ભાગવત રહસ્ય -૨૪૦
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૯
નારદજી ના ગયા પછી કંસે વિચાર કર્યો-સંત કોઈ દિવસ બોલે નહિ પણ કદાચ મારું ભલું કરવા આવ્યા હતા.તે પછી કંસ વસુદેવ-દેવકી ને કેદમાં નાખે છે,અને તેમનાં છ બાળકો ને માર્યા છે.
કંસ એ અભિમાન છે,તે (અભિમાન) સર્વ ને –જીવમાત્ર ને કેદ માં નાખે છે. સઘળા જીવો આ સંસારરૂપી કારાગૃહ માં પુરાયેલા છે.આપણે બધા કેદમાં છીએ.બધાને બંધન છે.
વસુદેવ-દેવકી કારાગ્રહ માં જાગે છે,આપણે બધા સૂતા છીએ. કારાગ્રહ (સંસાર) માં હોવાં છતાં જીવો જાગતા નથી. પણ ઊંઘે છે. જે જાગે છે-તેણે ભગવાન મળે છે. “જાગત હૈ સો પાવત હૈ,જો સોવત હૈ સો ખોવત હૈ”
ભગવાન માટે જે જાગે છે-જે ભગવાન માટે રડે છે-તેણે જ ભગવાન મળે છે- કબીરદાસ કહે છે-કે-
“સુખિયા સબ સંસાર હૈ,ખાવે અરુ સોવૈ –દુખિયા દાસ કબીર હૈ ,જાગે અરુ રોવૈ.”
(સંસાર સુખી છે,ખાય છે અને ઊંઘે છે,કબીર દુઃખી છે,ભગવાન માટે તે જાગે છે અને રોવે છે) કબીર તે ભગવાન - માટે જાગ્યા અને રડ્યા તો ભગવાન તેમને મળ્યા. મીરાંબાઈ પણ તે ભગવાન ને માટે જાગ્યા અને રડ્યા –તો ભગવાન તેમને મળ્યા.
દેવકી ના છ બાળકો ને કંસે માર્યા. દેવકીને સાતમો ગર્ભ રહ્યો છે.આ બાજુ -પરમાત્માએ યોગમાયા ને આજ્ઞા કરી છે.”મારાં બે કામ તારે કરવાનાં છે”
માયાનો (પ્રકૃતિ નો) આશ્રય કર્યા વગર ભગવાન (શુદ્ધ બ્રહ્મ) અવતાર ધારણ કરી શકતા નથી. શુદ્ધ બ્રહ્મ નો અવતાર થઇ શકે જ નહિ. પરમાત્મા (બ્રહ્મ) જયારે આ જગતમાં આવે ત્યારે માયા ને દાસી બનાવી ને આવે છે. સંસાર નું કોઈ પણ કાર્ય માયા વગર થતું નથી. માટે માયાનો ઉપયોગ કરવાનો પણ માયાને આધીન થવાનું નથી,માયાના ગુલામ થવાનું નથી.
માયા ને જે આધીન થાય તેને માયા મારે છે. જે ભગવાન ને ભૂલે તેને માયા રડાવે છે.ઈશ્વર શુદ્ધ gn sa સ્વરૂપે આવે તો જેને જેને તેનાં દર્શન થાય તેને મુક્તિ મળી જાય.પણ શુદ્ધ બ્રહ્મ –અવતાર લઇ શકતુ નથી,માયા નું આવરણ લીધા વિના અવતાર શક્ય નથી.
દુર્યોધન ને દ્વારકાધીશ ના દર્શન થયા ત્યારે માયાના આવરણયુક્ત પરમાત્મા નાં દર્શન થયાં. માયાવરણયુક્ત બ્રહ્મ (અવતાર) ના દર્શન થાય –તેને મુક્તિ મળતી નથી.
વિચાર કરો-પરમાત્મા ના કોઈ પણ અવતાર વખતે આપણે પણ કોઈ પણ યોનિ માં-કે છેવટે કીડી-મંકોડા કે એવું પણ કંઈક ક્યાંક હતા જ.આપણને પણ તે ભગવાન અવતાર ના દર્શન ક્યાંક થયા જ હશે. પણ આપણ ને મુક્તિ મળી નથી.
ભગવાન ની આજ્ઞા મુજબ યોગમાયા આવ્યાં છે અને દેવકી જી ના સાતમાં ગર્ભ ને ત્યાંથી ઉઠાવી અને રોહિણી ના ઉદરમાં સ્થાપે છે.રોહિણી ની કુખે દાઉજી મહારાજ (બલદેવ) પ્રગટ થયા છે. બલદેવ એ શબ્દબ્રહ્મ નું સ્વરૂપ છે,શબ્દ બ્રહ્મ પહેલાં આવે અને પરબ્રહ્મ-શ્રીકૃષ્ણ પછી આવે.
- - - - - - - - - - - - - - - - -
ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો
શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં વર્ણવા નો પ્રયત્ન કરેલો છે જે આપ વાંચી શકો છો
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -