kirtan in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | કીર્તન

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

કીર્તન

 

તુલસી, પૂર્વ પાપથી હરિ ચર્ચા ન સુહાય,

જેમ જ્વરના જોરથી ભૂખ વિદાય થઈ જાય….. શ્રી તુલસીદાસજી

 

જ્યારે શરીરમાં જ્વરનો પ્રભાવ વધુ હોય છે, ત્યારે અન્ન મીઠું લાગતું નથી, અને તે પણ દુર્ગંધવાળું લાગે છે. તે જ રીતે, જ્યારે વ્યક્તિના પાપોનું બોજું વધુ હોય છે, ત્યારે તે ભજન કરવા કે સત્સંગમાં જવા માટે પ્રેરિત થઈ શકતું નથી.

બંગાળના ગામમાં એક વૃદ્ધ માણસ તળાવના કિનારે માછલીઓ પકડતો હતો. બે ભગવાનના ભક્તોએ તેને જોયો અને કહ્યું—‘આ વૃદ્ધ વ્યક્તિ ભજન કરવા લાગી જાય તો સારું થાય.’ તેઓ તેની પાસે ગયા અને તેને ભગવાનના નામના જાપ માટે કહેવા લાગ્યા. તે વૃદ્ધ પેલા બે ભક્તો ના કહેવાથી ભગવાનનું નામ ઉચ્ચારવા પ્રયત્ન કરતો હતો, પરંતુ તેને ‘રામ’ નામ બોલાતું જ નહોતું.

ઘણા નામ કહેતા, આખરે તે હરી હરી ને બદલે ‘હોરે-હોરે’ બોલવા લાગ્યો. આ નામ તેને સહજ રીતે બોલાતું હતું, પણ હરી હરી  નામ બોલાતું જ નહોતું. તેને પૂછવામાં આવ્યું કે ‘એક દિવસમાં તમને કેટલા પૈસા મળે છે?’ તેણે કહ્યું કે આટલી માછલીઓ પકડવાથી દસ રૂપિયા મળે છે. ભક્તોએ કહ્યું—‘તમે એટલા પૈસાની કે ચોખાની વ્યવસ્થા કરીએ છીએ. જેથી તમને તમારા જીવન નિર્વાહનીચિંતા ન રહે. તમે અમારી દુકાનમાં બેસીને આખો દિવસ હોરે-હોરે (હરિ-હરિ) બોલતા રહો.’

તેમણે કોઈ રીતે મનાવી ને  દુકાનમાં બેસાડ્યો. તે એક દિવસ બેસ્યો, બીજા દિવસે મોડું આવ્યું, અને ત્રીજા દિવસે તો આવ્યો જ નહીં. ત્યારબાદ બે-ત્રણ દિવસ પછી ભક્તો ત્યાં ગયા અને જોયું કે તે ત્યાં જ ધુપમાં માછલીઓ પકડતો હતો. તેઓએ ફરી કહ્યું—‘આ તડકામાં બેસવા કરતાં તમે દુકાનમાં છાયામાં બેસી શકતા હતા. શું મુશ્કેલી હતી? આ તડકામાં બેસવા કરતાં છાયામાં શું વાંધો છે? . તમને અહી જેટલું મળે છે એટલું અમે આપીએ છીએ, તમે માત્ર દિવસભર હરી-હરી જાપ કરો.’

તેણે જવાબ આપ્યો—‘મારાથી થશે નહીં.’

 

આથી સ્પષ્ટ થાય છે કે પાપી વ્યક્તિ માટે સારા કામમાં લાગી જવું અતિ મુશ્કેલ છે. તેને ભગવાન તરફ વાળવા ખુબ કઠીન છે. કોઈ પણ વસ્તુ અતિ શીગ્રતાથી બદલાતી નથી. તેને માટે ધીરજ જોઈએ.

આથી આપણા ઋષિઓએ આપણ ને એકાદશી આપી રોજ રોજ ભાગવાન ભગવાન નહિ કરવું પણ મહિનામાં એક દિવસ ભગવાન માટે કાઢવો.

ત્યાર બાદ અઠવાડિયામાં એક દિવસ અને આમ તે જીવન પ્રભુમય બનાવી શકે છે.

વ્યસની એકદમ અચાનક વ્યાસન છોડી સકતો નથી પણ તેને સંકલ્પ કર્યો કે મહિનામાં એક દિવસ વ્યાસન નહિ કરે.

પછી અઠવાડિયામાં એક દિવસ વ્યસન નહિ કરે.

ત્યાર બાદ હવે તે વ્યાસન જ નહિ કરે.

આમ તેનું વ્યાસન છુટી શકે છે. આવીજ રીતે તેને સારા પણા નું વ્યાસન (આદત ) લાગી શકે છે. માણસ વિચાર થી  અને કૃતિ થી બદલાશે.

કીર્તન એટલે ભગવાનના અને તેના ભક્તો ના ગુણો નું વર્ણન ઘેર ઘેર ગાવું. અત્તર ના પૂમડા ઘેર ઘેર પહોચાડતા અપણા ઉપર પણ લાગવાનું જ છે.

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः।

मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति।।15.7।। गीताजी

આ જીવ લોકમાં મારો જ એક સનાતન અંશ જીવ બન્યો છે. તે પ્રકૃતિમાં સ્થિત થયો (દેહત્યાગ સમયે) અને પાંચે ઇન્દ્રિયોને તેમજ મનને પોતાની તરફ ખેંચી લે છે, તે છે કે તેને એકત્રિત કરી લે છે.

श्री कृष्णस्तु भगवान स्वयम् 

ભગવાન કહે છે. તું મારો અંશ છે. મારો પુત્ર છે. આપણે ભગવાનના દીકરા હોઈએ તો પિતાજી ને ગમતું કરવું જોઈએ.

 

આમ જે લોકો ભગવાનની તરફ આગળ વધે છે, તેમણે આ પોતાની મહાનતા ન માનવી જોઈએ કે "હું ખૂબ સારો છું." એ તો ભગવાનની કૃપા માનવી જોઈએ, જેના કારણે આપણને સત્સંગ, ભજન અને ધ્યાન કરવા માટે તક મળી છે.

આવો વિચાર કરવો જોઈએ કે આ કલિયુગના સમયમાં ભગવાનનું નામ લેવું અને ભગવાનના વિચારો સાંભળવા અને એમણે કહેલા રસ્તે આપણું ચાલવું એ આપણા પર ભગવાનની મહાન કૃપા છે.