કર્મ બોધ
પતિ પત્ની અને તેનો દીકરો જમવા બેઠા. સાથે તેના દાદાજી એ પણ પંગત લગાવી. દીકરો દાદાજી બાજુમાં ગોઠવાઈ ગયો. જમવામાં ખીર પીરસાઈ. ત્યાં દાદાજીના પહેરણ પર થોડી ખીર ઢોળાઈ ગઈ. ત્યાં જ દીકરાએ જરા કડક સ્વરે કહ્યું. “બાપા, સાંભળો. ખીર્ તમારાં લુગડાં ઉપર ઢોળાય છે.”
દાદાજી (ધ્રુજતો હાથ સ્થિર કરવાનો પ્રયત્ન કરતાં) : “હા, બેટા ધ્યાન રાખીશ.”
થોડીક વખત થયો ત્યાં વહુએ તપી જઈ કહ્યું: “દાદાજી, મારા ચોકખા ચણુક ટેબલ-ક્લોથ ઉપર જુઓ ખીર ઢોળાઈ જાય છે.”
દાદાજી ( ગભરાઈને ) : ‘બેટા આ મોટી ઉમરમાં સરીર સાથ નથી આપતું”
દીકરો : ‘લો, બાપા, આ તમારી રકાખી. રકાબી થી પીસો તો ઢોળાઈ નહિ જાય”
વૃદ્ધ દાદાજી રકાખી લ્યે છે. એ પણુ એના હાથમાંથી પડી જાય છે.
વહુ : “લે, આ વળી શુ થયું?”
દાદાજી : મારો હાથ ધૂજી ગયો. હવે ઉમર ને કારણે આ થાય છે.”
વહુ : “એટ્લે ઉમર ને કારણે કાંઇ રકાબી ફૂટી તે સાજી થાય ? ( પોતાના વરને ) દાદાજીને લાકડાની થાળીમાં પીરસુ છું. જેથી તૂટવાનો ડર જ નહિ રહે. લો, આ હવે નહિ ભાંગે. ચૂલા આગળ ખુણામાં જઈ ને ખેસો. હવે પછી તમારે ત્યાં બેસીને જમવું, મારાં ટેબલડલોથ બગડે તે કેમ ચાલે?”
દાદાજી લાકડાની થાળી લઈને ચૂલા આગળ જઈને બેસે.
છે. દાદાજી નિસાસો નાખે છે. નાનો પોત્રો ભોજન કર્યા બાદ તેના લાકડાના રમકડા લઇ રમવા લાગ્યો.
માં એ પોતાના દીકરા સામું જોઈને : “અરે બેટા, આ તું શું બનાવે છે ?”
દીકરો: “હું મોટો થાઉ એટલે મમ્મી તારે ને પપ્પા ને જમવા સારુ લાકડાની થાળી બનાવું છુ. તમારા હાથ માંથી આવી રીતે પડી જશે તો ત્યારે પણ લાકડાની રકાબી જોશે ને?”
મમ્મી પપ્પા એક બીજા સામુ જોઈ રહ્યા.
દીકરાના પપ્પાએ કહ્યું: ‘ આપણે દાદાજીની જે વલે કરી તેવી દશા આપનો દીકરો આપણી કરશે. આપણું કરેલું કર્મ આપણી પાસેજ આવશે.’
પત્નીએ કહ્યું:’ આપણે જે દશા દાદાની કરી એ દશા આપણો દીકરો આપણી કરે તો ? આપણે જેવું કરશું તેવું જ આપણો દીકરો શીખશે.”
सर्वे कर्मवशा वयम्॥
સર્વ કાઈ છે તે બધું કર્મને જ આધીન છે.
માણસ નું ભેગું કરેલું બધું અહી જ રહી જવાનું છે, ફક્ત કર્મ જ તેની સાથે આવવાનું છે. માણસ ભેગું કરે છે ધન પણ સાથે આવે છે કર્મ.
मध्विव मन्यते बालो यावत् पापं न पच्यते ।
यदा च पच्यते पापं दु:खं चाथ निगच्छति धम्मपद 5|6
જ્યાં સુધી પાપ સંપૂર્ણ રીતે ફળતું નથી, ત્યાં સુધી તે પાપકર્મ મીઠું લાગે છે.
પરંતુ સંપૂર્ણ રીતે ફળ્યા પછી મનુષ્યને તેના તીખા પરિણામો સહન કરવાના જ પડે છે.
દીકરાના પપ્પાએ કહ્યું: ‘ બાપા , લાકડાની થાળી ફેકી દયો. આવો અમારી સાથે જમવા બેસો. હું ક્ષમા માંગું છુ.’
अचोद्यमानानि यथा, पुष्पाणि फलानि च।
स्वं कालं नातिवर्तन्ते, तथा कर्म पुरा कृतम्।
જેમ પુષ્પ અને ફળ કોઈ પ્રેરણા વિના પોતે જ ઉગી જાય છે અને સમયનો અતિક્રમણ નથી કરતા, તે જ રીતે અગાઉ કરેલા કર્મ પણ યોગ્ય સમયે જ પોતાના સારા કે ખરાબ ફળ આપે છે.
પીપળપાન ખરત્તાં હસતી કૂ'પળિયાં;
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા.
પાનખર ઋતુમાં પીપળાના પણ ખરતા હોય છી ત્યારે નવ પલ્લવિત કુંપણ ફૂટતી હોય છે. કુંપણ ફૂટે છે ત્યારે તે પીપળાના ખરતા પાન પર હસે છે. ત્યારે પીપળાના પાન કહે છે તારા જેમ અમે પણ હસતા હતા અને અત્યારે તું મારી હાલત જુવો છો.
અર્થાત કોઈની પડતી પર ક્યારેય હસવું ના જોઈએ ક્યારે કોઈના સાથે શું થશે એ કોઈ ને ખબર નથી.
આદિ નો અંત પણ છે.
જે આવે છે તે જાય પણ છે.
આદિ તેનો અંત છે. જે જન્મે છે તે એક દિવસ વિદાય પણ લે છે. પાનખર ઋતુમાં આપણે જોયું હોય તો એક બાજુ ઝાડનાં પાન ખરી પડતાં હોય છે અને સાથોસાથ નવી કૂંપળ ફૂટવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. અહીંયાં પીપળાના ઝાડનાં પાન પાકટ થઈને ખરી રહ્યા છે. બરાબર તેવે જ સમયે જાણે તેમની મશ્કરી કરતી હોય તે રીતે કિલકિલાટ કરતી કૂંપળ ફૂટી રહી છે.
ખરી રહેલા આ પાન પોતાનો ભૂતકાળ યાદ દેવડાવી કિલકિલાટ કરતી આ કૂંપળને કહે છે કે, એક દિવસ અમે પણ તારી માફક કિલકિલાટ કરતા હતા. સમયનો થપેડો વાગ્યો અને અમે પાકટ બન્યા. આજે ખરી રહ્યા છીએ. આ વાત તું યાદ રાખજે. તારો પણ વારો આવશે. તું પણ પાકટ થઈશ અને એક દિવસ ખરી જઈશ.
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते।।2.48।। .श्रीमद भगवद गीता..
હે ધનંજય, યોગમાં સ્થિત થઈને ફક્ત ભગવાન માટે જ કર્મ કર. તેમાં પણ ભગવાન મને પ્રસન્ન થાય.