Small talk created chaos..... in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | નાની વાતોએ કોહરામ મચાવી દીધો.....

Featured Books
Categories
Share

નાની વાતોએ કોહરામ મચાવી દીધો.....

 એક માણસ જ્યારે ટોળાનો ભાગ બની જાય ત્યારે તેની વિચારવાની શક્તિ નષ્ટ થઇ જાય છે અને ટોળા દ્વારા અનેક એવા કારનામા કરવામાં આવે છે જે શરમજનક બની રહે છે.ક્યારેક ટોળાઓ કોઇ ગંભીર કારણોસર ઉત્પાત મચાવતા હોય છે પણ ક્યારેક તો સાવ અર્થહીન કારણો ભયંકર તોફાનોનું કારણ બની રહેતા હોય છે.

૧૦ મે ૧૮૪૯નાં દિવસે ન્યુયોર્કમાં એક આક્રમક ટોળાએ શેરીઓમાં ઉત્પાત મચાવી દીધો હતો.ટોળાએ ભારે પત્થરમારો કર્યો હતો અને પોલીસ પર પણ હુમલો કર્યો હતો.ત્યારે ટોળુ એકદમ નિયંત્રણહીન બની ગયું હતું.પહેલા આ ટોળાને કાબુમાં લેવા માટે હવાઇ ફાયર કરવામાં આવ્યુ હતું તે છતાં ટોળું શાંત ન થતાં સીધો ગોળીબાર કરાયો હતો જેમાં બાવીસ લોકોનાં મોત થયા હતા.જ્યારે આ તોફાન અંગે તપાસ કરાઇ ત્યારે બહાર આવ્યું કે લોકોમાં કયો અભિનેતા બહેતર છે તે અંગે વિવાદ થયો હતો.આ તોફાનો માટે જે અભિનેતાઓને કારણરૂપ ગણાયા તેમાં એડવીન ફોરેસ્ટ હતા જે અમેરિકન અભિનેતા હતા અને તેમનાં આક્રમક અંદાજનાં અભિનયને કારણે વધારે જાણીતા હતા.તેમનાં હરીફ બ્રિટીશ થેસ્પિયન વિલિયમ ચાર્લ્સ મેકરેડી હતા.ત્યારના અખબારોમાં ચર્ચાઓ ચાલતી રહેતી હતી કે કોણ ઉત્તમ અભિનેતા છે.જ્યારે મેકરેડીએ અમેરિકાની યાત્રા કરી ત્યારે ફોરેસ્ટ પણ તે ટુર પર ગયા હતા.બંનેએ એક જ થિયેટરમાં પરફોર્મન્સ આપ્યુ હતું.ત્યારે મેકરેડીએ તેને સલાહ આપી હતી કે જો તેને મહાન બનવું હોય તો બ્રિટનમાં અભ્યાસ કરે.જો કે ફોરેસ્ટની બ્રિટન ટુર નિષ્ફળ નિવડી હતી જે માટે તેણે મેકરેડીને જવાબદાર ગણાવ્યો હતો.જો કે તેના આક્રમક અંદાજને કારણે તે બ્રિટનમાં તો નિષ્ફળ ગયો પણ અમેરિકાના મજુર વર્ગમાં તે વધારે લોકપ્રિય બન્યો હતો.જ્યારે મેરરેડીએ બીજીવાર અમેરિકાની ટુર કરી ત્યારે ફોરેસ્ટનાં ચાહકો ગુસ્સે ભરાયા હતા.તેનો આકરો વિરોધ થયો હતો.જ્યારે ન્યુયોર્કમાં તેણે મેકબેથની ભજવણી કરી ત્યારે સ્ટેજ પર ઇંડાઓનો વરસાદ કરાયો હતો આ ઉપરાંત સડેલા ફળ અને ગંદી વાસ મારતી પીણાની બોટલો પણ ફેંકાઇ હતી.તેણે ત્યારે બ્રિટન પાછા ફરવાનું નક્કી કર્યુ પણ ત્યારના ન્યુયોર્કનાં ભદ્ર વર્ગ સાથેની મુલાકાતમાં તેણે તેનો અંતિમ શો એસ્ટર ઓપેરા હાઉસમાં કરવાનો નિર્ણય કર્યો આ વાતનો ફોરેસ્ટનાં ચાહકોએ આકરો વિરોધ કર્યો હતો અને દસ હજારનું ટોળુ ઓપેરા હાઉસ પહોચ્યું હતું જ્યાં પોલિસ સાથે તેમની જોરદાર અથડામણ થઇ હતી આ ઘટના બાદ મેકરેડી કયારેય ન્યુયોર્ક આવ્યો ન હતો.

૧૯૩૫નાં સમયગાળામાં ડયુપોન્ટ કંપનીનો એક બ્રિલિયન્ટ કેમિસ્ટ વોલ્ટર કેરોથર્સ કેટલાક પોલિમર્સ સાથે રમત કરતો હતો ત્યારે તેણે જોયું કે પાણી સાથે કેટલાક પોલિમર્સને મિશ્ર કરવામાં આવે તો મજબૂત ફાયબર્સ બને છે.કેરોથર્સે આ નવા મટિરીયલને નાયલોન નામ આપ્યું.આ નાયલોનથી બનેલા સ્ટોકિંગ્સ સિલ્કનાં સ્ટોકિંગ્સની તુલનાએ સરળ રીતે રાખી શકાતા હતા.આ આઇટમ મહિલાઓમાં ખાસ્સી લોકપ્રિય બની હતી.માત્ર બે જ દિવસમાં ચાર મિલિયન જોડીનું વેચાણ થઇ ગયું હતું.આ અરસામાં જ બીજુ વિશ્વયુદ્ધનો આરંભ થયો હતો.ત્યારે નાયલોનનો ઉપયોગ સૈનિકો માટે પેરાશુટ અને અન્ય સૈન્ય સામગ્રી બનાવવા માટે થવા માંડ્યો હતો.કાળા બજારમાં આ કારણે એક જોડી નાયલોનનાં સ્ટોકિંગ્સની કિંમત વીસ ડોલર સુધી વધી ગઇ હતી.સ્ટોકિંગ્સની તંગીએ યુદ્ધનાં માહોલમાં વધારે તંગદિલી પેદા કરવાનું કામ કર્યુ હતું.જ્યારે યુદ્ધ પુરૂ થયું ત્યારે ડ્યુપોન્ટે જાહેર કર્યુ કે તે ફરીથી નાયલોન સ્ટોકિંગ્સનું ઉત્પાદન કરશે.જો કે ફરીથી તેના ઉત્પાદનમાં કંપનીને ખાસ્સી જહેમત ઉઠાવવી પડી હતી અને તે કારણે પુરતી માત્રામાં તે સ્ટોકિંગ્સ બનાવી શક્યા ન હતા અને જ્યારે તે ઉત્પાદન બજારમાં આવ્યુ ત્યારે લોકોમાં ભારે અંધાધુંધી ફેલાઇ જવા પામી હતી.પિટસબર્ગમાં ચાલીસ હજાર મહિલાઓ ખરીદી માટે ઉમટી પડી હતી અને દુકાનોની બહાર બે કિ.મી લાંબી લાઇન જોવા મળી હતી.ત્યારે દુકાનમાં માત્ર ૧૩૦૦૦ જોડી હતી.મહિલાઓને જ્યારે લાગ્યું કે તેમના હાથમાં વસ્તુ આવશે નહી ત્યારે તેમણે દુકાન પર હુમલો કર્યો હતો અને સ્ટોકિંગ્સની લુંટ મચાવી હતી મહિલાઓ એક બીજા પર હુમલો કરતી હતી અને ચારોતરફ અંધાધુંધી વ્પાપી જવા પામી હતી.આ કારણે કંપનીને રાતદિવસ કામ કરવું પડ્યું હતું જ્યારે પુરતી માત્રામાં સામગ્રી બજારમાં આવી ત્યારે તોફાનો શાંત થયા હતા.આ તોફાનોએ શહેરને જેટલું નુકસાન પહોંચાડ્યું તેટલું નુકસાન જાપાનનાં આક્રમણમાં થયું ન હતું.

છઠ્ઠી સદીનાં આરંભિક ગાળામાં બાયઝન્ટાઇન સામ્રાજ્યકાળમાં રથોની રેસ એ લોકપ્રિય રમત હતી જેમાં બ્લુઝ અને ગ્રીન્સ નામની ટીમો સામસામે ટકરાતી હતી અને જ્યારે પણ આ સ્પર્ધા થતી તેના બાદ શેરીઓમાં ભારે રમખાણો ફાટી નિકળતા હતા.સમ્રાટ જસ્ટીનિયન પહેલાની પસંદગીની ટીમ બ્લુઝ હતી આ કારણે બીજી ટીમોને નુકસાન સહન કરવું પડતું હતું.ત્યારે ૫૩૬ જેટલા સમર્થકોને જેલમા નાંખવામાં આવ્યા હતા અને તેમને મોતની સજા અપાઇ હતી.જો કે આ સજાનો અમલ થયો ત્યારે બે કેદીઓ બચી જવા પામ્યા હતા.તેઓ ત્યાંથી ભાગીને નજીકનાં મંદિરમાં છુપાયા હતા જેને તંત્ર દ્વારા ઘેરી લેવામાં આવ્યું હતું.આ સમય દરમિયાન રેસની સ્પર્ધા યોજાઇ હતી અને સ્ટેડિયમમાં ભારે સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને પોતપોતાની ટીમ માટે સુત્રોચ્ચાર કરવા માંડયો હતો.લોકો તોફાને ચડ્યા હતા જે કારણે સમ્રાટ પોતાના મહેલમાં ચાલ્યા ગયા પણ તોફાની ટોળાએ સરકારી ઇમારતોને આગ ચાંપી હતી અને આખા શહેરમાં રમખાણો પ્રસરી ગયા હતા.આ તોફાનીઓને શાંત કરવા બીજી રેસ રખાઇ પણ તે તરકીબ કામ લાગી ન હતી.લોકોએ સમ્રાટ અને તેના પરિવારને ઘેરી લેવાની હિલચાલ કરી ત્યારે સમ્રાટે ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.તોફાનીઓએ રેસનાં મેદાનમાં અડંગો જમાવ્યો હતો આ ટોળામાં જસ્ટીનિયનનાં એજન્ટો ઘુસી ગયા હતા અને તેમણે ટોળાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.ટોળું આપસમાં જ લડતું થઇ ગયું જેનો ફાયદો લશ્કરે ઉઠાવ્યો અને તેમણે ત્રીસ હજાર જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.જો કે આ તોફાનોને કારણે જસ્ટીનિયનની સત્તાનો અંત આવ્યો પણ તેમ છતાં રેસ બાદ બંને ટીમનાં સમર્થકો વચ્ચે સંઘર્ષ વર્ષો સુધી યથાવત રહ્યો હતો.

વિવિધ પ્રકારની હેટ આજે ફેશનનું પ્રતિક છે પણ ૧૯૨૦નાં ગાળામાં ન્યુયોર્કમાં પંદરમી સપ્ટેમ્બર બાદ તેને પહેરવાનું યોગ્ય મનાતું ન હતું.તેનું કારણ તે સમયે શહેરની શેરીઓમાં ધમાલ મચાવતી કિશોરોની ગેંગ હતી જે સ્ટ્રો હેટ પહેરેલા લોકોને નિશાન બનાવતી હતી અને તેમને માર મારતી હતી.અખબારોમાં પણ આ અંગે આર્ટિકલ લખાતા હતા અને લોકોને તે અંગે ચેતવણી આપવામાં આવતી હતી.છેલ્લી સ્ટ્રો હેટ ૧૯૨૨માં જોવા મળી હતી આ હેટને મેળવવા માટે કિશોરોએ તોફાન મચાવ્યુ હતું.આ દિવસ તેરમી સપ્ટેમ્બરનો હતો.કિશોરોનાં તોફાનને શાંત કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા જેનાથી તેઓ ભડકી ગયા હતા અને આખા શહેરમાં તોફાનો ફાટી નિકળ્યા હતા.તેમની ગેંગ હેટ પહેરેલા તમામ લોકોને નિશાનો બનાવતી હતી.પોલીસને પણ તેના કારણે આકરી કામગિરી કરવાની ફરજ પડી હતી અને કિશોરો સાથે તેમને લડત આપવી પડી હતી.આ તોફાનો સ્ટ્રો હેટ રાયોટ્‌સ તરીકે જાણીતા થયા હતા આ તોફાનોમાં કોઇનો જીવ ગયો ન હતો પણ ઘણાંને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.ઘણાં છોકરાઓને જેલમાં જવું પડ્યું હતું.

ન્યુયોર્કની રાઇકર્સ આઇલેન્ડની જેલમાં બજેટકાપને કારણે સ્ટાફની તંગી ઉભી થવા પામી હતી.આમ તો પરિસ્થિતિ સામાન્ય હોય તો તેને સંભાળી લેવા માટે પુરતો સ્ટાફ હતો પણ જો જેલમાં તોફાનો ફાટી નિકળે તો તેને કાબુમાં લેવાનું ભારે પડી જાય તેમ હતું.આમ તો બધુ કાબુમાં હતુ પણ એક કેદીએ આખી પરિસ્થિતિને બગાડી નાંખી હતી તેણે ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચની માંગણી કરી હતી.આ કેદી ડોમિનિકન ટ્રીનીટેરિયન ગેંગનો સભ્ય હતો.જેને ક્રીપ ગેંગ સાથે પંગો થતો રહેતો હતો ત્યારે પણ આ બે ગેંગ વચ્ચે ટંટો શરૂ થયો હતો.બંને ગેંગના સભ્યો વચ્ચે હાથાપાઇ શરૂ થઇ હતી.એકબીજા પર ખુરસીઓ ફેંકવાનું શરૂ કરાયું હતું.એક કેદીએ બીજા પર ગરમ પાણી ફેક્યું હતું.આ તોફાન લગભગ એક કલાક ચાલ્યું હતું.ગાર્ડે તો માત્ર ત્યાં ઉભા રહેવા સિવાય બીજુ કશું કર્યુ ન હતું એ તો બંને ગેંગે સમાધાન કરવાનું નક્કી કરતા તોફાનો શાંત થયા હતા.

ચીનનાં ગોન્ઝાઉ જે આજે કેન્ટોન તરીકે ઓળખાય છે તે શહેરમાં અમેરિકન કોન્સ્યુલેટને સાંસ્કૃતિક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.તેની વાન પર મોટું તીરનું નિશાન હતું.સ્થાનિક ચીની નાગરિકોમાં તેને યુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે.આ ઉપરાંત તેને અશુભનું ચિહ્ન પણ માનવામાં આવે છે.આ વાન ત્યાં આવી તે સમયનાં ગાળામાં જ કેન્ટોનમાં ચોખાનો પાક નિષ્ફળ ગયો હતો અને શહેરમાં પણ રોગચાળો ફાટી નિકળ્યો હતો.લોકોએ પેલી વેધરવાનને નિશાન બનાવવા માંડી હતી.લોકોએ ચેતવણી આપી હતી કે જો અમેરિકનો તેમની વાન પરથી પેલા તીરનું નિશાન નહી હટાવે તો તેમની વાનને નષ્ટ કરવામાં આવશે.ત્યારે યુએસ કોન્સુલને પણ સમજાયું કે પેલુ ચિત્ર દુર કરવામાં જ શાણપણ છે અને તેમ કરવા તે તૈયાર થયા હતા.જ્યારે તેઓ આમ કરવા માટે તૈયાર થયા ત્યારે જ શહેરમાં તોફાનો ફાટી નિકળ્યા અને અમેરિકન અધિકારીઓએ તોફાનીઓ પર ગોળીબાર કર્યો હતો.પાછળથી આખી વાતને ઠંડી કરવા માટે બસ્સો જેટલા ચીની સૈનિકોને મોકલાયા હતા જેમણે કાયદાની સ્થિતિને બહાલ કરી હતી અને પેલી વાનને નષ્ટ કરી હતી.

ઓગણીસમી સદીમાં બેલ્જિયમ પર હોલેન્ડની હુકુમત હતી.જો કે તેની સત્તા સામે લોકોમાં ભારે અસંતોષ હતો.આ ગાળામાં જ બ્રસેલ્સનાં રોયલ થિયેટરે ડચ સમ્રાટનાં જન્મદિનની ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતું.આ માટે તેમણે ડેનિયલ ઓબરની ધ મ્યુટ ગર્લ ઓફ પોર્ટીસીને ભજવવાનું નક્કી કર્યુ હતું.આ નાટકમાં એક સામાન્ય માછીમાર સ્પેનિશ સામ્રાજ્યની સામે વિદ્રોહ કરે છે તેવી વાત હતી.આ નાટક જેમ જેમ આગળ વધતું ગયું ઓડિયન્સ પર તેની ઉંડી અસર પડવા માંડી હતી.ઓપેરામાં રજુ થયેલા સેક્રેડ લવ ઓફ ફાધરલેન્ડ ગીત રજુ થયા બાદ તો દર્શકોએ તોફાન મચાવી દીધુ હતું.લોકો થિયેટરની બહાર આવ્યા અને તેમણે સરકારી ઇમારતોને આગ ચાંપી હતી અને ડચ વ્યાપારિક સંસ્થાનોને પણ નિશાન બનાવ્યા હતા.તેમણે લશ્કરી ટુકડીઓની સામે લડત આદરી હતી અને ટોળાએ તેમનો જ આગવો ધ્વજ બનાવ્યો હતો.થોડા જ મહિનામાં ડચોને ત્યાંથી નિકળી જવું પડ્યુ હતું અને બેલ્જિયમ સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થયુ હતું.આમ એક ઓપેરાએ લોકોમાં વિદ્રોહની લાગણી જગાવી હતી અને તેઓ ગુલામીમાંથી આઝાદ થયા હતા.

૧૦૬૬માં વિલિયમ કોન્કરે ઇંગ્લિશ ચેનલ પસાર કરીને પોતાના હરીફ કિંગ હેરોલ્ડને પરાસ્ત કર્યો હતો.વિલિયમે ત્યારબાદ માર્યા ગયેલા હેરોલ્ડનાં મૃતદેહને સમુદ્રમાં નાંખી દેવાનો આદેશ આપ્યો હતો.ત્યારબાદ વિલિયમ લંડન ગયો ત્યારે તેનો ઇંગ્લેન્ડ પરથી અંકુશ ઢીલો પડ્યો હતો.હેરોલ્ડનાં વફાદારોએ તેના યુવાન પુત્ર એડગરને કિંગ જાહેર કર્યો હતો.આમ તો વિલિયમ તે બાળરાજા સાથે સરળતાથી સોદો કરી શકે તેમ હતો પણ તેને ખબર હતી કે તે લંડનની સામાન્ય પ્રજામાં લોકપ્રિય નથી.વિલિયમે નક્કી કર્યુ કે તે ક્રિસમસનાં રોજ સત્તા ગ્રહણ કરશે તેને હતુ કે લોકો તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત હશે એટલે તેના નિર્ણયનો કોઇ વિરોધ નહી કરે.જો કે બીજી તરફ લંડનનાં લોકો તેમના નવા શાસક પ્રત્યે તેમની વફાદારી દાખવવા વધારે ઉત્સુક હતા.જ્યારે બિશપે વેસ્ટમિન્સ્ટર એબે ચર્ચમાં વિલિયમને મુકુટ પહેરાવ્યો ત્યારબાદ લોકોને તેને વધાવવા કહ્યું ત્યારે લોકોએ બહુ ઉત્સાહમાં આવીને હર્ષનાદ કર્યો ત્યારે ચર્ચ બહાર રહેલી સૈન્ય ટુકડીને લાગ્યું કે ચર્ચમાં લોકોએ રાજા પર હુમલો કરી દીધો છે તેમણે નજીકની ઇમારતને આગ ચાંપી દીધી અને તેઓ શેરીઓમાં નિકળી પડ્યા અને જે હાથ લાગ્યા તેમને માર માર્યો હતો.આટલી ધમાલ થઇ પણ ચર્ચમાં કોઇને ખ્યાલ આવ્યો ન હતો અને બિશપે વિલિયમની સત્તાઆરોહણની કામગિરી પુરી કરી હતી.

ક્રિકેટ મેચ આમ તો લોકોને આનંદ પુરો પાડનાર રમત છે પણ તે તોફાનોનુું કારણ પણ બની જાય તે થોડુ વધારે પડતું કહી શકાય.જો કે આમ વાસ્તવમાં થયું હતુ  અને ક્રિકેટને કારણે ફાટી નિકળેલા તોફાનો એક બે નહી પુરા પાંચ દિવસ ચાલ્યા હતા.અંગ્રેજ ટીમ જેના કેપ્ટન લોર્ડ હેરિસ હતા તે ઓસ્ટ્રેલિયા ગયા હતા.આ બંને દેશનાં ચાહકો એકબીજાનાં પણ કટ્ટર હરિફ હતા.ઇંગ્લિશ ટીમ સિડનીમાં રમવા આવી હતી.જો કે મેચનાં અમ્પાયર પક્ષપાતી હતા અને તેમણે રમત દરમિયાન પ્રવાસીઓની તરફેણમાં જ નિર્ણય આપ્યા હતા.સિડનીનાં જાણીતા બેટસમેનને જ્યારે અયોગ્ય રીતે આઉટ આપ્યા ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો તોફાને ચડ્યા હતા અને તેઓ મેદાનમાં ધસી ગયા હતા.લોર્ડ હેરિસ પર દર્શકોએ હુમલો કર્યો હતો અને બીજા ખેલાડીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.આ ઘટનાએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકીય સંબંધો તંગ કર્યા હતા.આ તોફાનોને કારણે પ્રવાસ તરત રદ કરવો પડ્યો હતો.

૩૦ મે ૧૮૯૬નાં રોજ નિકોલસ બીજાને રશિયાના ઝાર તરીકે જાહેર કરાયા હતા.આ માટે મોસ્કોમાં ભવ્ય કાર્યક્રમ રખાયો હતો.જેમાં દરેક મહેમાનને ફ્રી કપ, સોસેઝનો ટુકડો અને બીયર આપવાનું નક્કી કરાયું હતું.આ માટે ખોડ્યાન્કા ફિલ્ડ પર વીસ બાર ઉભા કરાયા હતા.ઉજવણીની સવારે પાચ લાખ લોકો ત્યાં પહોંચ્યા હતા.સરકારને આટલા લોકો ત્યાં પહોંચશે તેવો અંદાજો ન હતો આથી લોકોને થઇ રહે તેટલી સામગ્રી ત્યાં ન હતી.લોકોને જ્યારે લાગ્યું કે તેમને ખાવાપીવાનું નહી મળે ત્યારે તેમણે જ્યાં ખાણીપીણીની વસ્તુઓ હતી ત્યાં ધસારો કર્યો હતો.આ અંધાધુંધીમાં અનેક લોકો કચડાઇ જવા પામ્યા હતા.જ્યારે આ તોફાન શાંત થયું ત્યારે જણાયું કે ૧૩૮૯ લોકો માર્યા ગયા હતા અને હજ્જારો લોકો ઘાયલ થયા હતા.આ માટે લોકોએ ઝારનાં કાકા ગ્રાન્ડ ડ્યુક સર્જને જવાબદાર ગણાવ્યા હતા જેમણે આ આખુ આયોજન કર્યુ હતું.તેઓ સુરક્ષાની જવાબદારી પુરી પાડવામાં નિષ્ફળ રહ્યાં હતા.જ્યારે ઝારે તપાસનાં આદેશ આપ્યા ત્યારે  સર્જે કોર્ટનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.ત્યારબાદ તપાસને રદ કરવી પડી હતી.જ્યારે આ કરૂણાંતિકા સર્જાઇ તે રાત્રે જ ફ્રેન્ચ એમ્બેસીમાં યોજાયેલા એક સમારંભમાં ઝારનાં કાકા હાજર રહ્યાં હતા.