Nitu - 74 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 74

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

નિતુ - પ્રકરણ 74


નિતુ : ૭૪(નવીન તુક્કા)



નિતુએ પોતાની કેબિનમાં આવી કરુણા સાથે વાત કરતા પૂછ્યું, "શું વાત છે કરુણા? કંઈ કહેવું છે તારે?"

"હા, ઘણા સમયથી... પણ તું મોકો જ નથી આપતી."

"લે! હવે તારે મને કહેવા માટે કંઈ મોકાની થોડી જરૂર છે?!"

"એટલે જ આજે મારે તારો રસ્તો રોકવો પડ્યો."

મોં મલકાવી તે બોલી, "ઠીક છે ભૈ, બોલ."

"નીતિકા મને એ જ નથી સમજાતું કે આ બધું શું ચાલી રહ્યું છે. હું નવીન અંગે ઘણાં સમયથી તારી સાથે વાત કરવા માંગુ છું. હોપ કે તે કંઈક સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે."

"એક મિનિટ કરુણા. આ તું શું બોલે છે? અને નવીન મારો એક સારોએવો મિત્ર છે બસ. આ વાત હું બધાને કેટલીવાર સમજાવું?"

"એવું દેખાતું તો નથી."

"એમાં કોઈને શું દેખાય છે કે નથી દેખાતું એનાથી મને કોઈ ફેર નથી પડતો. એક ફ્રેન્ડ તરીકે એ મારી હેલ્પ કરે છે."

"ઓકે. હું માની લઉં છું. પણ મને એક વાતનો જવાબ આપ. શું કાલે ઉઠીને નવીન તને સંબંધ આગળ વધારવા કહેશે તો તું માનીશ?"

હસીને તેણે જવાબ આપ્યો. "નવીનમાં મને કોઈ ખોટ નથી દેખાતી. એ મારા વિશે આવું ક્યારેય નહિ વિચારે. બાકી રહી વાત સંબંધની તો દોસ્તીથી આગળ એ નહિ વધે અને વધશે તો હું એને અટકાવીશ. મારા માટે દોસ્તીથી આગળ માત્ર મયંક છે અને એનું સ્થાન કોઈ બીજાને નહિ આપી શકું."

"તો પછી એને અટકાવ નીતિકા. હું એ જોઈ રહી છું જે તું નથી જોઈ રહી."

"કરુણા... તું કેમ નથી સમજતી?"

"ઓકે, ફાઈન. તારે આંખ આડા કાન જ કરવા છે તો... જ્યાં સુધી તું ઠોકર નહિ ખાયને, ત્યાં સુધી તને નહિ સમજાય."  કટાક્ષ કરતી કરુણા તેની કેબીનમાંથી બહાર જતી રહી. તેની વાતને અવગણી નીતિકા પોતાના ટેબલ પાસે આવી અને પાણીનો ગ્લાસ હાથમાં લેતા બોલી, "ઓફફો... આ કરુણા પણ છેને સાવ. એ પણ હવે વિદ્યા જેવા શબ્દો વાપરવા લાગી છે. ખબર નહિ આ લોકો કેમ કંઈ સમજતા નથી."

નિતુને પોતાનામાં તરબતર જોવી નવીન માટે સહજ હતું. પરંતુ એ વિચારે છે એ સાચું છે કે નહિ એની ખાત્રી કરવાની અશોકે અને ભાર્ગવે એને સલાહ આપી. ત્રણ દિવસથી વિદ્યાની ગેરહાજરીનો લાભ ઉઠાવી નવીને તેના તરફના પોતાના પ્રયત્નો શરુ રાખ્યા. એની ખુશી માટે કેબિનમાં ફૂલ લગાવવા કે બે ઘડી આરામ લેવા માટે ચોકલેટ આપવી પૂરતું નહોતું. માટે અવનવા પ્રયોગથી એણે ચકાસણી કરી કે વાસ્તવિકતા એ સમજે છે, એ જ છે કે કંઈક અલગ.

નવીનની દરેક વાતનો નીતિકાએ પોઝીટીવ જવાબ આપ્યો. એના માટે તે જે કંઈ કરતો એનો સરળતાથી નિતુ સ્વિકાર કરી લેતી અને નવીનને એ વાતની ખાત્રી થઈ જતી કે નિતુ પણ કદાચ તેને પસંદ કરવા લાગી છે. વિદ્યા ઓફિસમાં નહોતી એને ત્રણને બદલે પાંચ દિવસ થવા આવ્યા અને તેનો કોઈ અતોપતો નહોતો. આનો સીધો ફાયદો નવીનને જ થઈ રહ્યો હતો.

સીધા અને ભોળા નવીનને પોતાના પક્ષે રાખવા નિતુ તેની દોસ્તીને મન મૂકીને અપનાવી રહી હતી, પરંતુ નવીનના મનમાં કંઈ વિશેષ લાગણી જન્મી ચુકી હતી. શું કરવું અને નહિ એ વાતથી તદ્દન અજાણ નવીન અશોક અને ભાર્ગવની સલાહ લઈને નિતુનાં મનમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. જોકે હવે તેણે પોતાનું અંતિમ બાણ તાક્યું.

લંચમાં નિતુની સામે જ આખા ગ્રુપની નજર હતી. નવીન આજે શું કરવાનો છે એની દરેકને જાણ હતી. લંચ પત્યું કે ફરીથી નવીન તરફથી આજે નિતુની ફેવરિટ આઈસ્ક્રીમ મંગાવવામાં આવી હતી. ખૂબ ચાઉથી નિતુએ અને ટેબલના લોકોએ તેનો આનંદ લીધો. તે બોલી, "વાહ, નવીન તું મારા માટે આટલું બધું કરી રહ્યો છે! જો બેસ્ટ ફ્રેન્ડ્સનો મને કોઈ એવોર્ડ આપવાનું કહેને, તો હું તને જ આપું."

"એમ?" નવીને કહયું.

તે આગળ બોલી, "હા, તારા જેવો ફ્રેન્ડ મળવો નસીબની વાત છે."

"તો પછી મારા તરફથી હું તને કંઈક આપવા માંગુ છું."

હરખાઈને તે બોલી, "હંહ... હવે શું આપવાનું છે?"

તેણે અનુરાધા તરફ જોયું અને અનુરાધાએ પોતાના પર્સમાંથી એક બોક્સ કાઢી નવીનને આપ્યું. જસ્સી આવીને ટેબલ સાફ કરી ગઈ. એ પછી અનુરાધા અને સ્વાતિ બન્ને ઉભા થઈને થોડી દૂર જઈ ઉભા રહ્યા. નિતુને આ અચંબો પમાડી રહ્યું હતું. તે નવીનની આ કરણીને આશ્વર્યસહ સ્મિત આપતી તાકી રહી. ટેબલ પરથી ઉભા થઈ નવીને ઢીંચણે બેસીને બોક્સનું મુખ નિતુ તરફ રાખી, બોક્ષ ખોલ્યું. તેને બોક્ષમાં રાખેલી ડાયમન્ડ જડિત ગોલ્ડન રિન્ગ દેખાઈ. તેને લગભગ અંદાજ આવી ચુક્યો હતો કે નવીન કઈ દિશામાં જઈ રહ્યો છે, માટે રિન્ગ જોતાંની સાથે નિતુનાં ચેહરા પરથી સ્મિત વિલાઈ ગયું.

નવીને મોઢું મલકાવતા કહ્યું, "નિતુ, વીલ યુ લાઈક ટુ બી વિથ મી, ઈન માય લાઈફ?"

નીતિકા સંપૂર્ણ રીતે અકળાઈ ઉઠી. શું કહેવું એ એને ના સમજાયું. તેની નજર સામેનાં ટેબલ તરફ ગઈ અને તેની સામેં આંખો રાખીને ઉભેલી કરુણા જાણે કહેતી હતી, કે 'હું તને આ જ સમજાવવા માંગતી હતી નીતિકા!' હવે નિતુને સમજાયું કે બે દિવસ પહેલા કરુણા જે વાત કરવા આવી હતી એ નકામી નહોતી. પોતાની જાતને સંભાળતી નિતુ બોલી, "હેય લુક... વી... વી આર ફ્રેન્ડ્સ ઓકે."

"હા, પણ હવે હું આપણી આ મિત્રતાને એક નવું નામ આપવા માંગુ છું."

ગભરાયેલી નીતિકા ઉભી થઈ ગઈ અને કહેવા લાગી, "જો, મેં તને મારા આસિસ્ટન્ટની સાથોસાથ એક સારો દોસ્ત માન્યો છે. હું તને એક સારા દોસ્ત તરીકે ટ્રીટ કરું છું. મેં આવું ક્યારેય નથી વિચાર્યું."

ઉભા થતાં તે બોલ્યો, "તો હવે વિચારી જો. હું માનું છું કે તે મને દોસ્ત તરીકે જોયો છે. હું હવે આપણા આ સંબંધને આગળ વધારવા માંગુ છું. આ ફ્રેન્ડજોનમાં અટવાયેલા આપણા સંબંધને એક નવું નામ આપવા ઈચ્છુ છું. એકવાર તારી અંદર ઝાન્ખી લે. ક્યાંક તારા મનમાં પણ મારા માટે જગ્યા તો હશે જ ને?"

"છે... પણ એક ફ્રેન્ડ તરીકે. આપણી વચ્ચે સારી મિત્રતા છે. જો નવીન, તું સારો માણસ છે. હું તારું પરિમેય રાખું છું એટલે એનો એવો અરથ નથી કે તું આમ... પ્લીઝ નવીન. મારા સ્વભાવને લઈને તે વ્રોન્ગ ટ્રેક પકડ્યો છે. આઈ એમ સોરી બટ..." તે અટકી અને કેન્ટીન બહાર જવા લાગી.

નવીન ઝડપથી તેની આગળ આવી ઉભો રહ્યો. નિતુ બોલી, "નવીન પ્લીઝ, આ વાતને અહીં જ ખતમ કર. મને જવા દે, આ રીતે રસ્તો રોકી તમાશો ન બનાવ."

"હું તમાશેબાજી નથી કરી રહ્યો. હું મારી લાગણીઓને એક્સપ્રેસ કરી રહ્યો છું... તારી સામે."

"મને એ પસંદ નથી."

"થોડા દિવસો પહેલા લાગણીઓને એક્સપ્રેસ કરવા તું વિદ્યા મેડમની વિરુદ્ધ ચાલી ગઈ હતી. આજે કહે છે કે તને પસંદ નથી?!"

"એ વાત જૂદી હતી, આજની વાત જૂદી છે."

અનુરાધાએ બાજુમાં ઉભેલા અશોકને ધીમેથી કહ્યું, "વાત વણસી રહી છે અશોકભાઈ." તે કહે, "જે થાય એ જોયા કર અનુરાધા. એમ જ તો નીતિકાનાં મનની વાત બહાર આવશે ને!"

થોડું હસી તે બોલ્યો, "વાત જૂદી હોય એવું મને નથી લાગતું. તું ક્યારેય કોઈનો પક્ષ નથી લેતી. તો મારા પર જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે મારો પક્ષ કેમ લે છો? મારી આટલી બધી કેર કરે છો. મોડે સુધી મેસેજમાં વાત કરે છો, મારા નાના નાના જોક્સ પર હસે છો. મારા પ્રત્યે તારો આ અભિગમ દાખવવો એ માત્ર દોસ્તી તો નથી જ ને! મારી દરેક વાતને તું જાણવા માંગે છે. મેં શું કર્યું? શું નથી કર્યું? મારા વિશે... મારી ફેમિલી વિશે..." તે પોતાની વાત રાખતા ભાવુક થઈ ગયો.

નિતુ કહે, "આ બધું તો એક મિત્ર માટે પણ થઈ શકે. એક મિત્ર તરીકે મેં તારી હેલ્પ કરી, એક મિત્ર તરીકે તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. એનો એવો મતલબ કાઢવાનો કોઈ અરથ નથી કે તારી જેમ મારા મનમાં... કદાચ તારા મનમાં મારા માટે લાગણી ફૂટી હોય તો એવું નથી કે મારા મનમાં તારા માટે કંઈક હોય. અગેઈન, તને હર્ટ થશે પણ... આઈ એમ સોરી નવીન."

તે તેની બાજુમાંથી પસાર થઈ ગઈ અને ઉતાવળા પગલે કેબીન તરફ ચાલી. નવીન તેની પાછળ તેને રોકવા ગયો, તો ગ્રુપના બાકીના લોકો પણ એની પાછળ ગયા. કોરિડોર મારફતે પસાર થતી નીતિકાને સાદ કરતો નવીન તેની પાછળ ભાગી રહ્યો હતો. પોતાના તરફ એટલી ઝૂકતી નીતિકા આ રીતે તેને અવગણે એ કદાચ તેને મંજૂર નહોતું.

"નિતુ... નિતુ પ્લીઝ લીસ્ટન ટુ મી... નિતુ... " જોરજોરથી સાદ કરતો તે તેની પાછળ હતો. એને લાગ્યું, કે તે હવે ઉભા રહીને એની વાત નહિ સાંભળે ત્યારે તેણે તેનો હાથ પકડી તેને રોકી. બંને વચ્ચે આનાકાની સર્જાય. નવીન તેને દૂર જવા દેવા નહોતો માંગતો અને નીતિકા તેની વાત સાંભળવા તૈય્યાર નહોતી.

હાથ છોડાવી તે કેબીન તરફ ફરી, કે "મારી વાત સાંભળ..." કહી નવીને તુરંત તેનો હાથ પકડી લીધો. નિતુની આંખો તેના આ અનપેક્ષિત વર્તનથી અશ્રુસાર થઈ ગઈ હતી. નવીને તેનો હાથ પકડી તેને પોતાના તરફ બળજબરીથી ઘુમાવી, અનેક બળથી તે તેની સામે ફસડાઈ એટલે ટેકો આપતા નવીનનો હાથ અનાયાસે તેની કમર પર જઈ ચડ્યો. તે શાંત થઈ ગઈ. તેનો એક હાથ નવીને પકડી રાખ્યો હતો અને બીજો તેની બંને વચ્ચે દીવાલ બની રહ્યો હતો.

એકાદ ક્ષણની શાંતિ પછી નવીનની આંખોમાં અશ્રુ ભરેલી આંખો વડે જોતી નિતુનાં શ્વાસોએ જોર પકડ્યું. પોતાનો હાથ છોડાવી બંને હાથનું જોર લગાવી તેણે નવીનને દૂર હડછેલ્યો અને નસકોરા ફુલાવી તેનો ગુસ્સો બહાર આવ્યો. તેણે નવીનને શક્ય તેટલી તાકાતથી થપ્પડ મારી દીધી. અનુરાધા એન્ડ ગ્રુપના દરેક લોકોના મોં ખુલ્લા રહી ગયા. હાજર તમામ સ્ટાફે આ થપ્પડની ગુંજ સાંભળી. હાથ મુખ પર રાખી નિતુનું રુદન નીકળ્યું અને નવીન ભાવુક થઈ તેને જોઈ રહ્યો.

તેણે હળવેથી પૂછ્યું, "આજ સુધી તારો અને મારો વ્યવહાર એટલો સ્પષ્ટ રહ્યો, શું તારા માટે સાચે જ આપણા સંબંધને કોઈ સ્થાન નથી?"