અહીં આપણે વાત કરીયે છીએ મુગ્ધા વસ્થા ની, બાળક ને કયી રીતે સમજાવો, આપણે શું કરવું, આપણે કયો રીતે સમજવુ અને સમજાવવું.
*અહીં શું થઈ રહ્યું છે ?*
પતંગિયાને જોઉં છું ત્યારે એવું થાય છે કે ઈશ્વરને રંગ થઈને ઝૂલવાનું મન થયું હશે જ્યારે એ ફૂલ થયા હશે અને રંગ થઈને ઊડવાનું મન થયું હશે ત્યારે એ પતંગિયું બન્યા હશે.
ઈશ્વર કીર્તિ-લાલચું નથી, એટલે એણે ફૂલ પર કે પતંગિયા પર, સમુદ્ર પર કે આકાશ પર ક્યાંયપોતાની સહી કરી નથી. બાળક જન્મે છે ત્યારે બાળક હોય છે. એના પર માતા-પિતાનો બહુબહુ તો અણસાર હોય છે, ભાસ હોય છે.
ફૂલ એ સ્થિર પતંગિયું છે અને પતંગિયું ઊડતું ફૂલ છે. વૃક્ષ અને પતંગિયા વચ્ચે એક નજાકતનો તંતુ છે.
*માતા-પિતાનો બાળક સાથે આવો નજાકતનો તંતુ હોવો જોઈએ*.
બાળકનો ઉછેર નજાકતથી થવો જોઈએ. એની લાગણી ન દુભાય એવું વર્તન હોવું જોઈએ.
હજુ ત્રણ મહિના પહેલાં તમે તેના માટે જીન્સ પેન્ટ ખરીદ્યું હતું તે જલ્દીથી ટૂંકું થઈ ગયું છે.
તમે સહકુટુમ્બ ફિલ્મ જોવા જાવ છો તો તે તમારી સાથે ચોથી હરોળમાં બેસે છે.
તમે ઘેર ફોન કરો છો ત્યારે તમારી બાળકી તે ઉપાડે છે ત્યારે તમે તેની નાની બહેન છો તેમ સમજો છો.
તમે ઘેર ફોન કરો છો ત્યારે તમારા પુત્ર તે ઉપાડે છે ત્યારે, તેના મોટાભાઈ છો તેમ સમજો છો.
એક દિવસ તમને એવું જણાય છે કે આપની પુત્રીમાં ઘણી સમજદારી આવી ગઈ છે અને હવે તે બાળકી રહી નથી, પરંતુ સક્ષમ, આત્મનિર્ભર બની છે.
તમે તેને કહ્યું હોય છે તમે તેને સાંજે હોકી રમવા લઈ જશો, પરંતુ સાંજે તમે ઓફિસેથી થાકેલા ઘેર આવો છો અને હોકી રમવા જવામાં આનાકાની કરો છો, તે વખતે તે ધડાક દઈને દરવાજો બંધ કરી બેસી જાય છે અને આખી સાંજ પોતાના રૂમમાં ગાળે છે.
એ સ્નાન કરવા જાય છે ત્યારે એકાદ કલાક જેટલો સમય એ અરીસા સામે પોતાની જાતને જોવામાં પસાર કરે છે.
હાલમાં આપ જ્યારે નારાજ થયા છો ત્યારે આપનો પુત્ર આપને દિલાસો આપીને કહે છે કે ‘હું તમને પ્રેમ કરું છું.' - કદાચ તમારે તેની જ જરૂર છે.
નવ-કિશોર ?
આ શબ્દના ઉચ્ચારથી ખ્યાલ આવે છે કે હવે તમે ૧૦ થી ૧૪ વર્ષની વયના નવ-કિશોર સાથે વ્યવહાર કરો છો. હવે તેમના માટે બાળક શબ્દનો ઉપયોગ સંપૂર્ણ રીતે યોગ્ય નથી.
ક્યારેક તો ૧૦ વર્ષની વયની અંદર પણ ઝાઝી સમજદારી આવી ગઈ હોય છે. માતા-પિતા માટેપ્રારંભિક આવી કિશોરાવસ્થા આશ્ચર્યજનક કે વિસ્મયકારક લાગે છે. આ એ જ સમય છે કે જ્યારેયુવા-કિશોર વાસ્તવમાં આત્મનિર્ભર બનવા માગે છે.
એટલે કે કિશોરાવસ્થા કંઈક કરી બતાવવાનો તબક્કો છે. સાથોસાથ તમારા બન્ને માટે બેહદ ખુશી અને નવો અનુભવ મેળવવાનો પણ સમય છે. કોઈકે સાચું જ કહ્યું છે કે આવા નવ-કિશોર આપણો જ પરિચય આપણી સાથે કરાવે છે.
આ લખાણ પ્રારંભિક કિશોરાવસ્થાથી પ્રાપ્ત થતો આનંદ અને ઊભી થતી મુશ્કેલી અંગે માહિતી આપે છે.
અમને આશા છે કે તમો આ બાબતથી પરિચત છો અને કોઈ મુશ્કેલી હોય તો હલ કરી અમને અનુકૂળ સૂચનો કરી શકો છો, જેથી અમને પણ માર્ગદર્શન મળશે.
આ લખાણ કોણે વાંચવું ?
આ લેખ નવ-કિશોર-કિશોરીઓનો ઉછેર કરનારા માટે છે, જ્યાં કિશોર-કિશોરી માટે એક જવાબદાર વ્યક્તિ બનવું આવશ્યક અને અનિવાર્ય પણ છે. તેમને પ્રેમ, હૂંફ અને માર્ગદર્શન આપીને ભવિષ્ય નિર્માણ કરવામાં સહાયભૂત બનવાનું છે.
જો આપ એમ માનતા હો તો આ series આપના માટે છે.
આ લેખ સૌથી મહત્ત્વપૂર્ણ હેતુ એ છે કે કિશોર-કિશોરી સાથે સૌથી મજબૂત અને યોગ્ય સહજસરળ સંબંધ સ્થાપવામાં એ આપને મદદરૂપ બને.
એક ચીની કહેવત છે કે જો તમે યોગ્ય અને ઉત્તમ મૂડીરોકાણ ચાહતા હો તો તે મૂડી તમારા બાળકમાં રોકો.'
આ લેખ શા માટે ?
એક પ્રશ્ન માતા-પિતા વારંવાર પૂછે છે કે – શું મારું બાળક સામાન્ય (નોર્મલ) છે? શરૂઆતની પ્રારંભિક કિશોરાવસ્થામાં વિસ્મયકારી એવાં પરિવર્તનોને કારણે માતા-પિતા પોતાની જાતને પૂછે છે કે નવ-કિશોર આવું વર્તન કેમ કરે છે ? તેનો અર્થ શો ? શું તે મારે માટે સમસ્યા છે ?
આશા છે કે આ લેખ series દ્વારા આપના મોટા ભાગના પ્રશ્નોના જવાબ તેમજ નવયુવાન કિશોરો સાથેના સામાન્ય વ્યવહાર વગેરે અંગેનું સ્પષ્ટીકરણ પણ આપને ઉત્તરરૂપે મળી શકશે.
આ લેખ નો મહત્ત્વનો આશય માતા-પિતા પોતાનાં બાળકોને અવળે માર્ગે જતાં બચાવી શકે, સહાયરૂપ બને અને મદદરૂપ બને તેવો છે.
કિશોરોને બહારની બદીથી રોકવા, અને તેમને ધુમ્રપાન, ગુટખા-પાનમસાલા કે ડ્રગ્સથી બચાવવા અને આ માટે કિશોરોનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માતા-પિતા જ સૌપ્રથમ સુરક્ષા-ક્વચ પૂરું પાડવા તત્પર રહેતે મહત્ત્વનું છે.
આપ આપનાં પુત્ર-પુત્રી સાથે મજબૂત અને યોગ્ય સંબંધ બનાવી રાખો તે હેતુ આ લેખનો છે. જો
તમે આવી અપેક્ષા રાખતા હો તો આ લેખ માટે માર્ગદર્શક બની રહેશે.
આ લેખ પાંચ ભાગમાં વિભાજિત છે :
(૧) પ્રારંભિક કિશોરાવસ્થાના પરિવર્તન અંગે જાણકારી.
(૨) માતા-પિતા બાળકોનો આત્મવિશ્વાસ વધારવામાં કઈ રીતે સહાયભૂત થઈ શકે? આત્મવિશ્વાસનું નિર્માણ.
(૩) માતા-પિતા અને કિશોરો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ.
(૪) પરિવાર સાથે તાલમેળ ગોઠવવો.
(૫) સમસ્યા અને નિવારણ
આ માર્ગદર્શન છે – નિયમાવલિ નથી
આ લેખ - આ કઈ રીતે કરવું? આમ જ કરવું - તે બતાવાયું નથી. પરંતુ મહત્ત્વના મુદ્દા એક માર્ગદર્શન સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. કેમ કરવું તે તમારા પર નિર્ભર છે કે માતા-પિતાની ભૂમિકામાં તમારો ઉદ્દેશ કેવો છે? તમે શું શીખ્યા અને કઈ રીતે શીખ્યા તે આપની સંસ્કૃતિ પર નિર્ભર છે. આપનું નૈતિક મૂલ્ય કેવું છે અને તમારાં માતા-પિતાએ તમારો ઉછેર કઈ રીતે કર્યો હતો.
પાલનપોષણ માટેનાં સૂચનો તમારાં અનુભવી માતા-પિતાની વિવેકપૂર્ણ સલાહ અને સામાન્ય જ્ઞાન પર આધારિત છે. આ લેખ ના સૂચનોનો અમલ મહદ્અંશે થયો હોઈ અમને આશા છે કે તમને પણ એ સૂચનો ઉપયોગી થશે.
બાળકને નિયમ પ્રમાણે ઉછેરાય નહિ કારણ કે પ્રત્યેક બાળકની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે.
બાળસૃષ્ટિમાં એક જ વસ્તુ પ્રવર્તે છે - નર્યો સ્નેહ. બાળકને પ્રેમ આપો તો બાળક નિર્ભર વાતાવરણમાં આપમેળે ઊછરશે.
એના ઉપર આ થાય કે આ ન થાય એવી હિટલરશાહી, જોહુકમી સ્થાપશો તો બાળક વકરી જશે અને ગુનેગારને ઉછેરવાનું પાપ આપણા પર લદાશે. પ્રેમ પણ એવી મુલાયમ રીતે અપાય કે બાળકો ગૂંગળાઈ જાય નહિ. એ પ્રશ્નો પૂછે એને ટાળવા પણ ન જોઈએ. બાળક પાસે તો નરી મુગ્ધતા, અચંબો અને વિસ્મયનો અખૂટ ખજાનો છે.
એક નાનકડી છોકરીએ પૂછ્યું, ‘સાબુની ગોટી રંગીન છે, તો પછી એમાંથી ધોળાં ધોળાં ફીણ કેમ નીકળે છે ?’
આ આશ્ચર્ય એ જ ઐશ્વર્ય. બાળક ઈશ્વરનું માનવજાતને મળેલું પરમ આશ્ચર્ય અને ઐશ્વર્ય છે.
જો તમે આ લેખ નું મહત્વ સમજતા હોવ તો મને email મોકલો : concept.shah@gmail.com
આશિષ ના આશિષ
Making A Difference