સાંજ નો સમયએક દવખાના ના રૂમ નંબર 107 માં,
એક છોકરી પલંગ પર બેઠી હતી. તે છોકરી એ પોતાના બાજુ માં બેઠેલા તેનાં પ્રેમી ના સામે જોઈ કહ્યુ," તું મને છોડીને નહિ જાય ને?"
પ્રેમી એ હળવું સ્મિત આપી તેની સામે જોયું પણ કહ્યુ કઈ નહિ. તો છોકરી એ કહ્યુ," જો...જો તું મને છોડીને જતો રહીશ ને તો....તો હું મારો જીવ આપી દઈશ. હું તને ખરેખર ખૂબ જ પ્રેમ કરું છું! અને હું તારા વગર રહી શકુ તેમ નથી." બાજુ માં બેઠેલા પ્રેમી નું સ્મિત આ સાંભળી હજી વધારે મોટું થઈ ગયું.
તે જોઈ છોકરી એ પણ સ્મિત આપતા કહ્યું," મને ખબર છે! તું પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. હૈ ને?" પ્રેમી એ માથુ "હા" માં હલાવી દીધું. ત્યારે જ રૂમ નુ બારણું ખુલ્યું. અને એક નર્સ અંદર આવી. છોકરી એ આંખો ફેરવીને નર્સ ની સામે જોયું અને પછી તરત જ આંખો પાછી ફેરવી પોતાના પ્રેમી સાથે વાતે વળગી ગઈ.
નર્સ એ અંદર આવી પેલી છોકરી ના સામે આશ્ચર્ય થી જોયું. કારણકે છોકરી હમણાં દેખાવે થોડી બિહામણી લાગતી હતી. તેના ચેહરા પર પૂરા વિખરાયેલા વાળ એવા જાણે તેને પોતે જાણી જોઈને વાળ વિખેરીયા હોય, આંખો નીચે કાળા કુંડાળા એવા જાણે ખબર નહિ કેટલી રાતો થી તે સૂતી જ ના હોય, પણ સાથે તેનો ચેહરો તો ભોળો એવો જાણે બાળક નો હોય, અને તેના ડાબા હાથ માં પાટો બાંધેલો હતો એ પાટો જોઈને એવું લાગતું હતું કે તેણે પોતાનું જીવન ટૂંકાવી નાંખવા નો પ્રયત્ન કર્યો હોય. તે છોકરી પેશન્ટ ના કપડા પહેરી બાળકો ની જેમ પલંગ પર પલાટી મારીને બેઠી હતી. નર્સ એ એક ઊંડો શ્વાસ લીધો અને પછી તેના પાસે જતી રહી.
નર્સના પાસે આવતા જ એ છોકરી એ તેની સામે જોઈ કહ્યું," તમે કોણ? કાલે જે નર્સ હતા..તે ક્યાં છે?" તેનો અવાજ તો ધીમો હતો પણ તેના અવાજ માં જાણે એક અલગ જ પ્રકાર નો સામે વાળા માટે તિરસ્કાર હતો.
નર્સ એ પણ વધારે ધ્યાન ના આપ્યું અને થોડું વિચારીને પછી છોકરી સામે જોઈ શાંતિ ના ભાવે કહ્યું," તે કંઈક જતા રહ્યા છે! તેથી હું આવી છું." પછી તેણે મન માં કહ્યુ," આની હાલત તો પહેલે થી જ બહુ ખરાબ લાગે છે! જો આને હું કહી દઈશ કે પહેલા વાળી નર્સ નું કાલે મૃત્યુ થઈ ગયું છે તો...ના! ના! રેવા દે!"
તે વિચાર કરતા કરતા નર્સ ટેબલ તરફ વળી ગઈ. અને ટેબલ પર પડેલી ટ્રે માંથી ગોળીઓ નિકાળવા લાગી. છોકરી એ ત્યાં સુધી નર્સ સામે બરાબર જોયા કર્યું. અને પછી નર્સ ની સામે જોઈને કહ્યુ," તમે નવા લાગો છો."
નર્સ એ હળવા સ્મિત સાથે કહ્યું," હા! મેં આજે જ જોઈન કર્યું છે." છોકરી એ પણ આ જોઈ તરત જ સામે સ્મિત કર્યું અને પછી બીજી બાજુ મોઢું કરીને પોતાનાં પ્રેમી ને કહ્યું," તે સાંભળ્યું! આ તો નવા આવ્યા છે."
નર્સ એ આ સાંભળી આશ્ચર્ય થી તેની બાજુ માં જોયું અને થોડા અટકાઈ ને કહ્યું ," તમે.. કોણી સાથે વાત કરો છો?" તે છોકરી એ તરત જ પોતાના બાજુ માં હાથે થી ઈશારો કરી એક મોટાં સ્મિત સાથે કહ્યુ," મારા પ્રેમી..અજય સાથે!"નર્સ ની આ સાંભળી આંખો ફાટી ગઇ. તેણે પોતાની આંખો મોટી કરીને બરાબર ધ્યાનથી તે તરફ જોયું અને પછી કહ્યું," પણ...પણ ત્યાં તો કોઈ નથી." નર્સ ના મોં થી આટલું સાંભળતા ની સાથે જ પેલી છોકરીના ચેહરા ની હંસી તરત જ ક્રોધ માં ફેરવાઈ ગઈ.
તેણે થોડા જોરથી કહ્યું," અહીં જ તો બેઠો છે. બરાબર જો!"
નર્સ એ એકવાર ફરી થી તે તરફ જોયું અને પછી કહ્યું," ત્યાં ખરેખર કોઈ નથી! હું સાચે જ કહું છું! તમે પોતે જ જોઈ લો." તે છોકરી એ મોઢું ફેરવી પોતાની બાજુ માં જોયું. અને થોડી વાર સુધી ત્યાં જ જોયા કર્યું.
નર્સ એ કહ્યુ," જોયું! મે કીધુ હતું ને કે ત્યાં કોઈ નથી."તે છોકરી એ નર્સ ની સામે જોયું અને માત્ર પોતાનું માથું હલાવી દીધું. પણ તેની આંખો માં સાથે ક્રોધ પણ હતો જેના પર ક્દાચ થી નર્સ નું ધ્યાન નહિ ગયું. નર્સ એ પોતાના આગળ પડેલી ટ્રે માંથી ગોળી ઉપાડી ને પેલી છોકરી ને આપી. છોકરી એ તેના હાથે થી ગોળી લઈને ગળી લીધી. તે ગોળી ગળ્યા પછી એકીટશે નર્સને જોઈ રહી હતી. પણ નર્સ પોતાના કામમાં જ એટલી વ્યસ્ત હતી કે પેલી છોકરી તરફ તેનુ ધ્યાન જ નહિ ગયું. નર્સ એ પોતાનું કામ પૂરું કર્યું અને પછી ટ્રે લઈ બારણાં તરફ જવા વળી.
ત્યાંજ પેલી છોકરી એ પાછળ થી તેને રોકતા કહ્યુ," નર્સ!"નર્સ એ તેની તરફ જોયું તો છોકરી એ કહ્યું," તમારું નામ?...તમારૂ નામ શું છે?.....નામ તો તમે કહ્યુ જ નહિ." નર્સ એ જવાબ આપતા સ્મિત સાથે કહ્યુ," સેજલ! મારું નામ સેજલ છે." આ સાંભળી છોકરી એ માથુ હલાવી દીધું તો નર્સ તરત જ બારણાં તરફ વળી અને બહાર જવા લાગી. છોકરી એકટક નર્સ ને બહાર જતા જોઈ રહી હતી. અને નર્સ ના બહાર જતા જ તેણે વિચિત્ર અવાજ માં એ તરફ જ જોતા કહ્યુ," જોયું!...આ સેજલ પણ તને ના જોઈ શકી. તેને તું ના દેખાયો. તેને પણ આપણો પ્રેમ ના દેખાયો!" પછી તેણે પોતાના બાજુ માં જોઈને કહ્યુ," આપણા પરીવાર ની જેમ!" આટલું બોલી તેને પાછી પોતાની નજરો બારણાં તરફ ફેરવી. હમણાં તેની આંખો માં લોહી ઉતરી આવ્યું હતું.
રાત નો સમયદવાખાના માં ચારે બાજું સન્નાટો પથરાઈયેલો હતો. દવાખાના માં માત્ર બહાર થી આવતા પવન ના સૂસવાટા અને કૂતરાઓ ના રોવાનો જ અવાજ સંભળાતો હતો. જે દવાખાના ના સન્નાટા માં ખૂબ જ ભયાનક લાગતા હતા. ત્યારે જ એ અવાજો ની સાથે કોઇક ના ચાલવા નો અવાજ આવ્યો. નર્સ સેજલ કોઇક રૂમ માંથી નીકળી બીજા રૂમ તરફ જઈ રહ્યા હતા. તે પોતાના વિચારો માં જ ખોવાઈ ને આગળ વધતા હતા. તેથી તે આ વાત થી બિલકુલ અંજાન હતા કે તેમની પાછળ કોઈ બીજું પણ ચાલી રહ્યું છે. જેનો ચેહરો તો સાફ જોઈ શકાય તેમ ન હતો. પરંતુ તેના હાથ માં પકડેલા ચાકુ ની ચમક અને ધાર બંને સાફ જોઈ શકાતા હતા. તેણે એકદમ ઝડપ વેગ થી પોતાના પગલાં ભર્યા અને પછી.........
બીજે દિવસેએક પ્યુન કાઉન્ટર આગળ લાગેલા ટીવી માં સમાચાર જોઈ રહ્યો હતો. ત્યાં એક બીજા પ્યુન એ તેણે બૂમ મારી કહ્યુ," અરે ચિરાગ!"
ચિરાગ એ તેના સામે જોયું અને કહ્યુ," હર્ષ!" હર્ષ એ ચિરાગ ની નજીક આવીને કહ્યું," ચિરાગ! આ રૂમ નંબર 107 માં જે છે..." ત્યાં જ ચિરાગ એ તેણે અટકાવતા કહ્યું," એ હર્ષ! તને ખબર નથી કે શું? અહીં ભૂલથી પણ રૂમ નંબર 107 વિશે વાત ના કરીશ...."
હર્ષ એ આશ્ચર્ય થી કહ્યું," કેમ?"
ચિરાગ એ ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમાં આવાજે કહ્યું," એમાં એમ છે ને....." પછી થોડા રોકાઈને આગળ કહ્યું," જો... પહેલે થી કહું! રૂમ નંબર 107 માં જે છે ને...એનું નામ હેતલ છે. મે એવું સાંભળ્યું છે કે હેતલ અજય નામ ના કોઇક છોકરા ને પ્રેમ કરતી હતી. તે છોકરો પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા. જ્યારે તેમના પ્રેમસંબંધ ની જાણ થઈ ત્યારે બન્ને ના પરિવાર ને આ સંબંધ થી વાંધો હતો... તેઓ ના પરિવારજનો એ બંને નો પ્રેમ ના જોયો!...બસ જોયું તો માત્ર જાતિ!...અજય અને હેતલ એ આ બાબત નો ખૂબ વિરોધ કર્યો..., ખૂબ લડિયા...અને તેમાં ને તેમાં અજય નો જીવ જતો રહ્યો....હેતલ થી આ સહન ના થયું અને તેણે પણ પોતાનો જીવ ત્યાગ વાની જીદ પકડી...પણ શું થાય! તેના નસીબ માં મોત નહિ પણ જીવન લખ્યું છે! તેથી તે દરેક વખત એ બચી જાય છે. હમણાં પણ તેને પોતાના હાથ ની નશ કાપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અને હવે ઇલાજ માટે અહીંયા છે."
હર્ષ એ કહ્યું," અરેરે! આતો ખૂબ દુઃખદ વાત છે....પણ તે એવું કેમ કહ્યુ કે અહી વાત ના કરીશ? આમાં શું એટલી ડરવાની વાત હતી?"
ચિરાગ એ આજુબાજુ જોઈ ધીમેથી કહ્યું," અલ્યા! જ્યાર થી આ હેતલ અહીંયા આવી છે ને ત્યારથી પોતાના મૃત પ્રેમી અજય સાથે વાતો કરે છે. અને જો ભૂલે ચૂકે કોઇક એને કહીદે ને કે અજય જીવિત નથી! તો સમજ તેનું આવી બન્યું." હર્ષ એ નસમજણ ના ભાવે કહ્યું," હે? સમજાયુ નહિ કંઇ?" ચિરાગ એ કહ્યું," અરે! જે પણ હેતલના રૂમ માં જઈને તેણે એમ કહે છે ને કે તેનો પ્રેમી તેના બાજુ માં નથી. તે એકલી જ વાતો કરે છે. તો તે વ્યક્તિ બીજે દિવસે મૃત મળે છે."
હર્ષે કહ્યું," જા ને! તને ક્યાંથી ખબર?"
ચિરાગે કહ્યું," જે બે નર્સ મરી ગઈ ને તેમને ત્યાંથી નીકળ્યા પછી આ વાત અમારા સાથે શેર કરી હતી કે પેલી છોકરી એટલે કે હેતલ એકલી એકલી બબડે છે અને તેને સત્ય કહેતા ની સાથે તેની સામે જોઈ ગુસ્સા માં ઘુરે છે. એટલે અમારું માનવું છે..." હર્ષ ની આ સાંભળી આંખો ફાટી ગઈ. તેનું આખું શરીર ઠંડું પડી ગયું. તેણે ભય થી કહ્યું," તો...તો પછી શું કરવા આને અહીંયા રાખી છે?"
ચિરાગ એ કહ્યું," કારણકે આ તો અનુમાન છે કોઈને પણ પાકી હજી એ વાત ની ખબર નથી થઈ કે ખૂન કોણ કરે છે? કોઇક માણસ કે...પછી કોઇક પ્રેત....! અને એમ જ સત્ય જાણ્યા વગર એને ઇલાજ માટે ના કહે તો તે અમીર બાપ ની એક લૌતી ઓલાદ છે.....આ હોસ્પિટલ બંધ થઈ જાય. બસ એટલે જ દવાખાના ના આ રૂમ નંબર 107 ની વાતો ફેલાઇલી છે પણ હકીકત કોઈ નથી જાણતું."
બીજા દિવસે....રૂમ 107 માં
હેતલ પલંગ પર બેઠીને અજય સાથે વાતો કરતી હતી. ત્યાં રૂમ નું બારણું ખોલીને એક નર્સ અંદર આવી. નર્સ જેવી હેતલ ના આગળ આવી હેતલે કહ્યું," તમે કોણ? કાલે જે નર્સ હતા..સેજલ! તે ક્યાં છે?"
નર્સ એ થોડું વિચારીને કહ્યું," તે કંઇક જતા રહ્યા છે. તેથી હું આવી છું."
નર્સ ટેબલ તરફ વળી ગઈ. અને ટેબલ પર પડેલી ટ્રે માંથી ગોળીયો નિકાળવા લાગી. હેતલ એ નર્સ સામે બરાબર જોયું. અને પછી નર્સ ની સામે જોઈને કહ્યુ," તમે નવા લાગો છો." નર્સ એ કહ્યું," હા! મેં આજે જ જોઈન કર્યું છે."
હેતલ એ સ્મિત કરીયું અને પછી બીજી બાજુ મોઢું કરીને પોતાનાં પ્રેમી ને કહ્યું," તે સાંભળ્યું! આ નવા આવ્યા છે." નર્સ એ આશ્ચર્ય થી તેના બાજુ માં જોયું અને કહ્યું ," તમે.. કોની સાથે વાત કરો છો?"
સમાપ્ત......
આભાર