મોત એ એવું સત્ય છે જેનાથી કોઇ પીછો છોડાવી શકતું નથી.આપણે કેટલાક અમર લોકો વિશે સાંભળીએ છીએ પણ તેમનો સામનો આપણે કયારેય કર્યો નથી આપણે આપણી આસપાસ આપણાં લોકોને જેને આપણે ખુબ ચાહીએ છીએ તેમને પણ આપણો સાથ છોડીને ચાલ્યા જતા જોઇએ છીએ.ઘણાં લોકોનું મોત સાદાઇથી થાય છે ઘણાં લોકોનાં મોત બહુ દર્દનાક હોય છે ઘણાં લોકો બહાદુરીભેર મોતને ભેટે છે પણ કેટલાક કમનસીબ એવા પણ હોય છે જેમને મોત પણ વિચિત્ર રીતે મળ્યું છે.
૧૮૭૫માં ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રોફેશ્નલ સ્વીમર વેબ પ્રખ્યાત તરવૈયો હતો.૧૮૮૨ દરમિયાન વેબે યુકે અને અમેરિકામાં અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેણે તે સમયે જાહેરાત કરી કે તે નાયગ્રા ધોધની નીચે ઝડપથી તરવાનું અભિયાન પાર પાડશે.જો કે નાયગ્રા ધોધની નીચે તરવાની વાત પણ કોઇ વિચારી ન શકે કારણકે તે પાગલપન હતું અને આત્મહત્યા સાબિત થાય તેવી બાબત હતી.૨૪ જુલાઇ ૧૮૮૩નાં દિવસે તે એ જ સુટમાં આવ્યો હતો જે પહેરીને તેણે ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી.ત્યારબાદ તે એક ફેરીબોટમાંથી કુદી પડ્યો હતો જો કે તે ત્યારે ત્યા સર્જાયેલા ખતરનાક વમળમાં ફસાઇ ગયો હતો અને ચાર દિવસ બાદ તેનો મૃતદેહ મળ્યો હતો.તેનું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે બહાર આવ્યું કે ધોધ પરથી પડનાર વિશાળ પાણીનાં જથ્થાને કારણે તેના શરીરને લકવો મારી ગયો હતો અને તે પોતાનું કોઇ અંગ હલાવી શક્યો ન હતો અને તેના ફેફસામાં પાણી ઘુસી જતા તે ગુંગળાઇ મર્યો હતો.વિશ્વમાં તરવૈયા તરીકે નામના પ્રાપ્ત કરનાર આ એથ્લીટને એ જ કામમાં મોત મળ્યું જેમાં તે ચેમ્પિયન હતો તેનાથી વધારે કરૂણાજનક બીજુ શું હોઇ શકે.
સ્પાર્ટન લોકોની ક્રુરતા અંગે ઇતિહાસમાં ખાસ્સી ચર્ચાઓ થાય છે ખાસ કરીને તેઓ દુશ્મનોને ક્રુરતાપુર્વક રીબાવીને મારીને આનંદ પ્રાપ્ત કરતા હતા.તેમણે પર્શિયા પર આક્રમણ કર્યુ જેમની પાસે ત્યારે વધારે સૈનિકો ન હતા તેમનો પરાજય નિશ્ચિત હતો તેમ છતાં સ્પાર્ટનોએ ત્યારે જે ક્રુરતા આચરી હતી તે આજે પણ કોઇનેય થથરાવી દે તેવી હતી.થર્મોપાઇલનાં યુદ્ધમાં કિંગ લિયોનિડ માર્યા ગયા હતા અને તેમના સ્થાને તેમના ભત્રીજા પોસેનિયસે સત્તા સંભાળી હતી અને તે ષડયંત્રો કરતો હોવાની વાત ફેલાતા સ્પાર્ટના અધિકારીઓએ તેની ધરપકડ માટે સૈનિકો મોકલ્યા હતા.તેમનાથી બચવા માટે પોસેનિયસ એથેનાનાં પવિત્ર મંદિરમાં પેસી ગયો હતો તેને હતું કે સ્પાર્ટાના સૈનિકો એ પવિત્ર સ્થળમાં નહી પ્રવેશે. સૈનિકોએ પણ તેમ જ કર્યુ પરંતુ તેની સાથોસાથ તેમણે એ કર્યુ જેની પોસેનિયસે કલ્પના પણ કરી ન હતી. મંદિર ચોતરફથી બંધ હતું માત્ર તેના પ્રવેશદ્વારથી જ અંદર જઇ શકાય અને બહાર આવી શકાય તેમ હતું એટલે સૈનિકોએ એ પ્રવેશદ્વાર જ ચણી દીધુ હતું અને પોસેનિયસ તેમાં જ બંધ થઇ ગયો અને તેને જ્યારે બહાર કઢાયો ત્યારે તે મરવાની કગાર પર જ હતો અને તેને છોડ્યા બાદ તેણે પ્રાણ ત્યાગી દીધા હતા.
ગ્રફીડ લિલ્વેલિન પોતાના જીવનમાં કયારેય યોગ્ય કામ કરી શક્યો ન હતો.તે રાજકુટુંબમાં જન્મ્યો હતો પણ તે અનૌરસ સંતાન હતુ.જો કે તેમ છતાં તે ગમે તે મેળવી શકે તેમ હતો.જો કે તેના પિતાએ ત્યારે અંગ્રેજો સાથે હાથ મિલાવ્યા હતા લિલ્વેલિને કિંગની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.તેના આ પગલાને કારણે તેને તમામ રાજકીય વારસાથી દુર કરાયો હતો તેના વારસો પણ તેના પર કોઇ અધિકાર કરી શકે તેમ ન હતા.ત્યારબાદ કિંગ જોને તેને જેલમાં ધકેલ્યો હતો.એક વર્ષ બાદ ૧૨૨૩માં તે મુક્ત થયો ત્યારે રાજસત્તાધારીઓને લાગ્યું કે તે અને તેના સંતાનો ભવિષ્યમાં વારસો મેળવવા માટે કંઇક નવાજુની કરશે આ બીકે જ તેને એક વર્ષ માટે ફરીથી જેલમાં મોકલાયો હતો.આ સજા બાદ જ્યારે તે છુટ્યો ત્યારે તેનો ભાઇ ડેફિડ જે રાજા હતો તેણે તેને ફરીથી જેલમાં મોકલી દીધો કારણકે તેને વિશ્વાસ ન હતો કે તે ભવિષ્યમાં તેને કોઇ નુકસાન નહી પહોંચાડે.૧૨૪૪માં સેન્ટ ડેવિડડેનાં રોજ ગ્રુફીડે જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો તેણે તે માટે એક દોરડુ તૈયાર કર્યુ હતું અને તે એ ટાવર પરથી નીચે જવા માટે તે દોરડાને સહારે લટક્યો હતો પણ કમનસીબે દોરડુ તુટી ગયું હતું અને તે નીચે પછડાયો જેમાં તેનું મોત થયું હતું.
ડેક્રો એ ગ્રીક કાયદાનિર્માતા હતો જે તેના સંગીન કાયદા અને ક્રુર સજાઓને કારણે ઇતિહાસમાં કુખ્યાત બન્યો હતો.તેની મોટાભાગની સજા મોત જ રહેતી હતી.તે ખુબ જ ક્રુર શાસક હતો જો કે તેના સમયે તે લોકપ્રિય પણ એટલો જ હતો.જો કે તેની સત્તા આથમ્યા બાદ એથેન્સવાસીઓએ તેને તડીપાર કર્યો હતો.ત્યારબાદ તે આજીવન એજિના ટાપુ પર રહ્યો હતો.આમ તો તેણે ઘણાં લોકોને ક્રુરતાપુર્વક મોતને ઘાટ ઉતાર્યા હતા પણ તેનું ખુદનું મોત હાસ્યાસ્પદ સ્થિતિઓમાં થયુ હતું.ગ્રીક ઇતિહાસકારો અનુસાર ડેક્રોનું મોત ઇસવીસન પુર્વે ૬૦૦માં એજિનાનાં થિયેટરમાં થયું હતું.અહી લોકો તેને શાસક તરીકે સ્વીકારવા ભેગા થયા હતા અને તેની સ્પીચ બાદ તેને વધાવવા માટે લોકોએ પોતાની હેટ અને વસ્ત્રો તેના તરફ ફેંક્યા હતા જે ત્યારની ગ્રીક પરંપરા હતી પણ વિચિત્ર વાત એ હતી કે લોકોએ એટલા પ્રમાણમાં એ વસ્તુઓ ફેંકી હતી કે તેનો શ્વાસ ઘુંટાઇ ગયો હતો અને તે ત્યાં જ મોતને ભેટ્યો હતો.
બ્રિટનનાં ગૃહયુદ્ધ દરમિયાન સર આર્થર એસ્ટન એક સન્માનિત જનરલ હતા.ઓક્સફોર્ડનાં ગવર્નર બન્યા બાદ ૧૯ સપ્ટેમ્બર ૧૬૪૪નાં રોજ એસ્ટન ઘોડા પરથી નીચે પડી ગયા હતા અને તેમનો પગ ભાંગી ગયો હતો.તેમને પગમાં ગેંગ્રીન થઇ ગયું હતું અને પગ કાપવો પડે તેવી સ્થિતિ હતી જો કે ઓપરેશન સફળ રહ્યું હતું અને તેમને લાકડાનો પગ અપાયો હતો.૧૬૪૯માં ચાર્લ્સ પહેલાની હત્યા બાદ એસ્ટન સર્વોચ્ચ બની ગયા હતા.જો કે ત્યારે એક યુદ્ધમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને કરૂણતા એ હતી કે તેમને તેમના જ લાકડાના પગ વડે માર મારીને મોતને ઘાટ ઉતારાયા હતા.
ગ્રીકનાં મહાન તત્વવેત્તા હેરાકલિટસનું મોત સૌથી વધારે વિચિત્ર કહી શકાય તેમ હતું.આ ગ્રીક ફિલોસોફરની વિચારણાએ અનેક લોકો પર અસર કરી હતી પણ ઇસ.પુ.૭૪૫માં તેનું મોત તેના નામને અનુરૂપ રહ્યું ન હતું.તે જલંધરનો ભોગ બન્યા હતા ત્યારે તેમને લાગ્યું કે જો તે કોઇ ગરમ વસ્તુમાં રહે તો પાણી શોષાઇ જશે.તેમણે ગાયના ગોબરનો પણ સારવારમાં ઉપયોગ કર્યો પણ તે બિનઅસરકારક રહ્યુ હતું.એક દિવસ તે જ્યારે ગાયના ગોબરને લગાડીને સુતા હતા ત્યારે તે તેને સહન કરી શક્યા ન હતા અને મોતને ભેટ્યા હતા.
ઓહાયોમાં ૧૮૭૧માં લૉયર થોમસ મેકેનનો બચાવ કરી રહ્યાં હતા જેના પર થોમસ મિયર્સની હત્યાનો આરોપ હતો.ક્રિસમસની આગલી રાતે મિયર્સ અને મેકેન વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો હતો આમેય તેઓ એકબીજાને પસંદ કરતા ન હતા.તેમના મુકદ્દમા દરમિયાન વકીલે પિસ્તોલનું પરિક્ષણ કરવાની માંગ કરી હતી અને તેને મિયર્સની ગન અપાઇ હતી.ક્લેમેન્ટ વાલાન્ડિગમની દલીલ હતી કે તે ઝઘડા દરમિયાન મિયર્સને જાતે જ ગોળી વાગી હતી.આ પ્રદર્શન દરમિયાન ઘણાં લોકોની હાજરીમાં તેણે એ પિસ્તોલ પોતાના ખિસ્સામાં મુકી હતી જે રીતે મિયર્સે મુકી હતી અને તેણે ટ્રીગર દબાવી દીધુ હતું જો કે તેનાથી ભૂલ એ થઇ હતી કે તેને જે ખાલી પિસ્તોલ અપાઇ હતી તેના બદલે તેણે પોતાની જ પિસ્તોલનું ટ્રીગર દબાવી દીધુ હતું જે તે જ પોકેટમાં હતી અને તેમાં બુલેટ ભરેલી હતી.આમ તે મિયર્સ દ્વારા ભૂલથી ગોળી ચાલી હતી તે પુરવાર કરવા માંગતો હતો અને તે પોતાની જાતને જ ગોળી મારી બેઠો હતો.
ઇતિહાસકારોમાં વાઇકિંગ અંગે ઘણાં મતભેદો છે પણ તેમના વિશે લોકોમાં એ છાપ જરૂર છે કે તેઓ બહુ લડાયક પ્રજાતિ હતી.આ વાઇકિંગમાં સૌથી પ્રખ્યાત નામ છે સિગર્ડ ધ માઇટી.તે ઓર્કનીનો અર્લ હતો અને તેણે થોર્સ્ટીન ધ રેડ સાથે હાથ મિલાવ્યા હતા જેમણે સ્કોટલેન્ડ પર કબજો મેળવવા અભિયાન આદર્યુ હતું.આ કારણે તેમને સ્થાનિક નેતા મેલબ્રિટની સાથે અથડામણમાં ઉતરવું પડ્યું હતું.તેમની સાથેના સંઘર્ષમાં મેલબ્રિટનીનુ મોત થયુ હતું. સિગર્ડે તેનું માથુ કાપીને પોતાના ઘોડાની સેડલ પર લગાવ્યું હતું આ સિગર્ડની રીત હતી.જો કે આ વખતે તેને આ રીત ભારે પડી ગઇ હતી કારણકે ઉત્તર તરફ કુચ દરમિયાન એ માથુ સતત ઉછળતું હતું અને તેના દાંત દ્વારા સિગર્ડનાં પગ પર ખરોચ આવી હતી અને વિષમ વાતાવરણને કારણે આ ઘા એટલો વકર્યો હતો કે સિગર્ડ મોતને ઘાટ ઉતર્યો હતો.
બોબી લીચ એ જાણીતો સ્ટંટમેન હતો અને તેણે ૧૯૧૧માં જાહેરાત કરી હતી કે તે વાંસના તરાપા દ્વારા નાયગ્રા ધોધ ઉપરથી પસાર થશે.આ સાહસ કરનાર તે બીજો વ્યક્તિ બનવાનો હતો પહેલા આ કાર્ય એની હડસન ટાયલરે ૧૯૦૧માં કરી બતાવ્યું હતુ જો કે તેણે તે બાદ અન્ય કોઇને આમ નહી કરવાની સલાહ આપી હતી જો કે બોબીએ તે સાંભળ્યું ન હતું અને પોતાનું સાહસ પુરૂ કર્યુ હતું.જો કે તેનું જડબુ તુટયુ હતું અને ઘુંટણનાં પણ બે હાડકા તુટી ગયા હતા.જો કે તેણે પત્રકારોને જણાવ્યુ હતુ કે તે આ કારનામું કરીને બહુ ખુશ છે.તે આ ઉપરાંત પણ ઘણાં કારનામા કરીને પ્રખ્યાત થયો હતો જો કે ૧૯૨૬માં ન્યુઝીલેન્ડમાં એક અભિયાનમાં તેનો પગ તુટી ગયો હતો અને તેમાં ગેંગ્રીન થઇ ગયુ અને બે જ દિવસમાં તે મોતને ભેટ્યો હતો.
ફ્રાંઝ રિચેલ્ટને પોતાની જાતમાં ઘણો વિશ્વાસ હતો.તે સંશોધક હતો જેણે પોતાના માટે પેરસુટ સુટ તૈયાર કર્યો હતો.૧૯૧૨માં ફેબ્રુઆરીમાં રિચેલ્ટે એફિલ ટાવર પરથી પેલો સુટ પહેરીને છલાંગ લગાવી હતી જો કે તંત્રએ તેને નકલી પુતળાનો ઉપયોગ કરીને ટેસ્ટ કરવાની પરવાનગી આપી હતી પણ તે પોતાની જાતે જ ટેસ્ટ કરવા માંગતો હતો ત્યાં ઘણાં પોલીસ અધિકારીઓ હાજર હતા પણ કોઇએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.એક કેમેરામેન ત્યાં હાજર હતો જેણે આ ઘટનાને જોઇ હતી.રિચેલ્ટનો સુટ નિષ્ફળ ગયો હતો કારણકે તેનાથી નીચે પડતી વખતે તેની ગતિમાં કોઇ ઘટાડો થયો ન હતો આમ તેનું મોત કોઇએ પણ કલ્પના કરી ન હોય તે રીતે થયું હતું.