Who will taste Ram if he keeps it..... in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | રામ રાખે તેને કોણ ચાખે.....

Featured Books
Categories
Share

રામ રાખે તેને કોણ ચાખે.....

આમ તો એક કહેવત મશહુર છે કે રામ રાખે તેને કોણ ચાખે...આ કહેવત ઘણી વખત કેટલીક ઘટનાઓામાં એવી રીતે લાગુ પડે છે કે આશ્ચર્યચકિત થઇ જવાય છે.કેટલીક વ્યક્તિઓ એવી સ્થિતિઓમાં જીવંત રહી જવા પામે છે જ્યાં તેના બચવાના ચાન્સ નામમાત્રનાં હોય છે.

વેસ્ના વુલોવિકનાં નામ પર પેરાશુટ વિના સૌથી લાંબા અંતર સુધી પહોચવાનો અને જીવંત રહેવાનો રેકોર્ડ છે.સર્બિયાની આ ફલાઇટ એટેન્ડન્ટ યુગોસ્લાવિયાની એરલાઇન્સની ડગ્લાસ ડીસી-૯માં કામ કરતી હતી જે ૨૬ નવેમ્બર ૧૯૭૨નાં રોજ વિસ્ફોટમાં ઉડાવી દેવાઇ હતી અને તેમાં મુસાફરી કરતા તમામ મુસાફરો માર્યા ગયા હતા પણ વેસ્ના વુલોવિકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે  વિમાનનાં છેવાડાનાં ભાગે હતી એટલે તેને કશું થયું નહી પણ તેને જે અનુભવ થયો તે ક્લ્પનાતીત હતો તે તુટેલા વિમાનનાં કાટમાળ સાથે નીચેને નીચે જઇ રહી હતી અને તે એક પહાડી પર જઇને પડી હતી. જો કે તેનાં સદભાગ્યે જ્યારે વિમાનનો કાટમાળ નીચે પડી રહ્યો હતો ત્યારે એક કઠિયારો જેનું નામ  બ્રુનો હોન્ક હતું તેણે કાટમાળમાંથી આવતી ચીસો સાંભળી હતી અને તે ત્યાં પહોચ્યો હતો.જો કે વુલોવિક ગંભીર રીતે ઘવાઇ હતી તેનાં મોટાભાગનાં હાડકા ભાંગી ગયા હતા અને તે દસ દિવસ સુધી કોમામાં રહી હતી.તેને આંશિક લકવાની અસર પણ લાગુ પડી હતી જો કે તેમાંથી તેને મુક્તિ મળી હતી જો કે આ ઘટના બાદ વુલોવિક ખ્યાતનામ સેલિબ્રિટી બની ગઇ હતી.

નાઇજિરિયાનાં તટે ગિનિયાની  ખાડીમાં એક નાઇજિરિયન ટગબોટ ડુબી ગઇ હતી ત્યારે સમુદ્રમાં વિશાળ મોજા ઉછળ્યા હતા.આ ટગબોટ સમુદ્રમાં તળિયે લગભગ ૧૦૦ ફુટ ઉંડાણમાં ચાલી ગઇ હતી જેના કારણે તેમાં સવાર લગભગ બાર જેટલા ક્રુમેમ્બર મોતને ઘાટ ઉતર્યા હતા પણ બોટનો રસોઇયો મોતને ચકમો આપવામાં સફળ રહ્યો હતો.હેરિસન ઓઝેબા ઓકને ને ત્યારે સમજાયું હતું કે ક્યારેક સુરક્ષા માટે કરાયેલા બંદોબસ્ત પણ મોતનું કારણ બની રહે છે તે ક્રુ મેમ્બર મોતને ઘાટ ઉતર્યા કારણકે તેઓ ત્યારે ચાંચિયાઓથી રક્ષા માટે બનાવાયેલી સુરક્ષિત ચેમ્બરમાં બંધ હતા જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે ઓકને બાથરૂમમાં હતો.જ્યારે બોટ ડુબવા માંડી ત્યારે તેણે એન્જિનિયરની ઓફિસમાં બનાવેલ એર પોકેટનો ઉપયોગ કર્યો હતો.જો કે  સ્થિતિ સુખદ ન હતી ત્યાં ગાત્રો થિજાવી દે તેવી ઠંડી હતી અને તે સ્થિતિમાં ઓકને ત્રણ દિવસ રહ્યો હતો.જો કે દુર્ઘટનાની જાણ થયા બાદ કોઇ બચ્યુ હોય તો તેને લેવા માટે પહોંચેલા ડાઇવરોએ તેને ત્રણ દિવસ બાદ બચાવી લીધો હતો.

સહરાનું રણ વિશ્વમાં સૌથી ઘાતક સ્થળ મનાય છે જ્યાં યોગ્ય સુવિધાઓ ન હોય તો માણસ બચી શકે નહી પણ ક્યારેક કેટલાક દુઃસાહસિકો એવા કારનામા કરતા હોય છે જે તેમનાં માટે જીવલેણ સાબિત થતાં રહી જાય છે.ઇટાલિયન પોલિસ ઓફિસર અને એથલિટ માઉરો પ્રોસપેરીએ સહરાનાં રણમાં પણ મોતને માત આપી હતી.મેરેથોન ડેસ સેબલ્સને અત્યંત જોખમી મેરેથોન ગણાવાય છે પણ પ્રોસ્પેરીએ એ પડકાર ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો.જો કે તે મેરેથોનમાં તે એકલો ન હતો તેની સાથે અન્ય દોડવીરો હતા પણ તેમની સ્પીડ પ્રોસ્પેરી કરતા સારી હોવાને કારણે તેઓ આગળ નિકળી ગયા હતા અને તે તેમના કરતા પાછળ રહી ગયો હતો.રણમાં ઉઠેલી આંધીને કારણે પ્રોસ્પેરી રસ્તો ભૂલ્યો હતો અને તેના માટે ભયંકર પરિસ્થિતિઓ સર્જાઇ હતી તેની પાસે ભોજનની કોઇ સામગ્રી ન હતી કે નાતો અન્ય કોઇ સાધનો હતા.જીવવા માટે તેને પોતાનો પેશાબ પીવો પડ્યો હતો અને રણમાં મળી આવતા ચામાચીડિયાનું લોહી પણ તેને પીવું પડ્યું હતું.સહરાનાં ભયંકર રણમાં તે દસ દિવસ ભટકતો રહ્યો હતો અને તેને લાગ્યું કે તેનું મોત આ ભયંકર રણમાં જ થવાનું છે તેણે જીવનની આશા છોડી દીધી હતી.જો કે પોલીસ અને બેર્બર્સનાં કારણે તે સહી સલામત સમાજમાં પાછો ફરી શક્યો હતો.જો કે આ દસ દિવસમાં તેણે જે અનુભવો કર્યા હતા તેના કારણે તેનું આરોગ્ય કથળ્યુ હતું અને તેમાંથી બહાર આવતા તેને બે વર્ષ લાગ્યા હતા.

ચક્રવાત તેના માર્ગમાં આવતી લગભગ મોટાભાગની વસ્તુઓને તહસનહસ કરી નાંખતું હોય છે. કેટલીક વાર તો આખેઆખા મકાનો તેની ચપેટમાં આવીને અન્ય સ્થળે પહોંચી જતા હોય છે.તેની ચપેટમાં આવનાર વ્યક્તિનું જીવંત રહેવું અશક્ય હોય છે પણ મેટ સુટર તેમાંની એક વ્યક્તિ છે જે ટોર્નેડામાં ફસાયા બાદ પણ જીવતો રહ્યો હતો. તે જ્યારે ઓગણીસ વર્ષનો હતો ત્યારે મિસુરીમાં પોતાનાં મોબાઇલ હોમમાં હતો ત્યારે ચક્રવાતની ચપેટમાં આવી ગયો હતો.મેટ ત્યારે ટોર્નેડોમાં ફસાઇ ગયો હતો અને તે ઉંચકાઇ ગયો હતો.જો કે ત્યારે તો તે બેભાન થઇ ગયો હતો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ૧૩૦૭ ફુટ દુર પહોંચી ગયો હતો.જો કે ટોર્નેડોમાં ફસાયા છતાં તેને કોઇ ગંભીર ઇજા થઇ ન હતી જો કે તે ટોર્નેડોમાં ફસાયા છતાં બચી જનાર ઐતિહાસિક હસ્તી બની ગયો હતો.તે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામ્યો હતો.

ઉત્તર એટલાંટિક સાગર આમેય ભયંકર ગણાય છે ત્યાંની પરિસ્થિતિઓ માનવ માટે પ્રતિકુળ મનાય છે હવે વિચારો કે તેવી સ્થિતિમાં કોઇ ફસાઇ જાય તો શું થાય....તેવો જ અનુભવ થયો હતો અમેરિકાના સ્ટીવ કેલેહનને જ્યારે તેની સેઇલ બોટ કોઇપણ ચેતવણી આપ્યા વિના જ ડુબી ગઇ હતી અને તે નાનકડી રાફટના સહારે બચી જવા પામ્યો હતો.ત્યારે સમુદ્રમાં ભયંકર તોફાન ચાલી રહ્યું હતું.તે નાનકડી રાફટના સહારે રહ્યો હતો જીવવા માટે તેણે માછલીઓ પકડી હતી અને વરસાદનું પાણી એકત્ર કરીને તેનો ઉપયોગ કર્યો હતો.એક કુશળ સેઇલર રૂપે તેણે ટ્રાન્સ એટલાંટિક સેઇલિંગ રેસમાં ભાગ લીધો હતો.તેના માટે તેણે જાતે જ બોટ ડિઝાઇન કરી હતી.જો કે નેપોલિયન સોલો ત્યારે મુશ્કેલીમાં મુકાઇ જયારે તેને ભયંકર તોફાનનો સામનો કરવો પડ્યો હતો.કેનેરી આઇલેન્ડનાં રસ્તે કેલહનને બોટ ત્યાગી દેવી પડી હતી જે ટુંક સમયમાં જ સમુદ્રનાં તળિયે પહોંચી ગઇ હતી.કેલહને ત્યારે નાનકડી રાફટનો ઉપયોગ કર્યો હતો.જો કે તે જાણતો હતો કે તેની કેટલીક સામગ્રી બોટ સાથે જ સમુદ્રમાં ડુબી ગઇ છે અને તે તેના માટે મહત્વની હતી આથી તે સમુદ્રનાં તળિયે પહોચ્યો હતો અને ડુબેલી બોટમાંથી ઘણી સામગ્રી લઇ આવ્યો હતો જે તેના માટે જીવનદાયક બની રહી હતી.જો કે તે જે રાફટમાં સમુદ્રમાં ૭૬ દિવસ રહ્યો હતો તેના પર સુઇ શકાય તેટલી પણ જગ્યા ન હતી જો કે ૭૬ દિવસની તેની તકલીફદાયક મુસાફરી બાદ તેના પર એક બોટની નજર પડી હતી અને તેને બચાવી લેવાયો હતો.

ચીની નાવિક પુન લીમ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટીશ મર્ચન્ટ વેસલમાં કામ કરતો હતો જેનાં પર જર્મન યુ બોટે ટોર્પિડો વડે હુમલો કર્યો હતો.આ વખતે જહાજ એમેઝોનનાં વર્ષાજંગલોથી ૭૦૦ દુર હતું.જહાજ પરનાં તમામ લોકો માર્યા ગયા હતા પણ પુન લીમ બચી જવા પામ્યો હતો.જો કે તેણે ત્યારબાદ લાકડાની બનેલી આઠ ફુટની રાફટ સાથે સમુદ્રમાં ૧૨૨ દિવસ વિતાવ્યા હતા.તેણે નખનો ઉપયોગ માછલી પકડવાનાં કાંટા તરીકે કર્યો હતો અને લાઇફ જેકેટનાં કેન્વાસનો ઉપયોગ પાણી એકત્ર કરવા માટે કર્યો હતો.તેણે પોતાના હુક વડે શાર્કનો શિકાર કર્યો હતો અને તેના લિવરનું લોહી પીધુ હતું.જો કે ૧૨૨ દિવસ બાદ બ્રાઝિલનાં માછીમારોએ તેને બચાવ્યો હતો.ઇગ્લેન્ડ પરત ફર્યા બાદ તેને બ્રિટીશ એમ્પાયર મેડલ દ્વારા નવાજવામાં આવ્યો હતો.ત્યારબાદ ચીનીઓને સિટીજન આપવાનાં મામલે કાયદાઓ કડક હોવા છતાં અમેરિકાએ તેને નાગરિકત્વ આપ્યું હતું.

કુદરતી સ્થળોની મુલાકાત લેવી હંમેશા આનંદદાયક હોતી નથી તે ક્યારેક તો જોખમી બની રહેતી હોય છે ખાસ કરીને તેની પડકારજનક સ્થિતિને કારણે ત્યાં ટ્રાન્સપોર્ટેશન મુશ્કેલ બની જાય છે.જ્યારે વિમાન મધઆકાશે નીચે તરફ ધસી જાય ત્યારે પેરાશુટ જ જીવનદાયક બની રહે છે.૧૭ વર્ષની જુલિયન કોપકે ૧૯૭૧માં પેરૂનાં વર્ષા જંગલોમાં ફસાઇ ગઇ હતી જ્યારે તેનું વિમાન ત્યાં તુટી પડ્યું હતું.તે તેના માતાપિતા સાથે લોકહીટ ઇલેકટ્રામાં મુસાફરી કરતી હતી ત્યારે વિમાન પર વિજળી પડી હતી અને ફયુલ ટેન્કમાં આગ લાગી હતી.આ દુર્ઘટનામાં ૯૧ લોકો માર્યા ગયા હતા પણ જુલિયન બચી જવા પામી હતી.કેટલાક લોકો ત્યારેજ મોતને ઘાટ ઉતર્યા હતા જ્યારે કેટલાક બચી ગયા હતા પણ થોડા દિવસમાં તે પણ મોતને ઘાટ ઉતર્યા હતા જેમાં જુલિયનની માતા પણ સામેલ હતી.જો કે આ દુર્ઘટનામાં તે બચી જવા પામી પણ તે પણ એક અદ્‌ભૂત ઘટના હતી.જ્યારે વિમાન તુટી પડયુ ત્યારે તે જે સીટ પર બેઠી હતી તે અલગ થઇ ગઇ હતી અને તે દસ હજાર ફુટ નીચે પડી હતી.આ ચમત્કારિક બચાવ બાદ તે જંગલમાં તે અગિયાર દિવસ જીવતી રહી હતી.તેને રસ્તામાં એક બોટ મળી હતી જેના સહારે તે રહી હતી જેને ત્યારબાદ કેટલાક લોકોએ બચાવી લીધી હતી.

૧૯૪૧માં અનુભવી પેરાસ્યુઇસ્ટ જર્યોજ હોપકિન્સે વ્યોમિંગનાં રાષ્ટ્રીય સ્થળ ડેવિલ્સ ટાવર પર પેરાશુટ વડે ઉતરવાની ૫૦ ડોલરની શરત લગાવી હતી.આ સ્થળ નદીનાં ખીણપ્રદેશથી લગભગ ૧૨૬૭ ફુટની ઉંચાઇએ આવેલું હતું.જે ખડકોનું બનેલું હતું.જો કે પેરાશુટ વડે તો ત્યાં હોપકિન્સ સરળતાથી પહોચ્યો હતો પણ ત્યાંથી ઉતરવું એ તેના માટે કોઇ દુઃસ્વપ્ન કરતા કમ ન હતું.આ સપાટ પ્રદેશમાં હોપકિન્સે તંગ પરિસ્થિતિમાં છ દિવસ પસાર કર્યા હતા.તે ત્યાંથી નીચે ઉતરવામાં નિષ્ફળ જ રહ્યો હતો જો કે તેને બચાવવા માટે ત્યાં ભોજન સામગ્રી નાંખવામાં આવતી હતી જો કે ત્યારબાદ કેટલાક કુશળ પર્વતારોહીઓએ તેને બચાવ્યો હતો.

જવાળામુખીનું નામ સાંભળતા જ કોઇનાં પણ મોતિયા મરી જાય તેમાંય જો તે સક્રિય હોય તો તે મોતનું બીજુ રૂપ બની જતા હોય છે તેવા જવાળામુખી પર બે દિવસ જીવતા રહેવાની ઘટના જ ચમત્કાર કરતા કમ નથી પણ માઇકલ બેન્સનનું હેલિકોપ્ટર ક્રેશ થતા તેને આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.પહેલી રાતે તો તેણે જવાળામુખીમાંથી લાવા ફુટી નિકળતો જોયો હતો તેના ભયંકર વાદળોનો સાક્ષી તે બન્યો હતો અને ત્યાંથી આવતાં ગર્જના સમાન અવાજોએ તેને આખી રાત ભયભીત રાખ્યો હતો.બીજી રાત પણ તેણે ત્યાં એવી જ રીતે વિતાવી હતી અને ત્યારબાદ હેલિકોપ્ટરની રેસ્ક્યુ નેટ દ્વારા તે ત્યાંથી બચી જવામાં સફળ રહ્યો હતો.૧૯૯૨નાં અંતિમ ગાળામાં નવેમ્બર મહિનામાં હવાઇ આઇલેન્ડ પર આવેલ કિલુઆજવાળામુખી સક્રિય બન્યો હતો.જો કે આ ભયંકર સ્થિતિમાંથી પણ ક્રીસ ડડી બીજા દિવસે સફળતાપુર્વક નિકળી શક્યો હતો.જો કે માઇકલ બેન્સનને એ અનુભવ થોડો લાંબો સમય કરવો પડ્યો તો અને સ્થિતિ અનુકુળ થતાં તે પણ ત્યાંથી નિકળી ગયો હતો.તેણે ત્યારબાદ લાવાની એ ગર્જનાનો અવાજ સમુદ્રની સપાટી પર આવતા મોજાનાં અવાજ સાથે સરખાવ્યો હતો.

નવ જુલાઇ ૧૯૫૮માં અલાસ્કાનાં પેન્હેન્ડલ ખાતે ધરતીકંપ આવ્યો હતો જેની તીવ્રતા આઠ રિચર સ્કેલની મપાઇ હતી જે સૌથી તીવ્ર મનાય છે.ત્યારે સમુદ્રમાં ૧૭૨૦ ફુટ મોજા ઉછળ્યા હતા.જેને અત્યાર સુધીની સૌથી ખતરનાક સુનામી ગણાવાય છે ત્યારે ત્યાંનાં શહેરને તેણે તબાહ કરી નાંખ્યું હતું.જો કે  બે એવા બંદા હતા જેમનું આ સુનામી કશું બગાડી શકી ન હતી.હોવાર્ડ ઉલરીચ અને તેનો પુત્ર સની ત્યારે સમુદ્રમાં બોટિંગ કરતા હતા જ્યારે સુનામીનો આરંભ થયો હતો.સમુદ્રનાં ભયંકર મોજા તેમને ઢસડીને કિનારે લઇ ગયા હતા જો કે ત્યારે સમુદ્રનાં તટે આવેલા વૃક્ષોની ટોચ પર આ બંને ચિટકી રહ્યાં હતા અને બચી જવા પામ્યા હતા.