Ramayana by Shri Tulsik - Part 5 in Gujarati Mythological Stories by સુરજબા ચૌહાણ આર્ય books and stories PDF | શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 5

Featured Books
Categories
Share

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 5

શ્રી શુકદેવજી, સનંત કુમારો, નારદ મુનિ વગેરે ભક્ત અને પરમ જ્ઞાની મુની શ્રેષ્ઠ છે એમને હું ધરતી પર મસ્તક ટેકવીને પ્રણામ કરું છું. હે મુનિવારો મને આપનો દાસ જાણી કૃપા કરો.

 જનક રાજાના પુત્રી, જગત જનની અને કરુણાનાં નિદાન શ્રીરામના પ્રિયતમાં શ્રી જાનકીજીના બંને ચરણ કમળો ને હું વંદના કરું છું. જેની કૃપાથી મને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય.

 ફરીથી મન વચન અને કર્મથી હું કમળ સમાન નેત્રો વાળા, ધનુષ બાણધારી અને ભક્તોની વિપતિઓનો નાશ કરનારા સર્વ સુખ આપવા વાળા અને સર્વ સમર્થ શ્રી રઘુનાથજીના ચરણ કમળોની વંદના કરું છું.

 શબ્દ અને એનો અર્થ, જળ અને તેના તરંગો, જેમ જુદા ભલે ગણાવાય પણ એક જ છે, એમ શ્રી સીતા અને શ્રીરામ અભિન્ન છે. એવા શ્રી સીતારામ જેમને દિન દુખી લોકો ખૂબ પ્રિય છે એમના ચરણોમાં હું વંદન કરું છું.

 શ્રી રઘુનાથજી ના નામ, "રામ " ની હું વંદના કરું છું. એ અગ્નિ, સૂર્ય અને ચંદ્રના  હેતુ રૂપ છે, એ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશના રૂપ છે, વેદોના પ્રાણ છે, નિરૂપમ અને ગુણોના ભંડાર છે.

 "રામ નામ મહામંત્ર છે " જેનો મહેશ્વર શિવજી જપ કરે છે, જેના લીધે કાશીમાં મુક્તિ મળે છે. એનો મહિમા ગણપતિ જાણે છે. આ રામ નામના પ્રભાવે જ ગણેશની સૌપ્રથમ પૂજા થાય છે.

 આદિ કવિ શ્રી વાલ્મિકી રામ નામનો પ્રતાપ જાણે છે. એ રામ નામનો ઉલટો જાપ કરતાં કરતાં પવિત્ર થયા. એ શાસ્ત્ર નામના સમાન હોવાનું શિવ મુખે સાંભળીને પાર્વતીજી સદા પોતાના પતિ સાથે શ્રી રામ નામનો જાપ કરે છે.

 શ્રી રામ નામ માં પાર્વતીજીના હૃદયમાં આવો પ્રેમ જોઈને શિવજીને હર્ષ થયો અને તેમણે સ્ત્રીઓમાં ભૂષણરૂપ પાર્વતીજીને પોતાના ભૂષણરૂપે અર્ધા ના રૂપે સ્થાપ્યા. શિવજી રામ નામ નો પ્રભાવ સારી રીતે જાણે છે. એ રામના પ્રભાવે જે હડાહટ જ્યારે એમને અમૃતનું ફળ આપ્યું છે.

 તુલસીદાસજી કહે છે કે શ્રી રઘુપતિજી ની ભક્તિ એ વર્ષાઋતુ છે, મહાન ભક્તો ખેતરોમાં લેરાતા ધાન સાર ડાંગર ની સમાન છે. શ્રીરામદેવ સુંદર જાણે શ્રાવણ અને ભાદરવો છે.

 આ બેઉ અખરો મધુર અને મનોહર છે, જે વર્ણમાળાના દેહના જાણે નેત્રો છે, એ ભક્તોનું જીવન છે, સ્મરણ કરવામાં સુલભ અને સૌ કોઈને સુખદાયક છે, આ લોકમાં લાભ આપી પર લોકમાં નિભાવ કરી દે છે.

 આ બેઉ અક્ષરો કહેવા સાંભળવામાં તેમજ સ્મરણ કરવામાં ખૂબ જ સરળ અને મધુર છે. એ તુલસીદાસજી ને મન રામ લક્ષ્મણ ની જોડી જેવા પ્રિય છે. એ બેઉ અક્ષરોનો અલગ વર્ણન કરવામાં જુદી જ પ્રીતિ જન્મે છે એ બીજ મંત્રો ઉચ્ચારણ ફળ અને અર્થમાં ભિન્ન છે છતાં બ્રહ્મ અને શિવજીની જેમ સદાય સાથે રહે છે. અભિન્ન છે.

 આ બેઉ અક્ષરો નરનારાયણ સમાન બે ભાઈઓ છે. જગતનું પાલન કરનારા અને ખાસ કરીને ભક્તોના તારણહાર છે. એ ભક્તિ દેવીના કર્ણ ફુલ છે અને જગતના હિત માટે વિમળચંદ્ર સૂર્ય છે.

 આ બેઉ અક્ષરો સદ્ગતિની સુધાના સ્વાદ અને તૃપ્તિ જેવા છે. એ કાચબા અને શેષનાગની પેઠે જગતને ધારણ કરનારા છે, ભક્તોના મનરૂપી કમળામાં ભમરા જેવા અને જીભરૂપી યશોદાને આનંદપ્રદ શ્રીકૃષ્ણ બાળ રામરૂપ છે.

 તુલસીદાસજી કહે છે કે જુઓ શ્રી રઘુનાથજીના નામના બે અક્ષરોમાં પ્રથમ રહ કાર બીજા અક્ષરનો ઉપર છત્ર રૂપે અને બીજો મકાર મુકુટમણી રૂપે રેફ અને અનુસ્વાર તરીકે બિરાજમાન છે.

 સમજવામાં આ નામ અને નામે એક જ છે પણ બંનેમાં સ્વામી અને સેવક જેવી પ્રીતિ છે. નામ પાછળ સેવકની જેમ નામ પણ ફરે છે નામ અને રૂપ એ બંને ઈશ્વરની ઉપાધિ હોય અવર્ણનીય અને અનાદિ હોવાથી ઉચ્ચકક્ષાના જ્ઞાનથી જ પામી શકાય છે.

 ના મને રૂપો બેયમાં પણ મોટું કોણ નાનું એમ કહેવામાં દોષ થાય. સંતો જો તેના ગુણ ભેદને સાંભળીને સમજી શકે, છતાં રૂપ જાણે નામને અધિન જણાય છે કારણ કે નામ વિના રૂપનો બોધ થતો નથી.

 કોઈપણ રૂપ વિશેષનું નામ જાણ્યા વિના એ હથેળીમાં પડ્યું હોય તો પણ ઓળખાતું નથી, પરંતુ રૂપ જોયા વિના કેવળ નામનું સ્મરણ કરતા રૂપ વિશેષ પ્રેમપૂર્વક હદયમાં આવી જાય છે.

 નામ રૂપની ગતિની વાત કહે પાર આવે એવી નથી પણ સમજવામાં સુખદાય છે. એનું વર્ણન થઈ શકતું નથી નિર્ગુણ અને સગુણ વચ્ચે નામ સાક્ષી ભૂત છે અને બેઉનો પરિચય આપનાર દુભાસિયા જેવું છે.

 તુલસીદાસજી કહે છે કે જો તું અંદર અને બહાર પ્રકાશ ઇચ્છે તો તારા મુખરૂપી દ્વારા જીભરૂપી ઉમરા પર રામ નામ રૂપી મળી રાખ.

 બ્રહ્માએ રચેલા સૃષ્ટિ મુક્ત વૈરાગ્યવાન યોગીઓ રામ નામ જપતા રહે છે જેથી જાગ્રત અવસ્થામાં જ નામરૂપ રહિત અને અનુપમ તેમજ  અનીર્વચનીય  એવા બ્રહ્મસુખ નો તેઓ અનુભવ કરે છે.

 જેવો પરમાત્માનું ગુઢ રહસ્ય જાણવા ઈચ્છે તેઓને પણ જીભથી  નામનો જપ કરવાથી તે પ્રાપ્તિ થાય છે. લૌકિક સિદ્ધિની અર્થની ઈચ્છા વાળા સાધક પણ બરાબર લગ્ન લગાડીને જપ કરતા સીધી પ્રાપ્ત કરી સિદ્ધ બની જાય છે.

 સંકટ ગ્રસ્ત આર્થ લોકોના ભારે કષ્ટો નામજથી મટી જાય છે અને સુખ પ્રાપ્ત થાય છે. જગતમાં જે ચાર પ્રકારના ભક્તો છે એ ચારેય પ્રકારના સૌ ભક્તો પ્રાપ્તિ રહી તો પુણ્ય આત્મા અને ઉદાર બને છે.

 આ ચારેય પ્રકારના ભક્તોનો આધાર રામ નામ જ છે. છતાં એમાં એક નાની ભગવાનને વિશેષ પ્રિય લાગે છે. સામાન્ય રીતે ચારે યુગમાં ચારે વેદોનો તેમજ નામનો પ્રભાવ છે. પરંતુ કળિયુગમાં તો નામજાપ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.

 બધી જ કામનાઓ રહીત થઈને શ્રીરામની ભક્તિમાં લીન રહેનારા ભક્તોએ પણ નામરૂપી સુંદર સરોવરમાં પોતાના મનને જ માછલું બનાવીને રાખ્યું છે.

 બ્રહ્મના નિર્મળ અને સગુણ એમ બે સ્વરૂપ છે.આ બંને અવર્ણનીય,અઘાત,ઊંડાણ વાળા અને અનુપમ છે. આ બંને કરતાં પણ મારા મત મુજબ શ્રી હરિ નું નામ મોટું છે, પોતાના બંને લીધે બંનેને વશ કર્યા કરે છે.

 સુગ્ન સજનો આ વાત હું બનાવટ તે અતિશયોક્તિથી કહું છું એમ ન સમજે, આ વાત હું મારા મનનો વિશ્વાસ,પ્રેમ અને સત્ય પ્રેરણાથી કરું છું. બેઉ પ્રકારનું બ્રહ્મનું જ્ઞાન અગ્નિ જેવું છે. બંને વાસ્તવમાં એક જ છે છતાં સમજવામાં કઠિન છે.

 મને સમજી શકાય એવા નથી છતાં એ બેઉ નામ થકી સહેલાઈ થી સુગમ બને છે. માટે હું નામને સગુણ બ્રહ્મ રામ કરતા પણ મોટું કહું છું. અસતચિત આનંદ બ્રહ્મ એ જ સર્વવ્યાપક અને અવિનાશી છે.

 આવા આવી કારી ભગવાનના હૃદયમાં સ્થાન પામ્યા છતાં તેનો બોધ ન થવાથી જ જગતના સર્વ જીવો દિન અને દુઃખી છે જેમ રતન ને જોતા તેના મૂલ્યનો બોધ થઈ જાય એનું નામનું યત્ન પૂર્વક નિરૂપણ કરતા ભગવાન વિશેના જ્ઞાનનું નિરૂપણ થઈ જાય છે.

 આ પ્રમાણે નિર્ગુણ બ્રહ્મ કરતા એનું નામ મોટું છે નામનો પ્રભાવ અપાર છે એટલે મારા વિચાર પ્રમાણે કહું છું કે શ્રીરામ કરતાં પણ રામ નામ મોટું છે.

 શ્રી રામે ભક્તોના હિત માટે માનવ દેહ ધારણ કરી અનેક સંકટો વેઠીને સંત સાધુઓને સુખી કર્યા. જ્યારે ભક્તો પ્રેમ પૂર્વક રામ નામ જપો કરવાથી સહજમાં જ અનાયાસ આનંદ અને મંગળધામ બની જાય છે.

 શ્રી રામે એક તપસ્વીની સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો, જ્યારે નામે તો કરોડો દુર્જનોની કુબુદ્ધિને સુધારી દીધી. શ્રી રામે વિશ્વામિત્ર ઋષિના હિત માટે સુકેતોની પુત્રી તાડકાને તેના પુત્રને સૈન્ય સહિત  હણી.
 (ક્રમશ )