E-seller in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | ઈ-સેલર

Featured Books
Categories
Share

ઈ-સેલર

હાલની કોરોના મહામારીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આજના યુગમાં વ્યક્તિ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે હવે, ઓનલાઇન પ્લેટફોર્મ પર ર્નિભર થયા છે. જેના પુરાવા ઇ-કોમર્સના આંકડા પરથી મળે છે. ઇ-કોમર્સના વ્યવસાયમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇ-કોમર્સ વૈશ્વિક ફ્રેમવકર્નો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. અન્ય ઘણા ઉદ્યોગોની જેમ, રિટેલ લેન્ડસ્કેપમાં પણ ઇન્ટરનેટના આગમન પછી નોંધપાત્ર પરિવત્રન આવ્યું છે. જેમકે લોકોની આધુનિક જીવન શૈલીમાં ડિજિટલાઇઝેશનનો સંપૂર્ણ પણે સમાવેશ થઈ ચુક્યો છે. જેમ જેમ વિશ્વભરમાં ઇન્ટરનેટનો ઉપયોગ અને અંગિકાર ઝડપથી વધી રહયો છે, તેમ તેમ ડિજિટલ ખરીદદારોની સંખ્યા પણ વધી રહી છે. એક રિપોર્ટ મુજબ ૨૦૧૯ માં વિશ્વભરમાં આશરે ૧.૯૨ અબજ લોકોએ ઓનલાઇન ચીજવસ્તુ અને સેવા ખરીદી હતી. ઇ-રિટેલ વેચાણ વિશ્વભરમાં ૪ ટ્રિલિયન યુ.એસ. ડોલરને આંબી ગયુ છે. નવીનતમ ગણતરી મુજબ, ભવિષ્યમાં પણ ઇ-કોમર્સ ગ્રોથ સંપૂર્ણ વિશ્વ અને ભારતમાં વધુ ગતિમય જ રહેશે. આગામી સમયમાં ટુ અને થ્રી ટાયર ક્ષેત્રમાં પણ ઇ-કોમર્સ ક્ષેત્રે વધારો જાેવા મળશે. કારણકે હાલમાં જ એક જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત પીએમ વાણી યોજના હેઠળ આગામી સમયમાં ઇન્ટરનેટ ભારતના અંતરિયાળ ગામડાઓ સુધી ઘરે-ઘરે પહોંચાડવામાં આવી છે.

ઈ-સેલર રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકાય ?
વેપારી ઇ - કોમર્સ પોર્ટલ ઉપર ઈ-સેલર તરીકે બહુ જ સરળતાથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પરંતુ તેને રજીસ્ટ્રેશન દરમિયાન પાંચ પ્રકારના વેરિફિકેશન સ્તર પાર પાડવાના હોય છે, જેમાં ફોન વેરિફિકેશન, સેલર ઇન્ફોર્મેશન, ટેક્સ ડિટેઇલ, સેલર ઈન્ટરવ્યૂ અને ડેશ બોર્ડનો સમાવેશ થાય છે. અને વધુમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે કોઇપણ વેપારી પાસે પાંચ પ્રકારના ડોક્યુમેન્ટ જરૂરી છે. જેમાં પેન કાર્ડ, જીએસટી નંબર, બેંક એકાઉન્ટ નંબર, ઇમેઈલ આઇડી અને મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે.
ફોન વેરિફિકેશન ઃ રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે કોઈપણ વેપારીએ વેબસાઇટને બ્રાઉઝ કરવાની હોય છે. એના હોમ પેજ ઉપર આવેલ હેડર સેક્શનમાં સેલર ટેબ ક્લિક કરવાનું હોય છે. પરિણામે એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જેમાં માલિકનું નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ, પાસવર્ડ દાખલ કરવાનું હોય છે. મોબાઈલ નંબરને વેરિફાઈ કરવા માટે મોબાઈલ ઉપર ઓટીપી મોકલવામાં આવે છે. જેનાથી મોબાઈલ વેરિફાઈ થાય છે. ત્યારબાદ ક્રિએટ એકાઉન્ટ બટન ઉપર ક્લીક કરવાનું હોય છે. તેમાં વેપાર માટે નિર્ધારિત કરેલ ઈમેઈલ એડ્રેસ અને તેનો પાસવર્ડ દાખલ કરવાનો હોય છે. ત્યારબાદ જે નામથી વેપાર ઓપરેટ કરવાનો હોય તે નામ દાખલ કરવાનું હોય છે. વધુમાં જે નામથી વેપાર ઓપરેટ કરતા હોય તે જ નામનો જીએસટી નંબર અને પેન કાર્ડ હોવું ખૂબ જ આવશ્યક છે. ત્યારબાદ અરજદારે બિઝનેશ ટુ બિઝનેશ મોડેલના ટર્મ ઑફ સર્વિસને સ્વીકારવી પડે છે.
સેલર ઇન્ફોર્મેશન ઃ સેલર ઇન્ફોર્મેશન વિભાગમાં વેપારીએ પોતાના બિઝનેસ વિષે જાણકારી આપવાની હોય છે. જેમાં એક ચોક્કસ અજાેડ નામ પોતાના સ્ટોર માટે નિર્ધારિત કરવાનું હોય છે અને એ નામ ઇકોમર્સ વેબસાઇટ પર લિસ્ટિંગ તરીકે અને સેલર પ્રોફાઈલ તરીકે પ્રદર્શિત થાય છે. ત્યારબાદ પ્રોડક્ટ કેટેગરી પણ સિલેક્ટ કરવાની હોય છે. વેપારીએ પોતાના પીનકોડને વેરીફાઈ કરાવીને વેબસાઇટની શીપ સર્વિસનો પણ વેપારી ફાયદો લઇ શકે છે. પરિણામે વેબસાઇટ દ્વારા વેપારીના નિર્ધારિત કરેલ જગ્યા પરથી વેચાણ અર્થે મુકેલ વસ્તુ પીક-અપ કરે છે અને ગ્રાહક સુધી પહોંચાડે છે.

ટેક્સ ડિટેઇલ : ટૅક્સ ડીટેઈલ નામના વિભાગમાં દરેક વેપારીએ પોતાનો જીએસટી નંબર અને પેન નંબર અપડેટ કરાવો ખૂબ જ આવશ્યક છે. કારણ કે ભારત સરકારના કાયદા મુજબ કોઇપણ વેપારી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેપાર કરવા અર્થે સંકળાયેલો છે તો તેની પાસે ફરજિયાત પણે જીએસટી નંબર અને પેન નંબર હોવો આવશ્યક છે. પરંતુ જાે વેપારીએ પોતાના ધંધા અર્થે જીએસટી સંદર્ભે જાે કોઈ પણ પ્રકારનો બાધ સરકાર પાસેથી મેળવેલ હોય તો, તે લેટર પણ પીડીએફ સ્વરૂપમાં અપલોડ કરીને ફરજીયાત જીએસટી નંબરના નિયમ માંથી રીવ્યુ બાદ બાધ મેળવી શકે છે.
સેલર ઈન્ટરવ્યૂ ઃ સેલર ઇન્ટરવ્યૂ નામના વિભાગમાં વેપારી જે પ્રોડક્ટ વેચાણ કરવા માગે છે. તેની કેટેગરી, પેટા કેટેગરીઓ પણ પસંદ કરવાની અનુમતિ આપવામાં આવે છે. વધુમાં વેપારી નવી કેટેગરી પણ ઉમેરી પણ શકે છે. સાથે વેપારીએ એ પણ સ્પષ્ટ કરવું પડે છે કે, શું તે ઉત્પાદક, ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર છે ?

ડેશ બોર્ડ : ડેશ બોર્ડ વિભાગ સૌથી વધારે અગત્યનો છે. કારણ કે વેપારી વસ્તુ વેચ્યા બાદ પેમેન્ટ કયાં એકાઉન્ટમાં લેવા માગે છે, તેની બેંક ડીટેઈલ ત્યાં દાખલ કરવાની રહે છે. સાથે વેચાણ અર્થે મુકેલ વસ્તુ પર કેટલા ટકા જીએસટી લાગે છે કે જીએસટી નથી લાગતો તે પણ ત્યાં ઉલ્લેખ કરવાનો હોય છે. કોરા સફેદ કાગળમાં સહી કરીને બે એમબીથી ઓછા કદની ફાઈલ જેપીઇજી ફોર્મેટમાં અપલોડ કરવાની હોય છે. પરિણામે જ્યારે કોઈ ગ્રાહક વસ્તુ ખરીદે તે વસ્તુની સાથે જે બિલ મોકલવામાં આવે છે, તેમાં વેપારીની સહી પ્રદર્શિત કરવામાં આવે. આ બાબતો સાથે ડેશબોર્ડ પૂર્ણ પણે તૈયાર થઇ જાય છે. ત્યાર બાદ ડેશબોર્ડ દ્વારા ઓર્ડરની સ્થિતિ પણ જાણી શકાય છે. એમેઝોન દ્વારા ભાવિ પ્લાન પણ ન્યુઝ સ્વરૂપે ડેશબોર્ડ પર પ્રદર્શિત કરાવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના રિપોર્ટ જેમકે પેમેન્ટ રિપોર્ટ, સેલ્સ રિપોર્ટ વગેરે પણ સમય આધારિત પ્રદર્શિત કરાવામાં આવે છે. તેમાં પર્ફોમન્સ વિભાગ ખૂબ જ અગત્યનો છે. એ વિભાગમાં ગ્રાહક તરફથી કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવે અને તેનો ફીડબેક વેપારી દ્વારા આપવામાં ન આવે તો ઇ-કોમર્સ કંપની તાત્કાલિક અસરથી વેપારી એકાઉન્ટને સસ્પેન્ડ પણ કરી શકે છે. સાથે સાથે નાણાકીય વિગતોની જાણકારી પણ ડેશબોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવે છે.

ઈ-કોમર્સનું ભવિષ્ય શું સૂચિત કરે છે ?
ઈ-કોમર્સ સંધર્ભે ૨૦૧૯મા પ્રકાશિત થયેલ રિપોર્ટ અનુસાર જે આંકડા પ્રાપ્ત્ થઈ રહ્યા છે તે કોઈ પણ વેપારી વર્ગને ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરફ પ્રયાણ કરવાનું સૂચન કરી શકે છે. જે આંકડાકીય માહિતી અંતર્ગત ગ્લોબલ ઓનલાઇન શોપિંગ કન્વર્ઝન રેટ ૨.૭૮ ટકા છે. એકવાર કોઇ પણ ગ્રાહક ઓનલાઈન સરેરાશ ૩ યૂએસ ડોલરનો ખર્ચ કરે છે. વિશ્વમાં મોબાઇલના ઉપયોગથી ખરીદી કરનાર યૂઝર કુલ મોબાઇલ યુઝરના ૫૩ ટકા છે. જે ૨૦૨૪ના અંત સુધીમાં ૮૦ ટકાની આસપાસ પહોંચ્યા છે. ૨૦૧૬ થી ૨૦૨૪ સુધીમાં કુલ વૈશ્વિક રિટેલ વેચાણમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મની હિસ્સેદારી ૪થી વધીને ૨૫ ટકા સુધી પહોંચી છે. ૨૦૨૧ના અંત સુધીમાં તે ૧૭ ટકા પહોંચી હતી. વિશ્વમાં હાલના સમયમાં ઘણી બધી ઇ-કોમર્સ સંસ્થાઓ કાર્યરત છે. એમાંથી સૌથી પ્રખ્યાત એમેઝોન એન ફ્લીપકાર્ટ છે. ૨૦૧૯ના આંકડા મુજબ જ એમેઝોનની માર્કેટ કેપીટલ વેલ્યુ ૧.૫૮ ટ્રિલિયન યુએસ ડોલર છે.

ઇ-કોમર્સ એટલે શું ?
ઈ-કોમર્સનો મુખ્ય હેતુ ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઉત્પાદન, ખરીદ-વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને યોગ્ય અને સક્ષમ રીતે સંચાલિત કરવાનું છે. ઈ-કોમર્સ વેપારીઓ અને ગ્રાહકોને તેમના ખર્ચમાં રાહત આપીને ચીજવસ્તુ અને સેવાની ગુણવત્તા વધારવામાં સહાયરૂપ થાય છે. તે વિતરણ પક્રિયાની ઝડપમાં પણ વધારો કરે છે. ઈ-કોમર્સ એ વિશ્વને એક વૈશ્વિક સ્થાન બનાવી દીધું છે. જ્યાંથી વ્યક્તિ કોઈપણ સ્થળેથી કંઇક પણ ખરીદી અને વેચી શકે છે.

ઇ-સેલર એકાઉન્ટ બનાવવાથી વેપારીને શું ફાયદો ?
- કોઈ પણ પ્રકારની વેબસાઈટ કે એપ્લિકેશન બનાવવાની જરૂર રહેતી નથી.
- પોર્ટલ સમગ્ર વિશ્વમાં પથરાયેલું છે, પરિણામે વેપારી પ્રોડક્ટ ને વૈશ્વિક બજારમાં મૂકી શકે છે.
- કોઈપણ પ્રકારની ડિપોઝિટ, કે કોઈપણ પ્રકારનું પેમેન્ટ એકાઉન્ટ સંધર્ભે લેવામાં આવતું નથી અને વેચાણ થયેલ વસ્તુ ને આધારે નિર્ધારિત થયેલ રકમ વેપારીના એકાઉન્ટમાં દર ૧૪ દિવસે જમા કરાવવામાં આવે છે.