૧૯૪૬ થી ૧૯૫૬ની વચ્ચે કિબરેટ કુમરાન ખાતેથી કોપરનાં સ્ક્રોલ મળ્યા હતા જેના પર પ્રાચીન ભાષામાં કશું આલેખાયેલું હતું જેને ડેડ સી સ્ક્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.કહેવાય છે કે આ સ્ક્રોલ પર કોઇ છુપા ખજાનાનો નક્શો અંકાયેલો હોવો જોઇએ.આ સ્ક્રોલ પર જે ભાષા અંકાયેલ હતી તે પ્રાચીન હિબ્રુ હતી જે સદીઓ પહેલા ઉપયોગમાં હતી.આ સ્ક્રોલ પર સાઇઠથી વધારે જગાઓનો ઉલ્લેખ હતો અને ત્યાં સોના ચાંદીનો ખજાનો હોવાનું કહેવાયું હતું.આ સ્ક્રોલનાં આધારે ઘણાં લોકો છુપાયેલો ખજાનો શોધવા નિકળી પડ્યા હતા.જો કે કેટલાક વિદ્વાનો માને છે કે રોમનોનાં હાથમાં આ ખજાના આવી ગયા હશે.
મોટાભાગના લોકોને શેક્સપિયરનું નાટક લવ્સ લેબર્સ વોન અંગે થોડી ઓછી જાણકારી છે.ધ હિસ્ટ્રી ઓફ કાર્ડિનિયો શેક્સપિયરે જહોન ફ્લેચર સાથે મળીને લખ્યું હતું.આ ઉપરાંત તેણે હેન્રી એન્ડ ટુ નોબલ કિન્સમેન લખવામાં પણ સાથ આપ્યો હતો.આ નાટકનું કેન્દ્રીય પાત્ર મિગલ ડી સર્વાન્ટિસની એપિક નોવેલ ડોન કિહોટેનું પાત્ર હતું.આ નાટક અસ્તિત્વમાં હોવાનાં પુરાવા શેક્સપિયરની એક્ટિંગ કંપની કિંગ્સ મેનમાં મળે છે જેમાં તે નાટક ભજવાયાનો ઉલ્લેખ છે.આ નાટક મે ૧૬૧૩માં ભજવાયું હોવાનું કહેવાય છે.જો કે આ નાટકની મુળ હસ્તપ્રત ગુમ થઇ ગઇ હતી અને તે ફરી ક્યારેય મળી નથી.અઢારમી સદીમાં લ્યુઇસ થિયોબોલ્ડ જે શેક્સપિયરનાં નાટકોનાં એડિટર અને નાટ્યકાર હતા તેમણે દાવો કર્યો હતો કે તેમને એ નાટકની હસ્તપ્રત મળી છે અને તેઓ તેના પર કામ કરી રહ્યાં છે.તેમણે તેના પરથી ડબલ ફલેશહુડ નામનું નાટક તૈયાર કર્યાનું કહેવાય છે.શેક્સપિયરની ગુમ થયેલી હસ્તપ્રત લંડનનાં કોવેન્ટ ગાર્ડન પ્લેહાઉસમાં હોવાનો થિયોબાલ્ડે દાવો કર્યો હતો.આ જગા ઓગણીસમી સદીમાં અગ્નિકાંડનો ભોગ બની હતી આથી થિયોબાલ્ડનો દાવો કેટલો સાચો હતો અને તેમાં કેટલું અસત્ય હતું તે કહી શકાય તેમ નથી કારણકે તે નાટકની બીજી કોઇ નકલ બચવા પામી ન હતી.
લિયોનાર્દો વીન્ચીએ પ્રાચીન ગ્રીકનાં સંશોધક આર્કિમિડીઝ અંગે કહ્યું હતું કે તેઓ ઉત્તમ સંશોધક હતાં.આ એ જ આર્કિમિડીઝ છે જેઓ યુરેકા કહીને આખા સિરેકસમાં નગ્ન દોડ્યાની વાત પ્રચલિત છે.તેમના નામે એક સંશોધન બોલાય છે જેને પ્લેનેટેરિયમ કહેવાય છે આ એવી જગા છે જ્યાંથી સુર્ય, ચંદ્ર અને ગ્રહોને પૃથ્વી પરથી નિહાળી શકાય છે.તેમનાં પ્લેનેટેરિયમની મિકેનિકલ ગોઠવણ અદ્ભૂત હતી.જો કે આ યંત્રો આજે અસ્તિત્વ ધરાવતા નથી.કહેવાય છે કે એન્ટીકાયથેરા એ આ મિકેનિઝમની નજીકની વસ્તુ હતી.જો કે તેમણે આ અંગે ઝાઝી કોઇ વાત કરી ન હતી.તેમનાં યંત્રોની રચના આજના ક્લોકવર્કની સાથે પણ કરાય છે પણ તે યંત્રો હજ્જારો વર્ષ પછી અસ્તિત્વમાં આવ્યા હતા.તેમણે સ્ફિયર મેકિંગ કરીને પણ પુસ્તક લખ્યું હોવાનું કહેવાય છે પણ તે પુસ્તક પણ તેમનું નહી પરંતુ પાપ્પસ નામનાં ગણિતજ્ઞનું હોવાનો દાવો છે.
કોસ્ટારિકાના કોકોઝ આઇલેન્ડમાં ત્રણસો મિલિયન ડોલરનો ખજાનો છુપાયેલો હોવાની અફવાઓ પ્રાચીન સમયથી પ્રચલિત છે.કહેવાય છે કે આ ખજાનામાં ૧૧૩ સોનાની મુર્તિઓ, વર્જિન મેરીની વિશાળ મુર્તિ, ઘરેણાઓનાં ૨૦૦ બોક્સ, ૨૭૩ હીરા જડિત તલવારો, એક હજાર હીરા, નક્કર સોનાનાં મુકુટ, સોના અને ચાંદીના પાટાનો સમાવેશ થાય છે.આ તમામ ખજાનો કેથોલિક ચર્ચે દક્ષિણ અમેરિકામાં એકત્ર કર્યો હતો.આ ખજાનો વિલિયમ થોમ્પસન નામનાં બ્રિટીશ વેપારીએ તેમને સંભાળ માટે આપ્યો હતો.જો કે તે સમયે સ્પેનની મોટાભાગની રિયાસતોમાં વિદ્રોહ ઉઠવાને કારણે આ ખજાનાને ખસેડવાની નોબત આવી હતી.આ ખજાના માટે થોમ્પસન અને તેના માણસોએ ખલાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ખજાનો લઇને કોકોઝ આઇલેન્ડ પહોંચ્યા હતા અને તેમણે આ ખજાનો અહી જ દાટી દીધો હતો તેમને હતું કે વિદ્રોહ શાંત થયા બાદ તેઓ પાછા આવીને તે ખજાનો પાછો લઇ જશે.જો કે તેમના વહાણને સ્પેનનાં અધિકારીઓએ ઘેરી લીધુ હતું.પહેલા તો થોમ્પસનને પાઇરેસી માટે મોતને ઘાટ ઉતારવાનો વિચાર કર્યો હતો પણ ત્યારબાદ તેને જીવતો રાખવાનાં બદલે ખજાનો આપવાની વાત પર તેઓ રાજી થયા હતા.જો કે થોમ્પસન તેના ખજાના સાથે જંગલમાં નાસી છુટ્યો હતો ત્યારબાદ તેને અને ખજાનાને કોઇએ જોયા ન હતા.
પેલેઓન્ટોલોજી અને ઓર્નિથોલોજીનાં ક્ષેત્રમાં આર્કીઓપ્ટીરેક્સની શોધને સૌપ્રથમ ટ્રાન્ઝીશનલ ફોસિલ હોવાનો દાવો કરાય છે.અત્યાર સુધીમાં માત્ર અગિયાર જેટલા જ ફોસિલ શોધાયા છે.મેક્સબર્ગ નામની પ્રજાતિનાં ફોસિલ ૧૯૫૬માં જર્મની ખાતે કવેરીમાં કામ કરનાર બે વ્યક્તિને મળ્યા હતા.આ સમયે આર્કિઓપ્ટીરેક્સનું ત્રીજુ ફોસિલ મળ્યું હતું.તેણે એ ફોસિલ નજીકનાં મેક્સબર્ગ મ્યુઝીયમને અભ્યાસ માટે આપ્યું હતું.જો કે થોડા સમય બાદ તે એ ફોસિલ પોતાના ઘરમાં પાછુ લાવ્યો હતો જ્યાં તે તેના મોત સુધી સાચવી રખાયું હતું.તેના ભત્રીજાએ તેેને શોધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેને સફળતા મળી ન હતી.જો તે મળે તો વૈજ્ઞાનિકોનો દાવો છે કે આજની આધુનિક ટેકનોલોજી વડે તેના વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરી શકાય તેમ છે.
૧૫૨૦ની ત્રીસમી જુને હર્નાન અને તેની ટુકડી ટીનોચિટાલનની રાજધાનીનાં વિસ્તારમાં ફસાઇ ગયા હતા જ્યાં આઝતેક લોકોની વસાહત હતી જેના નેતાને તેમણે મોતને ઘાટ ઉતાર્યો હતો.જો કે સ્પેનિશોનો દાવો છે કે આઝતેક લોકોએ જ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.એ રાતે કાર્ટેસ અને તેના લોકો તેમની સાથે રહેલા ખજાના સાથે ત્યાંથી નાસી છુટવાનો પ્રયાસ કરે છે પણ તેમ કરતા તેમને સુરક્ષા કર્મચારીઓ જોઇ જાય છે અને તેઓએ બીજાને સાવચેત કરી દીધા હતા.ત્યારબાદ આઝતેક લોકો અને સ્પેનિશ ટુકડી વચ્ચે સંઘર્ષ થાય છે જેમાં સ્પેનિશોની અરધી ટુકડી મોતને ઘાટ ઉતરે છે.કોર્ટેસે તેના માણસો અને તેની પાસે રહેલો ખજાનો ગુમાવી દીધો હતો.આઝતેક લોકોએ તે ખજાનો સ્પેનિશોથી બચાવવા માટે આસપાસનાં પહાડી વિસ્તારોમાં છુપાવી દીધો હતો.ત્યારબાદ કોર્ટેસ તેના માણસોને લઇને પાછો આવ્યો હતો અને પેલા ખજાના અંગે તપાસ કરી હતી પણ તેને કોઇ જાણકારી મળી ન હતી.આ ખજાના અંગે ત્યારબાદ કોઇને પણ કશી જાણકારી મળી નથી.
ફ્રેન્ચ અમેરિકન નાગરિક માર્સેલ ડુચેમ્પને તેમની ૧૯૧૭ની શોધ માટે વીસમી સદીનાં ક્રાંતિકારી કલાકાર માનવામાં આવે છે.આ ફાઉન્ટન માટે કહેવાય છે કે તે ડુચેમ્પની રચના ન હતી પણ તે તેમને ક્યાંકથી મળી હતી.આ ફાઉન્ટન પર ડુચેમ્પે તેના ઉપનામ આર. મટ . ડુચેમ્પ તરીકે સહી કરી હતી.જો કે ૧૯૧૭માં ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ સોસાયટી દ્વારા તેના પ્રદર્શનની વાત કરાઇ હતી જેને કમિટીએ માની ન હતી.આ કારણે જ ડુચેમ્પે કમિટીમાંથી રાજીનામુ પણ આપ્યું હતું.જો કે ત્યારે તે કલાકૃત્તિ ગુમ થઇ જવા પામી હતી જે ફરી કોઇએ જોઇ ન હતી.
૧૯૨૦માં ચીનમાં અસંખ્ય ખોપડીઓનો સમુહ મળી આવ્યો હતો જેને પેલેઓન્ટોલોજીની મહત્વપુર્ણ શોધ ગણાવાય છે.આ ખોપડીઓ આજથી પાંચ લાખ વર્ષ પહેલા ધરતી પર રહેતા હોમિનિડ્સની હોવાનું કહેવાતું હતું.આ લોકોને પેકિંગ મેન તરીકે ઓળખવામાં આવે છે.આ લોકોને સિંહ આકારનાં પ્રાચીન હિંસક હાયનાએ મોતને ઘાટ ઉતાર્યા હોવાનો અંદાજો વ્યક્ત કરાય છે.આ ખોપડીઓ એક જાનવરની ગુફામાં મળી આવી હતી.આ શોધને કારણે જો કે ઘણી હિંસક ઘટનાઓ બનવા પામી હતી.૧૯૪૧નાં સપ્ટેમ્બરમાં આ ખોપડીઓના સંશોધક હુ ચેંગજાઇ તેમને વહાણમાં ભરીને અમેરિકા જવા રવાના થયા હતા આ વહાણ મધદરિયે પહોંચ્યા બાદ ગુમ થઇ ગયું હતું.આ ગુમ થયેલા ખજાના અને વહાણને શોધવાનાં અનેક પ્રયાસો થયા હતા પણ કોઇને એ મળ્યા નથી.
ઇમ્પિરિયલ રિગેલા જાપાનની ઐતિહાસિક ધરોહર છે જેને કુશાંગી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અનુવાદ ઘાસ કાપવાની તલવાર થાય છે.આ કલાકૃત્તિ એક નહી પણ ત્રણનાં સમુહમાં હોય છે.જ્યારે પણ નવા રાજા સત્તાનશીન થાય ત્યારે તેને નવા રાજા ધારણ કરતા હોય છે.આ તલવાર સત્તાનાં પ્રતિક સમાન હતી જેનો હજારો વર્ષથી ઉપયોગ થતો હતો.આમ તો આ મુળ તલવાર નાગોયાનાં મંદિરમાં રખાતી હતી અને તેના બદલે તેની નકલનો જ ઉપયોગ કરાતો હતો.જો કે બારમી સદીમાં એક યુદ્ધ દરમિયાન તે મુળ તલવાર ગુમ થઇ જવા પામી હતી. આ તલવાર જાપાનની માયથોલોજીમાં ખાસ મહત્વ ધરાવે છે કારણકે તે આઠ મ્હો ધરાવતા વિશાળ સર્પનાં શરીરમાંથી મળી હતી જેનો નાશ ભગવાન સુસાનો દ્વારા કરાયો હતો.અન્ય બે કલાકૃત્તિઓમાં યાટોનો કાગામી નામનો અરીસો અને યાસાકાની નો મેગ્ટામા નામનું ઘરેણું છે.
૧૪૪૦માં લડાયેલ બેટલ ઓફ અંગિરીને સમર્પિત એવું ચિત્ર ધ લોસ્ટ લિયોનાર્દો એક ઉત્તમ કલાકૃત્તિ તરીકે ઓળખાય છે.ફલોરેન્ટાઇનની વિજેતા ટુકડીઓ જ્યાં મળતી હતી તે ફાઇવ હન્ડ્રેડ હોલ માટે આ ચિત્ર નક્કી કરાયું હતું.આ ચિત્રને દોરવાનું કાર્ય વિન્ચીએ ૧૫૦૫માં શરૂ કર્યુ હતું જે તેનું અત્યાર સુધીનું સૌથી વિશાળ ચિત્ર હતું.જો કે આ ચિત્ર માટે લાસ્ટ સપર નામનું ચિત્ર મુશ્કેલરૂપ બન્યું હતું.આ ચિત્રને કારણે જ વિન્ચીએ પેલુ ચિત્ર પડતું મુક્યું હતું.ત્યારબાદ અન્ય એક ચિત્રકાર જ્યોજિયો વાસારીને એક મ્યુરલનું કામ સોંપાયુ હતું.જેના કારણે પેલુ બેટલ ઓફ અંગિરીને નષ્ટ કરાયું હતું.જો કે આજે કેટલાક નિષ્ણાંતો દાવો કરે છે કે વાસારીનાં મ્યુરલની નીચે પેલુ ચિત્ર હજી અસ્તિત્વ ધરાવે છે.કહેવાય છે કે વાસારીએ જ તેને સાચવી રાખ્યું હતું.જો કે આજે અંગિરીનાં ચિત્રને બહાર કાઢવા માટે વાસારીની કલાકૃત્તિને નષ્ઠ કરવી પડે જે પોતે જ એક ઉત્તમ કલાકૃત્તિનો નમુનો છે તે માટે નિષ્ણાંતો તૈયાર નથી.