Nabhanedistha in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | નાભાનેદિષ્ઠ

Featured Books
Categories
Share

નાભાનેદિષ્ઠ

નાભાનેદિષ્ઠ

"नहि सत्यात् पर: धर्मः त्रिषु लोकेषु विद्यते।

पापम् मिथ्यासमम् नास्ति तस्मात् सत्यं वद॥"

"સત્યથી મોટું કંઈ નથી, સત્ય જ ત્રણે લોકમાં ધર્મ છે।
આથી પાપમાં ભાળું કંઈ નથી, એટલે સત્ય બોલો॥"

મનુના ઘણા પુત્રો હતાં. તેમાંથી નાભાનેદિષ્ઠ સૌથી નાનો હતો. તેમના પિતા ભાઈઓ સાથે રહેતા અને ગુરુના આશ્રમમાં વેદ અભ્યાસ કર્યા પછી ઘરે પાછા આવ્યા હતા. નાભાનેદિષ્ઠ જ્યારે મોટો થયો, ત્યારે તે પણ શિખવાના ઉદ્દેશ સાથે ગુરુના આશ્રમમાં જંગલમાં ગયો.

બાર વર્ષ પછી નાભા જ્યારે ઘેર પરત ફર્યો, ત્યારે તેને ખબર પડી કે તેના બધા ભાઈઓએ પિતાની સંપત્તિ વહેચી લીધી હતી અને તેની માટે કંઈ જ બાકી રાખ્યું ન હતું. આ જાણીને નાભા દુખી થયો અને ભાઈઓ પાસેથી કોઈ હિસ્સો મળ્યો નહીં. ગુસ્સામાં તેણે પિતાને પૂછ્યું, "બાપા, મારા માટે શું છે? મારા હિસ્સા પર કોઈનો હક કેમ રાખ્યો છે?"

મનુ શાંતપણે હસતા કહે, "બેટા, ચિંતા ન કર. તારા ભાઈઓને સંપત્તિ લેવા દે. હું તારા માટે વધુ સંચય કરીશ. અહીં નજીકમાં અંગિરસ ઋષિ યજ્ઞ કરી રહ્યા છે. તેમને સ્વર્ગમાં જવાનું છે, પણ તેમના યજ્ઞમાં એક ભૂલ થઈ રહી છે. યજ્ઞના છઠા દિવસે એક ખાસ મંત્રના ઉચ્ચારણની જરૂર છે, જે તેમને ખબર નથી. હું તે મંત્ર તને શિખવીશ. તું જા અને તેમનો યજ્ઞ પૂરું કરી આપ. સ્વર્ગમાં જતી વખતે તેઓ તને મોટું બક્ષિસ આપશે."

નાભા ઋષિઓના આશ્રમમાં ગયો અને કહ્યું, "ઋષિઓ, મને તમારા યજ્ઞમાં સામેલ કરો. હું તમને તે મંત્ર શિખવીશ જે તમારી મદદ કરશે, પણ બદલામાં મને તમારી હજાર ગાયો જોઈએ."

ઋષિઓએ વિચાર્યું કે ગાયો તેમને સ્વર્ગમાં લઈ જવી નથી, તેથી તેઓ માની ગયા. નાભાએ યજ્ઞ પૂર્ણ કર્યો, અને ઋષિઓએ ખુશ થઈ તેને તેમના હિસ્સાની ગાયો આપી દીધી.

તેમ જતાં નાભા ગાયો એકઠી કરી રહ્યો હતો, ત્યારે એક ભયાનક કાળા ચાદરામાં લપેટાયેલ મનુષ્ય આવ્યો. તે રુદ્ર હતો. તેણે કડક અવાજમાં પૂછ્યું, "અરે છોકરા, તું ગાયો ચોરી છે? આ તો મારી સંપત્તિ છે. યજ્ઞના પછી બાકીનુ બધું મારું છે."

નાભાએ સ્વાભીમાનથી જવાબ આપ્યો, "આ ગાયો મને ઋષિએ પુરસ્કાર રૂપે આપી છે. આ મારો અધિકાર છે."

રુદ્ર કહ્યું, "જો તને શંકા હોય, તો તારા પિતાને પૂછીને ખાતરી કર."

નાભા મનુ પાસે પાછો ગયો અને કહ્યું, "બાપા, ગાયો નથી મળી. રુદ્ર કહે છે કે આ તેની મિલકત છે."

મનુ હસતા કહે, "રુદ્ર સાચા છે, બેટા. યજ્ઞના બાકીના પર રુદ્રનો અધિકાર હોય છે, જે મને યાદ નહોતું. પણ ચિંતા ન કર, તે સાથે વિવાદ ન કર. જા અને એને કહી દે કે તારા અધિકાર માટે તું નિષ્ઠાવાન છે."

નાભાએ પિતાની વાત માનીને ફરી રુદ્રને કહ્યું. નાભાની નિષ્ઠા અને સાચી વાતના કારણે રુદ્ર આશ્ચર્યમાં પડી ગયા. રુદ્રે હસતાં કહ્યું, "હું તારી સત્યનિષ્ઠાથી પ્રભાવિત છું. આ બધું તારે જ રહ્યું. તમામ ગાયો તને ભેટમાં આપીશ."

આ સાંભળીને નાભાને ખૂબ આનંદ થયો. ગાયો લઈને તે ઘરે પરત ફર્યો અને તેના ભાઈઓ કરતાં વધુ સમૃદ્ધ થયો.

નાભાએ શિખવ્યું કે હક્ક માટે ઝઘડો કરવું જરૂરી નથી. ઈમાનદારીથી, સત્યના માર્ગે ચાલીને પણ અધિકાર મેળવવામાં આવે છે. એ જ કારણ છે કે નાભાનેદિષ્ઠનું નામ વેદોમાં અમર છે.

समूलो वा एष परिशुष्यति यो अनृतमभिवदति ।

तस्मान्नार्हामि अनृतं वक्तुम् |     प्रश्नउपनिषद् ६- १ ।
જે ખાટું ખેલે છે તે છે મૂળસહિત સૂકાઈ જાય છે,
એટલે ખાટું બોલવું મને ન છાજે.
·         सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः 

·         नहि सत्यात् पर: धर्मः त्रिषु लोकेषु विद्यते। पापम् मिथ्यासमम् नास्ति तस्मात् सत्यं वद॥ 

·         सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् , न ब्रूयात् सत्यमप्रियम् । प्रियं च नानृतम् ब्रूयात् , एष धर्मः सनातनः ॥ 

·         वेदमनूच्याचार्योऽन्तेवासिनमनुशास्ति । सत्यं वद । धर्मं चर । स्वाध्यायान्मा प्रमदः । आचार्याय प्रियं धनमाहृत्य प्रजानन्तुं मा व्यवच्छेसीः । सत्यान्न प्रमदितव्यम् । धर्मान्न प्रमदितव्यम् । कुशलान्न प्रमदितव्यम् । भूत्यै न प्रमदितव्यम् । स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् ।।
(तैत्तिरीय उपनिषद्, शिक्षावल्ली, अनुवाक ११, मंत्र १)

વેદના શિક્ષણ બાદ આચાર્ય આશ્રમમાં રહેલા શિષ્યોને અનુશાસન શીખવાડે છે। સત્ય બોલો। ધર્મસંગત કાર્ય કરો। સ્વાધ્યાયના વિષે બેદરકારી ન રાખો। આચાર્યને જે પણ ઈચ્છવું હોય તે દાન (ભિક્ષા) લાવો અને સંતાન-પરંપરા ન તોડી દો (અર્થાત્ ઘેરવી રહીને સંતાન ઉત્પન્ન કરીને પિતૃ ઋણથી મુક્ત થાવ)। સત્યનો વિષે બેદરકારી (ભુલ) ન હોવી જોઈએ, એટલે સત્યમાંથી મુંખ ન ફેરવો। ધર્મથી વિમુખ થવું જોઈએ નહીં। પોતાની કુંભલ સારી રહે તેવા કાર્યોથી અવહેલા ન કરો। વૈભવ આપનારા શુભ કાર્યોથી વિમુક્ત ન હોવું જોઈએ। સ્વાધ્યાય અને પ્રવચન કાર્યની અવહેલા ન કરો।