A treasure trove of memories in Gujarati Philosophy by Darshana Kakadiya books and stories PDF | યાદો નો ખજાનો

Featured Books
Categories
Share

યાદો નો ખજાનો

"મસ્તી ભર્યા એ દિવસો હતા

રહી ગયા જે એક મીઠી યાદો બનીને આજે..."

🤔શું તમને પણ સુખ દુઃખ ની પેહલા બાળપણની વાતો યાદ આવે છે? 

જે યાદો ને વાગોળીએ તો જાણે એમ લાગે કે ફરી એકવાર પેહલા ની યાદો માં જીવી લઈએ મન ભરી ને એને માણી લહીએ. બસ આવીજ હોય છે યાદો જેના સહારે આખું જીવન વિતાવી શકીએ.

ખાસ કરી ને બાળપણ ની યાદો જેને યાદ કરીએ ત્યારે આપણું હૃદય એકદમ પ્રુફુલિત બની જાય છે. જાણે આપણને નવી તાજગી મળે છે જીવન જીવવાની એક અનોખી આશા જાગે છે. બાળપણ માં દોસ્તો સાથે વિતાવેલો સમય ખુબજ અનમોલ હોય છે. દોસ્તો સાથે સંતાકૂકડી રમતા હતા રમતા રમતા ઝાડ પર ચડી જઇએ પછી કોઈ ના ઘર માં કે ફળિયા માં સંતાઈ જતા. એ વખત ની રમતો જેમકે ગિલી દંડો, રૂમાલીઓ ધોકો આ બધી રમતો રમી ને થાકીએ એટલે કોઈ ન ઘેર જઈ ને પાણી પી લેવાનું...ખાવાની તો શું ! વાતજ કરવી લીલીછમ વાડીઓ હોય આજુબાજુ તેમાં જે પાક હોય તે કાચું પાકું ખાવાનું અને મોજ માં રહેવાનું. વાડીએ થી ખાઇ ને ધોરીયા કે કૂવાનું પાણી પી ને ફરી પાછા રમવા માંડવાનું . બસ બાળપણ માં આજ જીંદગી હતી કોને શું થશે કોણ કોને વઢશે કે કોઈ નું લઈ લેવું એવી ભાવના બિલકુલ પણ ન હતી. જમવા માં પણ શુદ્ધ દેશી મળતું હતું કોઈ ભેળસેળ વગર નકર ખોરાક મળતો હતો. એક આનો, એક રૂપિયા માં આંબલી, પેપ્સી, ખારી સીંગ, દાળિયા, વટાણા વગરે મળતું અને એની ખાવાની મજા પણ અલગજ હતી. એ વખતે કોઈ ગેજેટ્સ નહોતા એટલેજ બહાર રમવાની અલગજ મજા હતી. ખુલ્લા વાતાવરણ માં એકબીજા સાથે એકબીજા ની લાગણી થી જોડાયેલા રહેતા હતા. શાળા એ સાથે ભણવા જતા આવી ને ફરી રમતા હતા. 

વાર તહેવાર ની તો વાત જ અલગ છે. નાના કે મોટા તહેવાર હોય એટલે બસ ખાવા પીવાની તો મજાજ પડી જાય. તહેવારો માં ઘરે સરસર ખાવાનું બને અને એ પણ વળી આજુબાજુ વાળ પાડોશી ભેગા થઈ ને બનાવે. ઉત્તરાયણ માં ચીકી, શેરડી એને વળી પતંગ ઉડાવતા ઉડાવતા ખાવાની. હોળી - ધૂળેટી તો જાણે એવો તહેવાર કે એકબીજા ને પકડી પકડી કલર લગાવી ને આનંદ લે ને પાછા ખાવાની તો વાતજ અલગ હોય. પેહલા ના સમય માં બહાર નું ખાવાનું ઓછું હતું અને ઘરે પણ મેહમાન હોય કે વાર તહેવાર હોય તોજ સારું જમવાનું બને અને વળી સારું જમવાનું પણ કેવું! ચુરમાના લાડવા, લાપસી, થેપલા વગરે વાનગી બનતી હતી.

ઉનાળો ચાલુ થાય ને શાળા માં વેકેશન પડે એટલે ગામની શેરીઓ માં લખોટી, ભમરડા લઈ ને રખડવાનું. ઉનાળામાં ગામમાં કોલેટી અને ગોળાવાળા ચાલુ થઈજાય જે ન ઘરે જઈ ને લઈ આવતા તો ઘણીવાર શેરીમાં કોલેટી વાળા વેચવા આવતા એ વખતે ગરમી માં એક રૂપિયાની મળતી એ લઈ ને ખાતા હતા તો પણ એમ લાગતું હતું કે જાણે દુનિયાની બધીજ ખુશી મળી ગઈ છે. વેકેશન માં મામા ના ફઇ ઘરે રોકાવા જતા એક ગામથી બીજેગામ એની પણ એક અલગ મજા હતી.શિવરાત્રિ અને  સાતમ આઠમ ના તો મેળા થતા હતા. બધા ભેગા થઇ ને મેળા માં જતા e વખતે ફરવા નું સ્થળ એટલે મેળામાં જ જવાનું. એટલેજ મેળો શરૂ થવાની વાટ જોતા અને પૈસા ભેગા કરતા. મેળા માં જઈને ખાવાનું ને નાના મોટા ચકડોળમાં બેસવાનું બધું જોવાનું અને એકાદી વસ્તુ ખરીદી ને લાવાની એમાં પણ પાછા વધારે પૈસા તો મળે નઈ એટલે થોડા પૈસા માં જ આનંદ કરવાનો. દિવાળી ની તો શું વાત કરવાની ફટાકડા ફોડવાના અને એકબીજાના ઘરે જવાનું રાતે બધા ભેગા થઈ ને રંગોળી બનાવે. દિવાળી માં બધા ભેગા થઈ ને નાસ્તા બનાવે જેમકે પૂરી, સકરપારા ને વળી નવાવર્ષે, ધનતેરસે લાપસી બનતી ને કાળીચૌદસ એ તો કકળાટ કાઢવા વડા બનતા બધા છોકરા આ ખાવાની વાટ જોઈને જ બેસતા. નવાવર્ષે તો બધા ને પગે લાગવા જતા પગે લાગીએ એટલે પૈસા મળે એના માટે બધા ના ઘરે જઈને પગે લાગતા ને પૈસા ભેગા કરતા.

આવી નાની નાની વાતો માંથી ખુશી મેળવી લેતાને આનંદ માં રહેતા હતા. અત્યારે બધીજ સગવડો અને પેહલા ના સમય કરતાં ખાવા પીવા નું સારું હોવા છતાં આવો આનંદ નથી મેળવી શકતા. ❤️દિલના કોઈક ખૂણે આ યાદો ને સંઘરી રાખી છે જ્યારે આ યાદો તાજી કરીએ તો મન ખીલી ઊઠે છે. ફરી એકવાર જીવવાનું મન થઈ જાય છે.🥺

" લોકો કહે છે જીવન સહેલું છે, કોને ખબર આગળ કેવું છે

વેકેશન મળે થોડા દિવસ નું આ જીવનમાંથી તો

મારે યાદ નામની બસમાં બેસીને બાળપણ નામના ગામડે જવું છે ને ફરી આ યાદો માં રમવું છે"