Shrapit Prem - 22 in Gujarati Fiction Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 22

Featured Books
Categories
Share

શ્રાપિત પ્રેમ - 22

રાધા એ  રાત ભર બેસીને તે ફાઈલને લગભગ ચારથી પાંચ વખત વાંચી લીધું હતું. તેમાં એ વાતની પરમિશન હતી કે રાધા પાંચ દિવસ માટે તેના ગામમાં જઈને રહી શકે છે. તેને બીજા દિવસે સાંજે નીકળવાનું હતું એટલે તે વાતથી બહુ ખુશ હતી. 

ફાઈલને જોતા જોતા ક્યારે તેની આંખ લાગી ગઈ તેને ખબર જ ન પડી. સવારે જ્યારે તે ઊઠી ત્યારે ફાઈલ તેના હાથમાં જ હતી. નાઈટ લેમ્પ ભૂલથી ચાલુ રહી ગયો હતો અને બેટરી ખતમ થવાના લીધે તે બંધ થઈ ગયો હતો. 

રાધા એક રાત્રે ફાઈલને બેથી ત્રણ વખત વાંચી લીધી હતી છતાં પણ તેને પોતાના સિગ્નેચર તેમાં કર્યા ન હતા. 

ઘંટ વાગી ગયો હતો એટલે રાધાએ ફાઈલને ત્યાં જ રાખી દીધી અને બધાની સાથે બહાર ચાલી ગઈ. રાધા ને સાંજના સમયે જેલમાંથી બહાર જવાનો હતો એટલે તે ફક્ત થોડી વાર માટે જ ઓનલાઇન ક્લાસમાં ગઈ હતી. તેણે તેના સર સાથે થોડી વાત કરી અને થોડા દિવસ માટે ઓનલાઇન ક્લાસ બંધ થવાની પણ વાત કરી. 

" તમારે ઓનલાઈન ક્લાસ બંધ કરવાની જરૂર જ નથી તમે તમારા મોબાઇલ ફોનમાં પણ ક્લાસ લઈ શકો છો."

" સારુ મારા પાસે મોબાઇલ ફોન નથી અને મને નથી લાગતું કે હું તેને જેલ ના બહાર વાપરી શકું છું. કદાચ આ પેરોલ ના કાયદાના નિયમ વિરુદ્ધ હોય."

રાધા ને તેના સર એ સમજાવતા કહ્યું. 

" એવું નથી હોતું પેરોલમાં તમે તમારા મરજી નું કંઈ પણ કરી શકો છો બસ તમારે કોઈ ખોટું કામ કરવાનું નથી હતું એટલે કે તમે કોઈ ગુનામાં સામેલ ન થઈ શકો અને બીજી વાત કે તમારે જે નિયમ જેલના તરફથી તમને દેવામાં આવ્યો હોય તેનું પૂરું પાલન કરવું પડેછે. એના સિવાય તમે ગમે તે કરી શકો છો."

" તમારી વાત બરાબર છે સર પણ મારા પાસે તો મોબાઈલ ફોન જ નથી ને."

રાધા ને આ વાત પર સામેથી થોડી વાર માટે કોઈ જવાબ ન આવ્યો અને થોડીવાર પછી સામેથી જવાબ આવ્યો. 

" તેના માટે કંઈક વિચારવું પડશે અને ગુડ લક ફોર યોર જર્ની."

" તમારો ખુબ ખુબ આભાર સર તમે જ મને આ નો રસ્તો બતાવ્યો છે."

રાધા એ તેના સરનો ખુબ આભાર માન્યો કારણ કે ક્યાંક ને ક્યાંક આ રસ્તો તેમના તરફથી જ દેખાડવામાં આવ્યો હતો. જો આ રસ્તો તેને દેખાયો ન હોત તો તે કદાચ તેની માંની ચિંતા કરતા કરતા જ બેઠી રહી ગઈ હોત અને ત્યાં તેની મા કદાચ,,, 

રાધા તેની માંના વિરુદ્ધ કોઈ વિચારવા પણ માંગતી ન હતી. ઓનલાઇન ક્લાસ જલ્દી બંધ કર્યા બાદ તે તેની બાકીની સહેલીઓ થી થોડીવાર વાત કરી અને ત્યાંથી સીધી લાઈબ્રેરી માં ચાલી ગઈ. તેને થોડા પુસ્તકોની જરૂરત હતી પરંતુ તેને એ ખબર ન હતી કે લાઇબ્રેરીયન તેને પુસ્તકો આપશે કે નહીં.

" રાધા તમને પુસ્તકો મળી તો શકે છે પરંતુ પેરોલ માંથી પરત આવ્યા બાદ સહી સલામત પુસ્તકો પાછી આપવી પડશે. આમ તો મેં પેરોલ માં પુસ્તકો આપતા નથી પરંતુ તારી પેરોલ ફક્ત પાંચ દિવસની છે એટલે હું અનુમતિ આપી રહી છું."

કાનુન ને લગતી અને તેની ધારાઓના વિશે થોડી પુસ્તકો લઈને રાધા ત્યાંથી ચાલી ગઈ અને ત્યાંથી તે તરત જ અલ્કા મેડમના ઓફિસમાં ગઈ. ત્યાં બે ત્રણ જગ્યાએ સિગ્નેચર કર્યા બાદ ફાઈલ પરત આપી દીધી.

" રાધા, મેં સાંભળ્યું છે કે તારા પાસે મોબાઇલ ફોન નથી એટલે હું તને આ ટેબલેટ આપી રહી છું જેનાથી તારી ઓનલાઇન ક્લાસ રોકાયા વિના ચાલુ રહેશે."

રાધા એ આ વાત તો તેના સાહેબ એટલે કે તેના સરને કરી હતી તો પછી અલ્કા મેડમના અવાજમાં જાણકારી કેવી રીતે થઈ? 

હવે રાધાને પાક્કો વિશ્વાસ થઈ ગયો હતો કે અલ્કા મેડમ રાધા ના સરને ઓળખે છે. છતાં પણ તે એવી કોઈ વાત નથી કરી રહ્યા કદાચ એવો કોઈ નિયમ હોઈ શકે એટલા માટે રાધા એ પણ તેના વિશે કંઈ સવાલ ના પૂછ્યો અને કહ્યું. 

" હા મેડમ મારા પાસે કોઈ ફોન છે જ નહીં."

" જેમના અંદર આવ્યા પહેલા તો તારા પાસે પણ હશે ને?"

રાધા ના પાસે ક્યારેય પોતાનો ફોન હતો જ નહીં. તે ઓનલાઇન ક્લાસ પણ હંમેશા તેના પપ્પા છગનલાલ ના ફોનમાં જ લેતી હતી. રાધા એ પોતાનું પૂરું ભણતર ઓનલાઈન જ કર્યું હતું અને તેના માટે તે તેના પિતાજીનો જ ફોન વાપરી રહી હતી. ત્યારબાદ પણ તેણે પોતાનો ફોન ક્યારેય પણ ખરીદ્યો ન હતો.

" નહિ મેડમ મારા પાસે મોબાઇલ ફોન ક્યારે પણ ન હતો."

" ચાલ કંઈ વાંધો નહીં એટલે જ કહી રહી છું કે તું મારા ટેબલેટ નો ઉપયોગ કરી શકે છે. અત્યારે તારે જવું જ છે એટલે તું આ તારા પાસે રાખી દે."

રાધાએ તે ટેબલેટને પોતાના પાસે રાખી લીધું. તેને એક સુંદર બેગમાં રાખવામાં આવ્યું હતું અને અત્યારે તેના પાસે એટલો સમય ન હતો કે તેને ખોલીને જોઈ પણ શકે. ત્યારબાદ તે તરત જ તેના જેલના તરફ ગઈ કારણ કે અત્યારે બપોરના ત્રણ વાગી ગયા હતા અને બે કલાક પછી તેને ત્યાંથી જવાનું હતું. 

જેલમાં એક નિયમ હતો કે સાંજના પાંચ વાગ્યા બાદ કોઈને પણ જેલથી બહાર જવાની મનાઈ હતી. જો કોઈ કેદી ને છૂટો પણ કરવામાં આવે તો પણ તેને પાંચ વાગ્યા પહેલા જ કરવામાં આવે છે. ત્રણ તો અત્યારે વાગી જ ગયા હતા એટલે જલ્દીથી પોતાનું કામ પતાવીને તેને પાંચ વાગ્યા પહેલા જેલમાંથી બહાર નીકળવું હતું.

રાધા જ્યારે તેના જેલને નજીક પહોંચી ત્યારે તેને નાનકડા બાળકના રડવાનો અવાજ આવ્યો. તેને તરત જ ખ્યાલ આવી ગયો કે વિભા તેના નાનકડા બાળકને લઈને આવી ગઈ હશે. નેન્સી એ કહ્યું જ હતું કે અઠવાડિયા બાદ કદાચ વિભા ને છોડી દેવામાં આવશે અને આજે તે વાતને આઠ દિવસ કરતા પણ વધારે સમય થઈ ગયો હતો.

રાધા ને નાનકડા બાળકો બહુ પસંદ હતા એટલે તે જલ્દી જલ્દી જેલમાં તરફ ભાગીને ગઈ. જેલના અંદર વિભા તેના નાના બાળકને દૂધ પીવડાવી રહી હતી. રાધા ને ખબર હતી કે નાનકડા બાળકોને તરત જ હાથ ન લગાડવાના હોય પણ જેલમાં તો સેનેટાઈઝર ની કોઈ વ્યવસ્થા જ ન હતી. 

" સેનેટાઈઝર મારા પાસે છે, મેડમ એ આવતી વખતે મને આપ્યું હતું."

વિભા એ તેના પાસે રાખેલી સેનેટાઈઝર ની બોટલ બતાવીને કહ્યું. રાધા એ હાથમાં સેનેટાઈગર લગાડ્યું અને પછી તે નાનકડી સુંદર બાળકીને પોતાના હાથમાં લીધી. તેણે જોયું તો બાળકીનો રંગ એકદમ સફેદ હતો, વિભા ના જેવો જ.

" આ કેટલી સુંદર છે."

" વિભા મેં તો તને પૂછ્યું જ નહીં તારી તબિયત કેવી છે."

બાળકીને હાથમાં રમાડતા રમાડતા રાધા એ વિભાના તરફ જઈને પૂછ્યું. 

" ડોક્ટર એ તો પહેલા જ કહી દીધું હતું કે મારે ઓપરેશનથી જ બાળકીને જ નામ આપવો પડશે. મેં પહેલેથી જ એ બધી ફાઈલો મેડમના પાસે આપી દીધી હતી એટલે વધારે તકલીફ ન થઈ. ડોક્ટર એ થોડી સાવચેતી રાખવાનું કહ્યું છે અને થોડી દવાઓ આપ પણ આપી છે."

વિભા એ પેટમાં લીધેલા ટાંકા પણ બતાવ્યા જે અત્યારે તો ખુલી ગયા હતા છતાં પણ તેના ઉપર ધ્યાન દેવાની જરૂરત હતી. વિભા એ જે વાત થઈ હતી તેમાં એક વાત રાધા ને ખુંચી એટલે તેને તે વાતને જવાબ લેવા માટે પૂછ્યું. 

" વિભા તે કીધું હતું કે ડોક્ટર એ તને પહેલા જ કહી દીધું હતું કે બાળકીનો જન્મ ઓપરેશનથી થશે?"

વિભા‌ એ માથું હકાર માં હલાવ્યું તો રાધા એ તરત જ પૂછી લીધું.

" શું તને ખબર હતી

કે તું એક બાળકીને જન્મ આપવાની છે?"