The murders that became history... in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | એ હત્યાઓ જે ઐતિહાસિક બની ગઇ....

Featured Books
  • സ്നേഹവലയം - 2

    അനുപമയും അളകയും നാൻസിയും  ചത്രപതി ഇന്റർനാഷണൽ  എയർപോർട്ടിന്റെ...

  • ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 11

    ️ കർണ്ണിഹാര.. നിങ്ങടെ പേര് എന്താ മോശാണോ അപ്പാമൂർത്തീ നല്ല പഞ...

  • ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 10

    ️ നല്ല മുഴക്കമുള്ള ഘനഗാംഭീര്യം നിറഞ്ഞ ശബ്ദമായിരുന്നു അപ്പാമൂ...

  • സ്നേഹവലയം - 1

    സ്വപ്ന നഗരമായ മുംബൈയിലെ, സീ -ബ്രീസ് എന്ന ആഡംബരഫ്ലാറ്റ് സമുച്...

  • DRACULA - THE HORROR STORY

    ഈ കഥ നടക്കുന്നത് രാജാക്കൻമാരുടെ കാലത്താണ്അതായത് {1776} ചാത്ത...

Categories
Share

એ હત્યાઓ જે ઐતિહાસિક બની ગઇ....

 રાષ્ટ્રપ્રમુખ કે સમ્રાટની હત્યાઓને કારણે જગતમાં પરિવર્તન આવતું હોય છે પણ કેટલીક હત્યાઓ અને ક્રાઇમ એવા છે જેના કારણે ન્યાયતંત્ર, શિક્ષણ, રાષ્ટ્રીય ગતિવિધિઓ, સમાજ, સંસ્કૃતિને ખાસ્સી અસર થઇ હતી અને તેના કારણે ક્રાંતિકારી પરિવર્તન આવ્યા હતા જો કે આ કેસ એટલા ગુંંચવણભર્યા ન હતા કેટલાક કેસ તો આસાનીથી ઉકેલાયા હતા કેટલાક કેસ એવા છે જે આજે પણ રહસ્યમય બની રહ્યાં છે.આ તમામ હત્યાઓ એક રીતે ઐતિહાસિક બની રહેવા પામી છે.

૨૨ ડિસેમ્બર ૧૭૯૯નાં રોજ ગુલિલ્મા એલ્મા સેન્ડસ પર તેના ઘરવાળાઓએ લગ્નનું દબાણ કરતા તે ઘર છોડીને ચાલી ગઇ હતી જે ત્યારબાદ બીજી જાન્યુઆરી ૧૮૦૦નાં દિવસે નજરે પડી હતી તે દિવસે તેનો મૃતદેહ મેનહટનનાં એક કુવામાં મળી આવ્યો હતો.આ મૃતદેહ અમેરિકામાં ઘણી બાબતોમાં પ્રારંભિક કામગિરીનું કારણ બની ગયો હતો.આ ન્યુયોર્કની એેવી પ્રથમ હત્યા હતી જે ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી.તે સમયનાં અખબારો અનુસાર લેવીએ એલ્માને લગ્નનું વચન આપ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી હતી.આ હત્યા અંગે ન્યુયોર્કવાસીઓને તે રાત્રે જ અખબારના એહવાલ દ્વારા જાણ થઇ હતી.એ રાતે લેવી અને એલ્માએ ઘર છોડ્યું હતું તેના અડધા કલાક બાદ જ લોકોએ કુવા પાસે એક ચીસ સાંભળી હતી લોકોએ ત્યારે ઘટનાસ્થળે એક બગી પણ જોયાનો દાવો કર્યો હતો જે લેવીના  ભાઇની હતી.જ્યારે એકત્રીસમી માર્ચે લેવી પર મુકદ્દમો ચાલ્યો ત્યારે લોકોએ તેને લટકાવી દેવાની માંગ કરી હતી.એઝરાએ તેના  ભાઇ માટે તે સમયના ત્રણ ધારાશાસ્રીઓ બચાવ માટે રોક્યા હતા.તેમાંથી બે તો વિખ્યાત હતા એક હતા ભૂતપુર્વ તિજોરી સચિવ એલેકઝાંડર હેમિલ્ટન અને એક હતા ભવિષ્યનાં વાઇસ પ્રેસિડેન્ટ એરોન બર.તેણે ભવિષ્યનાં સુપ્રીમ કોર્ટ જસ્ટીસ હેરી લિવિંગસ્ટનને પણ બચાવ માટે ઉતાર્યા હતા.તેમણે પોતાના અસીલને બચાવવા માટે જે થિયરીનો ઉપયોગ કર્યો હતો જે આજે પણ વકીલો ઉપયોગમાં લેતા હોય છે તેમણે હત્યાની આખી કહાનીને અલગ રીતે રજુ કરી હતી જેમાં હત્યાનો આરોપ અન્ય વ્યક્તિને માથે મઢવાનો પ્રયાસ કરાયો હતો.આ ઉપરાંત એલ્માએ જાતે જ કુવામાં કુદીને આત્મહત્યા કરી હોવાનું પુરવાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.તેમણે એલ્માને ચરિત્રહીન ઠેરવવાનો પણ પ્રયાસ કર્યો હતો.આ એવો કેસ હતો જે રાબેતા મુજબના સમય કરતા વધારે સમય સુધી ચાલ્યો હતો  અને ન્યાયાધીશે લેવીને નિર્દોષ જાહેર કર્યો હતો.આ અમેરિકાનો પહેલો એવો કેસ હતો જે રેકોર્ડેડ હતો.મોટાભાગના ન્યુયોર્કવાસીઓ લેવીને ગુનેગાર માનતા હતા.એલ્માની ગુસ્સે ભરાયેલી પિતરાઇએ હેમિલ્ટનને શ્રાપ આપ્યો હતો જે ત્યારબાદ એક દ્વંદયુદ્ધમાં ઠાર થયો હતો.શુટરનું નામ હતું બર જે ત્યારબાદ કયારેય સારી રીતે જીવન પસાર કરી શક્યો ન હતો.

મેરી કેપેલ એ ફ્રાંસની ભદ્રવર્ગની વિખ્યાત મહિલા હતી જેનાં લગ્ન ચાર્લ્સ લાફાર્જે સાથે થયા હતા.જ્યારે ચાર્લ્સ તેનાથી દુર હતા ત્યારે તે તેને પ્રેમભર્યા પત્રો લખતી હતી અને તેના માટે કેક પણ મોકલતી હતી.જો કે એક વખત ચાર્લ્સ એ કેક ખાઇને ભયંકર રીતે બિમારી પડી ગયો હતો અને મોતને ઘાટ ઉતર્યો હતો.મેરીની રૂમમાંથી આર્સેનિક મળી આવ્યું હતું.જો કે મેરીએ દાવો કર્યો હતો કે તે તો ઉંદરોને મારવા માટે ઉપયોગમાં લેતી હતી.૧૮૪૦માં તેના પર હત્યાનો કેસ ચાલ્યો હતો અને આ કેસ તે સમયે યુરોપ અને અમેરિકામાં પણ ચર્ચાસ્પદ બન્યો હતો.વકીલોએ ત્યારે કેમિસ્ટની મદદ લીધી હતી જેણે મેરીએ જે ભોજન ચાર્લ્સને આપ્યું હતું તેમાં આર્સેનિક શોધ્યું હતું અને તેના પેટમાં પણ આર્સેનિક મળી આવ્યું હતું.બચાવપક્ષના વકીલે ત્યારે ફ્રાંસના પ્રખ્યાત ટોક્સીકોલોજિસ્ટ મેથ્યુ ઓર્ફિલાની મદદ લીધી હતી.તે ઝેરની ફોરેન્સિક સ્ટડીમાં પ્રારંભિક કામગિરી કરનાર બની રહ્યાં હતા.ઓર્ફિલાએ દાવો કર્યો હતો કે જે પરિક્ષણ કરાયા હતા તે આઉટડેટેડ હતા.તેમનો દાવો હતો કે બ્રિટીશ કેમિસ્ટ જેમ્સ માર્શે જે પરિક્ષણની રીત શોધી છે તેના વડે જ આર્સેનિકનું પરિક્ષણ થઇ શકે છે.કોર્ટે પ્રોસિક્યુશનને માર્સનો ટેસ્ટ કરવા આદેશ આપ્યો હતો અને તેમાં શરીરમાં આર્સેનિક મળ્યું ન હતું જેણે ખાસ્સો ઉહાપોહ મચાવી દીધો હતો.જો કે ત્યારબાદ ઓર્ફિલા જાતે એ ટેસ્ટમાં સામેલ થયા હતા અને ચાર્લ્સનાં શરીરમાં આર્સેનિક મળ્યું હતું.આ કેસ વડે એ વાત પ્રસ્થાપિત થઇ હતી કે ચોક્કસ ફોરેન્સિકની મદદથી નિર્ણય પણ યોગ્ય લઇ શકાય છે.આ કેસ બાદ ઝેરની નાની માત્રા પણ હત્યાને પુરવાર કરવામાં મહત્વપુર્ણ બની રહી હતી.આમ ઝેરનો ઉપયોગ હત્યા માટે કરનારાઓને ત્યારબાદ પરફેકટ ક્રાઇમ માટે નવી રીતો શોધવી પડી હતી.

૧૮૪૨માં બ્રિટનમાં ચોરાયેલી પેન્ટની જોડીએ ખાસ્સો ઉહાપોહ મચાવી દીધો હતો જે ચોરી લંડનનાં પોનશોપમાંથી ડેનિયલ ગુડ્‌સે કરી હતી.તેને પકડવા માટે જ્યારે કોન્સ્ટેબલ ગુડસના તબેલામાં ગયો ત્યારે શોધ દરમિયાન તેને જે મળ્યું હતું તેનાથી તે ચોકી ગયો હતો કારણકે ત્યાં તેને એક મૃતદેહના અવશેષ મળ્યા હતા જો કે ગુડસ તેને તબેલામાં બંધ કરીને રફુચક્કર થઇ ગયો હતો જો કે કોન્સ્ટેબલ તેના ઉપરીઓનો સંપર્ક કરવામાં સફળ થયો હતો અને તેમણે આખા તબેલાની શોધ કરી હતી.આ અવશેષ ગુડસની પત્નીનાં હતા અને હત્યાના સમયે તે ગર્ભવતી હતી જેનાથી પીછો છોડાવીને ગુડ તેની નવી પ્રેમિકાને ઘરમાં લાવવા માંગતો હતો.લોકોમાં ત્યારે દહેશત ફેલાઇ ગઇ હતી કે એક હત્યારો ખુલ્લેઆમ ફરી રહ્યો છે તેને ઝડપવા માટે સ્કોટલેન્ડ યાર્ડે ત્યારે નવ જેટલા  વિભાગોની મદદ લીધી હતી આ એ સમય હતો જ્યારે ટેલિફોન હજી વધારે ઉપલબ્ધ ન હતા આથી અધિકારીઓને રૂબરૂમાં જ મળવું પડતું હતું અને માહિતીની લેવડદેવડ કરવી પડતી હતી તેમને ગુડ્‌સ અંગે માહિતી મળતી પણ તે ત્યાં પહોંચતા તે પહેલા ગુડ્‌સ રફુચક્કર થઇ જતો હતો.આમ તંત્ર ગુડ્‌સની સામે  લાચાર બની ગયું હતું આખરે તેમને માહિતી મળી કે ગુડ્‌સ ટોનબ્રિજમાં છે અને તે આખરે ઝડપાયો હતો.તેને મે મહિનામાં લટકાવી દેવાયો હતો સ્કોટલેન્ડ યાર્ડે ત્યારબાદ આ પ્રકારના ગુનેગારોને ઝડપવા માટે એક અલગ તંત્ર વિકસાવ્યું હતું જે આજે ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે.થોમસ મેરો ચેપમેનની ઓઇલ અને કલરપ્રિન્ટની દુકાન સંભાળતો હતો જે લંડનમાં હતી.તે અને તેની પત્ની એન અહી માર્ચ ૧૯૦૫ સુધી રહ્યા હતા.અહી તેનો અને તેની પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો.સ્કોટલેન્ડ યાર્ડે તપાસ કરતા કહ્યું કે ગુનો વહેલી સવારે બન્યો હતો અને લુંટ માટે આ હુમલો કરાયો હતો.સ્ટોર અને એપાર્ટમેન્ટમાં તોડફોડ કરાઇ હતી અને કેશ બોક્સ તોડી નાંખવામાં આવ્યું હતું.આ કેસની તપાસ માટે ડિટેક્ટીવ ઇન્સપેક્ટર ચાર્લ્સ કોલિન્સ આવ્યા હતા જે ફિંગરપ્રિન્ટ વિભાગના હતા જેમણે કેશબોકસની તપાસ કરી ત્યારે તેમને અજાણી થંબપ્રિન્ટ મળી હતી જે પીડિતોની ન હતી અને ફાઇલોમાં રહેલા ગુનેગારો સાથે પણ તે મેચ કરતી ન હતી.પોલિસે ત્યારબાદ આલ્બર્ટ અને આલ્ફ્રેડ સ્ટ્રેટોન નામના ભાઇઓની શંકાસ્પદ રૂપે અટકાયત કરી હતી.ત્યારે સવારે દુધવાળાએ બે યુવાનોને તે જગાએ જોયા હતા.એક અન્ય મહિલાએ પણ આલ્ફ્રેડને તે જગાએ જોયાની વાત કરી હતી.જયારે બંને ભાઇઓની આંગળીઓની છાપ લેવાઇ ત્યારે કેશબોક્સ પર આલ્ફ્રેડની છાપ મળી આવી હતી.સ્કોટલેન્ડ યાર્ડે ફિંગરપ્રિન્ટ લેવાની કામગિરીનો આરંભ કર્યો હતો જે ગુનેગારોની ઓળખ માટે મહત્વપુર્ણ સાબિત થયું છે.ત્યારે ચાર્લ્સે ફિંગરપ્રિન્ટની મહત્તા પુરવાર કરી હતી અને  તેમને દોષી પુરવાર કર્યા હતા.ત્યારબાદ જ આખા વિશ્વમાં ફિંગરપ્રિન્ટ દોષીઓને સજા અપાવવામાં મહત્વપુર્ણ બની રહી છે.

ફ્રેન્કી અને જહોની અમેરિકાની ગુનાખોરીનો મહત્વપુર્ણ હત્યાકાંડ છે જેનો ઉપયોગ અસંખ્ય કલાકારોએ કર્યો હતો જેમાં લીડબેલી, લુઇ આર્મસ્ટ્રોંગ, મે વેસ્ટ, સેમ કુક, બોબ ડિલન, જહોની કેશ અને એલ્વીસ પ્રિસ્લી સામેલ છે.આ ગીત આફ્રીકન મુળના અમેરિકન કમ્પોઝર એલન બ્રિટની હત્યા પર આધારિત છે જેની હત્યા તેની ગર્લફ્રેન્ડ ફેન્કી બેકરે ૧૮૯૯માં કરી હતી.ફ્રેન્કી તે સમયની જાણીતી ગણિકા હતી જે તે સમયે બતકના ઇંડા જેટલા હીરાની ઇયરરિંગ પહેરવા માટે પ્રખ્યાત હતી.બ્રિટ તેનો આશિક હતો જો કે ફ્રેન્કીએ જ્યારે તેને બીજી મહિલા સાથે જોયો ત્યારે તેમની વચ્ચે વિખવાદ થયો હતો.તેણીએ તેને તેની સાથે ઘરે ચાલવા આગ્રહ કર્યો હતો પણ તે નવી લવર સાથે પાર્ટી કરવા માંગતો હતો.બ્રિટ મોડી રાત્રે ઘરે પાછો આવ્યો હતો બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને ફ્રેન્કીના કહ્યાં મુજબ બ્રિટે તેને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેને ઠાર કર્યો હતો.કેસ દરમિયાન જ્યુરીએ  ફ્રેન્કીને તેનો બચાવ જાતે કરવાની મંજુરી આપી હતી અને તેને તેની ગન પણ પાછી આપી હતી.જો કે તેના પાડોશીઓ માનતા હતા કે ફ્રેન્કીએ જે જણાવ્યું તેના કરતા કંઇક બીજુ જ તે રાતે બન્યું હતું.તે સમયે બિલ ડુલીએ ફ્રેન્કી કિલ્ડ આલ્બર્ટ નામનું ગીત તૈયાર કર્યુ હતું.આ ગીતને ફ્રેન્કી એન્ડ જહોની બલાડમાં લેવાયું હતું.જો કે ફ્રેન્ક્રીને એ ગીત જ્યારે તે બહાર નિકળતી ત્યારે લોકો જે રીતે તેને જોઇને લલકારતા હતા તે ગમતું ન હતું.એ ગીતમાં તેને હત્યારી ગણાવાઇ હતી તેની સામે પણ તેને વિરોધ હતો.જો કે ૧૯૩૩માં આ હત્યાકાંડ પરથી સી ડન હીમ રોંગ નામની બ્લોકબસ્ટર ફિલ્મ પણ બની હતી જેમાં મે વેસ્ટ અને કેરી ગ્રાન્ટે અભિનય આપ્યો હતો.ફ્રેન્કીએ પેરેમાઉન્ટ સ્ટુડિયો સામે કેસ દાખલ કર્યો હતો પણ તે હારી ગઇ હતી.ત્યારબાદ ફરીથી તેણે હોલિવુડ પર ૧૯૩૬માં ફ્રેન્કી એન્ડ જહોની ફિલ્મ માટે કેસ કર્યો હતો પણ તે સમયે પણ તે કેસ હારી ગઇ હતી.ફ્રેન્કી ૧૯૫૨માં અવસાન પામી હતી અને ૧૯૬૬માં એલ્વીસ પ્રિસલીએ ફ્રેન્કી એન્ડ જહોની ફિલ્મ બનાવી હતી.૧૮૮૧માં જેન સ્ટેનફોર્ડ અને તેમના પતિ લેલન્ડ સ્ટેન્ફોર્ડે તેમના પુત્રની યાદમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.આ જેન સ્ટેનફોર્ડને ૧૯૦૫માં ઝેર આપીને મોતને ઘાટ ઉતારાયા હતા જેમના આખરી શબ્દો હતા એ ખુબ જ ભયાનક મોત હતું...તેમના પતિનાં મોત બાદ તે યુનિવર્સિટીનાં વહીવટીતંત્રમાં સર્વેસર્વા બની ગયા હતા.૧૯૦૪માં તેમના સ્થાને ડેવિડ સ્ટાર જોર્ડનને સ્ટેનફોર્ડનાં પ્રેસિડન્ટ બનાવાયા હતા અને જેનને લાગતું હતું કે તેના પતિ તેમ થાય તે ઇચ્છતા હતા.આ સમયગાળા દરમિયાન જેન જે પાણી પીતા હતા તેનો સ્વાદ કડવો બનતો જતો હતો.તેમણે આ પાણીની બોટલને પરિક્ષણ માટે મોકલી હતી અને તેમાં ઝેરી તત્વો હોવાનું પુરવાર થયું હતું.આ ઘટના બાદ તે બિમાર થયા હતા અને પોતાના વિશ્વાસપાત્ર સેક્રેટરી સાથે સન્ની હવાઇ ચાલ્યા ગયા હતા.તેમને લાગ્યું કે તે હવે સલામત છે પણ ૨૮ ફેબ્રુઆરી ૧૯૦૫નાં રોજ તેમને ફરી ઝેરી પાણી અપાયું હતું અને તબીબોના પ્રયાસ છતાં તે મોતને  ભેટ્યા હતા.તે જ્યારે કેલિફોર્નિયા લવાયા ત્યારે તેમનું મોત કુદરતી કારણોસર થયાની જાહેરાત કરાઇ હતી.એક તબીબ જેણે ક્યારેય જેનનું પરિક્ષણ કર્યુ ન હતું તેને પૈસા આપીને મોત હાર્ટફેઇલ્યોરને કારણે થયાનો અહેવાલ તૈયાર કરાયો હતો.આ વાતો ૨૦૦૩ સુધી ચાલતી રહી હતી ત્યારે સ્ટેનફોર્ડનાં મેડિકલ પ્રોફેસર ડો.રોબર્ટ કટલરે ધ મિસ્ટીરિયસ ડેથ ઓફ જેન સ્ટેનફોર્ડ નામનું પુસ્તક પ્રકાશિત કર્યુ હતું જેમાં મેડિકલ એવિડેન્સનો ઉપયોગ કરીને કહેવાયું હતું કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું.જો કે આજે પણ જેનની હત્યા કોણે કરી તે એક રહસ્ય જ છે.

અગાથા ક્રિસ્ટીનું નાટક ધ માઉસ ટ્રેપ એ વિશ્વમાં સૌથી લાંબુ ચાલેલુ નાટક મનાય છે જે સાઇઠ વર્ષ કરતા વધારે સમય સ્ટેજ પર ચાલ્યું હતું.આ નાટકની કથાએ યુદ્ધ સમયનાં બ્રિટનને હચમચાવી નાંખ્યું હતું.૧૯૪૫માં ઇંગ્લેન્ડના શ્રોપશાયરનાં અંતરિયાળ ગામમાં એક તબીબે એક બાળકની તપાસ કરી હતી અને તેમણે જાહેર કર્યુ હતુ કે તે કલાકો પહેલા મરી ગયો હતો.આ મોતની તપાસ ચાલુ થઇ હતી.તેર વર્ષનાં ડેનિસ ઓનિલનાં માતા પિતા રેજિનાલ્ડ અને એસ્થર ગફ હતા.ડેનિસને એક બીજો અગિયાર વર્ષનો ભાઇ પણ હતો.બંને  ભાઇઓ કુપોષણનો શિકાર બન્યા હતા.તેના કારણે તેઓ મોતને ઘાટ ઉતર્યા હતા તેમાં એક ભાઇના શરીર પર કેટલાક ઉઝરડાના નિશાન હતા તેના કારણે ગફની ધરપકડ કરાઇ હતી.જો કે ગફે આ મોત બંને  ભાઇઓ આપસમાં ઝઘડાને કારણે થયાનું કહેતો હતો જો કે એસ્થરે કેસ દરમિયાન કબૂલ કર્યુ હતું કે તેના પતિએ તેને આદેશ આપ્યો હતો તે કારણે તે બાળકોની દેખરેખ રાખી શકી ન હતી.તે તેને મારતો હતો અને બાળકોને પણ ભૂખ્યા રાખતો હતો.ન્યાયાધીશે એસ્થરને કોઇ પુરાવા નહિ હોવાને કારણે છ મહિનાની સજા આપી હતી અને રેજિનાલ્ડને માનવહત્યાનો દોષી ઠેરવાયો હતો પણ લોકોએ તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને તેની વિરૂદ્ધનો ચુકાદો બદલવો પડ્યો હતો.અગાથા ક્રિસ્ટીનું આ નાટક બહુ લોકપ્રિય સાબિત થયું હતું.આ નાટકને કારણે જ ચિલ્ડ્રન એકટ ૧૯૪૮ની રચના થઇ હતી જે સમગ્ર બ્રિટનમાં લાગુ થયો હતો અને બાળકો માટે ખાસ અધિકારીઓની તૈનાતી થવાનો આરંભ થયો હતો.

અમેરિકન ગ્રાફિટી અને પેગી સ્યુ ગોટ મેરિડ જેવી ફિલ્મો જ્યાં ફિલ્માવાઇ છે તેવા ઉત્તર કેલિફોર્નિયાના શાંતિપુર્ણ શહેર પેતાલુમામાં બાર વર્ષનો છોકરો પોલી કલાસ તેની માતા સાથે રહેતો હતો.૧ ઓક્ટોબર ૧૯૯૩નાં રોજ પોલી અને તેના બે મિત્રોએ પાર્ટી આપી હતી જ્યા એક વ્યક્તિ ઘુસી ગયો હતો જેના હાથમાં છરો હતો.તેણે છોકરીને ધમકી આપી હતી કે જો તેણે સ્હેજ પણ અવાજ કર્યો તો તેને મોતને ઘાટ ઉતારી દેશે.તેણે છોકરીઓને બાંધી દીધી હતી.તેઓ પોલીને પોતાની સાથે લઇ ગયા હતા ત્યારબાદ લોકોએ પોલીની તપાસ ચલાવી હતી.તે ઘટનાને અમેરિકાઝ મોસ્ટ વોન્ટેડમાં પણ સ્થાન અપાયું હતું.મીડિયાએ પોલીને અમેરિકાઝ ચાઇલ્ડ એવું નામ આપ્યું હતું.૨૯ નવેમ્બરે પોલિસે રિચાર્ડ એલન ડેવિસ નામના પેરોલ પર છુટેલા આરોપીની ધરપકડ કરી હતી જેણે આપેલા નિવેદનને આધારે છોકરીનો મૃતદેહ પહાડી વિસ્તારમાં મળ્યો હતો.ડેવિસ પર અપહરણ અને બળાત્કારનાં કેસ ચાલ્યા હતા અને તે લાંબો સમય સુધી જેલમાં રહ્યો હતો.આ કેસને કારણે એવો કાયદો અમલમાં આવ્યો હતો કે ત્રણ જેટલા બાળકોની હત્યાનાં આરોપમાં આપોઆપ જ તેને પચ્ચીસ વર્ષની જેલ માટે સજાપાત્ર બનાવે છે.આ કાયદાને ઘડવા માટે સાન ફ્રાંસિસ્કો રેડિયો સ્ટેશને અભિયાન ચલાવ્યું હતું.કેલિફોર્નિયા સ્ટેટે પણ આ પ્રકારનો કાયદો પોતાના રાજ્યમાં અમલી બનાવ્યો હતો જે ૧૯૯૪થી અમલમાં આવ્યો હતો.આ ઉપરાંત ૨૪ રાજ્યો અને ફેડરલ ગવર્મેન્ટે પણ થ્રી સ્ટ્રાઇક્સ લો પોતાને ત્યાં અમલી બનાવ્યો છે.

૧૯૯૬માં રિપોર્ટર વેરોનિકા રોની ગ્વેરિન ડબ્લિન ખાતે ટ્રાફિક જામની અવસ્થામાં પોતાની કારમાં બેઠી હતી જ્યાં મોટર સાયકલ પર બે લોકો આવ્યા હતા અને તેને કારમાંથી બહાર ઢસડીને ગોળી મારી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.આ ક્રુર હત્યાએ સમગ્ર આયરલેન્ડને હચમચાવી નાંખ્યું હતું.જો કે ગ્વેરિનની હત્યાથી લોકોને આંચકો લાગ્યો ન હતો કારણકે તે આયરલેન્ડનાં જાણીતા અખબાર સન્ડે ઇન્ડિપેન્ડન્ટ માટે રિપોર્ટિંગનું કામ કરતી હતી અને તેની કોલમમાં તેણે આયરલેન્ડની ગુનાખોરી અને તેના માફિયાઓ પર લેખો લખીને તેમને હેરાન પરેશાન કરી નાંખ્યા હતા.આ પહેલા પણ તેના પર હુમલાઓ થઇ ચુક્યા હતા.ડ્રગ લોર્ડ જહોન ગિલિગને તેના ચહેરા પર મુક્કો માર્યો હતો અને તેના પુત્રને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હતી.જો કે ગ્વેરિન પર તેની કોઇ અસર થઇ ન હતી અને તેણે ગેંગસ્ટરો વિશે છાપવાનું ચાલુ રાખ્યું હતું અને તેમને છુપાવા માટે મજબૂર કર્યા હતા.રોની ગ્વેરિનની હત્યાની તપાસ આયરલેન્ડનાં ઇતિહાસમાં સૌથી લાંબી ચાલેલી તપાસ હતી.જહોન ગિલિગન પર શંકાની સોય તકાઇ હતી.જો કે સંસદે ક્રિમિનલ એસેટ બ્યુરોની રચના કરી હતી.આ ઉપરાંત સાક્ષીઓની સુરક્ષાનો પ્રોગ્રામ પણ તૈયાર કરાયો હતો.આ કેસને કારણે ઘણાં કુખ્યાત ગુનેગારોને આયરલેન્ડ છોડવાનો વારો આવ્યો હતો.સન્ડે ઇન્ડિપેન્ડન્ટે ૨૦૧૩માં લખ્યું હતું કે સરકારે તે કેસ પર ૨૫૦ મિલિયન યુરોનો ખર્ચ કર્યો હતોઅન્ય કેટલાક યુરોપિયન દેશો એ પણ આ કાયદાને અપનાવ્યો હતો.આમ આ હત્યાકાંડ ઘણાં યુરોપિયન દેશોનાં ગુનેગારો માટે સબક સમાન બની ગયો હતો.ચીનમાં બ્રિટીશ વ્યાપારીઓને વ્યાપારમાં મદદ મળે તે હેતુથી નિલ હેવુડે કન્સલ્ટન્ટ કંપની બનાવી હતી.નવેમ્બર ૨૦૧૧માં હેવુડ ચોન્ગક્વીંગની લકી હોલિડે હોટલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.આ વિસ્તારનાં ઉચ્ચ સન્માનિત પોલિસ વડા વાન્ગ લિજુને આ કેસની તપાસ પોતાનાં હાથમાં લીધી હતી.તેમને લોકો સુપરકોપ તરીકે ઓળખતા હતા.ચોન્ગક્વીન્ગ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં સેક્રેટરી બો જિલાઇ વેન્ગ એક સમયે આખા શહેર પર પ્રભાવ ધરાવતા હતા.જો કે વેન્ગને લકી હોલિડે ખાતે કોઇ પુરાવા મળ્યા ન હતા અને પોલીસે તેને ઝેરી દારૂનો કેસ ગણાવ્યો હતો.૨૦૧૨માં  વેંગે ચીનનાં અમેરિકન કોન્સ્યુલેટમાં આશ્રય માંગ્યો હતો અને તેણે કબૂલ કર્યુ હતું કે તેમના બોસની પત્ની ગુ કેલાઇએ નિલ હેવુડની હત્યા કરી હતી.જ્યારે તેણે આ વાત બો જિલાઇને જણાવી ત્યારે તેણે આ ઘટનાનું સત્ય સંતાડવાનાં પ્રયાસ કર્યા હતા.બો જિલાઇ ત્યારે તે વિસ્તારમાં ખાસ્સો પ્રભાવશાળી હતો.વેંગને ક્યારેય આશ્રય ન મળ્યો પણ તેને તેના પદ પરથી દુર કરાયો હતો અને ગુ પર કેસ ચાલ્યો હતો.તેણે કબૂલ કર્યુ હતું કે તેને હેવુડ સાથે મિત્રતા બંધાઇ હતી જ્યારે તેણે તેના પુત્રને હેરોમાં જવા માટે મદદ કરી હતી.હેવુડે ગુ અને બો માટે કેટલીક બિઝનેશ ડીલ પણ કરી હતી.ગુનો દાવો હતો કે હેવુડે તેને જો પૈસા નહી અપાય તો તેના પુત્રને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.આથી તેણીએ જ તેને ઝેર આપ્યું હતું.ગુ હેવુડની હત્યામાં દોષી જાહેર થઇ હતી અને વેન્ગ અને બો પર તેને ઢાંકવાનો આરોપ લાગ્યો હતો.તમામને આ માટે જેલમાં પુરાયા હતા.આ હત્યાએ ચીનનાં સત્તાધારી લોકોનો ભ્રષ્ટાચાર, તેમની વૈભવી લાઇફસ્ટાઇલ, તેમનો વ્યાપાર અને તેમના સંતાનો માટે અંગ્રેજી શાળાઓની તેમની ઘેલછા પર પ્રકાશ પાડ્યો હતો.આ ઘટનાને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને બો જિલાઇની કારકિર્દી અંત પામી ગઇ હતી અને ચીનની સત્તા ઉદારવાદીઓને બદલે વધારે જુનવાણી લોકોનાં હાથમાં ગઇ હતી.