Husband and wife in Gujarati Philosophy by Darshana Kakadiya books and stories PDF | પતિ-પત્ની

Featured Books
Categories
Share

પતિ-પત્ની

        👩‍❤️‍👨આમ જોઇએ તો દુનિયામાં ઘણા સંબંધ છે પરંતુ છેલ્લા શ્વાસ સુધી સાથ આપતો સંબંધ માત્ર એકજ છે જે છે પતિ - પત્ની નો સંબંધ. જન્મ તો માતાપિતા જ આપે છે, ત્યારબાદ માતાપિતા ભણાવે મોટા કરે અને લગ્ન કરાવે. સંબંધોમાં માતા-પિતા, ભાઈ, બહેન, અંગત સગાવહાલા મિત્રો, પત્ની, સંતાનો જેવા અલગ અલગ સંબંધોનો સમાવેશ થાય છે. સંબંધો વિના જીવન અપૂર્ણ છે. આ સંબંધો આપણા અસ્તિત્વ અને ઓળખ માટે મહત્ત્વના છે. આપણી સાથે લોહીના સંબંધથી જોડાયેલા લોકોનું દુ:ખ આપણને રડાવી જાય છે તો તેમનું સુખ આપણા આનંદમાં વધારો કરે છે અને આપણી આંખોને હર્ષના અશ્રુઓથી ભીની કરી દે છે. આ સંબંધોમાંનો એક સંબંધ લોહીનો નથી પરંતુ આ સર્વ સંબંધોમાં મહત્ત્વનો સંબંધ છે. આ સંબંધ છે પતિ-પત્નીનો. પતિ-પત્ની એકબીજા સાથે લોહીની સગાઈથી જોડાયેલા નથી. તેમની સગાઈ લાગણીઓ અને પ્રેમના બંધનથી જકડાયેલી છે.
  પતિ-પત્નીનો નાતો અતૂટ માનવામાં આવે છે. લગ્નરૂપી બેડી બે અજાણી વ્યક્તિઓને એકબીજા સાથે પ્રેમની કડીથી સાંકળી લે છે. તેઓ જિંદગીભર એકબીજાનો સાથ નિભાવે છે. અને સુખ-દુ:ખમાં એકબીજાની પડખે ઊભા રહે છે. પત્નીની જેમ મિત્ર સાથે પણ લોહીની સગાઈ હોતી નથી. મૈત્રી લાગણીના સેતુઓ સાથે જોડાયેલી છે. આપણો સાચો મિત્ર સુખ-દુ:ખમાં સાથ છોડતો નથી. તેમજ આપણી ખોટી પ્રશંસા પણ કરતો નથી. લગ્ન પછી પત્ની પણ આવા જ મિત્રની ગરજ સારે છે. પત્નીના પ્રેમમાં મિત્રનો સંબંધ ભળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય છે અને જિંદગીમાં વસંતનું આગમન થાય છે. તેથીજ તો કેહવાય છે ને કે પતિ પત્ની પેહલા એક મિત્ર બને છે. પતિ પત્ની દરેક નાના મોટા સુખ દુઃખ માં સાથ આપે છે. લગ્ન જીવન શરુ કર્યા બાદ તેમના પ્રેમ ની નિશાની તેમનું બાળક જે આ દુનીયા માં આવ્યા બાદ પતિ પત્ની ના સંબંધને વધારે મજબૂત બનાવે છે.
    નાના મોટા ઝગડા બાદ પણ બને એકબીજા ને સમજે છે, એકબીજા નું ધ્યાન રાખે છે. પતિપત્ની નો સંબંધ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વધારે મજબૂત બનતો જાય છે. લગ્ન બાદ પતિ પત્ની તેમના બાળક નો ઉછેર કરે છે ખૂબ સારી રીતે તેના બાળક ને ભણાવે ગાણવે છે. પરિવાર ની દરેક જવાબદારી પણ પૂર્ણ કરે છે.. તેમ છતાં આ બધા કાર્ય માં વ્યસ્ત રહ્યા બાદ પણ એકબીજા સાથે વાતચીત કરી ને આખા દિવસ નો થાક ઉતારે છે જે એકમેકને પ્રેમાળ હૂફ પૂરી પાડે છે. એકબીજા ના સાથથી જાણે આખી દુનિયા જીતી લીધી હોય તેમ લાગે છે. આ હૂફ અને હિંમત જ બીજા દિવસે બધી જવાબદારી લેવાની તાકાત પૂરી પાડે છે.
     જેમ જેમ સમય વીતે છે તેમ તેમ સંબંધ ઓછા થતાં જાય છે. પોતાના સંતાન ને ભણાવી ને લગ્ન કરાવી ને જવાબદારી પૂર્ણ કરે છે. તેના સંતાનો પણ પોતાના પરિવાર માં વ્યસ્ત થઈ જાય છે . જન્મ આપનાર માતા પિતા પણ સ્વર્ગ સિધાવે છે, એમજ દરેક સગાવાહલાનો સંબંઘ પણ સમય સાથે પુરા થઈ જાય છે.... પછી માત્ર ને માત્ર પતિ પત્ની નો જ સાથ રહી જાય છે.
      એક ઉંમર પછી બને એકમેકના સહારા બની જાય છે. વૃદ્ધા અવસ્થા માં જ્યારે પત્ની ને હૂફ ને દેખરેખ કે પ્રેમની જરુર હોય તે પતિ આપે છે, તેમજ પતિને હૂફ, પ્રેમ દરેક વસ્તુ પત્ની પૂરી પાડે છે. આ સમય એવો આવી જાય છે કે બને બાળક બની જાય છે ,લાકડી ના ટેક ટેકે એકબીજા ની જીદો ને ઈચ્છા પૂરી કરે છે. એકબીજા  એક બાળક ની જેમ સંભાળ લે છે. આમજ અંત સુધી સાથ આપે છે પરંતુ કોઈક નું મૃત્યુ વેહલા કે મોડા થાય જ છે.
   જેમ પાન ખરે છે ઝાડ પર થી એમ પતિ કે પત્ની માંથી કોઈ નું મૃત્યુ થાય છે ત્યારે બીજા સાથી મોટો આઘાત લાગે છે ત્યારબાદ તેના સાથી નું જીવન સાવ રંગ હીન બની જાય છે એકલવાયું થઈજાય છે અને પોતાનું જીવન ખુબજ મૂંઝવણ ભર્યું લાગે છે. પતિ પત્ની નો સંબંધ લોહી નો નથી પરંતુ બને ની એવી લાગણી થી બંધાય જાય છે કે એકબીજા ના અંતિમ શ્વાસ સુધી સાથ નિભાવે છે.👩‍❤️‍👨🤝
   
   👩‍❤️‍👨"પતિ-પત્નીનો પ્રેમ એ એક સાથ-સાથે વધતી આગળ વધતી યાત્રા છે, જેમાં દરેક પળ પ્રેમ અને લાગણીની મહાકાવ્ય છે."👩‍❤️‍👨