Real Time System in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | રિયલ ટાઈમ સિસ્ટમ

Featured Books
Categories
Share

રિયલ ટાઈમ સિસ્ટમ

રેલવે કે હાવાઈ મુસાફરી કરતા સમયે તમને એવો પ્રશ્ન થયો હશે કે, રાત્રીના અઢી વાગ્યે આ કંટ્રોલ રૂમમાં યાત્રીગણ કૃપયા ધ્યાન દેઇ...નું એનાઇન્સમેન્ટ કરે છે કોણ ? વહેલી સવારે ૪ વાગ્યે જ્યારે ફલાઈટ ઉપડવાની હોય ત્યારે એ પછીની ફલાઈટનું શેડ્યૂલિંગ સ્ક્રીન પર કોણ પબ્લિશ કરતું હશે? દુનિયાના આવા અનેક એકમમાં સ્ટાફ તો ૨૪ કલાક હોય છે. પરંતુ સ્ટાફનું કામ સહેલું કરી તેને સ્માર્ટ બનાવવાનું કામ છે રિયલ ટાઇમ સિસ્ટમ. જેને એમ્બેડેડ મિનિ સિસ્ટમ પણ કહે છે.

એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલી સ્ક્રિનમાં નિશ્ચિત સમયે એક સ્લાઈડ બદલે છે. ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યાં ક્યો કોચ ક્યાં ઊભો રહેશે એ માટે એક ડિવાઈસ પ્લેટફોર્મ પર હોય છે. જે દર્શાવે છે કે, કઇ ટ્રેનનો કયો કોચ ક્યાં આવશે. જે માહિતી રિયલ ટાાઇમ સિસ્ટમ થકી મળતી હોય છે. જાેકે, અત્યારે અપગ્રેડ થતી ટેકનોલોજી અને અપડેટ થતા ડિવાઈસથી આ ટેકનોલોજી ખુબ જ વિસ્તરી છે. જેના મૂળ છેક રડાર સિસ્ટમ કંટ્રોલ રૂમ સુધી પહોંચ્યા છે. ૫૦૦૦ ફૂટની ઊંચાઈએ શ્વાસ લેતા પાયલટનો એક એક શ્વાસ જમીન પર સંભળાય એ માટે પણ આ સિસ્ટમ જ જવાબદાર છે.

શોના હોસ્ટ જેવું આ સિસ્ટમનું કામ છે. જેમ હોસ્ટને સમગ્ર કાર્યક્રમનું લિસ્ટ અને મેનેજમેન્ટ આપી દો તો એ એમાં આકર્ષક વસ્તુઓ ઉમેરીને પ્રેઝન્ટ કરે એમ રિયલ ટાઈમ સિસ્ટમના અનેક ફીચર્સ છે. આ સિસ્ટમની પ્રોસેસિંગ સિસ્ટમ અને પ્રોડક્ટ એ હોય છે કે, ઘડીના છઠ્ઠા ભાગમાં તે હજારો-લાખો લોકો સુધી એક સાથે માહિતી પહોંચાડે છે. આમ પણ કોઈ પણ ટેકનોલોજીનો હેતું માણસની હાડમારીને કે હૈયાવરાળને હાશકારામાં ફેરવવાનો છે.

કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ ?
રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ રિયલ ટાઇમ એપ્લિકેશન માટે કરાય છે. એટલે કે, એવા એપ્લિકેશન જેમાં ડેટા પ્રોસેસિંગ નક્કી કરેલા ખુબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય છે. આ સિસ્ટમ સામાન્ય કોમ્પ્યુટરથી ઘણી જ જુદી હોય છે. સામાન્ય કોમ્પ્યૂટરમાં સમયને તેટલું મહત્વ નથી અપાતું જ્યારે રિયલ ટાઇમ સિસ્ટમમાં સમયને જ સૌથી મહત્વનો માનવામાં આવે છે. રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ એક ટાઇમ શેરિંગ સિસ્ટમ છે, જે ક્લોક ઇન્ટરપ્ટને આધારીત છે. રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ કોઇ પણ પ્રોસેસને શરૂ કરવા માટે પ્રાયોરિટીનો ઉપયોગ કરે છે. એટલે જે સિસ્ટમમાં કોઇ પ્રોસેસ હાઇ પ્રાયોરિટી પર આવે તો બાકીના તમામ લો પ્રાયોરિટી પ્રોસેસને અટકાવી તેને પ્રથમ પ્રોસેસ કરાય છે. રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસેસને સિક્રોનાઇઝ કરવાનંુ કામ કરે છે. જેથી પ્રોસેસ એક બીજા સાથે અથડાય નહીં અને સમયનો બગાડ પણ ન થાય. સામાન્ય રીતે રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ સિગ્નલને નિયંત્રીત કરવા, ન્યુક્લીયર રિએક્ટર કંટ્રોલ કરવા, વૈજ્ઞાનિક સંશોધનો, મેડિકલ ઇમેજિંગ સિસ્ટમ, ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ, ફયૂલ ઇન્જેક્શન સિસ્ટમ, હોમ એપ્લાઇન્સીસ જેવી અનેક જગ્યાઓ પર થાય છે. રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ ખુબ જ ઝડપી હોય છે જેથી તેમનો રિસ્પોન્સ ટાઇમ ખૂબ જ ઓછો હોય છે. જેથી તેનો ઉપયોગ એવી જગ્યાએ થાય છે, જ્યાં ઘણાં ઓછા સમયમાં મોટી સંખ્યામાં ડેટા અથવા અન્ય પ્રોસેસ એક્જિક્યુટ કરવાની હોય. રિયલ ટાઇમ પ્રોસેસિંગને ક્લિક ટ્રાન્જેક્શનની જરૂર હોય છે. જે મળતાંની સાથે જ તે ખૂબ જ ઓછા સમયમાં રિસ્પોન્સ કરે છે. રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ સામાન્ય રીતે પ્રાયોરિટી શેડયૂલિંગ પર કામ કરે છે. જેમાં એક કરતાં વધારે શેડયૂલિંગ પોલીસીનો ઉપયોગ થાય છે અને યુઝર્સને આ પોલીસી સાથે જુદા જુદા પેરામીટર સેટ કરવાની તક મળે છે. જેવા કે, રાઉંટ રોબિન શેડયૂલિંગ જેમાં ટાઇમ સ્લાઇસનો ઉપયોગ કરી ટાસ્ક ક્યૂ બનાવવામાં આવે છે.

સિસ્ટમના કેટલા પ્રકાર છે?
- હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ : આ એક એવી સિસ્ટમ છે જે બીજા આગળ જતા ડેટાને કંટ્રોલ કરે છે. હાર્ડ રિયલટાઈમ સિસ્ટમ ફ્રિકવન્સી પર કામ કરી ડેટા પ્રોસેસ કરીને સમગ્ર એન્જિન કંટ્રોલ કરે છે. આ માટે એક પ્રોગ્રામ નક્કી કરવો પડે. એ પોતાની રીતે કોઈ ર્નિણય લેતું નથી. ટાઈમિંગ પર ટ્રિગર કરી શકે પણ સતત શેડ્યુલ ન કરી શકે. જેમ કે, રોબોટમાં જે પ્રોગ્રામ ફિટ કરેલા હોય એટલા જ એના ડિવાઈસ કામ કરે અને પ્રોસેસ કરે. જે એન્ટિ મિલાઈલ સિસ્ટમમાં પણ ઉપયોગી છે. અહીં ટાઈમની માઈક્રો સેકન્ડનો પણ ઈન્ટરવલ સેટ કરી શકાય છે.
- સોફટ રિયલટાઈમ સિસ્ટમ : આ એક એવી સિસ્ટમ છે, જેમાં ઈનપુટની સાથેસાથે અમુક એક્સેસ પણ જરૂરી હોય છે. જેમ કે, બસ કે સિનેમાની ટિકિટ બુક કરાવવા માટે જઈએ ત્યારે ઈનપુટની સાથે એની પ્રોસેસ આપમેળે થતી રહે. અહીં થોડા સમય કે મિનિટોનો વિલંબ કરો તો કંઈ ફેર પડતો નથી. આવું હાર્ડ સિસ્ટમમાં ન હોય. જ્યાં એક સેકન્ડનું વિલંબ થાય તો અનર્થ થઈ જાય. ઈન્ટરનેટ અને કેટલાક પાસા પર થતું વેબ સર્ફગિં આ જ સિસ્ટમ પર કામ કરે છે. લિંક એન્ટર કરો એની ગણતરીની સેકન્ડમાં તે રિસપોન્સ આપે છે.
- રિસ્‌ક ઈસ્યું : અતિ સ્પીડથી થતા કામમાં સૌથી મોટું જાેખમ ડેટા એક્યુરેસીનું હોય છે. એક પણ ખોટો ઈનપુટ મોટું નુકસાન કરી શકે છે. જેમ કે, કોઈ ટ્રેન મોડી થઈ હોય તો બીજાના ટાઈમિંગને સીધી રીતે અસર કરે છે. કારણ કે સિસ્ટમમાંથી જ એ રીતે તે જનરેટ કરે છે. પણ બીજી ટ્રેન ટાઈમિંગથી દોડતી હોય અને એટલા મોટા સમયના તફાવતને અસર ન કરે તો સિસ્ટમના શેડ્યુલ બદલવા પડે છે. આ વખતે કંટ્રોલર અને ઓપરેટરની જવાબદારી વધી જાય છે. એટલે આ એક પ્રકારનું જાેખમ છે. સર્વર સિસ્ટમ સાથે કનેક્ટ હોવાને કારણે જે વધારો લોડ લે છે. એટલે કે, એક સર્વર પર આટલી મોટી સિસ્ટમ વધારે સમય સુધી કામ કરે એ માટે પાવર અને બેટરીની ક્ષમતા વધારે જાેઈએ. એમાં પણ કોઈ એક સેક્ટરનું સર્વિર કે ઈન્ટરનેટ ડાઉન થયું તો એટલી ઝડપથી કોઈ સિસ્ટમ લિંક થતી નથી. સૌથી ખાસ વાત કે, ખર્ચાળ છે. એમ ઘરે બેઠા એને કસ્ટમાઈઝ નથી કરી શકાતી.
- સિગ્નલ સિસ્ટમ : ડેટાનું પ્રોસેસિંગ એ રીતે થાય છે કે, એ પણ સિગ્નલને ઈગ્નોર નથી કરી શકાતા. આખી સિસ્ટમ ડિજિટલ સિગ્નલ પર કામ કરે છે. જ્યાં એક સાથે ઘણી બધી લુપ પર એક સાથે ઘણા કામ થતા હોય છે. જેમ કે, એ જ એરપોર્ટના જુદા જુદા રનવે પર ફલાઈટનું લેન્ડિંગ. અહીં સિગ્નલ સિસ્ટમ કામ કરે છે. જેમ જેમ ફલાઈટ આવે કે જાય એમ રન-વેના સ્ટેટસ પર નોટિફિકેશન સેન્ડ થતા રહે છે. જે એરપોર્ટની અંદરની દરેક સિસ્ટમમાં જાેવા મળે છે. આવી જ રીતે ફલાઈટનું શેડ્યુલિંગ થાય છે. પણ આ જ સિસ્ટમ જાે કોઈ ચોક્કસ ડિવાઈસ સાથે જાેડેલી હોય તો લુપનું પરિવત્રન થતું રહે છે. જેમ કે વોશિંગ મશીનમાં ૧૫ મિનિટ બાદ એક હોર્ન વાગે છે. આ રિપિટ થતી પ્રોસેસ છે. જ્યારે એરપોર્ટ પર ફલાઈના ઉડાનથી લઈને આવવા સુધીની એક ટાસ્કની પ્રોસેસ હોય છે.

સિસ્ટમ મલ્ટિટાસ્કિંગ હોવી જરૂરી
રિયલ ટાઇમ સિસ્ટમ મલ્ટીટાસ્કિંગ હોવી જરૂરી છે. એટલે મૂળ સિસ્ટમને કેટલાક મહત્વના સાધનોની વ્યવસ્થા કરવાની હોય છે. જેમાં સીપીયુ, મેમરી અને સમયનો સમાવેશ થાય છે. તે પછી જેટલા પ્રોેસેસ છે તેમાં સિસ્ટમના સાધનોને સરખા ભાગે વિભાજીત કરવાના હોય છે. જેના અન્ય કેટલાક બીજા કામો પણ છે, જેમાં રેમનો યોગ્ય ઉપયોગ કરવો, કમ્પ્યૂટર સાધનો માટે એક્સક્લયૂઝીવ એક્સેસનો પણ સમાવેશ થાય છે.

રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમના કાર્ય
- પ્રોેસેસ અને અન્ય સિસ્ટમની વ્યવસ્થા કરવી જેથી એપ્લિકેશનની જરૂરિયાતને પૂર્ણ કરી શકાય
- સિસ્ટમને જરૂરી ઇવેન્ટ અનુસાર સિંક્રોનાઇઝ કરવા તેમજ તેને રિસ્પોન્સ કરવો.
- પ્રોસેસની વચ્ચે ડેટાને કાર્યક્ષમ રીતે ગોઠવવા જેથી પ્રોસેસ વચ્ચે તાલમેળ જળવાય શકે

રિયલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક ઉદાહરણો
- એરલાઇન્સ રિજર્વેશન સિસ્ટમ
- એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ
- સ્ટોક માર્કેટમાં નાનામાં નાના અપટેડ આપવા માટે
- રડાર જેવા સુરક્ષા ઉપકરણો માટે
- નેટવર્ક મલ્ટિમીડિયા સિસ્ટમ
- કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ
- ઇન્ટરનેટ ટેલિફોની
- એન્ટિલોક બ્રેક સિસ્ટમ
- હાર્ટ પેસમેકર

સામાન્ય સિસ્ટમ - રિયલ ટાઇમ સિસ્ટમનો તફાવત
- આ સિસ્ટમનો ઉપયોગ ડેક્સટોપ, પર્સનલ કોમ્પ્યૂટર અને લેપટોમમાં કરવામાં આવે છે.
- પ્રોસેસ પર આધારિત શેડયૂલિંગનો ઉપયોગ કરવામાં આવે છે
- ઇન્ટરપ્ટ લેટેંસીને એટલું મહત્વન આપવામાં આવતું નથી
- કોઇ પ્રાયોરિટી હોતી નથી
- કર્નલ ઓપરેશનને બદલી પણ શકયા છે અને નહીં પણ.