद भगवद गीता
તમારા મનને માત્ર મારા પર સ્થિર કરો અને તમારું બુદ્ધિ મને સમર્પિત કરો. આ રીતે તમે હંમેશા મારો ભાગ બનશો. તેમાં કોઈ સંશય નથી.