સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી ના લોકો જ હતા. મારી જેમ જ દરેક સ્ટાફ આવીને પોતાના કામ પર લાગી ગયાં હતાં." ગુડ મોર્નિંગ! શું ચાલે છે?" ત્યાં આદિ એ કાઉન્ટર પાસે આવી ને મને પૂછ્યું ત્યારે મારી નજર તેની પર પડી. આદિ મારો બાળપણ નો મિત્ર! બહુ જાણવા જેવું તો કઈ ખાસ નથી તેના વિશે, પણ હા! મને કઈક પણ કેહવું હોય તો બસ મને એક નામ જ યાદ આવે તે છે આદિ." કેમ સવાર સવાર માં મોઢું ઉતરેલી કઢી જેવું છે?" તેને પોતાના મજાકિયા સ્વર માં મને પૂછ્યું. હું કઈક કહું તેના પેહલા જ તેણે આગળ ઉમેર્યું," આજે પેલી છોકરી ના દર્શન નથી થયા કે શું?""પેલી છોકરી!" નામ પડતાં જ હું તેના ખ્યાલો માં ખોવાયો.
અઠવાડિયા પેહલાસવાર નો જ સમય હતો. હું રોજ ની જેમ પોતાના કામ માં પરોવાયો હતો. એક કસ્ટમર નું બિલ બનાવાયા પછી મેં બીજા કસ્ટમર ને આવવા કહ્યુ. મારું ધ્યાન કામ માં હતું તેથી મે માથુ ઉચક્યું નહિ. ત્યાં તો એક પળ માં મને એક ખૂબ જ મનમોહક ખુશ્બુ એ ઘેરી લીધો. ખુશ્બુ સૂંઘી મે માથુ ઊંચું કરી ને સામે જોયું. ત્યાં સામે એક ખૂબ જ સુંદર છોકરી ઊભી હતી. તેણે જોતા જ એમ લાગે જાણે સવાર સવાર માં સાક્ષાત પરી ના દીદાર થયા હોય. મે પોતાની નજર મુશ્કિલ થી તેના પર થી હટાવી ને બિલ બનાવ્યું. બિલ તેને આપતા તેણે પોતાના મીઠા સ્વર માં મને "થેંક યુ!" કહ્યું. સાચે કવ તો એ દિવસ પેહલા મને 'થેંક યુ!' શબ્દ કયારેય એટલો નોહતો ગમ્યો. પછી તે આખો દિવસ તો મારા ચેહરા પર જાણે સ્મિત ચોંટી જ ગયું હતું. આંખો માં તે પરી નો ચેહરો, કાનો માં તેનો તે મીઠો આવાજ ઘુંજતો રહ્યો અને સાથે મન માં એક પ્રશ્ન ' શું ફરી આ પરી પાછી જોવા મળશે?' મારું ભાગ્ય સમજો કે ઈશ્વર ની કૃપા બીજે દિવસે ફરી તે પરી આવી ને મારી સામે ઉભી રહી. જે.કે.માર્ટ એક એવા વિસ્તાર માં છે જયાં આજુબાજુ કોઈ દુકાન નથી. તેથી રોજીંદી વસ્તુ, ખાવા પીવાનો સામાન લેવા માટે આસપાસ માં વસતા દરેક લોકો અહી આવવાનું જ પસંદ કરે છે. ત્રણ દિવસ થી આ પરી માર્ટ માં સવાર ના સમય એ જ આવતી ને નાસ્તા નો સામાન જેવો કે બ્રેડ, દૂધ વગેરે લઈ ને જતી રહેતી. તેથી મે ભગવાન ની મારા પર અપાર કૃપા સમજી ને માની લીધું કે 'તે ક્યાંક આસપાસ જ રહે છે. આથી તે પરી દરોજ જોવા તો મળશે જ.'
વર્તમાન નો સમયઆદિ ને કોઇક જવાબ ના મળતા તેણે ફરી કહ્યું," શું થયું લ્યા?" મે વાત ને ગોળ ગોળ ફેરવ્યા વગર બધી વાત તેને જણાવતા કહ્યું, " કાલે તે પરી રોજ ની જેમ માર્ટ માં આવી હતી. પણ કાલે તે પોતાની સાથે એક નાની બાળકી લઈ ને આવી હતી. બાળકી ખૂબ જ માસૂમ અને વ્હાલી દેખાતી હતી. પરી ની સાથે બાળકી ને જોઈ ને મને લાગ્યું કે બાળકી તેના પરિવાર માંથી કોઇક ની હશે. પણ......પરી ના જતા રહેવા પછી નિકિતા(સ્ટાફ મેમ્બર) એ જણાવ્યું કે પરી.....વિવાહિત છે. અને તે બાળકી બીજા કોઇક ની નહિ પણ તેની પોતાની છે."મારી વાત સાંભળી ને તે સમયે મને જેટલો મોટો જટકો લાગ્યો હતો તેના થી મોટી ફાડ જાણે આદિ પર પડી હોય તેમ તે થોડી વાર સુધી નિશબ્દ થઈ ગયો.
કેટલીક વાર પછી તેને મોઢું ખોલી ને કહ્યું," અલ્યા તને આંખે ચશ્મા આવ્યા છે કે શું? એક બાળક ની માં, પરણિત સ્ત્રી માં અને એક કુંવારી છોકરી માં તને ફરક નથી દેખાતો કે શું?" "તે પરી કાલે આ સાબુ લઈ ગઈ છે." મે તેની વાત નો જવાબ આપતા કોઇક પણ ભાવ વગર સામે ની તરફ આંગળી ચીંધતા કહ્યું.આદિ એ નજર સામે ની તરફ ફેરવીને જોયું તો ત્યાં 'સંતુર સાબુ' ગોઠવેલા હતા. જેની ઉપર લખ્યું હતું," હળદર અને ચંદન ના ગુણ સમાવે સંતુર! ત્વચા કઈક અલગ જ નિખરે. સંતુર! સંતુર!"તે દિવસ પછી મેં તે પરી જેવી સ્ત્રી ને કયારેય માથુ ઉંચુ કરી ને નથી જોયું. અને ત્યાર પછી કાન પકડ્યા કોઇક પણ છોકરી જે સંતુર સાબુ ખરીદે તેની સામે સુધ્ધાય જોવું નહિ.