વિજ્ઞાન આમ તો ભૂતપ્રેતનાં અસ્તિત્વ પર વિશ્વાસ ધરાવતુ નથી તેના કહેવા અનુસાર તો ડરની લાગણી એન્ડ્રોફિન્સ, સેરોટોનિન, ડોપામાઇન અને ઓક્સિટોસીન જેવા રસાયણો પેદા થવાને કારણે જન્મે છે.જો કે તેમ છતાં પ્રાચીન સમયથી જ માણસો પર ભૂતપ્રેતોનાં કબજાની વાતો થતી રહે છે કેટલીક ઘટનાઓ તો ખુબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકી છે.
અરકાન્સાસનાં બાપ્ટીસ્ટ હેલ્થ મેડિકલ સેન્ટર ખાતે નર્સની કામગિરી બજાવનાર એમી સ્ટેમાટીસ તેના પતિ સાથે સામાન્ય જીવન વિતાવતી હતી જે તેને દરેક નિર્ણયમાં સાથ આપતો હતો.તેના સંતાનો માટે તે તેમની હીરો અને ખાસ મિત્ર હતી.એક દિવસ તે પોતાના ઘરનાં બીજા માળેથી નીચે પડી ગઇ હતી જેનાથી તેના શરીરનાં ઘણાં હાડકા ભાંગી ગયા હતાં.તે કારણે તેને કમરનાં નીચેના ભાગે લકવો મારી ગયો હતો.જ્યારે તેને આ અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે સોગંદ ખાઇને જણાવ્યું કે તેણે છલાંગ લગાવી ન હતી.તેની હાલત અંગે ડોકટરોએ જણાવ્યું કે તે એપિલેપ્સી, સ્ક્રીઝોફ્રેનિયા અને પોર્ફિરિયાને કારણે બનવા પામ્યું છે જો કે પેન્ટેકોસ્ટલ ઇવેન્જિલિસ્ટ સિન્ડી લોસને આ વાત ટીવી પર સાંભળી ત્યારે તેણે આ માટે ભૂતપ્રેતને જવાબદાર ગણાવ્યા હતા.
૧૯૦૬માં સોળ વર્ષની ક્લેરા જર્મના સેલે શેતાનનો સંપર્ક સાધ્યો હતો.તેણે આ અંગે જણાવ્યું હતું કે તે જ્યારે મરિનહોલ સ્કુલમાં હતી ત્યારે તે આ કામ કર્યુ હતું.તેના માતાપિતાનાં મોત બાદ તેનું વર્તન વિચિત્ર થઇ ગયું હતું.તે તેના કપડા ફાડવા લાગી હતી, તે પ્રાચીન ભાષાઓ બોલતી હતી અને મોંમાંથી વિચિત્ર અવાજો કાઢતી હતી.જ્યારે તેનું એક્સોર્સિઝમ ચાલતું હતું ત્યારે તેના પર પવિત્ર પાણી છાંટવામાં આવ્યું તો તેનું શરીર દાઝી ગયું હતું.તે આ દરમિયાન હવામાં અધ્ધર થઇ હતી અને આ દૃશ્ય ત્યાં હાજર રહેલા ૧૭૦ કરતા વધારે લોકોએ પોતાની આંખે જોયું હતું.તે સાપની જેમ જમીન પર ચાલતી હતી.જો કે તેના પર બે દિવસ એક્સોર્સિઝમની કાર્યવાહી કરાયા બાદ તે શેતાનથી મુક્ત થઇ હતી.
૩૧ મે ૧૭૭૮નાં દિવસે મિસિસ સારાહ બાર્બર નામની મહિલા ઇસ્ટરબ્રુકનાં ટેમ્પલ ચર્ચનાં રેવરન્ડ જોસેફનાં કહેવા પર ત્યાં ગઇ હતી.તેણે કહ્યું કે તેણે ત્યાં એક માણસ જોયો હતો જેનું નામ જર્યોજ લ્યુકિન્સ હતું જે ગાતો હતો અને એવા અવાજો કાઢતો હતો જે માણસ કાઢી જ ન શકે.તેને આ કારણે હોસ્પિટલમાં પાંચ મહિના રખાયો હતો પણ ડોકટરોએ તેનો ઇલાજ નહી થઇ શકે તેમ જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા.તે કહેતો હતો કે તેના શરીરમાં સાત ભૂત છે અને તેમને કાઢવા માટે સાત પાદરીની જરૂર છે.તેર જુન ૧૭૭૮નાં દિવસે સાત પાદરીઓએ આ ભૂત કાઢવાની કામગિરી શરૂ કરી હતી.૧૮૪૨માં જર્મનીમાં ૨૮ વર્ષની મહિલાનાં ઘરમાં વિચિત્ર ઘટનાઓની પરંપરા ચાલુ થઇ હતી જેણે તમામનું ધ્યાન ખેંચ્યું હતું.તે સતત બેભાન થતી અને પાછી ભાનમાં આવતી હતી.તેના પર એકસોર્સિઝમની કામગિરી આદરવામાં આવી હતી.તે દરમિયાન બહુ હિંસક થઇ ગઇ હતી તેના પેટમાંથી તમામ પ્રકારની વસ્તુઓ ઉલ્ટીમાં બહાર આવતી હતી.તેનું શરીર હવામાં અધ્ધર થઇ ગયું હતું.જો કે તે બીજી પળે પોતાને બચાવી લેવાની આજીજી કરતી હતી.આખરે ૧૮૪૩માં પાદરી જહોન ક્રીસ્ટોફ બ્લુમહાર્ટે તેને એ શેતાની તાકાતથી મુક્તિ અપાવી હતી.તેમણે ચર્ચને આ ઘટના ઘોસ્ટ ફાઇટ તરીકે જણાવી હતી.૨૦૦૫નાં જાન્યુઆરી મહિનામાં મારિસિકા ઇરિના કોર્નિકીએ રોમાનિયામાં તાનાકુ મોનેસ્ટ્રીમાં કામ કરવાનો આરંભ કર્યો હતો.જો કે ત્યારબાદ તેનું વર્તન વિચિત્ર થઇ ગયું હતું તે કારણે તેને સ્થાનિક સાયકિયાટ્રીક હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.તેને સ્ક્રીઝોફેનિયા હોવાનું જાહેર થયું હતું પણ તેના ભાઇનાં જણાવ્યાનુસાર વાત કંઇ ઓર હતી તે કહેતો હતો કે તેણે તેની બહેનનાં શરીરમાં શેતાનને ઘુસતા જોયો હતો.તેને ચર્ચમાં ત્રણ દિવસ રાખવામાં આવી હતી જો કે તેને ત્યારબાદ છોડવામાં આવી હતી પણ તે બેભાન થઇ ગઇ હતી અને તે એમ્બ્યુલન્સમા મોત પામી હતી.તેના મોતને કારણે એક પાદરી અને ચાર નનને જેલમાં જવુ પડ્યું હતું.૨૦૦૫માં ઓટોપ્સી રિપોર્ટ જાહેર થયો હતો જેમાં કહેવાયું હતું કે કોર્નિસીનુ મોત ડીહાઇડ્રેશન, ઘુટન અને ઓકસીજનની ઉણપને કારણે થયું હતું.૨૦૧૪માં નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સમાં એડ્રેનાલિનનો ઓવરડોઝ અપાયો હતો.વેસ્ટ જર્મનીનાં બાવેરિયાનાં કેથોલિક પરિવારમાં જન્મેલી એનાલિઝ માઇકલ એ બહુ ધાર્મિક હતી જો કે તેના પરિવાર માનસિક બિમારીનો ઇતિહાસ ધરાવતો હતો.લોકો તેને બિમારી ગણાવતા હતા પણ તે માનતી હતી કે તેના પર કોઇ શક્તિ વર્ચસ્વ ધરાવે છે.તે જ્યારે સોળ વર્ષની હતી ત્યારે પ્રથમ વાર સ્કુલમાં બેભાન થઇ ગઇ હતી.તે અજાગૃત અવસ્થામાં ફરતી રહેતી હતી.તેને જાતજાતનાં ભ્રમ થતા હતા.તે કારણે તેણે ચર્ચની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો.જો કે બિશપે તે માટે સતત ઇન્કાર કર્યો હતો જો કે ત્યારબાદ તે એક્સોર્સિઝમ માટે તૈયાર થયા હતા.૧૯૭૫માં બે પાદરીઓએ તે કામગિરી કરી હતી.જો કે ત્યારે તેની દશા બહુ વિચિત્ર થઇ ગઇ હતી.તે કપડા કાઢીને નગ્ન થઇ જતી હતી અને મોમાંથી કુતરા જેવા અવાજો કાઢતી હતી.જો કે અગિયાર મહિના બાદ તે કુપોષણ અને ડીહાઇડ્રેશનનાં કારણે મોતને ભેટી હતી.તેના પર એક્સોર્સિઝમ કરનાર બે પાદરીઓને છ મહિનાની સજા થઇ હતી અને તેના માતાપિતા પર પણ કામગિરી થઇ હતી.
કલેરા વિલેનુએવાની માતાનું મોત થયા બાદ તે ફિલિપાઇનની રાજધાની મનિલામાં પોતાના પિતા અને નોકરીની શોધમાં આવી હતી.જો કે અહી તેની સાથે વિચિત્ર ઘટના બની હતી તેના કહેવા મુજબ તેના પર બે ભૂતોએ હુમલો કર્યો હતો.જો કે ડોકટરોએ તેને માનસિક રીતે બિમાર ગણાવી પણ સામાન્ય લોકોને તેની વાત પર વિશ્વાસ હતો.તેની વાત ત્યારે સમગ્ર વિશ્વમાં ચમકી ગઇ હતી અને તે વાત પર અમેરિકન પાદરી લેસ્ટર સમરલનું પણ ધ્યાન ગયું હતું.તે પાદરી એ મહિલાની મદદ માટે મનિલા પહોચ્યા હતા.૧૯ મે ૧૯૫૩નાં રોજ સમરલ વિલેનુએવાને મળ્યા હતા.મનિલાનાં મેયરે પણ તે મહિલાને મળવાની વાત કરી હતી.આ મહિલા પર ત્રણ દિવસ એક્સોર્સિઝમ કરાયું હતું ત્યારબાદ તે ભૂતોએ તેનો પીછો છોડ્યો હતો.ત્યારબાદ તે પોતાના વતન પાછી આવી હતી અને એક ખેડુત સાથે લગ્ન કર્યા હતા આજે તે સંતાન પણ ધરાવે છે.
માસાચ્યુસેટસનાં ગોર્ટન ચર્ચનાં પાદરી સેમ્યુઅલ વિલાર્ડનાં ઘેર એલિઝાબેથ નેપ નામની સોળ વર્ષની છોકરી કામ કરતી હતી.ત્રીસ ઓક્ટોબર ૧૬૭૧થી બાર જાન્યુઆરી ૧૬૭૨ સુધીનાં ગાળા સુધી પાદરીએ એ છોકરીની તમામ વાતોની નોંધણી કરી હતી.આ વાતોથી સમજાય છે કે તેના પર ભૂતનો કબજો હતો.તેને સતત ખેંચ આવતી હતી, તેને સતત ભ્રમ થતો હતો, તેનું શરીર ખેંચાઇ જતું હતું, તેના મોંમાંથી પ્રાણીઓનાં અવાજ નિકળતા હતા, તે સતત શેતાન સાથે મુલાકાતની વાત કરતી હતી.૨૮ નવેમ્બરે તેને સતત અડતાલીસ કલાક ખેંચ આવી હતી.વિલાર્ડે પણ એ કબુલ કર્યુ હતું કે નેપ દ્વારા શેતાને તેની સાથે પણ વાત કરી હતી.વિલાર્ડની છેલ્લી એન્ટ્રી દસ જાન્યુઆરી ૧૬૭૨ની હતી જેમાં તેમણે કહ્યું હતું કે શેતાને તેના પર સંપુર્ણ કબજો કરી લીધો હતો.ત્યારબાદ એ છોકરીનું શુ થયું તે કોઇ જાણતું નથી.
૧૯૩૬નાં ટાઇમનાં અંકમાં એમ્મા સિમિટનો કેસ છપાયો હતો.તે અમેરિકન મહિલા હતી જેનો જન્મ ૨૩ માર્ચ ૧૮૮૨માં સ્વીત્ઝર્લેન્ડમાં થયો હતો.તે જ્યારે ચૌદ વર્ષની થઇ ત્યારે તેનું વર્તન વિચિત્ર થઇ ગયું હતું તે કહેતી કે તેની આન્ટી ડાકણ છે અને તેના પિતા કાળો જાદુ કરે છે.તેના પર એક્સોર્સિઝમની કાર્યવાહી થઇ હતી.તે દરમિયાન તેણે કહ્યું હતું કે તે શેતાન છે અને તેણે બીલજેબુબ, જુડાસ, મીના અને તેના પિતા જેકબ પર કબજો કર્યો છે.આ ક્રિયા બાદ તે સામાન્ય થઇ ગઇ હતી અને ૫૯ વર્ષની વયે મોતને ભેટી હતી.
૧૯૭૩માં આવેલી એકઝોર્સિસ્ટ ફિલ્મ બહુ જાણીતી મુવી છે જે સત્ય ઘટના પર આધારિત હતી.૧૯૪૦માં તેર વર્ષનો બાળક રોનાલ્ડ હકલનરને વિચિત્ર અનુભવ થવા શરૂ થયા હતા.તે દિવાલો પર કોઇ ચાલતુ હોય તેવા અવાજ સાંભળતો હતો તેનો પલંગ આપોઆપ હલતો હતો.આ ઘટના બાદ પરિવારે પાદરીનો સંપર્ક કર્યો હતો.જેમણે ફેબ્રુઆરી ૧૯૪૯માં તેના પર એક્સોર્સિઝમ કર્યુ હતું.જો કે તે સફળ રહ્યું ન હતું અને છોકરાની સ્થિતિ બગડી જવા પામી હતી.ત્યારબાદ આઠ એપ્રિલનાં રોજ પાદરીએ તેને પવિત્ર વસ્તુઓ આપ્યા બાદ તે સામાન્ય થયો હતો.