એક એવો પણ સમય હતો કે, લોકો કલર ટીવી જાેવા માટે ટોળે વળતા હતાં. જ્યારે પાછળથી આ પ્રકારના ટીવીએ વિદાય લીધી અને ત્યાર બાદ ફલેટ ટીવીનો જમાનો આવ્યો. ટેકનોલોજીની દુનિયાનો એક નિયમ રહ્યો છે. જેમ જેમ ડિવાઈસમાં ક્રાંતિ આવી એમ એની પાછળના પ્લેટફોર્મમાં જળમૂળથી બદલાવ પણ આવ્યો. આજે ૧૦૦ મેગાપિક્સલના કેમેરા મોબાઈલમાં આવે છે. મોબાઈલ યૂગની શરૂઆતમાં જ્યારે કલર મોબાઈલ આવ્યા ત્યારે એમા ૩જીપી ક્લિપ પણ પ્લે કરવા માટે ઈન્ટરનેટમાં ફાંફાં મારવા પડતા. પરંતુ આજે દુનિયા કોનટેન્ટ અને ક્લિયારિટીની છે. જેટલું ચોખ્ખું પિક્ચર એટલી આંખને પડતી તકલીફ ઓછી. એક પેઢીએ એવો સમય જાેયો છે. જ્યારે ૧ જીબી ઈન્ટરનેટ આખો મહિનો ચલાવવું પડતું. ત્યારે ભૂલથી પણ યૂટ્યુબ તો ખોલાય જ નહીં. કારણ કે વીડિયો સ્ટ્રિમિંગમાં ઇન્ટરનેટના ડેટા વધુ વપરાય. ક્લિયારિટી ભલે ન હોય પણ એમબી અને જીબી જાણે પાણી નળમાંથી વહે એમ વહી જાય. સમયાંતરે ઈન્ટરનેટ સસ્તુ થયૂં અને વીડિયો સ્ટ્રિમિંગની દુનિયામાં એક નવા શ્રીગણેશ થયા.
૧૯૯૬ પછીનો સમય વીડિયો ટેકનોલોજી, ફિલ્મો, કેમેરા, વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને એનિમેશનની દુનિયાનો સૂર્યોદયકાળ મનાય છે. કારણ કે, આ ૯૦ના દાયકા બાદ જે સ્પીડથી ટેકનોલોજી ટર્ન થઇ એને અનેક પાસા અને આયામ બદલી નાંખ્યા છે. હવે, ટીવી પ્લેટફોર્મના પર્યાય તરીકે મોબાઈલ સ્ક્રીન કામ કરી રહી છે. આપણે આજે વાત કરીશે એ બંને પ્લેટફોર્મ પર સૌથી વધું જાેવાતા અને ચર્ચાતા વીડિયો ફોર્મેટ એચડી અને ફોર કે ટેકનોલોજી.
શું છે ૪કે વીડિયો ફોર્મેટ?
જ્યારે કોઈ પણ ફિલ્મ કે વીડિયો પ્લે થાય છે એ માટે એને એક રિઝોલ્યૂશનની જરૂર પડે છે. જ્યારથી કોમ્પ્યૂટર આવ્યા ત્યારથી વીડિયો યૂગ માટે એક ફોર્મેટની શરૂઆત થઈ. જે રિઝોલ્યૂશનને રેશિયો આપવામાં આવતો એનું ફોર્મેટમાં રૂપાંતર થયૂં. જેમ કે, ૭૨૦ ડીપી (ડાયમેન્શન પિક્ચર) એટલે એચડી ૭૨૦ એટલે યુએચડી૧, ૧૦૮૦ ડીપી. પણ ઘણી વખત પ્રશ્ન એ થાય છે કે આ બધા વચ્ચે અંતર શું? તફાવત મોબાઈલમાં તો ખબર નહીં પડે. પણ જ્યારે ટીવીમાં એની ક્લિયારિટી જાેવામાં આવે ત્યારે તફાવત દેખાય છે. ક્યાંક લાઈટ ઓછી તો ક્યાંક બ્રાઈટનેસનો જાદું. ક્યાંક ઓટો ક્લાઈમેટ તો ક્યાંક સાઉન્ડ ઈફેક્ટ. પણ આ બધા ફોર્મેટની વેલિડિટી હજું હૈયાત છે. ત્યાં આ બધા ફોર્મેટને ટક્કર મારે એવું ફોર્મેટ એટલે ૪કે.
સેટઅપ બોક્સ ટેકનોલોજી અને ૪કે
સેટઅપ બોક્સ ટેકનોલોજીમાં એચડી પ્રસારણ પહોંચી ગયું છે. પરંતુ ૪કે માટે ખાસ સેટઅપ બોક્સની જરૂર પડે છે. જ્યારે કેબલ ટીવીનો સમય હતો ત્યારે વાયર ટેકનોલોજીની મદદથી દ્રષ્ય આપણા સુધી પહોંચતું. પરંતુ હવે, સેટેલાઈટ અને ઈન્ટરનેટના માધ્યમે વાયર ટેકનોલોજીની જગ્યા લીધી છે. વાયરનું કામ માત્ર ટ્રાંસમિશન પૂરતું રહ્યું છે. જ્યારે ચેનલ ફ્રિકવન્સીને હવે મોબાઈલ પર માણી શકાય છે. ૪કે માટે ખાસ વાયર અને સેટઅપ બોક્સ હોવું અનિવાર્ય છે. જેમાં લાઈટ્સ કે કલર્સ સેટ કરવાની ઉપાધી જ નથી. કારણ કે જે ફોર્મેટ ડિલિવર થાય છે. એ જ સૌથી બેસ્ટ ક્વોલિટીનું હોવાથી બીજી કોઈ મથામણની જરૂર જ નથી.
વીડિયો સ્ટ્રિમિંગના કુલ ૨૬ પ્રકારના ફોર્મેટ છે
વીડિયો સ્ટ્રિમિંગની દુનિયામાં ૨૬ પ્રકારના ફોર્મેટ છે. જેમાં જે કેમેરામાં જે સેટ થાય એનું ફોર્મેટ અપાય છે. આ વીડિયો ફોર્મેટમાં વેબએમ, .એમકેવી, .એફએલવી, .વીઓબી, .ડીઆરસી, .જીઆઇએફ, .એવીઆઇ, . ડબલ્યુએમવી, .એમપી૪, .એમપી૪ (ડીઆરએમ સાથે). એમ૪વી અને છેલ્લા ૪કેનો સમાવેશ થાય છે. ૪કે ફોર્મેટને વીડિયો સ્ટ્રિમિંગ દુનિયાનું સૌથી બેસ્ટ ફોર્મેટ માનવામાં આવે છે. કારણ કે, આ ફોર્મેટમાં ઓડિયોનો ઓરિજિનલ ટેસ્ટ આવે છે. ત્યારે વીડિયોમાં નાનામાં નાનો પિક્સલ હજારગણો મોટો થઈને ઉપસી આવે છે. આ તમામ બેઝિક ફોર્મેટમાં એક વસ્તુ સર્વસામાન્ય એ હતી કે, દરેક ફોર્મેટની ક્લિપમાં એના ઓડિયોનું આઉટપુટ એક જ સરખું રહેતું.
૪કે : ક્લિયારિટીની દુનિયાનો બાદશાહ
ટેકનોલોજીના નિષ્ણાંતો કહે છે કે, ૨૧મી સદીએ વીડિયો ટેકનોલોજીની સદી છે. કારણ કે, જેટલું વંચાતું નથી એટલું જાેવાય છે. એમાં પણ જાે કાચ જેવી ક્લિયારિટી જાેવા મળે તો બીજું જાેઈએ જ શું? મોબાઈલમાં ડિસપ્લેની લાઈટ વધારવાથી માત્ર પાછળથી લાઈટ મળે પણ વીડિયો જ કંગાળ હોય તો કંઈ ન થાય. ૩૮૪૦ એક્સ ૨૧૬૦ એટલે ૪કે. મોટાભાગની ફિલ્મો આરએ કેમેરામાં શૂટ થાય છે. જેમાં ઓડિયો અને વીડિયો બંનેની ચેનલને સરળતાથી એડિટ કરી શકાય છે. પણ ૪કેની ટેકનોલોજીમાં બંનેની ચેનલને એકમાં મર્જ કરી શકાય છે. ૪કે એટલા માટે કહેવાય છે કે, એમાં એક રિઝોલ્યૂશનમાં કુલ ૪૦૦૦ પિક્સલ એક સાથે એમ્બોસ થાય છે.
રડાર ટેકનોલોજી, એવિએશન સપોર્ટ સિસ્ટમમાં ઉપયોગી
હાલ આ ૪કેના ટીવી કે કોમ્પ્યૂટર રૂા. ૫ લાખથી શરૂ થાય છે. જેના ફીચર્સનો ઉપયોગ રડાર ટેકનોલોજી અને એવિએશન સપોર્ટ સિસ્ટમમાં થાય છે. ૪કે બાદ હવે આવનારા ભવિષ્યમાં ૮કે ટેકનોલોજી આવી રહી છે. પરંતુ આ માટેના ડિવાઈસ સક્ષમ ન હોવાને કારણે એપ્લિકેશન તૈયાર થતા હજું સમય લાગશે. દરેક ચેનલ્સ પાસે ૪કેની એપ્લિકેશન પહોંચી ગઈ છે. હવે માત્ર ટીવી જ નહીં મોબાઈલ ફોન પણ ૪કેમાં આવી રહ્યા છે. પણ હજું ગેમિંગ ઉદ્યોગ ૪કેમાં સ્વિચ થયો નથી.
૪કેને ડિવાઇઝ સપોર્ટની જરૂર
૪કે વીડિયો ફોર્મેટને સપોર્ટ માટે એક ડિવાઈસ જાેઈએ. ટીવીમાં ૪કે સપોર્ટ હોય તો જ પ્લે થાય. મોબાઈલમાં પણ ૪કે સ્વિચ પ્લેટ હોય તો જ ગીત વાગશે. બાકી જ્યાં ૪કે સપોર્ટ નથી ત્યાં પ્લે થતું કોઈ પણ ફોર્મેટ ૪કે નથી. જેના કારણે એક વીડિયો કે પિક્ચર વધારે શાર્પ, ક્લિયર અને સ્પષ્ટ દેખાય છે. ઓર્નામેન્ટ પર કેમેરો ફોક્સ ન પણ હોય તો પણ વસ્તુ હોવાની ખાતરી મળે. ૪કેનો સૌથી વધારે ઉપયોગ એવિએશન અને પ્રેઝન્ટેશનની દુનિયામાં થાય છે. કારણ કે, એવિએશનમાં રન-વે પર પડેલી ખીલી પણ સ્પષ્ટ દેખાય તો સફળ લેન્ડિંગ થાય. હાલમાં ૧૦૦ ટકા ૪કેના કન્ટેટ મળવા મુશ્કેલ છે. કારણ કે, એચડી કેમેરાનું શૂટ અને ૭૨૦ કે ૧૦૮૦નું રિઝોલ્યૂશનના કેમેરા ઝડપથી સ્વિચ થતાં નથી. આ ઉપરાંત કેમેરા અપડેટ થતાં પણ સમય લાગશે.
બ્લ્યૂ રે અને ૪કે જુદા જુદા ફોર્મેટ છે
૪કે અને બ્લ્યૂ રે બંને અલગ ફોર્મેટ છે. ૪કે સુપ્રીમ ક્લિયારિટી ફોર્મેટ છે જ્યારે બ્લુ એનાથી થોડું ડલ પડે છે. આ ઉપરાંત તે સૌથી વધારે ગેમિંગ કંટ્રોલમાં વપરાય છે. જ્યારે ૪કે પર ધીમે ધીમે તમામ દુનિયાની બધી જ ચેનલ્સ સ્વિચ થવાનું વિચારી રહી છે. હાલ ટ્રાવેલ્સએક્સ પી નામની ચેનલ ૧૦૦ ટકા ૪કે બની છે. જેનું પ્રસારણ પણ શરૂ થઈ ચૂક્યૂં છે. પણ ભારતમાં હાલમાં એચડી અને એચડી૧ ફોર્મેટના ટીવી કરોડોમાં હોવાને કારણે પ્રસારણ એચડીમાં કરે છે.