They melted into the air in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | તેઓ હવામાં ઓગળી ગયા.....

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

તેઓ હવામાં ઓગળી ગયા.....

આધુનિક ઇતિહાસમાં ગુમ થયેલી વ્યક્તિઓમાં જો સૌથી વધારે કોઇ ચર્ચાસ્પદ હોય તો તે છે એમેલિયા એરહાર્ટ.તેઓ બીજી જુલાઇ ૧૯૩૭માં ગુમ થઇ ગયા હતા.ત્યારે તેઓ એકલપંડે વિમાનમાં એટલાંટિક સમુદ્રને પાર કરનાર પ્રથમ મહિલા એરપાયલટ તરીકે પ્રખ્યાત હતા.તે અને નેવિગેટર ફ્રેૅડ નુનન વિશ્વની પરિક્રમા કરવા નિકળ્યા હતા અને ત્યારબાદ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.જો કે પેસિફિક મહાસાગર પર તેમનું વિમાન હતુ ત્યારે તેમનો સંપર્ક કપાઇ ગયો હતો.તેમને શોધવા માટે  બે સપ્તાહમાં બે અભિયાન આદરવામાં આવ્યા હતા પણ તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો.ત્યારબાદ બે વર્ષની તપાસને અંતે તેમને મૃત જાહેર કરાયા હતા.જો કે તેમનાં ગુમ થયા અંગે અનેક કોન્સપિયરન્સી થિયરીઓ રજુ કરાઇ છે પણ કોઇ નક્કર પુરાવા મળ્યા નથી.

ચાર એપ્રિલ ૧૯૯૧નાં દિવસે એન્જેલા હમોન્ડ ગુમ થઇ ગયા હતા.તેઓ ત્યારે તેમનાં બોયફ્રેન્ડ સાથે વાત કરતા હતા ત્યારે તેઓ મિશુરીનાં ક્લિન્ટન ખાતે હતા.જ્યારે તેમનાં બોયફ્રેન્ડે તેમને ફરીથી ફોન કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોઇ શંકાસ્પદ વ્યક્તિ તેમનાં ઘરની આસપાસ ગ્રીન પિકઅપ ટ્રક લઇને આંટા મારી રહ્યો છે.જો કે ત્યારબાદ વીસ વર્ષની આ તરૂણી ગુમ થઇ ગઇ હતી.શેફરે જણાવ્યું હતું કે તેની વાતચીત થયા બાદ તે તરત જ ત્યાં જવા નિકળી ગયો હતો.જ્યારે તે ત્યાં પહોચ્યો ત્યારે એક ગ્રીન પિકઅપ ટ્રક તેની પાસેથી પસાર થઇ હતી જેણે તેની કાર પર હુમલો કર્યો હતો.તે માત્ર તેની ગર્લફ્રેન્ડનું અપહરણ થતું જોઇ રહ્યો હતો.જો કે પોલીસને પહેલા તેની વાતો શંકાસ્પદ લાગી હતી પણ ત્યારબાદ તેને છોડી મુકાયો હતો.આ પહેલા પણ મિસુરીમાં આ પ્રકારની બે ઘટનાઓ બની હતી.એન્જેલા જો કે ત્યારબાદ મળી નથી.પોલીસને તો તે ગ્રીન પિકઅપ ટ્રક પણ મળી નથી.

૫૬ વર્ષનો જેમ્સ ઇ ટેડફોર્ડ અને તેની ૨૮ વર્ષની પત્ની પર્લ ટેડફોર્ડ બીજા વિશ્વયુદ્ધનાં પુર્ણ થયા બાદ વર્મોન્ટ પાછા ફર્યા હતા.તેમની બીજી સર્વિસ પુરી કર્યા બાદ ટેડફોર્ડ જ્યારે ઘેર પાછા ફર્યા ત્યારે તેમની પત્ની ગુમ હતી.તેમનાં પરિવારને પણ તે ક્યાં ગુમ થઇ  ગઇ હતી તે અંગે કોઇ અંદાજો  ન હતો.છેલ્લે લોકોએ તેને તે ખરીદી કરવા માટે એમોકો સ્ટોર ગઇ હતી ત્યારે જોઇ હતી.૧૯૪૭માં જ્યારે જેમ્સ તેમને શોધવા નિકળ્યા હતા.તેના બે વર્ષ બાદ તે પણ ગુમ થઇ ગયા હતા.તેઓ ગ્રીન માઉન્ટેન જંગલ વિસ્તારમાંથી પસાર થતા બેનિંગ્ટન પાસ વિસ્તારમાં ગુમ થયા હતા જે આ પ્રકારની ઘટનાઓ માટે કુખ્યાત બન્યો હતો.કેટલાક લોકોએ તેને ત્યાં સુતેલી હાલતમાં જોયો હતો પણ જ્યારે બસ તેના ગંતવ્યસ્થળે પહોંચી ત્યારે જેમ્સ ગુમ હતો.કોઇએ પણ તેને વચ્ચે કયાંય પણ ઉતરતો જોયો ન હતો અને તેનો સામાન પણ રેક પર સલામત હતો.

૧૯૪૦થી ૧૯૫૦ની વચ્ચે બેનિંગ્ટન ગુમ થવાની ઘટનાઓ મામલે કુખ્યાત બન્યો હતો.આ સમયગાળા દરમિયાન છ જેટલા લોકો રહસ્યમય રીતે ગુમ થઇ ગયા હતા.જેમાં સૌથી વિચિત્ર કેસ ૫૩ વર્ષનાં ફ્રેડર લેન્ગરનો હતો જે ૨૮ ઓક્ટોબર ૧૯૫૦માં ગુમ થઇ હતી.તે પોતાના પિતરાઇ હર્બર્ટ એલ્સનેર સાથે હાઇકિંગ માટે નિકળી હતી અને ગુમ થઇ ગઇ હતી.તેમનો પરિવાર ત્યારે સમરસેટ રિઝર્વિયર પર કેમ્પ નાંખીને મજા માણતો હતો.તે બંને નજીકનાં પર્વત પર હાઇકિંગ માટે નિકળ્યા હતા.આ યાત્રા દરમિયાન લેન્ગર પાણીમાં પડી ગઇ હતી તેણે હર્બર્ટને રિકવેસ્ટ કરી હતી કે તે તેના લીલા કપડા બદલીને તરત પાછી ફરશે.જો કે તે ત્યારબાદ ક્યારેય પાછી ફરી ન હતી.હર્બર્ટ જ્યારે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેણી કેમ્પ પર આવી જ ન હતી.પરિવારે સતત બે અઠવાડિયા સુધી તેની તપાસ કરી હતી.તેને શોધવા માટે હેલિકોપ્ટરોનો પણ ઉપયોગ કરાયો હતો પણ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.જો કે એકવર્ષ બાદ તેનો મૃતદેહ તે જ સાઇટ પર મળ્યો હતો જ્યારે કેટલાક પર્વતારોહકો ત્યાં હાઇકિંગ માટે પહોચ્યા હતા.જો કે તેનો મૃતદેહ જે હાલતમાં મળ્યો હતો તેનાથી તેનું મોત કઇ રીતે થયું હશે તે જાણી શકાયું ન હતું.

આ યાદીમાં સૌથી વિચિત્ર કેસ સોડર પરિવારનાં પાંચ બાળકો ગુમ થવા અંગેનો છે.ક્રીસમસની આગલી સાંજે પરિવારનાં પાંચ બાળકો રહસ્યમય રીતે ગુમ થઇ ગયા હતા.ત્યારે સાંજે તે બાળકોએ તેના માતાપિતાને તેઓ બહાર રમવા જઇ રહ્યાં છે તેમ કહ્યું હતું અને માતાપિતાએ તેમને રજા આપી હતી.માતાપિતા ત્યારબાદ સુવા માટે ગયા હતા અને રહસ્યમય ઘટનાઓનો સિલસિલો શરૂ થયો હતો.તેમનો ફોન વાગ્યો અને જ્યારે માતાએ ફોન ઉપાડ્યો ત્યારે સામેથી કોઇ અજાણ્યા કોઇ વ્યક્તિએ કશું પુછ્યું જેના જવાબમાં તેણીએ તેને કશું ખબર નહી હોવાનું કહેતા સામેથી અટ્ટહાસ્યનો અવાજ આવ્યો હતો અને તેણે ફોન મુકી દીધો હતો.પરિવાર આ ઘટનાથી ગભરાઇ ગયો કારણકે કોઇએ તેમનાં ઘરનાં તમામ દરવાજા બંધ કરી દીધા હતા.છત પર કોઇ અવાજ આવતા તેઓ ઉંઘમાંથી જાગી ગયા હતા અને તેમને જણાયું કે તેમનાં ઘરમાં આગ લાગી છે તેઓ ગમે તે રીતે નિકળી ગયા હતા જ્યારે તેઓ બહાર નિકળ્યા ત્યારે તેમણે પોતાના બાળકોની એ જગાએ તપાસ કરી હતી જ્યાં રમવા માટે તેઓ ગયા હતા પણ તેમાંનો કોઇ બાળક મળ્યો ન હતો.પરિવારને તો તેઓ જીવતા  બચ્યા હશે તેની કોઇ આશા રહી ન હતી પણ તંત્રને વિશ્વાસ હતો કે તેઓ આગમાંથી બચી ગયા હશે કારણકે કોઇએ તેમનાં એક પુત્રનો મોટો થયા બાદનો એક ફોટો ઇમેલ કર્યો હતો.

જિમ્મી હોફ્ફા કે ડીબી કુપર જેવા લોકો ગુમ થયાની ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે પણ આખેઆખો સમુદાય ગાયબ થઇ જાય તે વાત સાંભળવામાં વિચિત્ર લાગે છે.જુલાઇ ૧૫૮૭માં ૧૧૫ અંગ્રેજ પરિવારો આજે ડેર કાઉન્ટી નામે ઓળખાતા વિસ્તારમાં પહોંચ્યા હતા.જો કે ત્યારે ત્યાં વસતા સ્થાનિકો અને તેમની વચ્ચે સંઘર્ષ થયો હતો અને શહેરનાં ગવર્નર જહોન વાઇટ ત્યારે મદદ લેવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા જ્યારે તે ત્રણ વર્ષ બાદ પાછા ફર્યા ત્યારે તે સ્થળે કોઇ જીવતું બચ્યું ન હતું.વિસ્તાર કબ્રસ્તાન બની ગયો હતો.એક સ્થળે લાકડા પર ક્રોટોન નામનો શબ્દ કોતરાયેલો જોવા મળ્યો હતો.જો કે તે સિવાય કોઇ ખાસ માહિતી તેમનાં વિશે મળી ન હતી.આજે પણ આ આખેઆખો સમુદાય ક્યાં ગુમ થઇ ગયો તે અંગે કોઇને કશો જ અંદાજો નથી.

સમુદ્રમાં બનતી કરૂણાંતિકાઓની વાત નવી નથી.જો કે પાંચ મિત્રો હવાઇ સમુદ્રમાં ફિશિંગ માટે ગયા હતા અને તેઓ ત્યાંથી પાછા ફર્યા ન હતા તે વાત રહસ્યમય બની ગઇ હતી.તેઓ ૧૯૭૯માં સારાહ જો નામની બોટ લઇને માઓઇનાં કિનારાથી નિકળ્યા હતા.તેઓ જ્યારે પાછા ન ફર્યા ત્યારે પરિવાર અને તંત્રએ તેમને શોધવા માટે અભિયાન આદર્યુ હતું પણ તેમનાં કોઇ નિશાન મળ્યા ન હતા.એક દાયકા બાદ સારાહ જો અંગે માહિતી મળી હતી કે તે માર્શલ આઇલેન્ડ ખાતે છે.જ્યારે તપાસ કરનારાઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને સારાહ જોનો કાટમાળ મળ્યો હતો અને પાસે પાંચ ગુમ થયેલાની કબર મળી હતી.આ બોટ ત્યાં કેવી રીતે પહોંચી, તેમને શું થયું તેમને કોણ દફનાવ્યા તે અંગે કોઇ વાત જાણવા મળી ન હતી.આજે પણ આ સવાલો લોકોને મુંઝવી રહ્યાં છે.