Scary Haunted Places of India in Gujarati Horror Stories by Anwar Diwan books and stories PDF | ભારતનાં ડરામણા ભૂતિયા સ્થળો

Featured Books
  • अपराध ही अपराध - भाग 55

    अध्याय 55 उत्तुकोत्तई आंध्र बॉर्डर में बहुत सारी शराब की दुक...

  • सरहद के रास्ते

    मैं वह दिन कभी नहीं भूल सकती शायद वह दिन मेरे ज़हन् में छप च...

  • Psycho Lover - 8

    इतने वाइल्ड इंटिमेशन के बाद काव्या और मानिक थक कर गहरी नींद...

  • प्रयाजराज की सैर

    प्रयागराज, जिसे पहले इलाहाबाद के नाम से जाना जाता था, उत्तर...

  • शौर्य की गूंज

    शौर्य की गूंजकश्मीर की बर्फीली घाटियों में, LOC के पास बसा ए...

Categories
Share

ભારતનાં ડરામણા ભૂતિયા સ્થળો

આજનો જમાનો આમ તો ટેકનોલોજીનો અને વિજ્ઞાનનો જમાનો છે ત્યારે ભૂતપ્રેતની વાતો કરનારા લોકોને અભણ અને અંધશ્રદ્ધાળુ ગણાય તેમ છે પણ એ હકીકત છે કે પ્રાચીન કાળથી આ વાતોમાં માનનારો મોટો વર્ગ છે અને તેઓ માને છે કે ભૂત પ્રેત, આત્મા, જિન્નાત વગેરેનું પણ માણસની જેમ જ અસ્તિત્વ છે અને તેનો અનુભવ ઘણાં લોકોને થતો હોય છે.કેટલાક સ્થળોને આ કારણે જ ભૂતિયા કહેવાય છે તો ઘણાં શહેર અને ગામોને પણ આત્માઓનાં નિવાસસ્થળ માનવામાં આવે છે.ભારતમાં આ પ્રકારનાં કેટલાક સ્થળો છે જેને ભૂતિયા ગણાવાય છે.જેમાં રાજસ્થાનનાં અલવરમાં આવેલ ભાનગઢનો કિલ્લો દેશનાં સૌથી ભૂતિયા સ્થળોમાં એક મનાય છે.આ કિલ્લાની રચના ૧૫૭૩માં ભગવંત દાસનાં સમયમાં કરાઇ હતી.મુગલ સામ્રાજ્ય નબળું પડ્યું ત્યારબાદ જયસિંહ બીજાના સમયમાં આ રાજ્યને તેમણે પોતાના રજવાડામાં સામેલ કર્યુ હતું.આ સ્થળ માટે એવી કહાની પ્રચલિત છે કે આ રાજયની રાજકુમારી બહું સુંદર હતી જેના પ્રેમમાં તે રાજ્યમાં રહેતો એક જાદુગર પડ્યો હતો અને તેણે એને પામવા માટે કાલાજાદુનો ઉપયોગ કર્યો જેની ખબર રાજકુમારીને પડી ગઇ અને તેણે એ જાદુગરને મોતને ઘાટ ઉતાર્યો હતો જેણે મરતા સમયે આ સ્થળને શ્રાપ આપ્યો હતો ત્યારબાદ આ રાજયનું પતન થયું હતું અને અહીની કેટલીક કથાઓને કારણે લોકોએ સ્થળ છોડી દીધુ હતું આજે આ સ્થળ એકદમ વેરાન છે જો કે પ્રવાસીઓ દિવસ દરમિયાન અહી મુલાકાત લે છે પણ સાંજ પડ્યા બાદ તો અહી કોઇનેય પ્રવેશ અપાતો નથી.અહી સાંજ બાદ નહી પ્રવેશ કરવો એ પ્રકારનું બોર્ડ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા લગાવાયેલું છે.જેમાં કહેવાયું છે કે સાંજ બાદ આ સ્થળે પ્રવેશ કરનારની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
રાજસ્થાનમાં જ ભાનગઢ ઉપરાંત કુલધરા નામનું સ્થળ છે જે હાલતો વેરાન છે અને આ સ્થળ પણ હોન્ટેડ પ્લેસની યાદીમાં ટોચનાં ક્રમે છે.આ ગામ જેસલમેરની નજીક છે અને આ ગામમાં એક સમયે પાલિવાલ બ્રાહ્મણોની ખાસ્સી વસ્તી હતી.કહેવાય છે કે ૧૮૨૫માં કુલધરા અને તેની આસપાસનાં ૮૩ જેટલા ગામોનાં લોકો હવામાં ઓગળી ગયા હતા.તેઓનાં સગડ ત્યારબાદ કોઇને મળ્યા નથી.આ સ્થળ માટે એવી વાત પ્રચલિત છે કે આ ગામની એક છોકરી અહીનાં એક મંત્રીને ગમી ગઇ હતી અને તેણે તે છોકરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને ધમકી આપી હતી કે જો કે તેની સાથે લગ્ન નહી કરે તો આ ગામ પર ભારે કર નાંખવામાં આવશે.કહેવાય છે કે આ છોકરીની આબરૂ બચાવવા માટે આ ગામનાં સરપંચ અને આસપાસનાં ગામનાં આગેવાનોએ રાતોરાત આ વિસ્તાર છોડી દીધો હતો.આ વિસ્તાર છોડતી વખતે તેમણે શ્રાપ આપ્યો હતો કે અહી કોઇપણ રહી શકશે નહી અને ત્યારથી આ વિસ્તાર વેરાન બની ગયો છે અને આ કારણે જ તેને ભૂતિયા વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરાખંડમાં મસુરી ખાતે આવેલ લાંબી દહેર માઇન્સને પણ દેશનાં ભૂતિયા સ્થળોમાં સામેલ કરાય છે.આમ તો આ સ્થળે ઘણી માઇન્સ આવેલી છે અને તેમાં ખોદકામ કરાતું હતું પણ અહી ઘણાં ટ્રક એક્સીડન્ટ અને સલામતીનાં ધોરણોની ઉપેક્ષા કરાતી હોવાને કારણે આ સ્થળને બંધ કરાઇ દેવાયું છે.આ વિસ્તારમાં લગભગ પચાસ હજાર કરતા વધારે કામદારો રહેતા હતાં પણ ફેફસાંને લગતી બિમારીને કારણે ઘણાં કામદારો દર્દનાક મોતને ભેટ્યા હતા.કહેવાય છે કે આ ખાણોમાં કામ કરવાને કારણે તેમને આ બિમારીઓ થઇ હતી.અહી આ કારણે જ લોકો રહેતા નથી ખાસ કરીને રાત્રિનાં સમયે તો આ વિસ્તાર તદ્‌ન વેરાન થઇ જાય છે.કેટલાક પ્રવાસીઓને વિચિત્ર પ્રકારનાં અવાજો સંભળાયાનો અનુભવ થયો હતો.ઘણાં અહી ખતરનાક અકસ્માતોનો શિકાર થયા છે.આ સ્થળે એક ડાકણ દેખાયાનું પણ ઘણાં લોકો કહે છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં તો આ સ્થળ ખાસ્સુ ડરામણું બની જતું હોય છે આમેય અહી કોઇ વસવાટ નહી કરતું હોવાને કારણે તો આ સ્થળ તદ્દન ભેંકાર લાગે છે.આ સ્થળે હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટનાએ ખાસ્સી ચકચાર મચાવી દીધી હતી અને આ કારણે જ આ વિસ્તારને ભૂતિયા વિસ્તાર ગણવામાં આવે છે.
પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ આમ તો તેની ખુબસુરતી માટે પ્રવાસીઓમાં બહુ લોકપ્રિય છે તો પેરાનોર્મલ એક્ટિવિટીમાં રસ ધરાવનારા લોકોમાં કુરસેંગમાં આવેલ ડાઉ હિલ ભારે પ્રખ્યાત છે.સ્થાનિકોમાં તો આ સ્થળને ભૂતિયા સ્થળ તરીકે જ ઓળખાણ મળેલી છે.અહી આવેલ વિક્ટોરિયા બોયઝ હાઇસ્કુલમાં ભૂતોનો વાસ હોવાની માન્યતા છે.આ શાળા માટે કહેવાય છે કે જ્યારે અહી કોઇપણ હોતું નથી ત્યારે પણ અહી પગલાઓનો અવાજ સંભળાય છે.ખાસ કરીને ડિસેમ્બરથી માર્ચનાં સમયે આ શાળા બંધ હોય છે પણ લોકોને અહી આ પ્રકારનાં અવાજો સંભળાય છે.આ શાળાની પાસે આવેલ વિસ્તાર જંગલાચ્છાદિત છે અને અહી ઘણાં લોકો મૃત હાલતમાં મળી આવવાની ઘટનાઓ નોંધાય છે.સ્તાનિકો માને છે કે આ વિસ્તારમાં કોઇ પ્રવેશ કરે છે તો અહી રેહતી આત્માઓ તેમને જીવતા પાછા આવવા દેતી નથી.આ કારણે જ આ સમયગાળો અહીનાં લોકો માટે ખાસ્સો ડરામણો ગાળો બની રહે છે.કહેવાય છે કે અહી આવેલ એક માર્ગને લોકો મોતનો માર્ગ ગણાવે છે અને અહી લોકોએ એક માથા વગરનાં બાળકને ફરતો જોયો છે.આ બાળક આ રસ્તા પર ફરતા ફરતા જંગલમાં જઇને અદૃશ્ય થઇ જાય છે.આ બાળકને જે જોઇ જાય છે તેને તે સપનામાં આવે છે અને તે તેના મોતનું કારણ બની રહે છે ઘણાં લોકો અનેક પ્રકારનાં ડરામણા અનુભવો થયા હોવાને કારણે તેઓએ આત્મહત્યા સુદ્ધા કરી હોવાની વાતો લોકોનાં મોઢે પ્રચલિત છે.આમ તો આ ઘટનાઓનાં કોઇ સાયન્ટિફિક પુરાવાઓ મળતાં નથી પણ અહી આત્મહત્યાનો દર ઘણો વધારે છે જે અહીનાં લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
પ.બંગાળની રાજધાની કોલકાતા આમ તો અનેક પ્રકારનાં જોવાલાયક અને ઐતિહાસિક સ્થળો ધરાવે છે પણ અહીની નેશનલ લાયબ્રેરી તેના જ્ઞાનનાં ખજાના ઉપરાંત તેની ભૂતિયા ઘટનાઓને કારણે પણ લોકોમાં એટલી જ કુખ્યાત છે.આ લાયબ્રેરી દેશની સૌથી વિશાળ લાયબ્રેરીઓમાંની એક છે જેની રચના ૧૯૦૩માં થઇ હતી.અહી અસંખ્ય પુસ્તકો અને હસ્તપ્રતોનો સંગ્રહ છે.આ લાયબ્રેરીમાં એક લાયબ્રેરીયનનું ભૂત જોવા મળે છે જેણે આ સંસથામાં તેની આખી જિંદગી ગાળી હતી અને તેની સેવાઓ આપી હતી.તેના મોત બાદ તેનું ભૂત આ લાયબ્રેરીમાં ભટકતું અનેક લોકોએ જોયું છે.ઘણાંને અહી વિચિત્ર પ્રકારનાં અવાજો સંભળાય છે.આપોઆપ જ ક્યારેક તો પુસ્તકો શેલ્ફમાંથી નીચે પડી જાય છે અને સતત કોઇ નજર રાખતું હોવાનો પણ લોકોને અનુભવ થાય છે.આ શહેરમાં જ આવેલ પાર્ક સ્ટ્રીટ સિમેન્ટ્રી આરંભિક ગાળાનાં બિન ક્રિશ્ચિયન કબ્રસ્તાન તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે.ઓગણીસમી સદીમાં તે અમેરિકા અને યુરોપની બહારનું સૌથી મોટુ કબ્રસ્તાન ગણાતું હતું.૧૭૬૭માં આ કબ્રસ્તાન બન્યું હતું અને તે માર્શી વિસ્તારમાં હતું.આ કબ્રસ્તાનનો ઉપયોગ છેક ૧૮૩૦ સુધી થતો હતો અને હવે તેને હેરિટેઝ સાઇટ તરીકે સ્થાન મળ્યું છે.આ સ્થળે ઘણાં લોકોને પેરાનોર્મલ એક્ટિવિટીનો અનુભવ થાય છે.
દેશની રાજધાની નવી દિલ્હી આમ તો તેના સ્થાપત્યને કારણે પ્રવાસીઓનાં આકર્ષણનું સ્થળ છે તો આ જ શહેરમાં આવેલ અગ્રસેનકી બાવડી નામની વાવ તેની ભૂતિયા ઘટનાઓને કારણે કુખ્યાત છે.આ વાવની રચના ચૌદમી સદીમાં રાજા અગ્રસેનનાં સમયે કરાઇ હતી.આ સ્થળ કોનોટ પ્લેસમાં આવેલ છે.આ સ્થળ તેની ઐતિહાસિકતાને કારણે તો વિખ્યાત છે જ પણ સાથોસાથ તેની રહસ્યમય ઘટનાઓને કારણે પણ કુખ્યાત છે.આ કારણે જ આ સ્થળને હોન્ટેડ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે.ઘણાં લોકો અહી શૈતાની આત્માઓનો વાસ હોવાનું કહે છે.આ વાવમાં આમતો અસંખ્ય ચામાચિડિયા અને કબૂતરોનો વાસ છે તે પણ તેને ભૂતિયા સ્થળ તરીકે કુખ્યાતી અપાવે છે.અગ્રસેનકી બાવડી ઉપરાંત દિલ્હીનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર જે લોકોમાં દિલ્હી કેન્ટ તરીકે જાણીતો છે તે પણ ભૂતિયા સ્થળ તરીકે કુખ્યાત છે.આ વિસ્તારમાં એક મહિલાનો આત્મા ભટકતો હોવાનું સ્થાનિકોમાં લાંબા સમયથી ચર્ચાય છે.આ મહિલા એક અકસ્માતમાં મોતને ભેટી હતી અને આ વિસ્તારમાં આવનારા અનેક લોકોને આ મહિલાનાં ભૂતનો અનુભવ થાય છે.તે મહિલા રોડ પર ઉભી રહીને કારને રોકવા માટે ઇશારો કરે છે અને જો કાર ન રોકાય તો તે તેનો પીછો કરે છે અને જ્યારે કાર રોકવામાં આવે ત્યારે તે અદૃશ્ય થઇ જાય છે.આ વિસ્તારમાં રહેનારા લોકો આ કારણે જ લોકોને એ સલાહ આપે છે કે જો કોઇ તેમને રોકવાનો પ્રયાસ કરે તો ક્યારેય વાહનને રોકવું નહી.દિલ્હીમાં જ લોથિયન પ્લેસ તરીકે જાણીતું સ્થળ છે અને આ સ્થળ પણ ભૂતિયા સ્થળોમાં સામેલ છે.કાશ્મીર ગેટની નજીક આવેલ આ સ્થળ કબ્રસ્તાન છે અને તે વિશ્વનાં સૌથી હોન્ટેડ કબ્રસ્તાનોમાં એક મનાય છે.જો કે તેમ છતાં અહી ઘણાં બેઘર લોકો પોતાનો અડ્ડો જમાવીને રહે છે.આ કબ્રસ્તાન ૧૮૦૮માં બનાવાયું હતું.આ કબ્રસ્તાનમાં ત્યારના સમયે મુસ્લિમ રાજઘરાનાનાં લોકોને દફન કરવામાં આવતા હતા.જો કે અંગ્રેજોનાં સમયે આ કબ્રસ્તાન પર બ્રિટીશરોએ કબજો જમાવ્યો હતો અને તેમણે ત્યાંની તમામ કબરો ખોદી નાંખી હતી અને ત્યાં માત્ર અંગ્રેજોને જ દફન કરાવાશે તેવું ફરમાન જારી કર્યુ હતું.૧૮૫૭નાં વિપ્લવ વખતે હિંદુસ્તાની સૈનિકોનાં હાથે માર્યા ગયેલા બ્રિટીશ સૈનિકોને અહી દફનાવાયા હતા.આ કબ્રસ્તાનમાં સર નિકોલસનો આત્મા લોકોને પજવતો હોવાની વાત સ્થાનિકોમાં ચર્ચાય છે.આ ઉપરાંત રાતનાં અંધકારમાં એક બાળક પણ ફરતો હોવાની વાત ચર્ચાય છે.અહી આવતા લોકોને તે પોતાનાં માતાપિતા વિષે પુછપરછ કરે છે.આમ તો આ કબ્રસ્તાન એક સમયે મુસ્લિમોને દફનાવવાનું સ્થાન હતું એટલે તેમનાં આત્માઓ પણ અંગ્રેજ સૈનિકોનાં આત્માઓ સાથે સંઘર્ષ કરતા હોવાની પણ લોકોમાં ચર્ચા થાય છે.જો કે એવું પણ કહેવાય છે કે આ પ્રકારની વાતો આર્કિયોલોજી વિભાગ દ્વારા લોકો અહી દબાણ ન કરે તે માટે ફેલાવાય છે.
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ આમ તો જોવાલાયક અનેક સ્થળો છે અને અહી ઐતિહાસિક સ્થળો પણ બેસુમાર છે તો સાથોસાથ અહીંના કેટલાક સ્થળ ભૂતિયા સ્થળ તરીકે પણ કુખ્યાતિ પામ્યા છે.માહિમનાં ખાડી વિસ્તારમાં આવેલ ડિસુઝા ચૉલ એવું જ એક ભૂતિયા સ્થળ છે.ખાસ કરીને આ ચાલમાં આવેલ એક કુવો ઘણી આત્માઓનું ઘર હોવાની વાતો પ્રચલિત છે.આ કુવો એક સમયે લોકોને પીવા માટે પાણી આપતો હતો પણ આ કુવો ખુલ્લો હોવાને કારણે એક મહિલા તેમાં પડી ગઇ હતી અને તેનું મોત કુવામાં ડુબી જવાને કારણે થયું હતું અને ત્યારબાદ જ અહી લોકોને એ મહિલાનું ભૂત ફરતું જોવા મળ્યું હોવાની વાતોને કારણે આ કુવો ભૂતિયા કુવા તરીકે જાણીતો બન્યો છે.જો કે એ વાત પણ લોકો કહે છે કે આ મહિલાનું ભૂત કયારેય કોઇને કશું પણ નુકસાન પહોંચાડતું નથી.આ મહિલા અહી રાતનાં સમયે ફરતી રહે છે અને જેવો સુરજ ઉગે છે તે પ્રકાશમાં ઓગળી જાય છે અને ત્યારબાદ ફરી રાત્રે જ તે જોવા મળે છે. આ ઉપરાંત બોમ્બે હાઇકોર્ટને પણ મુંબઇનાં ભૂતિયા સ્થળોમાં સ્થાન મળે છે.અહી કામ કરતા વકીલો માને છે કે એક ઓરડામાં એવી આત્મા વાસ કરે છે જે હત્યાનાં કેસની સુનાવણી દરમિયાન હત્યાનાં આરોપીને અહી પ્રવેશ કરવા દેતી નથી.આ પ્રકારનો અનુભવ ત્રણ દાયકાથી થઇ રહ્યો હોવાની વાતો વકીલ સમુદાયમાં ચર્ચાય છે.
મસુરી પ્રવાસીઓમાં ફરવાલાયક સ્થળોની યાદીમાં ટોચના ક્રમે આવે છે અને અહી દર વર્ષે લાખો લોકો ફરવા માટે આવતા હોય છે.આ શહેરમાં ૧૯૦૨માં બનેલી એક હોટેલ છે જેનું નામ સેવોય હોટલ છે જે આ શહેરની સૌથી જુની ઇમારતોમાંની એક છે.વિકટોરિયન બાંધણી ધરાવતી આ હોટેલ એક ઐતિહાસિક સ્થળ છે અને એ કારણે જ પ્રવાસીઓ તેની તરફ આકર્ષાય છે.કહેવાય છે આ હોટેલમાં એક માર્ગારેટ નામની મહિલાનું ભૂત જોવા મળે છે.આ મહિલાનું આ હોટેલમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.આ મહિલાનાં ભૂતને ઘણાં લોકોએ હોટેલમાં ફરતું જોયું છે.આ હોટેલમાં રહેતા લોકોને ઘણાં વિચિત્ર પ્રકારનાં અવાજો સંભળાતા હોવાની પણ ચર્ચા છે.અહી રાત્રિનાં કે દિવસનાં સમયે લાઇટો આપોઆપ ચાલુ બંધ થયાનો લોકોને અનુભવ થાય છે તો ઘણાંને અહી ભયંકર ઠંડીનો પણ અનુભવ થાય છે.હોટેલનો સ્ટાફ પણ ઘણી પેરાનોર્મલ ઘટનાઓનો અનુભવ કરતો હોવાની વાતોને કારણે જ આ હોટેલ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.
મેરઠ પણ તેનાં જોવાલાયક સ્થળોને કારણે પ્રસિદ્ધ છે પણ અહી આવેલ એક વિસ્તાર જીપી બ્લોક તેની ભૂતિયા ઘટનાઓને કારણે લોકોમાં ચર્ચાસ્પદ બનેલું છે.આ એક ઇમારતનું નામ છે જે બે માળની છે પણ અહીની ભૂતિયા ઘટનાઓને કારણે લોકોએ ઇમારતને છોડી દીધી છે અને હાલમાં તે ભેંકાર હાલતમાં જોવા મળે છે.લોકોને આ ઇમારતની છત એક મહિલાનું ભૂત દેખાય છે જેણે લાલ કપડા પહેર્યા હોય છે અને આ મહિલા ઇમારતમાં અંદર બહાર આપવી જતી દેખાતી હોવાની ચર્ચા છે.આ ઉપરાંત આ ઇમારતનાં એક ઓરડામાં એક ટેબલ પર મીણબત્તીનાં અજવાળામાં ચાર લોકો બેઠેલા દેખાય છે અને આ ચારેય લોકો દારૂ પીતા હોવાનુ લોકો કહે છે.આ ઉપરાંત કેટલાક લોકો છત પર પણ બેઠેલા જોવા મળતા હોવાની પણ ચર્ચા છે.આ વિસ્તારમાં રહેતા લોકો આ ઇમારતની આસપાસ પણ ભટકતા નથી અને તે કારણે આ વિસ્તાર પણ ભેંકાર લાગે છે.
આસામનું જાતિંગા નામનું ગામ આખા વિશ્વ માટે એક કોયડા સમાન બની ગયું છે કારણકે આ ગામને આમ તો પક્ષીઓ દ્વારા કરાતી આત્મહત્યાને કારણે ખાસ્સી કુખ્યાતી મળી છે આ ઘટનાએ વૈજ્ઞાનિકોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે કારણકે આ પક્ષીઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબરની રાત્રિનાં સમયે આ શહેરનાં એક ખાસ વિસ્તારમાં આવે છે અને મોતની છલાંગ લગાવતા હોય છે.પક્ષીઓની આ વર્તણુંક વૈજ્ઞાનિકોને પણ હજી સુધી સમજાઇ નથી.
ભારતનાં સૌથી ભૂતિયા સ્થળોમાં હૈદરાબાદમાં આવેલ રામોજી ફિલ્મ સિટીનો પણ સમાવેશ થાય છે.બે હજાર એકરમાં ફેલાયેલ આ શહેરમાં અનેક ફિલ્મોનાં સેટ હયાત છે અને આ શહેરને સૌથી વિશાળ ફિલ્મ સેટ તરીકે ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાય છે.આ શહેરની રચના તેલુગુ મિડીયાનાં માંધાતા મનાતા રામોજીરાવે ૧૯૯૬માં કરી હતી.જો કે આ શહેરની રચના સુલતાનોનાં સૈનિકોને જ્યાં દફનાવાયા હતા તે સ્થળ પર કરાઇ હોવાને કારણે આ સ્થળ પર અનેક પ્રકારનાં ભૂતિયા અનુભવો અહી કામ કરનારા કલાકારોથી માંડીને સ્ટુડિયોનાં કર્મચારીઓને પણ થતા રહે છે.અહી કામ કરનારા સ્ટંટમેન ઘાયલ થવાની ઘટનાઓ બનતી રહે છે ઘણી મહિલાઅઓને અહી વિચિત્ર પ્રકારનાં અનુભવ થતાં રહે છે તેમને લાગે છે કે અહી તેમનાં કપડા કોઇ ખેંચતું હોય છે તો ક્યારેક રૂમ આપોઆપ બંધ થઇ જાય છે અને બહારથી કોઇએ તેને બંધ કરી દીધાનું લોકોને લાગે છે.
ગોવા આમ તો સહેલાણીઓનું સૌથી પ્રિય સ્થળ છે અને અહી અનેક પ્રકારનાં સ્થાપત્યો તેમને આકર્ષતા હોય છે.આ શહેરમાં આવેલ થ્રી કિંગ્સ ચર્ચ દેશનાં ભૂતિયા સ્થળોમાં સ્થાન પામે છે.દ.ગોવાનાં વેલ્સાઓમાં આ ચર્ચ આવેલું છે.જ્યારે સાંજનો સમય જ્યારે તે બંધ કરવામાં આવતું હોય છે ત્યારે લોકોને વિચિત્ર પ્રકારનો અનુભવ થતો હોય છે.અહી કોઇ વિશિષ્ટ શક્તિશાળી આત્મા હોવાનું લોકોને લાગે છે.જો કે આ આત્મા ક્યારેય કોઇને કશું જ નુકસાન પહોંચાડતી નથી પણ તેનાં અસ્તિત્વનો તેમને આભાસ થાય છે.લોકો કહે છે કે જેનો અનુભવ થાય છે તે થ્રી કિંગ્સનો આત્મા છે.લાંબા સમય પહેલા અહી ત્રણ પોર્ટુગિઝ રાજાઓ રહેતા હતા અને તેમણે અહી રાજ કર્યુ હતું.આ ત્રણેય રાજાઓ હંમેશા યુદ્ધમાં જ લીન રહેતા હતા.તે ત્રણમાંનાં એક રાજા હોલ્ગર અલ્વન્ગરે બાકીનાં બે રાજાઓને ચર્ચમાં સપર માટે આમંત્રણ આપ્યું હતું.તેઓ અહી શાંતિની સ્થાપના માટે આવ્યા હતા પણ હોલ્ગરે તેમને ઝેર આપ્યું હતું પણ હોલ્ગરની યોજના તે જે ચાહતો હતો તે પ્રમાણે સફળ રહી ન હતી કારણકે મૃત રાજાઓનાં ટેકેદારોએ વિદ્રોહ કર્યો હતો અને હોલ્ગરે પણ ઝેર પીને મોતને વ્હાલું કરવું પડ્યું હતું.લોકોએ એ ત્રણેય રાજાઓને ચર્ચમાં જ દફનાવ્યા હતા.
દેશનાં સૌથી ભૂતિયા સ્થળોમાં પુણેમાં આવેલ શનિવાર વાડાનો કિલ્લો પણ સામેલ છે.આમ તો આ એક ઐતિહાસિક સ્થળ છે પણ આ સ્થળ ઘાતકી હત્યાઓનો સાક્ષી બન્યો હતો.આ કિલ્લામાં પેશ્વાઓનાં સમયે બનાવાયેલ તેર માળની એક ઇમારત છે જે ૧૭૩૦માં બાંધવામાં આવી હતી અને આ સ્થળે બાજીરાવ પહેલા અને તેમનો પરિવાર રહેતો હતો.૧૮૨૮માં આ ઇમારતમાં આગ લાગી હોવાને કારણે તેનો મોટો હિસ્સો નષ્ટ થયો હતો પણ તેનો બચેલો હિસ્સો પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર છે.કહેવાય છે કે અમાસની રાત્રે આ વિસ્તારમાં અનેક પ્રકારની વિચિત્ર ઘટનાઓ લોકોએ અનુભવી છે.અહી કોઇની ચીસોનો અવાજ સંભળાય છે.અહી નજીકમાં કેમ્પ નાંખનારા કેટલાક લોકોએ આ ઇમારતમાંથી એક બાળકની ચીસો પાડવાનો અવાજ સંભળાતો હોવાની વાત કરી હતી જે કોઇને બચાવવાની આજીજી કરતો હોવાનું સંભળાય છે.મરાઠીમાં આ બાળક કહે છે કે કાકા માલા વચાવા અને આ બાળક ભયથી આમતેમ દોડતો પણ ઘણાં લોકોએ જોયો છે.મરાઠા સામ્રાજ્યનાં મહારાજા છત્રપતિ શાહુ મહારાજનાં પેશ્વા તરીકે બાજીરાવ પહેલાએ કામગિરી બજાવી હતી અને તેમણે પોતાનાં પરિવાર સાથે રહેવા માટે પુણેને પસંદ કર્યુ હતું અને અહી કિલ્લો અને ઇમારત બનાવ્યા હતા.જો કે ત્યારે આ વિસ્તારમાં માત્ર ખારવા જાતિનાં લોકો રહેતા હતા.આ ઇમારત શનિવાર વાડા તરીકે પ્રસિદ્ધ થઇ હોવાનું કારણ એ છે કે બાજીરાવે ૧૦ જાન્યુઆરી ૧૭૩૦ શનિવારનાં રોજ આ ઇમારતનો પાયો નાંખ્યો હતો.બાજીરાવ પહેલાને તેમની પહેલી પત્ની કાશીબાથી નાના સાહેબ અને રઘુનાથરાવ ઉર્ફે રઘોબા નામનાં સંતાનો જન્મ્યા હતા.બાજીરાવનાં અવસાન બાદ તેમની ગાદી નાના સાહેબે સંભાળી હતી જેને નારાયણરાવ નામનો પુત્ર હતો જે સોળ વર્ષની ઉંમરે જ પેશ્વા બન્યો હતો.જો કે તેની ઉંમર નાની હોવાને કારણે રઘોબાને તેમનાં વતી વહીવટની જવાબદારી સોંપાઇ હતી.જો કે ટુંક સમયમાં જ કાકા ભત્રીજા વચ્ચે ખટપટ ચાલુ થઇ ગઇ હતી અને નારાયણરાવે તેના કાકા તેને સત્તા પરથી દુર કરવા માંગતા હોવાનો આરોપ લગાવ્યો હતો.રઘુનાથરાવની પત્ની આનંદીબાઇ એ ગાર્ડી જાતિની મદદ માંગી હતી તે કારણે નારાયણરાવને આનંદીબાઇ સાથે પણ સંઘર્ષ થયો હતો.૩૦ ઓગસ્ટ ૧૭૭૩નાં રોજ ગણપતિ વિસર્જનનાં દિવસે ગાર્ડી સમુદાયનાં કેટલાક લોકો ઇમારતમાં દાખલ થયા હતા અને નારાયણરાવને મારવા માટે તેમનાં ઓરડામાં ગયા હતા જ્યાંથી તે બાળક ભયભીત અવસ્થામાં બહાર દોડી આવ્યો હતો જે તેને બચાવી લેવાની આજીજી કરતો હતો પણ તેની ઘાતકી હત્યા કરાઇ હતી અને તેના કાપેલા અંગોને છુપી રીતે જ અગ્નિદાહ કરાવી દેવાયા હતા.આ બાળકનું ભૂત આજે પણ આ ઇમારતમાં પોતાને બચાવી લેવાની આજીજી કરતું જોવા મળે છે.
ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સુરતનો ડૂમસ બીચ પહેલા નંબરે આવે છે. આ બીચ શહેરથી લગભગ ૨૧ કિમી દૂર છે, આ સ્થળ પર વિદ્યાર્થીઓ સહિત પ્રકૃતિ પ્રેમીઓની હલચલ રહે છે. આ બીચ પરની રેતી ચીકણી અને કાળી હોય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, આ સમુદ્ર તટ પર પ્રાચીન સ્મશાન હતું. કહેવામાં આવે છે કે, સ્મશાનમાંથી ઉત્પન્ન થયેલ રાખને કારણે સમુદ્ર તટની રેતીનો રંગ કાળો છે.સુરતમાં ડુમસ બીચ માટે તો તે ભૂતિયા હોવાની વાતોએ તેને કુખ્યાત બનાવ્યું જ છે પણ આ ઉપરાંત પથિક એપાર્ટમેન્ટ નામનું સ્થળ પણ તેની ભૂતિયા પ્રવૃત્તિઓને કારણે કુખ્યાત છે.પાર્લે ફેક્ટરીની પાસે આવેલ આ બિલ્ડિંગ આમ તો સ્થાનિકોમાં કાલી બિલ્ડિંગને નામે જ પ્રચલિત છે કહેવાય છે કે અહી એક સિક્યુરિટી ગાર્ડનો આત્મા ફરતો જોવા મળે છે અને તેના કારણે જ આ સ્થળ તરફ જવામાં પણ લોકોનાં રૂવાંડા ઉભા થઇ જાય છે.
જીટીયુ ગુજરાતની ફેમસ યુનિવર્સિટી છે. આ જગ્યાનું કેમ્પસ ભૂતિયા સ્થળ હોવાનું કહેવાય છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને સ્થાનિક લોકોનું માનવું છે કે, અહીંયા જીટીયુની એક મહિલાની આત્માનો વાસ છે.અહીં વિચિત્ર કિસ્સા બન્યા હોવાનો દાવો કરવામાં આવે છે. લિફ્ટમાં આવતા જતા લોકોને તેમની બાજુમાં કોઈ હોવાનો અહેસાસ થતો હોવાનું માનવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જણાવે છે કે, દરવાજા અને બારીઓ આપોઆપ ખુલે છે અને બંધ થઈ જાય છે અને ફર્નિચર પર આપમેળે ફેંકાઈ જાય છે. આ તમામ બાબતો માટે મહિલાની આત્માને જવાબદાર માનવામાં આવે છે.
નેશનલ હાઇવે-૮એ પર એક નાનો વિસ્તાર અમદાવાદ અને રાજકોટને જોડે છે. આ સ્થળે સતત દુર્ઘટનાઓ થઈ રહી છે. આ સ્થળ પર એક્સિડન્ટ વધવાને કારણે લોકો કોઈ અદ્રશ્ય શક્તિ કારણભૂત હોવાનું માની રહ્યા છે.બગોદરા અને લીમડી વચ્ચેના વિસ્તારમાં કોઈ મહિલાની આત્મા હોવાનું કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ મહિલા લોકોના મોતનો આનંદ લે છે. ડ્રાઈવરોએ દાવો કર્યો છે કે, આ જગ્યા ભયંકર રીતે સૂમસામ છે. અનેક ડ્રાઈવરોએ રસ્તાના કિનારે મહિલાઓ અને ભિખારીઓને જોયા છે. તેઓ વાહન નજીક આવે તો ગાયબ થઈ જાય છે.
અમદાવાદ સિગ્નેચર ફાર્મ આધુનિક દેખાઈ છે અને અમદાવાદની પાસે આવેલ છે. આ સ્થળે માણસોની ઓછી સંખ્યા અને આસપાસના ક્ષેત્રોમાં મોબાઈલ ટાવર ના હોવાને કારણે લોકો આ સ્થળથી ડરી રહ્યા છે. આ રહસ્યમયી ઈમારત છે, જેથી દિવસે ફરવા માટે પણ આ જગ્યા ડરામણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.આ સ્થળ પર અનેક તૂટેલી મૂર્તિઓ છે. સૂર્યાસ્ત પછી ઘોડાના દોડવાના અવાજ સંભળાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે, પહેલા આ સ્થળ નરસંહારનું કેન્દ્ર હતું અને આ નરસંહાર કરતા ગ્રામીણ રાત્રે આ ક્ષેત્રમાં ફરતા હોવાનું માનવામાં આવે છે.આ સ્થળ માટે એવી પણ કહાની પ્રચલિત છે કે અહી કેટલાક છોકરાઓ ફરવા પહોંચ્યા હતા જેમાંથી કેટલાક છોકરાઓ અદૃશ્ય શક્તિઓનો શિકાર થયા હતા જો કે તેઓ ફરવા ગયા તે પહેલા તેમને ચેતવવામાં આવ્યા હતા પણ તેમ છતાં તેઓ ખતરો વ્હોરીને ત્યાં ફરવા ગયા હતા.
અમદાવાદમાં ચાંદખેડા માટે પણ એવી જ કેટલીક વાતો પ્રચલિત છે કહેવાય છે કે અહી એક જુના સમયનું એક વૃક્ષ છે જેના પર ભૂતનો વાસ છે રાતનાં સમયે આ વૃક્ષની આસપાસથી પસાર થનાર વાહન કે વ્યક્તિને આ વૃક્ષ પર રહેલી આત્મા ત્યારબાદ રાત્રે સપનામાં આવે છે અને ત્યારબાદ તે વ્યક્તિ પાગલ બની જાય છે આ વૃક્ષ જોનારા લોકો માને છે કે આ વૃક્ષ દેખાવમાં પણ ભારે ડરામણું છે.
રાજકોટ અવધ પેલેસ મોટું સ્થળ છે. ઘણા વર્ષો સુધી આ પેલેસ નિર્જન હતું. સ્થાનિકો આ પેલેસની આસપાસ પણ ફરતા નથી.સ્થાનિકો જણાવે છે કે, આ ઈમારત પર યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને તેને બાળી નાખવામાં આવી હતી. માનવામાં આવે છે કે, આજ સુધી આ યુવતીની આત્મા લોકોને પરેશાન કરે છે. આ પેલેસમાં પ્રવેશ કરનાર લોકો પર હુમલો કરે છે. સૂર્યાસ્ત પછી કોઈપણ વ્યક્તિ આ હવેલીમાં પ્રવેશ કરતી નથી.કહેવાય છે કે આ યુવતીની ચીસો રાત્રે સંભળાય છે.
વડોદરાના સિંધરોટમાં સુંદર ડેમ આવેલો છે. યુવાઓને આ સ્થળ ખૂબ જ પસંદ આવે છે. આ પર્યટન સ્થળ લોકોને પસંદ આવતું હોવા છતાં આ ભૂતિયા સ્થળ છે.સ્થાનિક લોકો જણાવે છે કે, એક યુવતી ભારતીય પોષાકમાં જોવા મળે છે, પરંતુ તેનું માથું અડધું હોય છે. કહેવામાં આવે છે કે, આ યુવતી જે રસ્તેથી આવ્યા તે રસ્તેથી જ પરત જવા માટે કહે છે અને યુવતીઓ સાથે ગામમાં પ્રવેશ ના કરવા માટે ચેતવણી આપે છે.વડોદરા આમ તો ગાયકવાડી રાજનાં તેના જોવાલાયક સ્થળોને કારણે પ્રવાસીઓમાં જાણીતું છે તો તેની પણ કેટલીક જગાઓ માટે તે ભૂતિયા હોવાની વાતો પ્રચલિત છે.આમ તો માંજલપુરનો વિસ્તાર તેની આધુનિક રહેણીકરણીને કારણે ભદ્ર વિસ્તારોમાં સ્થાન પામે છે પણ આ સ્થળ પણ તેની ભૂતિયા વાતોને કારણે ડરામણાં સ્થળોમાં સ્થાન પામે છે.અહીની એક ઇમારતમાં કેટલીક પેરાનોર્મલ ઘટનાઓનો અનુભવ થયાનું કેટલાક કહે છે કહેવાય છે કે આ સ્થળે રાત્રે અંધકાર પથરાઇ ગયા બાદ રાતે આપોઆપ ઘરોમાં લાઇટો ચાલુ થઇ જાય છે તો આ ઇમારતની લિફ્ટો પણ કયારેક રાત્રે એકાએક જ ચાલુ થઇ જાય છે જ્યારે તપાસ કરાય ત્યારે ત્યાં કોઇપણ વ્યક્તિની હાજરી જણાતી નથી.આ કારણોસર જ રાત્રે અહીના સ્થાનિક લોકો પણ તે તરફ ફરકવાનું પસંદ કરતાં નથી.
જૂનાગઢ ઉપરકોટ ગઢમાં હનુમાન મંદિર, બૌદ્ધ ગુફાઓ, નવધન કૂવો અને જામા મસ્જિદ છે. કિલ્લા પર એક પઠાર બનાવવામાં આવ્યો છે, જે શહેરના કેન્દ્રમાં છે. માનવામાં આવે છે કે, જામા મસ્જિદ પ્રાચીન હિંદૂ મંદિરના સ્થાન પર બનાવવામાં આવી હતી, જેથી આ મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા સ્થળ હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક લોકો સૂર્યાસ્ત પછી આ સ્થળ પર જતા નથી. જ્યાંથી રહસ્યમયી અવાજ આવતા હોવાનો પણ દાવો કરવામાં આવે છે.
ગુજરાતનાં ભૂતિયા સ્થળોમાં બાલાસિનોરનું પણ નામ સામેલ છે.આમ તો આ સ્થળ તેના જુરાસિક પાર્ક માટે પણ એટલું જ ફેમસ છે.જો કે આ પાર્કની ઘણી ડરામણી વાતો લોકોમાં ફેલાયેલી છે કહેવાય છે કે આ સ્થળે ડાયનાસોરની ઓછામાં ઓછી તેર જેટલી પ્રજાતિઓ અહી ૧૦૦ મિલિયન વર્ષો સુધી વિચરણ કરતી હતી.જો કે તેના ડરામણા અનુભવોની વાતો કરીએ તો સ્થાનિકો માને છે કે સુરજ ઢળતા જ આ પાર્કમાંથી અજીબોગરીબ વિચિત્ર પ્રકારનાં અવાજો સંભળાય છે કેટલાક તો કહે છે કે અહી ડાયનાસોનાં આત્માઓ ભટકે છે.ઘણાં લોકોને સાંજનાં સમયે અહી ડરામણાં અનુભવો થયાની વાતો પ્રચલિત છે.આ પાર્કમાં ડાયનાસોરનાં જીવાશ્મિઓ સંભાળીને રખાયેલા છે.
મહેસાણાનાં એક પોલિસ સ્ટેશન માટે પણ આવી કેટલીક ભૂતિયા વાતો પ્રચલિત છે.આ પોલિસ સ્ટેશનમાં કામ કરનારા પોલીસ કર્મચારીઓને કેટલાક ડરામણાં અનુભવો થયાનું કહેવાય છે.સુત્રો પ્રમાણે આ પોલિસ સ્ટેશનમાં કામ કરનારા ત્રણ પોલિસ કર્મચારીઓએ આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ અહી કામ કરનારા ઘણાં લોકોને આ સ્થળે એવી અલૌકિક શક્તિઓનો અનુભવ થયાની વાતો સ્થાનિકોમાં પ્રચલિત છે.