AME BANKWALA - 40 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | અમે બેંક વાળા - 40 તું આ દિવાળી નહીં જુએ

Featured Books
Categories
Share

અમે બેંક વાળા - 40 તું આ દિવાળી નહીં જુએ

“ તું આ દિવાળી નહિ જુએ”

 

એક પંદર વર્ષ અગાઉના   વખતની વાત છે. એ સમયે હું MICR સેન્ટરનો ઇન્ચાર્જ હતો. દિવાળીના દિવસો નજીક હતા. કામનો લોડ સરખો એવો રહેતો. 

 

તે દિવસે મારી નાઈટ ડ્યુટી રહેતી અને ધનતેરસનો દિવસ હતો એટલે ઓફિસે જવા નીકળતા પહેલાં  હું ઘેર પાટલા પાર લક્ષમીજી સામે દીવો કરી પૂજા કરવા બેસતો જ હતો ત્યાં મારો લેંડલાઇન ફોન રણક્યો. ઉપાડું તો સામેથી અવાજ આવ્યો કે “ તું mr. anjaria  બોલે છે?” તુંકારો વિચિત્ર તો લાગ્યો પણ મેં  હા કહી.

 

સામેથી કહેવાયું  કે હું CBI નો અમુક અધિકારી બોલું છું. CBI એટલે તો સેન્ટ્રલ બેન્ક પણ થાય . મેં  તેના ક્લિયરિંગ ઇન્ચાર્જ જેને હું ઓળખતો હોવો  જોઉં એના ખબર પૂછ્યા. એ કોણ જાણે કેમ, એને ઓળખતો ન હોય એવો દેખાવ કરી કહે “તમે દિવાળીની ગિફ્ટ નિમિતે લાંચ લીધી છે એટલે તમારી ધરપકડ કરવામાં આવશે.”

 

આ 2011 ની વાત છે. ત્યારે આજે ચાલે છે એવી ડિજિટલ એરેસ્ટ જેવી વસ્તુ અસ્તિત્વમાં નહોતી.

 

મારી ધરપકડ  થાય એવું હું કરું જ નહિ છતાં એક ક્ષણ માટે મારા પગ ધ્રુજી ગયા. મેં કહ્યું કે અમારું તો ચેક પ્રોસેસનું કામ. એમાં કોઈ પાસે લાંચ લેવા જેવું આવે જ નહિ. અમારું કામ મશીનો સાથે અને ક્લિયરિંગ કરતી બેંકો સાથે.

 

એ અવાજ વધુ કડક બન્યો. કહે મેં  લાંચ લીધાના પુરાવા છે. મેં  કહ્યું કે તો પછી મારા રીઝીઓનલ  મેનેજરને તમે વાત કરી? એમણે  શું  કહ્યું?

 

સામેનો અવાજ કહે બધી ખબર પડી જશે. દિવાળી જેલના સળિયા પાછળ કાઢવી પડશે. “તું જોઈ લેજે”.

 

મેં પૂછ્યું કે જો મેં  લાંચ લીધી   હોય તો તમને ખબર તો હશે જ કે મેં કોને શું ફાયદો કરાવ્યો અને એના માટે શું લાંચ લીધી. એ કહે ‘મોટી મોટી ગિફ્ટ લઇ દિવાળી ઉજવો છો ને? આ દિવાળીએ લઈ લો. એ પણ  કુટુંબ ભોગવશે. તમે તો..’

 

આમ કહી એ અટક્યો.

 

મેનેજરોને કદાચ થોડી વધારે ગિફ્ટ મળતી હશે પણ બેંકમાં સ્ટાફને દિવાળી પર મીઠાઈનાં  બોક્સ મળવાં સામાન્ય હતું. એમાં કશું ખોટું ન હતું. બેન્ક પોતે પણ સારા મોટા કસ્ટમરને  કશુંક આપતી હોય છે. ડાયરી, પેન જેવું.

 

આ ભાઈ તો કહે પોલીસ તમારી ધરપકડ કરશે.

 

મેં કહ્યું કે હું બેન્ક પર એટલે મારાં  માઈકર સેન્ટર પાર જવા નીકળું છું. એ પહેલાં તમે મારા ઉપરી રિજિયોનલ મેનેજર સાથે વાત કરી લો. આ ફોન મુકી હું પણ હમણાં જ વાત કરું.

 

એ ભાઈ બગડ્યા. ગુસ્સામાં કહે “રિજિયોનલ મેનેજર વાળી, તને તો હાથકડી પહેરાવી લઇ જઈશ ને “તારો  ટાંટિયો તોડી નાખીશ.”  બીજી પણ બે ચાર ભૂંડી ગાળો બોલી ધમકીઓ આપી એણે ફોન મુક્યો.

 

આ થોડું વધુ પડતું લાગ્યું. પોલીસ અધિકારી પણ બેન્ક મેનેજર સાથે આ રીતે રીતે વાત ન કરે.

 

ઠીક. કારણ વગર થોડો ફફડતો  હું બેંકે ગયો.

 

મારા તરત નીચેના અધિકારીઓને વાત કરી. તેઓ પણ કહે આ બધું છે તો વિચિત્ર.

 

કોઈ રીતે કોલર આઈડી પર થી જે નંબર પરથી કોલ આવેલો એ બેન્કમાંથી જ ઘેર ફોન કરી પૂછ્યો. એ નંબર પાર ફોન કરીએ  ઉપાડે જ નહિ.

પણ એ નંબર કોનો હતો?

 

તે વખતે જાડો પ્રિતેડ ચોપડો આવતો એ ટેલિફોન ડિરેક્ટરીમાં સીબીઆઈ  પોલીસનો નંબર   જ નહોતો.

 

એક સાથી અધિકારી  શ્રી. રેખ એ અમારા નવજીવન પ્રેસ ક્પમ્પ્લેક્સમાં આવેલાં સેન્ટરની બહાર જઇ કોઈ બીજી જગ્યાએથી ફોન કર્યો. પાંચેક વાર ન ઉપડ્યો. એમણે  એમના મોબાઈલથી ફોન લગાવ્યો.  પોતે કોણ  છે એ ન કહ્યું.

રેખ સાહેબે આ નંબર કોનો છે એ ટેલિફોન એક્સચેંજમાં પૂછ્યું. બે ત્રણ કાઉન્ટર પ્રશ્નો પછી એમને સામેવાળાએ કહ્યું કે આ તો પાલડી પાસેનાં કોઈ પબ્લિક ટેલિફોન બુથનો નંબર છે!

 

તેઓ ફરી સેન્ટરમાં આવ્યા. અમે એ નંબર પર જેટલી વાર ફોન કરીએ, કોઈ ઉપાડે જ નહિ. ફરીથી કોઈ અજાણ્યા એટલે સ્ટાફનો મોબાઈલ લઇ ત્યાં ફોન કર્યો કે તમારે ત્યાંથી આજે આ સમયે સાંજે કોણ કોણ ફોન કરવા આવેલું? પેલો તો કહે અમારે તો દર બે મિનિટે લોકો આવે ને જાય. કેમ ખબર પડે? મોબાઈલમાં વાત કરનાર અધિકારી કહે તમારા બુથ પરથી આવેલા અમુક શંકાસ્પદ ફોન ટેપ થયા છે   છે, અમે પોલીસના અમુક માણસો છીએ  એટલે માહિતી આપીએ છીએ. તમારે ત્યાંથી લાંબો ફોન કોણ કરી ગયેલું? અમુક પ્રકારની વાતો કરતું?

 

કોઈએ લુખ્ખી આપી એટલે એ ભાઈ બોલી ગયા કે નજીકમાં આવેલી પંજાબ નેશનલ બેન્કના ક્લિયરિંગ સ્ટાફનો કોઈ લોકલ બ્રાન્ચ લીડર અને એના બે ત્રણ સાથીઓ આવેલા.

 

એમને મારા ઘરનો નંબર ક્યાંથી મળ્યો? મારા જ કોઈ ક્લેરિકલ સ્ટાફે આપેલો. મેં મારા નંબર બધા સ્ટાફને આપેલા કેમ કે ગમે ત્યારે કોઈને જરૂર પડે.

 

હવે આખી વાતનો તાળો મળ્યો. એક દિવસ અગાઉ પંજાબ નેશનલ બેન્કના ક્લિયરિંગ ઇન્ચાર્જ નો ફોન હતો કે અમારે અમુક માનવ સર્જિત તકલીફો થઇ છે એટલે અમે ક્લિયરિંગ આજે મોડું મીકલશું, પ્લીઝ, સ્વીકારી લેજો.

 

દરેક બેન્કોને પોતાનું ક્લિયરિંગ એટલે બધી બ્રાન્ચોના ચેકો મોકલવા અમુક સ્લોટ નિશ્ચિત હોય. મોટી બેંકોના સ્લોટ પાછળ હોય પણ રાતે 8 સુધીમાં બધા ચેકો આવી જ જવા  જોઈએ.  તો જ બધું પ્રોસેસ, બેલેન્સ કરી યાંત્રિક પ્રક્રિયા દ્વારા બેન્ક, બ્રાન્ચ, ખાતા ટાઈપ અનુસાર ચેકો ગોઠવી  એની ફ્લોપી   રાતે 2 થી 3 વચ્ચે બની શકે.

એ બેંકે તે દિવસ પૂરતું  સાડાસાત ના સ્લોટ ને બદલે છેક રાતે  સવાનવ પછી ક્લિયરિંગ મોકલેલું. મારા ક્લેરિકલ સ્ટાફે બહુ કહ્યું કે એ બેન્કનું આજનું ક્લિયરિંગ સસ્પેન્ડ કરો. એને પાઠ  શીખવો.  અમૂક, અધિકારીઓ પણ કહે કે એમ જો બધાને સગવડ આપશું  તો ક્યારેય આખા અમદાવાદ અને આસપાસના શહેરોનું ક્લિયરિંગ સમયસર પુરૂં કરી શકશું નહિ. પણ એક બેન્ક ચેકો કલેક્ટ મોકલે એ બધી બેંકોમાં ડેબિટ થવા જતા હોય. સામસામું સેટલમેન્ટ થવું જ રહ્યું. કોઈ એક બેન્ક ને RBI ની પરમિશન સિવાય ક્લિયરિંગમાંથી બાકાત ન રખાય.  આખા અમદાવાદ અને 1200  બ્રાન્ચ ની પ્રોસેસ કરીએ   છીએ તો આ રીતે એડજસ્ટ કરવું પડે.

 

મેં અંદરોઅંદરના ઉહાપોહ છતાં  એ  કલિયરિંગ મોડેથી  લીધેલું. કારણ એ હતું કે કોઈ આંતરિક ઝગડાને કારણે  એના સ્ટાફે ધરાર હડતાલ જેવું કરી ક્લિયરિંગ ન જાય એવા પ્રયત્નો કરેલા. એ સામે એ બેન્કના અધિકારીઓ  પોતે ચેકો એનકોડ કરવા બેસી ગયેલા. એના ઇન્ચાર્જ થી સ્પષ્ટ તો આવું ન કહી શકાય  કે અમારા સ્ટાફે હડતાળ પાડી છે ને આજનું કલીયરિંગ ખોરવી નાખવાની પેરવી કરી છે પણ એમણે  વિનંતી કરેલી કે ક્લિયરિંગ  મોડું પણ લઈ લેવું. જે મેં  મારા સ્ટાફના વિરોધ છતાં લેવરાવેલું.

 

એના બદલ મને કોઈ એક્સ્ટ્રા મીઠાઈનું પેકેટ કે ગિફ્ટ મળેલી નહિ પણ જેમને આમ પોતાની હાર થઇ એમ લાગેલું એમણે મને અંતે બહારથી ધમકીઓ આપી રોષ વ્યક્ત કરેલો.

 

ત્યાં વાત પતી .  વળી બીજા કોઈનો બીજી કોઈ જગ્યાએથી ફોન આવ્યો કે ગીફ્ટો લઇ મઝા કરો લીધી ને? હવે તું આ  દિવાળીની રાત નહિ જુએ.

 

આ વાત ગંભીર હતી, બધા નીકળે પછી મોડી રાતે ચેક પ્રોસેસ સિવાયનું મેનેજરે કરવું પડતું કામ પતાવી હું ખુબ મોડી  રાતે એકલો નીકળતો ત્યારે સાડા ત્રણ જેવા વાગ્યા હોય. મેં મારા ડેપ્યુટી રિજિયોનલ મેનેજરને વાત કરી. તેમને કહ્યું કે પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી દો . જોઈએ તો ત્યાંથી જ મને ફોન કરો.

 

મેં ઓફિસ નજીકનાં  અને ઘર નજીકનાં પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ લખાવી દીધી. પંદર દિવસ સુધી કોઈ વાંધો આવ્યો નહિ  એટલે પોલીસે એ  ફરીયાદ ફાઈલ કરી નાખી.

 

દિવાળી તો જોઈ, કોઈએ ટાંટિયા તોડ્યા નહિ અને ગિફ્ટ તો જે મળવાની હતી એ જ મળી, મિઠાઇનાં  બોક્સ ઉપરાંત કદાચ એક શર્ટ પીસ. મને એની અપેક્ષા પણ ન હતી.

 

એ બેન્કના ક્લિયરિંગ અધિકારીઓ તરફથી ખાસ આભાર માનવામાં આવ્યો એ જ મહામૂલી ગિફ્ટ.

 

એ ગ્રાહકોના આભારોનું ધન એ જ મારુ સાચું ધન હતું અને છે. એના સહારે એ પછીની ઘણી દિવાળીઓ નિવૃત્ત થયા પછી પણ જોઈ છે.

***