Huજે રીતે કોડવર્ડ માં ફોન ની રિંગ વાગી એરીતે સોનિયા સમજી ગઈ કે આ ફોન વિક્રમ નો છે અલબત્ત આ અજાણ્યો નંબર વિક્રમ નો છે . સોનિયા જલ્દી થી નહિ ને ભાર આવી તેને પોતાના મરોડદાર શરીર પર પાતળું ગૌણ ચડાવેલું હતું મેથ્સ ના વૅલ સફેદ રૂમાલ થી બાંધેલા હતા .. બહાર આવી ને તેને તેના કબાટ માંથી સાદો બટન વાળો સેલ ફોન કાઢ્યો આ ફોન નો ઉપયોગ સોનિયા જવલ્લે જ કરતી આ ઉપરાંત આ ફોન તેને બીજા. જ કોઈ ભળતા નામે લીધો હતો અને એથીયે મહત્વ ની વાત એ હતી કે આ ફોન પોતાની પાસે છે એની ખબર આ દુનિયા માં વિક્રમ ને જ ખબર હતી કે આ ફોન તેની પાસે છે .. એક જાસૂસ ના જીવન નો એક મંત્ર બની જાય છે કે હંમેશા સજાગ રહેવું. સોનિયા એ પોતાના સાદા મોબાઈલ માંથી પેલો મિસ કોલ આવેલો નંબર ડાયલ કર્યો . પેલી બાજુ વિક્રમ રામ મંદિર છોડીને ઝડપથી ચાલતો ચાલતો જંગલ બાજુ આવી ગયો હતો એ એક ની એક જાગ્યો થી બીજો ફોન કરવા માંગતો ન હતો .. તડકા માં ખુબ ચાલવા થી તેને હાફ ચડ્યો હતો એથી એ એક ઘટાદાર ઝાડ નીચે એક પથ્થર પર બેઠો . એટલા માંજ તેના મોબાઈલ માં સોનિયા ની રિંગ વાગી તેને ઝડપથી ફોન ઉપાડ્યો .. " તમે જે પાર્સલ મોકલાવ્યું હતું એ મળી ગયું છે ". સોનિયા એ કોડવર્ડ માં વાત ચાલુ કરી " સરસ પણ મેં એ ખરીદ્યું હતું એનું પેમેન્ટ આપવા નું બાકી છે " વિક્રમે કોડ ના કીધું. સોનિયા સમજી ગઈ કે વિક્રમ ને પૈસા ની જરૂર છે અને એ પૈસા મંગાવે છે. " સારું તમે તમારું અડ્રેસ્સ મેસેજ કરી દો મારો ડરાઇવર આવી ને તમને પૈસા આપી જશે " સોનિયા એ કહ્યું " ઓકે આ ફોન મૂકીને હું તરત જ એડ્રેસ તમને મેસેજ કરી દઉં છું " વિક્રમ ગામડાની ભાષા માં બોલતો હતો . વિક્રમે ફોન કટ કરી નાખ્યો . એનો નિયમ હતો કે જયારે એ મિશન પર હોય ત્યારે એ ફોન પર લાંબી વાત કરતો નહિ .. તેને વિચાર્યું કે જ્યાં સુધી પૈસા ના આવે ત્યાં સુધી આગળ વધી શકધે નહિ અને આમ બાર ખલે આમ ફરવું એના કરતા હોટેલ માં જઈને આરામ કરવો સારો ક્યાંક કોઈક ના હાથે પકડાઈ જઇયે તો પાકિસ્તાન ને સબક શીખવાડવા માં ખલેલ પહોચે .. આવું વિચારી ને વિક્રમે સોનિયા ને પોતે જે હોટેલ માં રોકાયો હતો એ હોટેલ નું સરનામું સોનિયા ને મોકલી દીધું હવે વિક્રમ પાસે એક જ કામ હતું કે જ્યાં સુધી સોનિયા ના આવે ત્યાં સુધી હોટેલ માં જય ને આરામ કરવો એ ફટાફટ રીક્ષા લઇ ને હોટેલ માં આવી ગયો ********" હું જાણું છું વિક્રમ સી. બી .આઈ નો એક હોનહાર અને દેશભક્ત ઓફિસર છે પણ એનો રસ્તો ખોટો છે " કેદારનાથ પોતા ના બે હાથ પાછળ બાંધી ને પોતાની ઓફિસ માં આમ થી તેમ આંટા મારી રહ્યા હતા ..અને સૂર્ય પ્રતાપ તેમની સામેની ખુરશી માં બેસી ને તેમની વાત શાંતિ થી સાંભળી રહ્યો હતો સૂર્ય પ્રતાપે કોઈ જવાબ ના આપ્યો. " ઉપર થી પોલીટીકાળ પ્રેસ્સર પણ બહુ છે કોઈ પણ રીતે આપડે વિક્રમ ને રોકવો પડશે અને રોકવા માટે આપડે તેને અરેરેસ્ટ કરવો જરૂરી છે " કેદાર નાથે એમની ખુરશી માં બેસતા કહ્યું ... " સર આપડે આપણું પ્લાંનિંગ કરી દીધું છે ટૂંક સમય માં આપડે વિક્રમ ને સમજાવી ને પાછો વળી દઇશુ " સૂર્ય પ્રતાપે શાંતિ થી જવાબ આપ્યો. " પ્રતાપ મારુ કહેવું છે કે આપણે સોનિયા ને વાત કરવી જોઈએ એ વિક્રમ ને સમજાવી શકશે ". કેદાર નાથ ના મન માં કૈક પ્લાનિંગ ચાલતું હતું " સર તમે ને હું બંને વિક્રમ ને જાણીયે છીએ એના પર દેશ નું ભલું કરવાનું ભૂત સવાર થાય પછી એ કોઈ નું સાંભળતી નથી .. તે છતાં એ મેં ફિરદોષ ને કામ સોંપ્યું છે એને ત્રણ ઓફિસર કામે લગાડ્યા છે સોનિયા ની પાછળ અને બીજા જરૂરી માણસો ની પાછળ આપડા ઓફિસર્સ વૉચ રાખી રહ્યા છે તને ચિંતા ના કરો આગામી ૪ કલાક માં વિક્રમ આપડી સાથે હશે " સૂર્ય પ્રતાપે બધું પ્લાંનિંગ સમજાવી દીધું એને હાથે કરી ને ગુલ્ફામ ગુલદસ્તા નું નામ ના દીધું કેદારનાથ પણ કૈક વિચાર માં પડ્યા .. " ઓકે આપડે ચાર કલાક ની રાહ જોઈએ મારે સીધો પ્રાઈમ મિનિસ્ટર રાજેન્દ્ર મોદી સાહેબ ને રિપોર્ટ આપવા નો છે હોપ સો કે હું એમને પોઝિટિવ રિપોર્ટ આપી શકું " કેદારનાથે ધારદાર નજરે સૂર્ય પ્રતાપ સામે જોયું .સૂર્ય પ્રતાપે તેમની સામે એક સ્માઈલ કરી. " વી વિલ ડુ ઈટ " સૂર્ય પ્રતાપે કહ્યું *******પાંત્રીસેક વર્ષ નો એકવડા બાંધા નો યુવાન દિલ્હી ના ટ્રાફિક વાળા રોડ ઉપર બાઈક ચલાવી રહ્યો હતો . તેની મંઝિલ કનોટ પ્લેસ હતી ..તેની પાછળ બીજા બે યુવાનો બેઠા હતા ..તેમાંથી એક નું નામ હતું મનોહર અને બીજાનું નામ હતું શકીલ .. મનોહર અને શકીલ ત્રીસેક વર્ષ ની આસપાસ ના હતા ...અને બંને સિબિઆઇ એજન્ટ હતા એકવડા બાંધા ના પણ સ્ફૂર્તિ લા હતા ..ચાલાક પણ એવા જ . જયારે જયારે દેશ માં કોઈ ઈમ્પોર્ટન્ટ મિશન હાથ ધરવા માં આવતું અને જયારે મિશન માં વધારે જાસૂસ ની જરૂર પડતી ત્યારે ફિરદૌસ ની પસંદગી હંમેશા મનોહર અને શકીલ જ હતા ..અત્યારે સુધી માં ઘણા અઘરા મિશન માં આ બંને એ જીવ જોખમ માં મૂકીને પણ કામ કર્યું હતું .. હવે તમે સમજી જ ગયા હસો કે જે વ્યક્તિ બાઈક ચલાવી રહ્યો હતો એ સીબીઆઈ હવાલદાર ફિરદૌસ હતો .. ફિરદોશે શકીલ અને મનોહર ને બધું જ કામ બરાબર શીખવાડી દીધું હતું શકીલ લે ગુલ્ફામ ગુલદસ્તા પાર નાહર રાખવાની હતી અને વિક્રમ જયારે આવે ત્યારે સીધો જ સુર્યપ્રતાપ ને કોન્ટેક્ટ કરવાનો હતો .. મનોહર ને સોનિયા ની ગતિ વિધિ પર નજર રાખવા નું કામ સોંપાયું હતું. ફિરદોશે એવું નક્કી કર્યું હતું કે બંને ને કનોટ પ્લેસ સીટી બસ સ્ટેન્ડ પાસે ઉતારી દેવા અને ત્યાંથી બંને જણા એ બસ દ્વારા પોટ પોતાની મંઝિલ સુધી પહોંચી જવું કનોટ પ્લેસ આવી ગયું ફિરદોશે બાઈક બસ સ્ટેન્ડ પાસે ઉભી રાખી . મનોહર અને શકીલ ત્યાં ઉતરી ગયા .. અલ્બત્તર અત્યારે બંને નો વેશ એવો હતો કે કોઈ તેમને જોઈ ને ઓળખી ના શકે કે આ ભારત ના બે જાજુસ મનોહર અને શકીલ છે ,,,,,,,,,,!!! બંને જન ત્યાં ઉતર્યા બાદ ફિરદૌસ ત્યાં થી બાઈક લઈને રાવ ના થઇ ગયો .. મનોહર અને શકીલે પણ અંદર અંદર કોઈ વાત કરી નહિ અને પોટ પોતાની મંઝિલ બાજુ રવાના થઇ ગયા .. ફિરદોશે ત્યાંથી એક કિલોમીટર દૂર જઈને બાઈક સાઈડ પર ઉભી રાખી અને સૂર્ય પ્રતાપ ને ફોન જોડ્યો .સામેથી સૂર્ય પ્રતાપે ફોન ઉપાડ્યો " સર માલ ગોડાઉન માં ડિલિવરી થઇ ગયો છે " ફિરદોશે કીધું અને સૂર્ય પ્રતાપ સમજી ગયો " ઓક " કહી ને સૂર્ય પ્રતાપે ફોન મૂકી દીધો .. ફિરદૌસ બાઈક લઈને ત્યાંથી નીકળી ગયો ..