Artificial Intelligence in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ

Featured Books
Categories
Share

આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ

હાલના સમયમાં ટેકનોલોજીમાં સૌથી વધારે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તેનો ઉપયોગ શું છે તેની માહિતી આજે પણ ઘણા પાસે નથી. આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત ૧૯૫૦ના દશકમાં થઇ હતી. તેનો અર્થ બનાવટી એટલે કે કૃત્રિમ રીતે વિકસિત કરાયેલી બૌદ્ધિક ક્ષમતા થાય છે. આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ ખાસ કરી કમ્પ્યૂટર સિસ્ટમ અથવા રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં થાય છે. જે સિસ્ટમ કે રોબોટને માનવીનું મગજ જે રીતે કામ કરે છે તે રીતે જ વિચારવા, સમજવા અને કરવા માટે તૈયાર કરવામાં આવે છે.

આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સની શોધ જાેન મેકાર્થી દ્વારા કરાઇ હતી. જેમનંુ માનવું છે કે, આ સિસ્ટમ એક પ્રકારે મશીન ઇન્ટેલિજન્સ છે. આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ કોમ્પ્યૂટર દ્વારા નિયંત્રિત રોબોટ અથવા તો માનવીની જેમ જ વિચારી શકે તેવું એક સોફટવેર બનાવવાની રીત છે. એઆઇથી તૈયાર થયેલું હાર્ડવેર તેમજ સોફટવેર માનવીના મગજની જેમ જ વિચારે છે અને તે રીતે મુશ્કેલીઓનું નિરાકરણ લાવે છે. સામાન્ય ભાષામાં કહીએ તો આ વિષય પર સ્ટારવોર, મેટ્રિક્સ, આઇ રોબોટ, ર્ટમિનેટર, બ્લેડ રનર જેવી અનેક બોલીવૂડ ફિલ્મો બની છે.

આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સની સિસ્ટમ ૧૯૯૭માં ચેસ જેવી રમતના સુપર પ્લેયર કહેવાતા શુમાર ગૈરી કાસ્પોરોવને હરાવી ચૂકી છે. હાલમાં આ સોફટવેરનો ઉપયોગ માનવીની ચાલ ચલણ સહિતની ચીજાે પર ધ્યાન રાખવા માટે કરવામાં આવે છે. થોડા સમય પહેલાં ફેસબુક પર ૧૦ ઇયર બેક ચેલેન્જ આવી હતી. જે પણ એઆઇની એક શોધનો જ ભાગ હોવાનું માનવામાં આવે છે. આ ચેલેન્જ થકી સંશોધકો વ્યક્તિના પાછલા ૧૦ વર્ષ પરથી ભવિષ્યના ૧૦ વર્ષની ધારણા લગાવી રહ્યા હતા.

સાવચેતી કેમ જરૂરી છે ?
આગામી ભવિષ્યમાં આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી આપણા રહેવા અને કામ કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર સજાર્શે. રોબોટિક્સ ઓર વચ્ર્યુલ રિયાલિટી જેવા ટેકનીકલ ઉત્પાદનો અને નિર્માણની પદ્ધતિમાં પણ ક્રાંતિકારી બદલાવ આવશે. ઓક્સફર્ડ ર્યુનિવસિટીના એક સંશોધનમાં જણાવ્યું છે કે, અમેરિકામાં આગામી બે દશકમાં દોઢ લાખથી વધારે વ્યક્તિઓની નોકરી પર ખતરો ઊભો થશે. તેજ રીતે ભવિષ્યમાં વિશ્વના અનેક દેશોમાં નોકરીઓ પર ખતરો આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સથી કામ કરતી મશીનોનો જેટલો ફાયદો છે તેટલી જ તે ખતરનાક પણ છે. તજજ્ઞોનું કહેવું છે કે, વિચારી અને સમજી શકતા રોબોટ જાે કોઇ કારણથી માનવીને પોતાનો દુશ્મન માનવા લાગે તો તેના કરતાં મોટો ખતરો બીજાે કોઇ હોઇ શકે નહીં. મનુષ્યની બનાવેલી એક સિસ્ટમ તેના જ વિરોધમાં ઊભી થશે અને મનુષ્યજાતીનો ખાતમો કરવા આગળ વધશે તેવી સ્થિતીનું નિર્માણ થશે.

કેવી રીતે થઇ શરૂઆત ?
આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સની મહત્વતા ૧૯૭૦ના દશકમાં જાેવા મળી હતી. સૌથી પહેલાં જાપાને તેને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી અને ૧૯૮૧માં ફિફથ જનરેશન નામથી યોજનાની શરૂ કરી. જેમાં સુપર કોમ્પ્યૂટરના વિકાસ માટે ૧૦ વર્ષના કાર્યક્રમની રૂપરેખા રજૂ કરાઇ હતી. જે પછી બ્રિટનમાં અલવી નામથી એક પ્રોજેક્ટ લોન્ચ કરાયો હતો. યુરોપિય સંઘના દેશો દ્વારા એસ્પ્રિટ કાર્યક્રમ શરૂ કરાયો. ૧૯૮૩માં કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા પણ એઆઇના ઉપયોગમાં આવનારી ટેકનોલોજી વિકસાવવા માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યૂટર ટેકનોલોજીની સ્થાપના કરાઇ.

૭ મુદ્દાની વ્યુહરચના
કેન્દ્ર સરકાર દ્વારા આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સને પ્રોત્સાહન આપવાના હેતુથી સાત મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. જેમાં માનવ મશીન વચ્ચે વાતચીત માટે વિકાસશીલ પદ્ધતિઓ વિકસાવવી, આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સ અને આરએન્ડડીને સાથે લઇ એક સક્ષમ કાય્ર્‌ાબળનું નિર્માણ કરવું, આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સ સિસ્ટમની સુરક્ષા નક્કી કરવી, આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સની નૈતિક, કાનુની તેમજ સામજિક અસરોને સમજવી, આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સ ટેકનોલોજીને આધાર રાખી અને બેંચમાકર્ના માધ્યમથી તેનું મુલ્યાંકન કરવુંનો સમાવેશ થાય છે.

સરકાર દ્વારા પ્રોત્સાહન
રાષ્ટ્રીય સ્તરે આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સ પ્રોગ્રામની રૂપરેખા બનાવવા માટે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઇ હતી. જેમાં સરકારના પ્રતિનિધિઓ ઉપરાંત શિક્ષણવિદો તેમજ ઉદ્યોગકારોનો સમાવેશ કરાયો છે. ૨૦૧૮ના બજેટમાં સરકાર દ્વારા ફિફથ જનરેશન ટેકનોલોજી સ્ટાર્ટઅપ માટે ૭૮૦ મિલિયન ડોલરની ફાળવણી કરાઇ છે. જેમાં એઆઇ, મશીન ર્લનિંગ ઇન્ટરનેશનલ થિંગ્સ, ૩ડી પ્રિન્ટિંગ અને બ્લોક ચેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકાર આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સ, રોબોટિક્સ, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, બિગ ડેટા ઇન્ટેલીજન્સ, રિયલ ટાઇમ ડેટા અને ક્વાંર્ટમ કમ્યુનિકેશન ક્ષેત્રે પણ નવી શોધ, પ્રશિક્ષણને પ્રોત્સાહન આપવા વિચારણા કરી રહી છે. એટલું જ નહીં ૨૦૨૫-૨૬ના બજેટમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા એઆઇ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરવા માટે રૂા. ૫૦૦ કરોડની ફાળવણી કરાઇ છે.

શું છે ચીનની સ્થિતિ ?
આટિર્ફિશિયલ ઇન્ટેલીજનસમાં ચીનમાં ગુગલ દ્વારા એક સંશોધન લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. જે બાદ ગુગલ દ્વારા પોતાની એક નવી ઓફિસ ચીનના શેનઝેન ખાતે પણ શરૂ કરવામાં આવી હતી. શેનઝેન ખાતેની ગુુગલ ઓફિસમાં અનેક ઉપભોક્તા અને ભાગીદાર છે જેમની સાથે સંવાદ માટે ખાસ ઇ-સૂટ ઓફિસ બનાવવામાં આવી છે. ચીનમાં ગુુગલના આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સ સેન્ટર સેમિનાર અને વકર્શોપનું આયોજન કરવા માટે ઓફિસ શરૂ કરવામાં આવી છે. જે એશિયાનું પ્રથમ આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સ સેન્ટર છે.

ભારતમાં સંભાવનાઓ
એઆઇ ભારતમાં બાલ્ય અવસ્થામાં છે. હાલમાં ભારતમાં અનેક એવા ક્ષેત્રો છે જેમાં તેને લઇને નવા સંશોધનો થઇ રહ્યાં છે. સરકાર દ્વારા ઉદ્યોગ જગતને પણ આટિર્ફિશિયલ ઇન્ટેલીજન્સના ઉપયોગ પર ભાર મૂકવા માટે કહેવામાં આવ્યું છે.

એઆઇના ઉપયોગો
- કોમ્પ્યૂટર ગેમ
- નેચરલ લેગ્વેંજ પ્રોસેસિંગ
- એક્સપર્ટ સિસ્ટમ
- વિઝન સિસ્ટમ
- સ્પીચ રેકોગ્નીશન
- ઇન્ટેલીજન્ટ રોબોટ

એઆઇના પ્રકાર
- પ્યોરલી રિએક્ટિવ
- લિમિટેડ મેમરી
- બ્રેઇન થિયરી
- સેલ્ફ કોન્સિયસ