ઇતિહાસનો અર્થ જે વીતી ગયું છે તે અને ઇતિહાસની સિલસિલેવાર હકીકતોનો અભ્યાસ કરીએ ત્યારે જણાય છે કે તે ઘટનાઓ કયારેક તો આપણી કલ્પનામાં પણ ન આવે તેટલી ઘાતકી અને ક્રુર હોય છે.યુદ્ધને જન્માવતી ઘટનાઓ, રોગચાળો અને હત્યાઓની ઘટનાઓ તો લોકોની નજર સમક્ષ જ પસાર થઇ હોય છે અને આ ઘટનાઓ કેટલી જઘન્ય હોય છે તે આપણને તો ખબર જ હોય છે.આ ઘટનાઓ હોલિવુડની હોરર ફિલ્મોને પણ ભૂ પીવડાવે તેટલી ખતરનાક હોય છે.જો કે ફિલ્મ માટે તો આપણે એવું કહી શકીએ છીએ કે તે તો ફિલ્મ માત્ર છે પણ આ હકીકતમાં ઘટેલી ઘટનાઓનું કોઇ જસ્ટિફિકેશન આપણી પાસે હોતું નથી.
૨૦૦૩માં યેંગ લિવીએ પોતાની કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી અને તે ચીનનાં ઇતિહાસમાં એવો સૌપ્રથમ વ્યક્તિ બની ગયો પણ આ તેની યાત્રા તેના માટે કોઇ દુઃસ્વપ્ન સમાન બની ગઇ હતી કારણકે અવકાશમાં તે એકલો હતો પણ તે જે કેપ્સ્યુલમાં ઉડ્યો હતો તે કેપ્સ્યુલ પર એક દિવસ ટકોરા પડ્યા હતા અને આ ટકોરા પણ જેવા તેવા ન હતા તેણે એ અનુભવને યાદ કરતા જણાવ્યું હતું કે લાકડાની હથોડી વડે જાણે કે કોઇ ડોલને ઠપકારતું હોય તેવાં ટકોરા હતા.તેણે એ અવાજનો સ્રોત શોધવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં ભેંકાર અવકાશમાં તેના સિવાય બીજુ કોઇ ન હતું.તેણે આ અવાજ અંદરની કોઇ વસ્તુને કારણે તો આવતો નથી તે અંગે પણ તપાસ કરી પણ અંદર પણ બધુ ઓલરાઇટ હતું.ત્યારે તે ટકોરા શેના હતા તે તેના માટે પણ એક રહસ્ય જ બની રહ્યું હતું.જો કે તે જ્યારે પૃથ્વી પર પાછો આવ્યો ત્યારે વૈજ્ઞાનિકોએ એ અવાજ શેનો હતો તેનો થોડો ઘણો અંદાજો લગાવવામાં સફળ રહ્યાં હતાં.તેમણે જણાવ્યું હતું કે તેનાં મહેમાન અન્ય કોઇ નહિ પણ એલિયન્સ હતાં...જો કે તે પાછો પૃથ્વી પર આવ્યો ત્યારે તેણે ફરી એકવાર કેપ્સ્યુલની તપાસ કરી હતી.આ અવાજ અંગે તેમનું માનવું હતું કે તે સ્પેસશિપ સાથે અવકાશમાં રહેલી કોઇ ચીજ અથડાઇ હશે.જો કે સ્પેસશીપ પર બહારની સાઇડે કોઇ ચીજ અથડાઇ હોય તેવા કોઇ નિશાન મળ્યા ન હતા.સૌથી સ્વીકૃત થિયરી એ હતી કે જ્યારે અવકાશની અત્યંત શીતળ વેક્યુમની સાથે સ્પેશશીપની બહારની સપાટીનું ઘર્ષણ થયું ત્યારે એ અવાજ સર્જાયો હતો.આ જ પ્રકારનાં અનુભવો ૨૦૦૫ અને ૨૦૦૮માં કેટલાક અવકાશયાત્રીઓને થયા હતા.
હોલિવુડની ઝોમ્બી મુવીની સ્ટોરીઓ મોટાભાગે એક સમાન હોય છે જેમ કે કોઇ શહેરમાં વાયરસને કારણે રોગચાળો ફેલાય છે અને તેની ચપેટમાં આવનારા લોકો ત્યારબાદ અન્યોને પણ એ ચેપ લગાડે છે અને આ ચેપગ્રસ્ત લોકો અન્યોને મોતને ઘાટ ઉતારે છે અને કોઇ એક વ્યક્તિ કે કેટલાક લોકોનો સમુહ તેમની સામે પડે છે અને તેમને એ ચેપમાંથી મુક્ત કરવા માટે પ્રયાસ કરે છે.જો કે ઇંગ્લેન્ડમાં એક સમયે બ્લેક પ્લેગ નામનો રોગચાળો ફેલાયો હતો જે એક ઐતિહાસિક ઘટના છે.આ ચેપી રોગને કારણે એક સમયે તો આખા લંડનમાં ખૌફનો માહોલ ફેલાઇ ગયો હતો હાલમાં જેમ કોરોના ફેલાયો ત્યારે તેનો જેને ચેપ લાગ્યો હતો તેમને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરવામાં આવતા હતા તેમ જ તે સમયે પણ લંડનમાં આ રોગની ચપેટમાં આવેલા લોકોને તેમનાં જ ઘરોમાં કેદ રાખવામાં આવ્યા હતા.જે ઘરમાં આ રોગથી ગ્રસિત વ્યક્તિ હોય તેના દરવાજા પર લાલ ચોકડીનું નિશાન લગાવવામાં આવતું હતું જેથી અન્ય સાજાસમા લોકો એ ઘરથી દુર રહે.તે વિસ્તારમાં શસ્ત્રધારી પહેરેદારોને મુકવામાં આવતા હતા જે આ લોકોને અન્યોથી દુર રાખવાનું કામ કરતા હતા.આ કારણે જે ઘરમાં આ ચેપથી ગ્રસ્ત વ્યક્તિઓ હતા તેમને લાંબાગાળે દવા અને અન્ન વિના ધીમી મોતને શરણે થવું પડતું હતું.જર્યોર્જ રોમેરોની ફિલ્મમાં જેમ બને છે તેમ ચેપગ્રસ્ત લોકોએ ત્યારબાદ તંત્રની સામે લડત આદરી હતી.તેમણે ત્યાં તૈનાત રક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેઓએ તે માટે જે રીત અપનાવી હતી તે બહુ ખૌફનાક હતી.જે ઘરની આસપાસ આ ગાર્ડ તૈનાત હોય તે ઘરનો કોઇ વ્યક્તિ તેઓ ક્યાં છે તે જોઇને જ્યારે તેઓ ઘરની નજીક કે નીચે આવે ત્યારે ઉપર રહેલો કોઇ વ્યક્તિ નીચે દોરડું ફેંકતું જેને છેડે ગાળિયો બનાવેલો રહેતો હતો અને તેઓ તે ગાળિયામાં ગાર્ડને ફસાવી દઇને તેને મોતને ઘાટ ઉતારતા હતા.જે ગાર્ડ મરતા નહિ તે જીવતા રહેવા માટે તે ઘરનાં લોકોને બહાર નિકવાનો રસ્તો કરી આપતા હતા.જે ગાર્ડ માર્યો જતો તેને એક ગાડામાં નાંખીને તેઓ તેના પર ધાબળો ઓઢાડી દેતા હતા જેના કારણે અન્યોને કોઇ શક પડતો ન હતો.જ્યારે આખી શેરીનાં લોકો ચેપગ્રસ્ત થઇ જતા ત્યારે તેઓ ઘરની બહાર નિકળી આવતા હતા અને ગાર્ડોની હત્યા કરી નાંખતા હતા.જો કે જે લોકો બહાર નિકળતા તેમનાં માટે પણ જીવતા રહેવાનું કપરૂ જ બની જતું હતું કારણકે તેમને જોતાવેંત જ લોકો ઓળખી જતા હતા કે તે ચેપગ્રસ્ત છે આથી તેમને પત્થરો મારીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા અને ગામડાઓમાં પણ અ કારણે ભયનો માહોલ છવાઇ ગયો હતો.આ ઘટનાઓ કોઇ ઝોમ્બી મુવીને પણ શરમાવે તે પ્રકારની હતી અને આ ઘટનાઓ કોઇ કપોળ કલ્પના ન હતી પણ સચ્ચાઇ હતી.
નેપોલિયનનાં શાસનનો અંત વૉટરલુનાં યુદ્ધ બાદ આવ્યો હતો જો કે માનવ મોતની રીતે જોવા જઇએ તો આ યુદ્ધ બહુ દારૂણ હતું કારણકે આ યુદ્ધમાં ૬૦૦૦૦ સૈનિકો મોતને ઘાટ ઉતર્યા હતા.જો કે એ મરેલા સૈનિકોને તો કોઇ અંદાજો જ ન હતો કે તેમનાં મૃતદેહોનો ઉપયોગ બગીચાઓને ફળદ્રુપ બનાવવા માટે થવાનો હતો.આ યુદ્ધનાં એક વર્ષ બાદ આ મેદાનને સાફ કરાયું હતું.જે કંપનીએ આ સફાઇકામ માટે જવાબદારી લીધી હતી તેણે એ મેદાન પરથી મરેલા સૈનિકોનાં હાડકા અને જાનવરોનાં હાડકાઓ ઉઠાવી લીધા હતા.જો કે તેમણે આ સૈનિકો અને પ્રાણીઓનાં હાડકાઓનો પાવડર બનાવ્યો હતો અને આ પાવડર યોર્કશાયરની ફેક્ટરીઓમાં પહોંચ્યો હતો અને આ પાવડરને ત્યારબાદ ખાતરમાં મિક્સ કરાયો હતો અને આ ખાતરને ત્યારબાદ ઇંગ્લેન્ડમાં મોકલાયું હતું અને આ ખાતર વડે અંગ્રેજ ખેડુતોએ પોતાની જમીનને ફળદ્રુપ બનાવી હતી.આ જ ખેતરોમાં ઉગેલો પાક ત્યારબાદ યુરોપની દુકાનોમાં પહોંચ્યો હતો અને લોકોએ એ મૃત સૈનિકોનાં અંશો વડે ઉગેલ એ અનાજનો ઉપયોગ ભોજનમાં કર્યો હતો.
પોપ પાયસ બારમાએ જ્યારે વેટિકનમાં કામગિરી સંભાળી અને જ્યારે તેમને લાગ્યું કે તેમનું મોત નજીક છે ત્યારે તેમણે એક વિનંતી કરી હતી કે તેમનાં મોત બાદ તેમનાં મૃતદેહને સાચવવાને બદલે તેમની તરત જ અંતિમક્રિયા કરી દેવામાં આવે.તેમની ઇચ્છા એ જ હતી કે તેમનો મૃતદેહ માટીમાં મેળવવામાં આવે.જો કે તેમની આ ઇચ્છાને તે કોઇની સામે વ્યક્ત કરી શક્યા ન હતા.તેઓ ૧૯૫૮માં મોતને ભેટ્યા હતા.તેમનો કાર્યકાળ જોકે વિવાદોથી ભરપુર હતો તેમણે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો જો કે તેમનાં કાર્યકાળ કરતા તેમનાં મોત બાદની ઘટનાઓને કારણે તેઓ વધારે ચર્ચાસ્પદ બન્યા હતા.પોપ બારમાનાં તબીબ તરીકે જેને કામ અપાયું હતું તે તેની યોગ્યતાને કારણે આ પદ પર પહોંચ્યો ન હતો પણ નેપોટિઝમને કારણે તે આ સ્થાને પહોંચ્યો હતો.તેને તબીબ બનવા માટેની જે પ્રેકટિસ કરવી પડે તે તેણે કરી ન હતી અને એ કારણે તે ડોક્ટર કરતા ઉંટવૈધ વધારે હતો અને તેની સારવારની આગવી જ રીતભાત હતી.તેણે મૃતદેહની સાચવણી માટે જે રીત અપનાવી હતી તે અત્યંત વિવાદાસ્પદ બની રહી હતી તેણે મૃતદેહને સેલોફેનમાં લપેટીને મુક્યો હતો અને તેમનો મૃતદેહ ફુલી ગયો હતો અને તેમનાં શરીરમાંથી ગેસ બહાર નિકળવાની પ્રક્રિયાને કારણે મૃતદેહ ફાટવા માંડ્યો હતો.ગેલેજ્ઝીએ જ્યારે આ જોયું ત્યારે તેણે આખી રાત અન્ય પ્રક્રિયા કરી હતી જે કારણે પોપ પાયસ બારમાનાં મૃતદેહનાં નાક અને આંગળા ફાટીને ફુરચો થઇ ગયા હતા.તેમનાં મૃતદેહની આ હાલત જોયા બાદ વેટિકનનાં અન્ય સત્તાધીશોએ એ બુદ્ધિનાં બારદાનને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો અને આમ તે એવો વ્યક્તિ બની ગયો હતો જે વેટિકનમાં મોતની સજા પામ્યો હતો.
ફ્રેન્કેસ્ટાઇનની કથા તો તમામને જ્ઞાત છે પણ ફ્રેન્કેસ્ટાઇનની કથા પહેલા ડો. વિલિયમ થોર્નટોને આ પ્રકારની કાર્યવાહી કરી હતી.તેમણે અમેરિકાનાં સ્થાપક જયોર્જ વોશિંગ્ટનને જીવતા કરવાનો પ્રયાસ કર્યો હતો.માર્થા વૌશિંગ્ટને તેમનાં પતિને વાયદો કર્યો હતો કે તે ૧૮૦૦ની સાલને જોશે.જો કે જર્યોજનું મોત ૧૪ ડિસેમ્બર ૧૭૯૯માં થયું હતું અને જયારે માર્થાને થયું કે તેમનો વાયદો ખોટો પડ્યો છે ત્યારે તેમણે ડો.થોર્નટોનનો સંપર્ક કર્યો હતો.તેમણે ડોક્ટરને જણાવ્યું કે તેમનાં પતિને જીવતા જ કબરમાં દફનાવી દેવાયા છે.જ્યારે કોફિનની તપાસ કરાઇ ત્યારે અંદર નખનાં નિશાન મળ્યા હતા જેણે થોર્નટનને સ્તબ્ધ કરી દીધા હતા.તેમનાં સેક્રેટરીએ ત્યારબાદ એ વાતનાં નિર્દેશ આપ્યા હતા કે તેમનાં શરીરને ત્રણ દિવસ સુધી દફનાવાશે નહિ જ્યાં સુધી તેમનાં મૃત્યુની વાત નિશ્ચિતપણે જાહેર ન થાય.આ સમય દરમિયાન તેમનાં પરિજનો સતત તેમની પાસે બેઠા હતા અને તેમનાં શરીરમાં કોઇ હલચલ થાય છે કે નહિ તેના પર ધ્યાન આપ્યું હતું.આમ તો થોર્નટન કોઇ સામાન્ય તબીબ ન હતો તેણે ત્યારે યુરોપની ઉત્તમ સ્કુલોમાં અભ્યાસ કર્યો હતો.તેમણે દાવો કર્યો હતો કે તેઓ વોશિંગ્ટન સાથે જો કશું અઘટિત થયું હશે તો તેનો ઇલાજ કરી શકવા સમર્થ છે.જો કે તેઓ તેમની પાસે પહોંચ્યા તે પહેલા આ જગતને અલવિદા કરી ગયા હતા.તેમણે જો કે ત્યારબાદ પણ પોતાના પ્રયાસો છોડ્યા ન હતાં તેમણે તે માટે એક આઇડિયા રજુ કર્યો હતો કે તેમનાં શરીરને ઠંડા પાણીમાં મુકશે અને ત્યારબાદ તેમને બહાર કાઢીને તેમનાં પર ઘણાં ધાબળા નાંખીને તેમનાં શરીરનાં તાપમાનને ધીરેધીરે વધારવામાં આવશે અને તેમનાં ફેફસામાં પંપ નાંખીને ત્યાં શ્વાસ આપવાનો પ્રયાસ કરશે અને તેમનાં શરીરમાં ઘેટાનું લોહી દાખલ કરાશે અને એમ કરીને તેમને ફરીથી જીવિત કરી શકાશે જો કે તેમનાં આઇડિયાને નકારવામાં આવ્યો હતો અને આ કારણે થોર્નટનને અફસોસ રહ્યો હતો તેમને વિશ્વાસ હતો કે તેમનાં આ પ્રયાસથી પ્રેસિડેન્ટનો જીવ બચાવી શકાયો હોત.
રશિયાનાં એક સનકી વૈજ્ઞાનિકે પોતાનાં દર્દીઓ પર વિચિત્ર પ્રકારનાં પ્રયોગો કર્યા હતા તે તેના પ્રયોગો દ્વારા માઇન્ડ કન્ટ્રોલ કરવા માંગતો હતો.આ પ્રયોગો પણ હોરર મુવીથી કમ ન હતાં.જો કે આ સનકી વૈજ્ઞાનિકને કોઇ નોબેલ મળ્યો ન હતો.ઇવાન પાવલોવને જો કે તેમનાં સિદ્ધાંત પર પુરો વિશ્વાસ હતો.ઇવાન પાવલોવ તેમનાં કુતરા પરનાં પ્રયોગોને કારણે ખાસ્સા કુખ્યાત બન્યા હતા.જો કે તેમનાં આ પ્રયોગોનો સિલસિલો ત્યાંજ અટક્યો ન હતો.તેમનાં વિદ્યાર્થી નિકોલેઇ ક્રાસ્નોગોર્સ્કીએ આ પ્રયોગો માનવીઓ પર અજમાવ્યા હતા.આ માટે તેમણે ત્યાનાં સ્થાનિક અનાથાલયનાં છોકરાઓને પસંદ કર્યા હતા.જો કે તેમનાં ગુરૂ દ્વારા જે પ્રયોગો કુતરા પર કરાયા હતા તે માનવી પર શક્ય ન હતાં.તેમ છતાં તેમણે એ પ્રકારનાં જ પ્રયોગો એ છોકરાઓ પર કર્યા હતાં જ્યાં તેમનાં ગળા પર પટ્ટો બંધાયો હતો અને માથા પર લોખંડનો ગાળિયો કસાયો હતો. તેમનાં મ્હોને ખુલ્લા રખાયા હતા.તેમનાં મ્હોમાં એક ડિવાઇસ લગાવાઇ હતી જે મ્હોમાં થુંકનાં પ્રમાણને દર્શાવતી હતી.જ્યારે ભોજન અપાતું ત્યારે એક ઇલેકટ્રોનિક પેડ તેમની કલાઇ પર લગાવાતું હતું.છોકરાઓને કુકીઝ અને નકલી ભોજન આરોગવા માટે મજબૂર કરાતા હતા.તેના પર તેમની પ્રતિક્રિયાને નોંધવામાં આવતી હતી.જો કે તેમનાં પ્રયોગો અનૈતિક અને ધૃણાસ્પદ હતા.
રોબર્ટ પિયરી ૧૯૦૯નાં તેમના ઉત્તર ધૃવનાં સાહસ માટે ભારે વિખ્યાત થયા હતા.તેમનાં સાથીઓ સાથે તેમણે ત્યાં વર્ષો સુધી સંશોધનનું કાર્ય કર્યું હતું.૧૮૯૭નાં સપ્ટેમ્બર મહિનામાં તેઓ ત્યાંથી વહાણ દ્વારા ન્યુયોર્ક પહોંચ્યા હતા આ વખતે તેમની સાથે છ જેટલા એસ્કિમો હતા. અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીએ તેમનું પ્રદર્શન રાખ્યું હતું.આ સાતમાં એક સાત વર્ષનો છોકરો હતો જેનું નામ હતું મિનિક તેની સાથે તેનાં પિતા ક્વીસ્ક પણ હતાં.જો કે આ વાતાવરણ તેમને સદયું ન હતું અને તેમાનાં ચાર મોતને ભેટ્યા હતા.મિનિક વોલેસ માત્ર બચ્યો હતો.બાકીનાં ચારને ત્યાંથી પાછા આર્કટિક મોકલાયા હતા.જોકે મિનિક વોલેસ અહી એકલો હતો.મ્યુઝિયમે ક્વીસ્કની દફનવિધિ કરી હતી અને મિનિકે જોયું કે તેના પિતાને બગીચામાં દફનાવાયા છે જો કે આ નકલી દફનવિધિ હતી કારણકે તેમનું અસલ શરીર તો બેલવ્યુ હોસ્પિટલમાં હતું જ્યાં અન્ય ચાર એસ્કિમોનાં મૃતદેહ પણ હતાં અહી તેમનાં શરીરને ચીરીને તેમનો અભ્યાસ કરાયો હતો.તેમનાં અંગોને પ્રદર્શન માટે મુકાયા હતા.આ આમ તો પિયરીની ખાસિયત જ હતી.તેણે એસ્કિમોની કબરો લુંટી હતી અને તેમાંથી હાડકા અને અન્ય વસ્તુઓ લાવ્યો હતો.સંગ્રહાલયોએ તે વસ્તુઓને ખરીદી હતી.જો કે અહી રહેલા વોલેસે તેના પિતાનાં મૃતદેહને પરત મેળવવા માટે લાંબી લડત ચલાવી હતી જો કે તેની રિકવેસ્ટને ફગાવી દેવાઇ હતી.આખરે વોલેસે ધમકી આપી હતી કે જો તેના પિતાનાં મૃતદેહને પાછો નહિ અપાય તો તે એ સિક્રેટને જાહેર કરી દેશે કે પિયરીનાં બે એસ્કિમો સંતાન છે.આખરે પિયરીએ વોલેસને પાછો આર્કટિક મોકલવાની વાત કરી હતી.મિનિક ત્યાંથી પાછો અહી આવ્યો હતો અને તેણે ફરીથી તેની ભાષા શીખી હતી અને ત્યાંની સ્થાનિક સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા.જો કે તે બહારની દુનિયામાં માત્ર અમેરિકાને જાણતો હતો અને તે આર્કટિકથી પાછો અમેરિકા આવ્યો હતો.તેણે પિટ્સબર્ગનાં લક્ઝમબર્ગમાં કામ કર્યુ હતું અને એન.એચ.મિનિક આખરે સ્પેનિસ ફ્લુનો રોગચાળો ફાટી નિકળ્યો ત્યારે મોતને ભેટ્યો હતો ત્યારે તેની વય માત્ર અઠ્ઠાવીસ વર્ષની હતી.
જહોન સ્કોટ એકમાત્ર એવો વ્યક્તિ હતો જેના સંતાનોમાં એક અમેરિકાનો રાષ્ટ્રપતિ વિલિયમ હેનરી હેરિસન હતો અને તે બેન્જામિન હેરિસન જે ભવિષ્યનાં રાષ્ટ્પતિ હતાં તેનો પિતા હતો.તે લીધરફેસ નામની વિકૃત્તિનો પણ શિકાર બન્યો હતો.જો કે જહોન પોતે પણ એક સફળ રાજકારણી હતો અને તે લોકોમાં એટલો લોકપ્રિય હતો કે તેનાં અંતિમ સંસ્કાર સમયે ઘણાં લોકો હાજર રહ્યાં હતાં.તેમનો અંતિમ સંસ્કાર ૨૫ મે ૧૮૭૮માં કરાયો હતો.જો કે આ સમયે લોકોએ જોયું હતું કે તેની પાછળ જે કબર હતી જે ઓગસ્ટસ ડેવિનની હતી તે લુંટાઇ હતી.આ ઘટના બાદ જહોનનાં પરિજનોને પણ આ પ્રકારની ઘટના તેમનાં પ્રિયજન સાથે પણ થાય તેમ હતી આથી તેમણે કબરની સામે ત્રણ મોટા પત્થરો મુકવામાં આવ્યા હતા જેથી કોઇ તેમાં પ્રવેશ ન કરી શકે.આ પત્થરો ઉઠાવવા માટે સોળ જેટલા લોકોની જરૂરત હતી.આ ઉપરાંત આ કબરની રખેવાળી કરવા માટે એક ગાર્ડ મુકાયો હતો.ઓગસ્ટસ ડેવિનની કબરને મામલે નજીકની મેડિકલ સ્કુલની તપાસ માટે વોરંટ જારી કરાયું હતું કારણકે આ સ્કુલને તેમનાં વિદ્યાર્થીઓની પ્રેકટિસ માટે મૃતદેહની જરૂરત પડતી રહેતી હોય છે.જ્યારે આ સ્કુલની તપાસ કરી ત્યારે ઘણાં ખળભળાવી દેનાર તથ્યો બહાર આવ્યા હતા.ત્યાંથી એક બોક્સ મળ્યું હતું જેમાં ઘણાં મૃતદેહોનાં અંગ મળ્યા હતા જેમાં એક તો માત્ર છ મહિનાનાં બાળકનાં હતા.ત્યાં એક દોરી પર કેટલાક અંગો લટકેલા જોવા મળ્યા હતા.અહી કેટલાક માસ્ક પહેરેલા ચહેરા પણ હતાં જ્યારે એક ચહેરા પરથી માસ્ક હટાવાયું ત્યારે તે જહોન સ્કોટ હેરિસનનું હોવાનું જણાયું હતું.તેની અંતિમવિધિનાં માત્ર ચોવીસ કલાકમાં જ તેનો મૃતદેહ ત્યાંથી બહાર કાઢી લવાયો હતો.ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો હતો કે ઓગ્સ્ટસનું શું થયું તેનો ઉત્તર ત્યારબાદ મળ્યો હતો જ્યારે મિશિગનની એક યુનિવર્સિટીની તપાસ કરાઇ ત્યારે ત્યાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.
ઇંગ્લેન્ડ જ્યારે નાઝીવાદની વિરૂદ્ધ ઉભું થયું તે સમયે કેટલીક ઘટનાઓ બની હતી જેને લંડન બ્લીટ્ઝનાં નામે ઓળખવામાં આવે છે.ત્યારે સતત છ દિવસ સુધી ગોર્ડોન ફ્રેડરિક ક્યુમિન્સે લંડનને ધ્રુજાવી નાંખ્યું હતું.ત્યારે તેણે સતત છ દિવસ હત્યાઓ કરી હતી.તેણે આ છ દિવસ દરમિયાન સાત જેટલી મહિલાઓ પર હુમલા કર્યા હતાં જેમાંથી ચાર મોતને ભેટી હતી.ક્યુમિન્સ આમ તો રોયલ એર ફોર્સમાં પસંદ થયો હતો અને તેને નોર્થ લંડનનાં એરક્રાફ્ટ રિસેપ્શન સેન્ટર પર ફરજ સોંપાઇ હતી.તેણે જે મહિલાઓ પર હુમલા કર્યા હતા તે ગણિકાઓ હતી.તેનો પહેલો શિકાર હતી એવલિન હેમિલ્ટન જેના પર તેણે બળાત્કાર ગુજાર્યો હતો અને તેને લુંટી લઇને તેનું ગળું દાબી દીધું હતું.ત્યારબાદ તેના શરીરને તેણે ગટરમાં વહાવી દીધું હતું.તેના ચોવીસ કલાકમાં એવલિનનો ક્ષતવિક્ષત દેહ મળી આવ્યો હતો.જ્યારે તપાસ કરાઇ ત્યારે જણાયું કે તેણે તેના અંગો કાપવા માટે ઓપનરનો ઉપયોગ કર્યો હતો.કેન ઓપનરનાં હેન્ડલ પરથી તેના આંગળાનાં નિશાન મળ્યા હતા.બીજા દિવસે માર્ગારેટ ફ્લોરેન્સ લોવનો મૃતદેહ મળી આવ્યો હતો જેના પણ અંગો ક્ષત વિક્ષત હતાં.તેના પેટને ચીરીને અંદરથી અંગો બહાર કઢાયા હતા.ત્યારબાદ સતત ચાર દિવસ સુધી આ જ ક્રમ ચાલતો રહ્યો હતો.પોલીસને ત્યારબાદ એક અન્ય વારાંગના ડોરિસ જ્યુનેટનો મૃતદેહ મળ્યો હતો.ક્યુમિન્સે ત્યારબાદ ૧૩મી તારીખનાં શુક્રવારનાં દિવસને પસંદ કર્યો હતો અને તેણે જેસોન વુર્હીસને નિશાન બનાવી હતી જો કે તેને તે મારી શક્યો ન હતો.જ્યારે તે ૩૨ વર્ષની મેરી હેવુડને મારવાનો પ્રયાસ કરતો હતો ત્યારે પોલીસને તેની ફલેશલાઇટનો ચમકારો દેખાઇ ગયો હતો અને પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો પણ તે છટકી જવામાં સફળ રહ્યો હતો પણ તે પુરાવારૂપે તેનો શ્વાસની સારવાર માટે ઉપયોગમાં લેવાતો પંપ છોડી ગયો હતો.પોલીસે તેના સિરિયલ નંબર પરથી ક્યુમિન્સનો પત્તો મેળવ્યો હતો.ક્યુમિન્સનાં આંગળીનાં નિશાન આ પહેલા ઓપનર પરથી મળ્યા હતા એટલે તેની સાથે તેના આંગળીનાં નિશાન મેચ કરવામાં આવ્યા હતા.તેના પર ત્યારબાદ કેસ ચાલ્યો હતો અને તેને મોતની સજા કરાઇ હતી.તેને ત્યારે બ્લેકઆઉટ રિપરનું નામ અપાયું હતું જેને ૧૯૪૨ની પચ્ચીસમી જુને ફાંસી અપાઇ હતી.
અમેરિકાનાં ઇતિહાસમાં લિેંકનની હત્યા એક સૌથી દુઃખદ પ્રકરણ ગણવામાં આવે છે.આ ઉપરાંત તે રાત્રે જ એક અન્ય ઉચ્ચ રાજનેતા વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ્રુ જહોનસન અને સ્ટેટ સેક્રેટરી વિલિયમ સીવર્ડને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત એક અન્ય શિકાર હતી કલેરા હેરિસ જે લિંકનની મોત સાથે સંકળાયેલી હોવાને કારણે તેને પણ મોત મળ્યું હતું.આમ તો ક્લેરાને તેનું બદનસીબ જ ફોર્ડ થિયેટરમાં લઇ આવ્યું હતું કારણકે તે તો અહી આવવા માંગતી જ ન હતી પણ ૧૮૬૫ની એ રાત્રે તે ત્યાં ખેંચાઇ આવી હતી.તે અને તેનો પ્રિયતમ હેનરી રાથબોન ત્યાં ફર્સ્ટ લેડી મેરી ટોડ લિંકનનાં આગ્રહને કારણે ત્યાં હાજર રહ્યાં હતા.સિવિલ વોરનાં વિજય બાદ થિયેટરમાં ઉજવણીનો માહોલ હતો પણ એ ઉજવણીને શોકમાં પલટી નાંખનારો જહોન વિલકિસ બુથ ત્યાં આવ્યો હતો અને તેણે પ્રેસિડેન્ટનાં બોક્સને નિશાન બનાવ્યો હતો અને તેણે તેમનાં માથામાં ગોળી ઉતારી દીધી હતી.જ્યારે તે હુમલો કરતો હતો ત્યારે રાથબોને તેનો હાથ પકડીને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો આથી બુથે તેને છરી મારી દીધી હતી.તે લોહી નિતરતી છરી લઇને જ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.જો કે આ હુમલામાં રાથબોન બચી ગયો હતો અને તેણે એક વર્ષ બાદ ક્લેરા સાથે લગ્ન કર્યા હતા જો કે ક્લેરાએ તેના વસ્ત્રો પર જે લિંકનનાં લોહીનાં ડાઘા પડ્યા હતા તે ધોયા ન હતા અને તે વસ્ત્રો તેણે સાચવી રાખ્યા હતા તે તેના મારફતે લિકનની આત્માનો સંપર્ક કરી શકશે તેવું માનતી હતી.જો કે તેમણે એક દિવાલની પાર તે વસ્ત્રો એક કબાટમાં રાખ્યા હતા અને રાથબોનને એ દિવાલની પાછળથી કેટલાક અવાજ આવતા હતા તેવું લાગ્યા કરતું હતું.તે કહેતો હતો કે લિંકનનો આત્મા તેમને તેમનાં મોતનો બદલો લેવાનું જણાવતી હતી.આ કારણે તેનું માનસિક સંતુલન ડગમગી ગયું હતું અને ૧૮૮૩ની એક સાંજે તેણે ક્લેરાને માથામાં ગોળી મારી હતી અને તેણે પોતાનાં પેટમાં ખંજર હુલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેણે આ કામ કરતા પહેલા તેના સંતાનો પર પણ હુમલો કર્યો હતો જો કે તે ત્યાનાં ગાર્ડની સતર્કતાને કારણે બચી ગયા હતા અને હેનરીને ત્યારબાદનું જીવન પાગલખાનામાં વિતાવવું પડ્યું હતું.