Mysterious events shrouded in mystery in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | રહસ્યનાં પરદામાં દબાયેલી રહસ્યમય ઘટનાઓ

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

રહસ્યનાં પરદામાં દબાયેલી રહસ્યમય ઘટનાઓ

વિશ્વમાં ઘણી રહસ્યમય ઘટનાઓ રહસ્યનાં પરદામાં જ દબાયેલી રહે છે જેનો ઉકેલ ક્યારેય મળતો નથી અહી પણ કેટલીક એેવી ઘટનાઓ અંગે વાત કરાઇ છે.જ્યારે વ્યક્તિ કોઇ ઘટના કે બાબતનાં મુળમાં પહોંચીને તેના વિશે કોઇ તારણ પર પહોંચે ત્યારે તેને સંતોષ થતો હોય છે પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે જેના કોઇ તારણ પર પહોંચવું મુશ્કેલ બની રહે છે.

સ્વીત્ઝર્લેન્ડ એ રજાઓ ગાળવા માટે ઉત્તમ પર્યટન સ્થળ છે જ્યાંનું વાતાવરણ ખુશનુમા છે જ્યાંના કિલ્લાઓ સ્વપ્ન સમાન છે જ્યાંની ચોકલેટ અત્યંત મજેદાર છે સાથોસાથ આ દેશની કેટલીક રહસ્યમય બાબતોને કારણે પણ તે ઉત્તમ સ્થળ મનાય છે.અહીંના બર્ન શહેરનો એક ફુવારો જોવાલાયક શિલ્પકૃતિ છે તો સાથોસાથ તે ડરામણું પણ છે કારણકે તેના મુખમાં એક શિશુ દર્શાવાયું છે અને ત્રણ બાળકો તેના ખભા પર દેખાડાયા છે.આ ફુવારો શહેરનું પ્રાચીન સ્થળ છે પણ આ ફુવારો અહી કેમ છે એ અંગે કોઇની પાસે માહિતી નથી.આ શિલ્પનું નામ ચાઇલ્ડ ઇટર ઓફ બર્ન કે કીન્ડીફ્રેશર છે.આ રાક્ષસનાં માથા પર એક ટોપી છે જે ત્યારે યહુદીઓ  પહેરતા હતા.કહેવાય છે કે આ શિલ્પ ગ્રીક દેવતા ક્રોનોસનું છે જે પોતાના જ બાળકોને ખાઇ ગયો હતો.એક થિયરી એ છે કે આ વિશાળકાય માનવી એ બર્નનાં સ્થાપનાકારનો  ભાઇ હતો જેને પોતાનાં ભાઇની સફળતાની ખુબ જ ઇર્ષા હતી અને તેણે બદલો લેવા માટે શહેરનાં બાળકો એકત્ર કર્યા હતા અને તેમનું  ભક્ષણ કર્યુ હતું.

૧૮ જુન ૧૧૭૮નાં દિવસે કેન્ટરબરીનાં પાદરી અને અન્ય ચાર સાધુઓએ સુર્યાસ્ત બાદ આકાશમાં વિચિત્ર નજારો જોયો હતો.ગ્રીવેસનાં અનુસાર તેમણે ચંદ્રને બે  ભાગમાં વિભાજિત જોયો હતો.તેમણે આ ઘટનાનું વિસ્તારથી વર્ણન કર્યુ હતું.જો કે આ અંગે એક ખગોળશાસ્ત્રીએ જણાવ્યું હતું કે તે ઘટનાનું કારણ ઉલ્કાવર્ષા હતું જોકે તેમની આ થિયરીને અન્ય ખગોળશાસ્ત્રીઓનું અનુમોદન મળતું નથી કારણકે ત્યારનાં રેકોર્ડમાં ત્યારે કોઇ ઉલ્કાવર્ષા થયાની કોઇ નોંધ જોવા મળતી નથી.

ફેબ્રુઆરી ૨૦૨૧માં હિમાલયનાં નંદાદેવી પર ગ્લેશિયર તુટવાને કારણે ભારે પુર આવ્યું હતું જેના કારણે ઉત્તરાખંડમાં પચાસ લોકોનાં મોત થયા હતા.જો કે ત્યાંના સ્થાનિકો આ વાતને માનવા તૈયાર નથી તેઓ માને છે કે અહીં ગુપ્ત ન્યુક્લિયર સ્પાય ડિવાઇસ સંતાડવામાં આવી હતી જે ફાટી પડી હોવાને કારણે પુર આવ્યું હતું.આ માન્યતાની પાછળ એ કથા પ્રચલિત છે કે અમેરિકા અને ભારતે એક સહયોગ અંતર્ગત ૧૯૬૦માં આ ડિવાઇસને સંતાડવા માટે દુનિયાનાં ઉત્તમ પહાડ ચઢવાવાળાઓને રોક્યા હતા.પણ ત્યારે તોફાન આવવાને કારણે તેઓ આ ડિવાઇસને યોગ્ય સ્થળે સંતાડી શકયા ન હતા અને તેને પ્લેટફોર્મ પર જ મુકીને ત્યાંથી નિકળી ગયા હતા.ત્યારબાદ એ ઘટના અંગે એપ્રિલ ૧૯૭૮માં વડાપ્રધાન મોરારજી દેસાઇએ જણાવ્યું હતું કે તેમની અને અમેરિકાની સરકારે એક અભિયાન આદર્યુ હતું જો કે તેમણે એ જણાવ્યું ન હતું કે તેને સફળતા મળી હતી કે નહી.એ ડિવાઇસ અંગે આજે પણ કોઇની પાસે નક્કર માહિતી નથી.

૧૮૪૦માં ક્લેરેન્ડન ડ્રાય પિલ કે ઓક્સફોર્ડ ઇલેક્ટ્રીક બેલ અંગે પ્રયોગ હાથ ધરાયો હતો.આ બેલને ત્યારે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં મોસ્ટ ડ્યુરેબલ બેટરી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.આ બેટરી ૧૮૦ વર્ષથી નિરંતર કામ કરી રહી  છે અને તેની પાછળનું કારણ કોઇને ખબર નથી.

નિષ્ણાંતો તેનાં રહસ્યને ઉકેલવા માટે તે બેટરીને ખોલવા માંગે છે પણ તેમને ડર છે કે તેમ કરવાથી તે રહસ્યમય પ્રક્રિયા અટકી જશે જેના કારણે આ બેટરી કાર્યરત છે.આથી તેઓ આ બેટરીનું ચાર્જિંગ ખતમ થવાની રાહ જોઇ રહ્યાં છે.

લિકોરીસ મેકકેનીએ સગીર વયે જ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ઘર છોડી દીધુ હતું.જો કે તે લગ્ન થયા ન હતા પણ તેના બદલે તેણીની મુલાકાત સંગીતકાર રોબિન વિલિયમસન સાથે થઇ હતી. તે ૧૯૬૩માં મોરોક્કો ગઇ હતી.૧૯૬૬માં મેકકેની અને વિલિયમસને મોરોક્કોમાં સમય વિતાવ્યો હતો.ત્યારબાદ તેમણે સાઇકીડેલિક બેન્ડ માટે સંગીત આપ્યું હતું અને ગીત પણ ગાયા હતા.આ બેન્ડની રચના વિલિયમસન, ક્લાઇવ પાલ્મર અને માઇક હેરોને કરી હતી.મેકકેનીએ ઓગસ્ટ ૧૯૬૯માં આ બેન્ડ માટે ગાયું હતું.જો કે વિલિયમસન સાથે સંબંધોનો અંત આવતા તેણે ૧૯૭૨માં આ બેન્ડ છોડી દીધુ હતું.ત્યારબાદ તે ૧૯૭૪માં એક કોન્સર્ટમાં જોવા મળી હતી અને ત્યારબાદ તેણે કેલિફોર્નિયા છોડી દીધુ હતું.બીજા પતિને છુટાછેડા આપ્યા બાદ તે ફરીથી વિલિયમસન સાથે જોડાઇ હતી અને તેણે ૧૯૭૭માં પરફોર્મ કર્યુ હતું.૧૯૮૬માં તે પરિવાર પાસે એડિનબર્ગમાં પાછી ફરી હતી પણ તેના વિશે ૧૯૯૦ સુધી કોઇ વાત પ્રકાશમાં આવી ન હતી.છેલ્લે તેના વિશે સંગીત અંગે રિપોર્ટિંગ કરનારા માર્ક એલને લખ્યું હતું કે તે ૧૯૮૭માં એરિઝોના ડેઝર્ટમાં જોવા મળી હતી.૨૦૧૯માં એવી ખબર પ્રસિદ્ધ થઇ હતીકે મેકકેની કેલિફોર્નિયામાં રહે છે.જો કે આ ખબર માત્ર અફવા હતી.તેના રહેઠાણ અંગે કોઇની પાસે પણ નક્કર માહિતી નથી પણ એવી વાતો વહેતી થઇ છે કે સાયન્ટોલોજી સાથેના તેના સંબંધોને કારણે જ તે ગુમ થઇ છે.

મે ૧૯૭૩માં સેન્ડાઉન જેવા નાનકડા શહેરમાં બે બાળકો રમતા હતા તે દરમિયાન સેન્કલિન એન્ડ સેન્ડડાઉન ગોલ્ફ ક્લબમાં સાયરન જેવો અવાજ ગુંજી ઉઠ્યો હતો જે ત્યાંના એક નાનકડા પુલ નીચેથી આવતો હતો બાળકોએ ત્યાંનાં અવાજને દબાવવા માટે પુસ્તક નીચે નાંખ્યું હતું અને જ્યારે તે પુસ્તક પાછુ મેળવ્યું ત્યારે તેમાંથી એક જીવડુ બહાર નિકળ્યું હતું જે ખરેખર તો એક ડિવાઇસ હતી.જ્યારે તે ડિવાઇસનાં અવાજને ખોલવામાં આવ્યો ત્યારે તેમાંથી અવાજ આવ્યો કે હું સેમ છું.બાળકોએ પુછ્યું કે તે માણસ છે ત્યારે તેણે ઇન્કાર કર્યો જ્યારે પુછવામાં આવ્યું કે તે કોઇ ભૂત છે ત્યારે તેણે કહ્યું કે તે ભૂત નથી પણ તેના જેવો જ છે.તેને માણસોની બીક લાગતી હતી પણ તેણે બાળકોને મેટલ હટમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.બાળકો દોઢેક કલાક તેની સાથે રહ્યાં હતા અને ત્યારબાદ તેમણે પોતાનાં અનુભવ ગોલ્ફ કોર્સનાં ગ્રાઉન્ડકીપર સાથે શેર કર્યા હતા.જ્યારે બાળકોએ આ વાત તેમના પરિવારનાં લોકોને જણાવી ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરી ત્યારે તેમને ત્યાં સેમ કે કોઇ અન્ય ત્યાં મળ્યું ન હતું.બાળકોએ જણાવ્યું હતું કે તે લગભગ બે મીટર લાંબો હતો અને તેનું માથુ તેના શરીર કરતા વધારે મોટુ હતું.તેની ચામડી સફેદ હતી અને તેના ચહેરા પર રંગ લગાવેલો હતો.તેણે જણાવ્યું હતું કે તેણે જોકરનો ડ્રેસ પહેર્યો હતો અને તેણે પોતાની જાતને સેમ ધ સેન્ડાઉન ક્લાઉન ગણાવ્યો હતો. જો કે ત્યારબાદ સેમ કોઇને મળ્યો ન હતો આથી એ આજે પણ એક રહસ્ય જ છે કે તે વાસ્તવમાં કોણ હતો.

હોલી ગ્રેલ એ આધુનિક સમયગાળાની ચર્ચાસ્પદ વસ્તુ છે જેના માટે કહેવાય છે કે તેના વડે જિસસે પોતાનું છેલ્લુ પીણું પીધુ હતું અને એ એ જ કપ છે જેમાં ક્રુસ પર ચડ્યા બાદ તેમનું લોહી એકત્ર કરાયું હતું.જો કે આ પાત્ર આજે ગુમ છે.કહેવાય છે કે નાઇટ્‌સ ટેમ્પલરે તેને દુનિયાની નજરોથી સંતાડી દીધું છે કે જોસેફ ઓફ એરિથમેથિયાએ તેને ઇંગ્લેન્ડનાં ગ્લાસટોનબરી ખાતે જમીનમાં દબાવી દીધુ હતું.આ જ્ગ્યાએ જે પાણી નિકળે છે તેનો રંગ રાતો હોવાનું પણ કહેવાય છે.સ્પેનનાં વેલેન્સ્યિા કેથેડ્રલમાં  જે પ્રતિકૃતિ છે તે જ વાસ્તવમાં હોલીગ્રેલ છે.વર્ષમાં બે વખત તેને બહાર કાઢવામાં આવે છે.જો કે ચર્ચે ક્યારેય તે હોલીગ્રેલ હોવાનો દાવો કર્યો નથી પણ ઘણાં તે એ જ હોવાનો દાવો કરે છે.તેનું કારણ એ પણ છે કે આ કપ એ પત્થરો વડે બન્યું છે જે માત્ર ઇઝરાયેલમાં જ મળે છે.યહુદીઓ તેમનાં ઉત્સવોમાં જે કપનો ઉપયોગ કરે છે તેવો જ આકાર આ કપનો પણ છે.જો કે તે હોલીગ્રેલ છે કે નહી તે વિશે કોઇની પાસે નક્કર માહિતી નથી.

જ્યારે હેઇદી વિરીક આઠ વર્ષની હતી ત્યારે પોતાના માતા પિતા સાથે જર્યોજિયાનાં ઇલેર્સાઇલ ખાતે ગઇ હતી.જ્યા તેની મુલાકાત ગોર્ડી નામના એક વ્યક્તિ સાથે થઇ હતી જે તેની સાથે ટુંક સમયમાં જ હળીભળી ગયો હતો.પહેલા તો તેની માતાને તેની વાતો કલ્પના લાગી હતી પણ ત્યારબાદ તેણે તેની પુત્રીને લોહીભીના વસ્ત્રો સાથે જોઇ ત્યારે તેને લાગ્યું કે કોઇએ તેની પુત્રીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે આ વાત તેના પતિને કરી હતી.જેણે ત્યારબાદ આસપાસ તપાસ કરી હતી પણ તેને કોઇ મળ્યું ન હતું.જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ગોર્ડી આ ઘરનો પુરાણો માલિક હતો અને તે ૧૯૭૪માં મોતને  ભેટ્યો હતો.તેનો કોઇ ફોટોગ્રાફ ન હતો પણ હેઇદી ગોર્ડી અને કોન અંકલ સાથે લગભગ ચાર વર્ષ સુધી વાર્તાલાપ કરતી રહી હતી.૧૯૯૩માં લીઝા ગર્ભવતી બની હતી ત્યારે પહેલીવાર હેઇદીને પેલી આત્માઓનો ડર લાગ્યો હતો.બાળકનાં જન્મ બાદ હેઇદીનાં ચહેરા પર ખરોંચનાં  નિશાન જોવા મળ્યા હતા અને આવાજ નિશાન એન્ડરસનનાં શરીર પર પણ જોવા મળ્યા હતા.પેરાસાયકોલોજીસ્ટ ડો.વિલિયમ રોલે એ સ્વીકાર કર્યો હતો કે હેઇદીને તે આત્માઓ સાથે સંપર્ક હતો.જો કે તેને એ આત્માઓનો અનુભવ તેની યુવાનવય સુધી થતો રહ્યો હતો પણ ત્યારબાદ તેણે તેમનાથી ડરવાનું છોડી દીધુ હતું.

ક્રીસ્ટીયન વાન હેજીસ્ટને તેનું ડ્રાયવિંગ લાયસન્સ મળ્યું તે પહેલા જ પાયલોટનું લાયસન્સ મળી ગયું હતું.તે જ્યારે આકાશમાં સફર કરતો ત્યારે તે ત્યાની તસ્વીરો લેવાનું ચુકતો ન હતો.૨૦૧૪માં હોંગકોંગથી અલાસ્કાની ફલાઇટ દરમિયાન તેણે ટ્રાફિક કન્ટ્રોલરને સાનફ્રાંસિસ્કો અને ચિલિમાં આવેલા ભૂકંપ અંગે અન્ય પાયલોટને વાત કરતા સાંભળ્યા હતા.ત્યારે જ તેણે જમીન પરથી પ્રકાશનો એક શેરડો બહાર નિકળતો જોયો હતો જેના તેણે ફોટોગ્રાફ લીધા હતા.આ પ્રકાશ ઉત્તરીય હેમિસ્ફિયરમાં લગભગ વીસ મિનિટ સુધી જોવા મળ્યો હતો.ત્યારબાદ તેના વિમાનની ઉપર લાલ ચમકતો પ્રકાશ જોવા મળ્યો હતો.જેના વિશે કોઇને કોઇ જ માહિતી ન હતી કે તે આખરે શું હતું.

૧૯૮૩ની પહેલી સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડનાં નેપિયરની રહેવાસી ચૌદ વર્ષની ક્રીર્સા જેન્સન સ્થાનિક બીચ પર રમવા ગઇ હતી અને ત્યારબાદ તે ગુમ થઇ ગઇ હતી.તેનો ઘોડો નજીકનાં નદી કિનારે મળ્યો હતો પણ તે સગીરની કોઇ ભાળ મળી ન હતી.તે છેલ્લે એક ઐતિહાસિક સ્થળે જોવા મળી હતી જે નદી પર આવેલું હતું.આમ તો ૧૯૮૫માં જહોન રસેલ નામની વ્યક્તિએ ક્રીર્સાની હત્યા કરી હોવાનો સ્વીકાર કર્યો હતો પણ ત્યારબાદ તે પોતાના નિવેદનમાંથી ફરી ગયો હતો.તેણે ૧૯૯૨માં આત્મહત્યા કરી હતી જો કે ક્રીર્સાને શોધવામાં ત્યારબાદ પણ કોઇ સફળતા મળી નથા આજે પણ તેનો કેસ વણઉકલ્યા કેસોમાં સામેલ છે.

વર્ષ ૨૦૦૦માં પાકિસ્તાન, ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ૨૬૦૦ વર્ષ જુના મમીફાઇડ મૃતદેહ માટે સંઘર્ષ થયો હતો જે પર્સિયન પ્રિન્સેસનો હોવાનું મનાતું હતું.આ મમી પોલીસને બલુચિસ્તાનમાં એક રેઇડ દરમિયાન મળ્યું હતું અને તે બ્લેક માર્કેટમાં લાખ્ખોમાં વેચાયું હતું.જ્યારે આ મમી મળ્યું ત્યારે તેના માથા પર સોનાનો મુગટ હતો અને તેના શરીર પર પણ સોનાનાં ઘરેણાં હતા.જો કે આ મમીનો ઉંડાણપુર્વક અભ્યાસ કરાયા બાદ જણાયું હતું કે તે ૨૬૦૦ વર્ષ જુનુ ન હતું અને તે કોઇ પ્રિન્સેસનું પણ ન હતું.આ મૃતદેહ કોઇ એકવીસ વર્ષની મહિલાનું હતું અને તેની હત્યા કરાઇ હોવાનુ પુરવાર થયું હતું.તેનું ગળુ, જડબુ અને વાંસાનો ભાગ તુટેલો હતો.રેડિયો કાર્બન ડેટિંગમાં જણાયું હતું કે તે મૃતદેહ ૧૯૯૬નો હતો.આ મહિલાની કોઇ ઓળખ થઇ શકી ન હતી અને તેને ૨૦૦૫માં દફનાવવામાં આવી હતી.

૨૦૧૪ની પેહલી એપ્રિલે ડચ સ્ટુડન્ટ લિસેન ફ્રુન અને ક્રીસ ક્રેમર્સે તેના પરિવારની અંતિમ વિદાય લીધી હતી તેઓ પનામાની યાત્રા માટે પોતાના એક કુતરા સાથે નિકળ્યા હતા.તેઓ બારૂ વોલ્કેનોનાં ચઢાણ માટે પહોંચ્યા તે અગાઉ તેમણે ફેસબુક પર એક પોસ્ટ મુકી હતી.જો કે સાંજે તેમના ઘરમાં તેમનો કુતરો મળી આવ્યો હતો પણ તે બંને યુવા મહિલાઓ જણાઇ ન હતી.પરિવારે જો કે તેમની સવાર સુધી રાહ જોઇ હતી અને તેમનાં કોઇ સગડ ન મળ્યા ત્યારબાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.પરિવાર પાંચ દિવસ પછી પનામા પહોચ્યો હતો ત્યારે પોલીસે તેમની શોધખોળ  આરંભી હતી.જો કે પોલીસને તેમની તપાસમાં પહેલો બ્રેક દસ સપ્તાહ બાદ મળ્યો હતો.એક મહિલાને ત્યારે બોકો ડેલ ટોરોસ વિસ્તારમાં ભૂરા રંગનો બેકપેક મળ્યો હતો અને તે તે લઇને પોલીસ પાસે પહોંચી હતી.આ બેકપેકમાં લિસેનનો પાસપોર્ટ, સન ગ્લાસિસ, બે જોડી બ્રા, પાણીની બોટલ અને કેટલીક રોકડ રકમ હતી.

પોલીસને બેકપેકમાં બંને યુવતીઓનાં સેલફોન્સ અને કેમેરા મળ્યા હતા.જ્યારે ફોનની તપાસ કરાઇ ત્યારે જણાયું હતું કે તેના વડે પનામા અને નેધરલેન્ડ પોલીસનો એ ઇમરજન્સીનો સંપર્ક કરવાનાં ૭૭ જેટલા પ્રયાસ કરાયા હતા.જો કે વિસ્તારમાં સિગ્નલ નહી મળવાને કારણે તેઓ કોલ કરી શક્યા ન હતા.તેમને એક ફોનમાંથી એ વિસ્તારનાં કેટલાક ફોટોગ્રાફ મળી આવ્યા હતા.આઠ એપ્રિલે લેવાયેલા કેટલાક ફોટોગ્રાફ મહત્વપુર્ણ હતાં જેમાં ક્રીસનાં માથા પર ઇજા થયાનાં નિશાન જોવા મળ્યા હતા.બે મહિના પછી જંગલમાં તેમના હાડકા મળ્યા હતા.ડીએનએ ટેસ્ટમાં તે હાડકાઓ તે મિસિંગ યુવતીઓનાં હોવાનું જણાયું હતું.બાદમાં ૨૦૧૪માં આ યુવતીઓનાં મોત અકસ્માતમાં થયાનું જણાઇ આવ્યુ હતું.જો કે પોલીસને આ યુવતીઓનાં મોત કઇ રીતે થયા તે ક્યારેય જાણવા મળ્યું ન હતું.

ઇતિહાસકાર ડેન ડેલુસાએ પોતાનું સમગ્ર જીવન ઘરવિહોણા લોકોનાં જીવન અંગે તપાસમા ગાળ્યું હતું.તેઓની તપાસમાં તેમને સૌથી પડકારજનક કાર્ય લેધરમેનનું લાગ્યું હતું.તેઓએ તેની કબરની તપાસ કરી ત્યારે તેના પર તે જુલ્સ બર્ગલે હોવાનું અંકિત હતું.જો કે આ વ્યક્તિ લેધરમેન તરીકે જાણીતો બન્યો હતો અને તે કોણ હતો તે એક રહસ્ય જ બની રહ્યું હતું.આ વ્યક્તિએ હડસન અને કનેક્ટીકટ વચ્ચે ૩૬૦ માઇલ્સનું અંતર પગપાળા કાપ્યું હતું.તે ઘરવિહોણો હતો અને તેના શરીર પર પણ ફાટેલાતુટેલા કપડા મળ્યા હતા.તેના પગમાં લાકડાનાં જુતા મળ્યા હતા.તે કોઇની સાથે વાત કરતો ન હતો.તે જંગલમાં અને ગુફાઓમાં રાતવાસો કરતો હતો.તેને મકાનમાં રહેવામાં મુશ્કેલી પડતી હતી તેમાં તે બે મિનિટ પણ રહી શકતો ન હતો.તે મોટાભાગે ખોરાકની માંગ કરતો હતો.તે તેને જે ખાવાનું મળતું તે ત્યાં ઉભા ઉભા જ ખાઇ જતો હતો.જો કે મીડિયાને તેના અંગે ખાસ્સો રસ પડ્યો હતો અને તેનાં અંગેની તપાસ હજી પણ ચાલુ જ છે.પર્લ જેમ્સે તો તેના વિશે ગીત પણ લખ્યું છે તે કોણ હતો  તે આજે પણ એક રહસ્ય જ છે.તે ક્યાં જન્મ્યો અને તેનો ઉછેર કોણે કર્યો હતો તે ક્યાંનો હતો તેના વિશે પણ કોઇ માહિતી નથી.

નિના ક્રેગમેલનો જન્મ માયરા એડેલિયા થોમ્સન ક્રેગમેલ અને જહોન હેન્ડરસન ક્રેગમેલને ત્યાં પાંચમી ઓગસ્ટ ૧૮૬૪માં થયો હતો.તેને ઘોડેસવારી પસંદ હતી.તે પોતાના દાદાની સાથે સેન્ટ લ્યુક ડેના દિવસે ૧૮૭૧માં બહાર ગઇ હતી.તેઓ જે બગીમાં સવાર હતા તે ત્યારે એક ધસમસતી ટ્રેન સાથે અથડાઇ હતી અને સાત વર્ષની નિના મોતને ઘાટ ઉતરી હતી.જ્યારે તેનો પરિવાર તેનો શોક મનાવતું હતું ત્યારે તેના પિતાએ તેની વસિયતમાં સુધારો કર્યો હતો.જેમાં તેમણે પેહલા લખ્યું હતું કે તેમને પણ  નિનાને જ્યાં દફનાવવામાં આવી હતી ત્યાં દફનાવાય.તેમણે નિનાની યાદમાં બનાવાયેલ ચર્ચ માર્બલનો હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.આ ચર્ચ ૧૮૭૨માં બન્યું હતું.જહોનનું મૃત્યુ ૧૮૯૯માં થયું હતું અને તેમની ઇચ્છાનુસાર તેમને નિનાની પાસે જ દફનાવાયા હતા.જો કે થોડા સમયબાદ જ કબરની બહાર લાલ રંગનાં ડાઘા ઉપસેલા જોવા મળ્યા હતા.તેને સાફ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ કબરનાં માર્બલને બદલવામાં આવ્યા ત્યારે તે ડાઘા ફરીથી ઉપસી આવ્યા હતા.આ જગા પર ૧૮૦૦નાં સમયનાં કપડા પહેરેલ છોકરીનું પ્રેત જોવા મળ્યાનાં દાવા થતા આવ્યા છે.આજે પણ તે કબર પર લાલ રંગનાં ડાઘા જોવા મળે છે.આ ડાઘા શેના હતા તે આજે પણ કોઇને ખબર નથી.

૧૯૯૭ની એકવીસમી ફેબ્રુઆરીએ આર્ટ બેલમાં એક વ્યક્તિ આવ્યો હતો જે પોતાની જાતને મેલ વોટર્સ તરીકે ઓળખાવતો હતો અને તેણે જે વાત કહી હતી તે રહસ્યમય હતી તેના જણાવ્યાનુસાર વોશિંગ્ટનની કિટ્ટન્સ કાઉન્ટીનાં એલન્સબર્ગમાં આવેલ તેની જમીનમાં એક રહસ્યમય ખાડો પડી ગયો છે.તેના કહેવા પ્રમાણે આ ખાડો ૮૦,૦૦૦ ફુટ ઉંડો છે અને તે મૃત પ્રાણીઓને જીવંત કરવાની શક્તિ ધરાવે છે.તેણે દાવો કર્યો હતો કે સરકારે તેને આ સંપત્તિ ખરીદીને તેને ઓસ્ટ્રેલિયામાં વસાવવાની ઓફર આપી છે.વોટર્સ ફરી ૨૦૦૦ અને ૨૦૦૨માં પાછો ફર્યો હતો.ત્યારે મીડિયાએ દાવો કર્યો હતો કે મેલ વોટર્સ નામનો  કોઇ માણસ એલન્સબર્ગમાં રહેતો નથી.જો કે ૨૦૦૮માં રેડ એલ્ક નામનાં વ્યક્તિએ રહસ્યમય કુવો હોવાનો દાવો કર્યો હતો.જો કે આજે પણ લોકોને મેલ વોટર્સ કોણ છે અને તે કયા કારણોસર ત્રણ વખત રેડિયો પર આવ્યો હતો તે વિશે જાણકારી નથી.આજે પણ લોકો એ વિસ્તારનો આંટો મારે છે તેઓ તે રહસ્યમય કુવાની શોધમાં ત્યાં જાય છે.

પંદર વર્ષની ઇમેન્યુએલા ઓરલાન્ડીએ ૧૯૮૩માં રોમની હાઇસ્કુલમાં તેનો બીજા વર્ષનો અભ્યાસ પુરો કર્યો હતો.તે પોતાનો વાંસળી શીખવાનો અભ્યાસ ટોમ્માસો લુડોવિકોમાં ચાલુ રાખવા માંગતી હતી.બાવીસ જુન ૧૯૮૩નાં દિવસે તેણીએ તેના ભાઇ પીએટ્રોને તેની સાથે બસમાં મ્યુઝીક સ્કુલમાં જવાનો આગ્રહ કર્યો હતો પણ તેનો ભાઇ તેની સાથે ગયો ન હતો.ત્યારબાદ તે ક્લાસમાંથી મોડી આવી હતી અને તેણે ત્યારબાદ તેની બહેનને ફોન કરી જણાવ્યું હતું કે તેને એવોન કોસ્મેટિક્સમાં રીપ્રેઝન્ટેટીવ બનવાની ઓફર મળી છે.તે ત્યારબાદ એક બીએમડબલ્યુમાં બેસીને રવાના થઇ હતી.ત્યારબાદ ઇમેન્યુએલાને કોઇએ જોઇ ન હતી.તેનું કોઇએ અપહરણ કરાયાની વાતો ત્યારબાદ ફેલાઇ હતી કેટલાકનાં મતે તેનું અપહરણ બલ્ગેરિયાનાં નિઓ ફાસીસ્ટ ગૃપ દ્વારા કરાયું હતું.કેટલાકનો દાવો હતો કે તે પેરિસમાં કોઇ મુસ્લિમ વિસ્તારમાં રહેતી હતી.૨૦૧૭માં એક પત્રકારે વેટિકનનાં કેટલાક ગુપ્ત દસ્તાવેજો મેળવ્યા હતા અને દાવો કર્યો હતો કે ઇમેન્યુએલાને ગુમ કરાવવા પાછળ વેટિકન જવાબદાર હતું.જો કે વેટિકને આ દાવાને નકારી કાઢ્યો હતો.જુલાઇ ૨૦૧૯માં વેટિકને બે કબરોનું ખોદકામ કરાવ્યું હતું ત્યારે દાવો કરાયો હતો કે ઇમન્યુએલાને ત્યાં દફન કરાવાઇ હતી.જો કે કબરો ખાલી નિકળી હતી.જો કે ઇમેન્યુએલાનું રહસ્ય હજીય બરકરાર છે.

જ્યારે કેથરીન મેરી હોબ્સ આઠ વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છુટાછેડા લીધા હતા.તે જ્યારે મીડલ સ્કુલમાં હતી ત્યારે તેની બેસ્ટ ફ્રેન્ડનું મોત થયુ હતું.ત્યારબાદ કેથરીનને ભવિષ્યની ઘટનાઓની ઝાંખી મળવાનો આરંભ થયો હતો.ત્યારબાદ તે અને તેની બહેન થેરેસા તેની માતા સાથે લાસ વેગાસ શિફ્ટ થઇ હતી અહી કેથીએ નવા મિત્રો બનાવ્યા હતા.વીસ એપ્રિલ ૧૯૮૭માં તે સોળ વર્ષની થઇ હતી ત્યારે તેને લાગ્યું હતું કે તેને જે ઘટનાઓની ઝાંખી થતી હતી તે તેની કલ્પનાઓનો હિસ્સો હતી.તેવીસમી જુલાઇ ૧૯૮૭નાં દિવસે તે એક નવલકથા ખરીદવા માટે બહાર નિકળી હતી જો કે બીજા દિવસે જ્યારે તેની માતાએ તેના બેડરૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે ત્યાં કોઇ ન હતું.તેની માતાએ તરત જ પોલીસનો સંપર્ક કરીને તે ગુમ થયાની ફરિયાદ કરી હતી.જો કે નવ દિવસ બાદ એક હાઇકરને તેનો મૃતદેહ લેક મીડ પાસે મળ્યો હતો.પોલીસને તપાસ દરમિયાન કેથીનાં માથામાં પથ્થરનો ઘા કરાયાનાં નિશાન મળ્યા હતા અને ત્યાંથી એ પત્થર પણ મળ્યો હતો જેના પર તેના લોહીનાં નિશાન હતા.આ ઘટના કેથીની માતા અને બહેન માટે આઘાતજનક બની રહી હતી.જ્યારે તેના બેડરૂમને સાફ કરવામાં આવ્યો ત્યારે તેમાંથી કેટલાક પત્રો મળ્યા હતા.જે કેથીએ તેના પરિવારનાં સભ્યોને લખ્યા હતા.આ પત્રો તેની સોળમી બર્થડેનાં એક મહિના પહેલા લખાયા હતા.જો કે તેનું મોત આજે પણ એક રહસ્ય છે તેની મોત માટે સિરીયલ કિલર માઇકલ લી લોકહાર્ટ મુખ્ય શંકાસ્પદ હતો.

ફિલ્મ ટાઇટેનિકનાં શુટિંગનાં છેલ્લા દિવસે જેમ્સ કેમેરૂન બિમાર પડી ગયા હતા.જો કે તે જ્યારે સેટ પર પહોચ્યા ત્યારે જણાયું કે તેઓ એકલા જ બિમાર પડ્યા ન હતા તેના ક્રુ મેમ્બરને પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે તેમને હોસ્પિટલ લઇ જવાયા ત્યારે તેના ક્રુ મેમ્બર્સે તેના પર હુમલો કર્યો હતો.કેટલાકે તો ત્યાં રહેલી ખુરસીઓ કોરિડોરમાં ગાડી ચલાવતા હોય તે રીતે ચલાવવા માંડી હતી.કેમેરૂન પણ ચહેરા પર ઘા વાગ્યો તે છતાં ખડખડાટ હસતા જોવા મળ્યા હતા.હોસ્પરિટલમાં આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમને પીસીપી આપવામાં આવ્યું હતું.ત્યારે એવી થિયરી વહેતી થઇ હતી કે કોઇ દુભાયેલા ક્રુ મેમ્બર્સે બદલો લેવા માટે કેમેરૂન સહિતનાં ક્રુ મેમ્બર્સને ફુડ પોઇઝન આપ્યું હતું.જો કે ૧૯૯૯માં આ કેસને બંધ કરાયો હતો કારણકે તેમાં પોલીસને કોઇ સગડ મળ્યા ન હતા.આ ઘટના માટે કોણ જવાબદાર હતુંતે આજે પણ જાણી શકાયું નથી.

૧૮૩૬માં સ્કોટલેન્ડનાં એડિનબર્ગમાં કેટલાક બાળકોને રમતા રમતા એક ગુફા મળી આવી હતી અને જ્યારે તેઓ ગુફાનાં દ્વાર પર રહેલા પત્થરો હટાવીને અંદર ગયા ત્યારે તેમને ૧૭ જેટલા મિનિએચર કોફિન્સ મળી આવ્યા હતા.દરેકમાં લાકડીની એક ઢિંગલી હતી.તેની આંખો મોટી હતી અને તેને કોટનનાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા.આ અંગે સ્કોટમેન અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જેમાં કહેવાયું હતું કે કોફિનને અંતિમવિધિમાં વપરાતી સામગ્રી દ્વારા શણગારાયા હતા અને તાજેતરનાં સમયમાં જ ગુફામાં મુકાયા હતા.જો કે આ કોફિન અંગે અનેક પ્રકારની થિયરીઓ વહેતી થઇ હતી.કેટલાકનું માનવું હતું કે તે બાળકોની શરારત હતી.કેટલાકનું કહેવું હતું કે આ કોફિનનો ઉપયોગ ડાકણોએ પોતાની વિધિઓ માટે કર્યો હતો.કેટલાકનાં મત પ્રમાણે આ કોફિન વિલિયમ બર્ક અને વિલયમ હેરે ગોઠવ્યા હશે જેમણે સત્તર લોકોની હત્યા કરી હતી.જો કે આ કોફિન કોણે અને કેમ ગુફામાં મુકયા હતા તે એક રહસ્ય જ છે.

૨૦૧૭માં પુરાતત્વવિદોને ગિર્ન્સેનાં તટ પર ડોલ્ફિનનું કંકાલ હાથ લાગ્યું હતું.ત્યારબાદનાં વર્ષે તેમને વધુ એક કંકાલ હાથ લાગ્યું હતું જેના હાથ જ ન હતા.તપાસ કરતા જણાયું હતું કે તે કંકાલ એક સાધુનું હતું.પુરાતત્વવિદોને તપાસ દરમિયાન જણાયું હતું કે મધ્યયુગમાં ખ્રિસ્તી સાધુઓને  ત્યાં દફનાવાયા હતા.કેટલાકનાં મતે તે સાધુ લેપ્રસીનો ભોગ બન્યો હશે અને તે કારણોસર તેના હાથ કાપી નાંખવામાં આવ્યા હશે.મૃતદેહ પર મળી આવેલા કપડા પરથી એવુ જણાતું હતું કે તે સાધુને સત્તરમી સદીમાં દફનાવાયો હશે.જો કે આ મૃતદેહ એક રહસ્ય જ બની રહ્યું હતું.