Shankhnad -17 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 17

Featured Books
Categories
Share

શંખનાદ - 17

સૂર્ય પ્રતાપ ના બાંગ્લા માં પહેલા માળે  ઇન્સ્પેક્ટર  દયા સીંગ , સોનિયા , પૂર્વી , હવાલદાર ફિરદૌસ બધા ભેગા થયા હતા . અલબત્ત સીઆઇડી  ની આ ટિમ ની આ મિટિંગ વિષે કેદારનાથ ને કોઈ માહિતી ન હતી ..  નીલિમા આ બધા માટે નાસ્તો બનાવ માં વ્યસ્ત હતી .   
" વિક્રમે જે કર્યું એ આવેશ માં આવી ને કર્યું છે " સૂર્ય પ્રતાપે બોલવાનું શરુ કર્યું .. 
બધા એક ધ્યાન થી  સૂર્ય પ્રતાપ ની વાત સાંભળતા હતા  
" વિક્રમે પાકિસ્તાન જવાની જીદ પકડી છે અને એ એમ કરી ને જ રહેશે .. હું જ્યાં સુધી વિક્રમ ને ઓળખું છું ત્યાં સુધી એને અત્યારે સુધી માં એની વેશ બદલી કાડયો હશે . કારણ કે આપડે બધા જાણીયે છીએ કે વિક્રમ વેશ બદલવા માં માહિર છે .. એટલે એને પાકિસ્તાન જવા માટે એના નવા વેઢ પ્રમાણે પાસપોર્ટ ની જરૂર પડશે .. એટલે એ નકલી પાસપોર્ટ બનવાનું વિચારશે ..અને આ શહેર માં નીકળી પાસપોર્ટ એક જ વ્યક્તિ બનાવી શકે છે એ છે ગુલ્ફામ ગુલદસ્તો " સુર્યપ્રતાપ જાણે વિક્રમ ના વિચારો વાંચતો હોય એમ બોલ્યો .. અને એ સાચું પણ હતું !!! વિક્રમે પણ એજ વિચાર્યું હતું ..     
" જો આપણે વિક્રમ ને આ ભયાનક ખોટું કામ કરતા રોકવો હોય અથવા એને આ કામ ના સાથ આપવો હોય તો એને પકડવો પડે અને એને પકડવા માટે આપણે ગુલ્ફામ ગુલદસ્તા પર નજર રાખવી પડે " સૂર્ય પ્રતાપે ઘણા ઓછા સમય માં સચોટ યોજના બનાવી દીધી .. આખરે એ વિક્રમ નો ગુરુ હતો .. એટલે એ જાણતો હતો કે વિક્રમ કેવી રીતે કામ કરે છે 

" આપડે વિક્રમ ને સાથ આપવો જોઈએ " સોનિયા એકદમ બોલી . થોડી વાર સુધી કોઈ કશું બોલ્યું નહિ  .   
" સોનિયા ની વાત સાચી છે " ઇન્સ્પેક્ટર  દયા સીંગ ભાર પૂર્વક બોલ્યો .  
હવાલદાર ફિરદૌસ અને પૂર્વી એ પણ હમિદ ભરી.   .સૂર્ય પ્રતાપ પણ આ જ ઈચ્છતો હતો .  
"" એના માટે દયા સીંગે એક કામ કરવું પડે ગુલદસ્તા ગુલ્ફામ પર નજર રાખવી પડશે અત્યારથી જ " સૂર્ય પ્રતાપે જાણે હુકમ કર્યો ..    
" હું તૈયાર છું સર " દયા સીંગે કહ્યું     
પછી આગળ નો પ્લાન વિચારીશુ એમ કહી સૌ દિન્નર કરી છુટા પડ્યા.   

*****

વિક્રમ સવારે ઉઠ્યો ત્યારે સવારે ના સાત વાગ્યા હતા . ઉઠી ને સૌથી પહેલું કામ એને ટી.વી  ચાલુ કરવા નું કર્યું .. ટીવી ની બધી ન્યુઝ ચૅનલ માં ગઈ કલ ના જ સમાચાર રિપીટ થતા હતા ..બધા સમાચાર માં મુખ્ય ઉદ્દેશ એ હતો કે પોલીસ હવે  સી.બી.આઈ ઓફિસર વિક્રમ ને શોધતી હતી .  
એને ઇન્ટરકોમ પર ફોન કરી ને ચા મંગાવી .  ચા આવી ત્યાં સુધી એ ફ્રેશ થઇ ગયો ..રાત થી જ એને જે વિચારો આવતા હતા એ જ રીતે એને વિચારવા નું ચાલુ કર્યું .  એના નવા નામ નો પાસપોર્ટ બનાવ માટે એને ગુલ્ફામ ગુલદસ્તા ને મળવું પડે એમ હતું .. એને વિચાર્યું હતું કે એ સીધો પાકિસ્તાન કોઈ પણ સંજોગો માં નહિ કઈ શકે .. જો એ એવું કરશે તો પકડાઈ જવાનો ભય છે .અને એ પાકિસ્તાન માં  ધમાકા કાર્ય વગર પકડવા માંગતો ન હતો .. એટલે એને નક્કી કર્યું હતું કે એ પાસપોર્ટ બનાવી ને સીધો શ્રીલંકા જશે એ માટે પાસપોર્ટ લઈને સીધા ચેન્નાઇ જવું પડશે ..અને  ચેન્નાઇ થી સીધા શ્રીલંકા જવાશે ..     
તેને આ બધું વિચાર્યું એ દરમ્યાન એ નહિ ધોઈ ને તૈયાર થઇ ગયો હતો .
વિક્રમે બધું નક્કી તો કરી લીધું હતું પણ આના માટે એને ખુબ પૈસા ની જરૂર હતી ..આ વખતે એને એક જ વ્યક્તિ નું નામ યાદ આવ્યું સોનિયા .. એના માટે સોનિયા ને ફોન કરવો જરૂરી હતો ..એ આ  હોટેલ માંથી સોનિયા ને ફોન કરવા માંગતો ન હતો વળી એ સોનિયા ને ફોન કરે એના પણ ખતરો હતો પરંતુ ફોન કરવો પડે એમ જ હતો ..  
એને રૂમ ને તાળું માર્યું . ચાવી ઝડપથી રીસેઓશન પર આપી . બહાર આવી ને એક રીક્ષા રોકી .. રીક્ષા વાળા ને રામવાડા જવાનું કહ્યું .. વિક્રમ ને ખબર હતી કે રીક્ષા અત્યારે  સીટી માં નહિ જાય કારણ કે સીટી ના કેટલાય વિસ્ત્તાર માં હાજી કર્ફ્યુ ની સ્થિતિ હતી ...અને રામવાડા માં એક મોટું રામ ભગવાન નું મંદિર આવેલું હતું ..ત્યાંથી એ સોનિયા ની કોન્ટાક્ટ કરી ને પૈસા મંગાવા જરૂરી હતા   
પંદર મિનિટ માં રીક્ષા Ram મંદિર ની પાસે આવી ને ઉભી રહી  વિક્રમે રીક્ષા વાળા ને પૈસા આપી ને રવાના  કર્યો ..મંદિર મોટું હતું મુખ્ય મંદિર ની પહેલા એક મોટું ચોગાન હતું તેની આજુ બાજુ બેઠકો વ્યવસ્થા હતી વિક્રમ સામાન્ય માણસ ની જેમ મંદિર માં પ્રવેશ્યો પણ એ ઈ નજર ચારેય બાજુ એક ઉમદા જાસૂસ ની જેમ ફરતી હતી . કેમકે એ જાસૂસી નો એક નિયમ હંમેશા યાદ રાખતો કે એક જાસૂસે હંમેશા સજાગ રહેવું જોઈએ   

વિક્રમે રામ ભગવાન ના દર્શન કર્યા  અને પોતાનું મિશન પાર પડે એના માટે આશીર્વાદ માગ્યા .. એને ક્યાં ખબર હતો કે ભગવાન ના આશીર્વાદ હંમેશા એની પાસે જ રહેવવાના છે ..!!   
વિક્રમ દર્શન કરી ને મંદિર ની બહાર આવ્યો ..અને ચોગાન ના એક ખૂણા માં એક ઝાડ નીચે બાંકડા પર બેઠો .. હવે વધારે સમય બરબાદ કરવો એ વિક્રમ ને પોસાય એમ ન હતું . વિક્રમે પોતાની મોબાઈલ બહાર કાડયો અને સોનિયા નો નંબર ડાયલ કર્યો.   
સોનિયા રાત્રે મોડા સૂતી હતી એટલે હાજી પણ સુઈ રહી હતી ..એના મોબાઈલ ની રિંગ વાગી એટલે તેની આંખ ખુલી . એને જોયું કે મોબાઈલ માં કોઈ અજાણ્યો નંબર છે .  ત્રણ રીગ વાગી ને રિંગ બંધ થઇ ગઈ ..  સોનિયા એ વિચાર્યું કે જેનો પણ ફોન હશે એ  ફરીથી કરશે ત્યારે વાત કરશે . સોનિયા ફોન બહાર મૂકી ને બાથરૂમ માં ગઈ બરાબર ત્રીસ સેકન્ડ પછી ફોન ની અડધી રિંગ વાગી ને રિંગ બંધ થઇ ગઈ ..સોનિયા ને ખબર પડી ગઈ કે આતો વિક્રમ નો ફોન છે .. કેમકે એક કેશ માં એમને નક્કી કર્યું હતું કે મોબાઈલ ની ત્રણ રિંગ વાગે અને ત્રીસ સેકન્ડ પછી અડધી રિંગ વાગે તો સમજી જવું કે આ ફોન વિક્રમ નો છે !!!!  
આખરે સોનિયા પણ એક જાસૂસ હતી એ ઝડપથી બાથરૂમ માંથી બહાર આવી અને જે  નંબર પર મિસ કોલ આવ્યો હતો એ નંબર ડાયલ કર્યો ...