Love Revenge Spin Off Season - 2 - 38 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-38

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-38

 લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-38

 

પ્રિય વાચકમિત્રો,

લવ રિવેન્જ નવલકથાના ત્રણેય ભાગોને આટલો અદ્ભુત આવકાર આપવાં બદલ આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.

આમ તો લગભગ બધાં જ વાચકોને એ ખબર જ છે કે આ નવલકથા હવે પૂર્ણ થવાના આરે છે. હાલ તેનું અંતિમ પ્રકરણ લખાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે રજૂ થશે. આ નવલકથા શરુ થઇ એમાંય જ્યારથી મેં વાચકો સમક્ષ એ જાહેર કર્યું કે આ નવલકથા સત્ય ઘટનાઓ પર આધારિત છે ત્યારથી અનેક વાચકો મને નવલકથા અંગે અને તેનાં પત્રો અંગે અનેક પ્રશ્નો પુછતા આવ્યાં છે. શક્ય હોય તે સવાલોના જવાબો હું આપી પણ ચુક્યો છું. છતાંય, હજીય ઘણાં વાચકોના મનમાં અનેક પ્રશ્નો છે. અને ઘણાં વાચકોએ મને એ પ્રશ્નો અને તેનાં જવાબો નવલકથાના અંતિમ પ્રકરણમાં સમાવી લેવા વિનંતી કરી છે.

આથી, આપ સૌ વાચકોને મારી નમ્ર વિનંતી છે કે અંતિમ પ્રકરણ રીલીઝ થાય એ પહેલાં જે વાચકોને કોઈપણ પ્રશ્ન પૂછવો તે અંતિમ પ્રકરણ પહેલાં રીલીઝ થનારા પ્રકરણોના પ્રતિભાવમાં કોમેન્ટમાં કે પછી મને ડાયરેક્ટ મેસેજ કરી (ઈન્સ્ટાગ્રામમાં) પૂછી શકે છે. વાચકોના એ પ્રશ્નોના અને તેનાં જવાબો અંતિમ પ્રકરણમાં પ્રશ્નોત્તરી સ્વરૂપે રીલીઝ થશે.

એક નમ્ર વિનંતી વાચકો માટે એ છે કે તેઓ એ વાત ધ્યાનમાં રાખે કે નવલકથાના લગભગ બધાં જ પાત્રો વાસ્તવિક છે અને જો કોઈ પ્રશ્ન કે તેનો ઉત્તર એ પાત્રોની ડીગ્નીટી હર્ટ કરે એવો હશે તો હું એવાં પ્રશ્નનો જવાબ આપવાનો ટાળીશ. બાકી વાચકોને પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ પ્રશ્ન પૂછવાની છૂટ છે. (ઘણાં વાચકોએ મને મારી પર્સનલ લાઈફ વિષે, જેમકે હું હાલ ક્યાં રહું છું, મારો વ્યવસાય, વિકટ શેઠ વિષે વગેરે પણ અનેક પ્રશ્નો પૂછ્યા છે. જે વાચકોને આ પ્રકારાના પ્રશ્નો પૂછવા હોય એમને પણ છૂટ છે. પૂછવાની).   

જે કોમન પ્રશ્નો હશે એનો જવાબ હું એક જ પ્રશ્ન સ્વરૂપે આપીશ. એવી કોઈ મર્યાદા નથી એક વાચક એક જ પ્રશ્ન પૂછી શકે. તમારાં મનમાં જેટલાં પ્રશ્નો હોય એ બધાં જ પ્રશ્નો તમે પૂછી શકો છો. ધ્યાન રાખજો, કે પ્રશ્નો તમે ભલે અત્યારે મેસેજ કે કોમેન્ટમાં પૂછશો, પરંતુ તેનાં જવાબો અંતિમ પ્રકરણમાં જ સવાલ-જવાબ સ્વરૂપે મળશે.

*******

“સિદ્ધાર્થ”

 

 

લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-38

 

        “હજી પણ કોઈ-કોઈવાર પડી જવાય છે...!”  લાવણ્યા જોડે બેડમાં બેઠેલો આરવ તેનો પગ હવામાં હલાવીને બોલ્યો         “છ સર્જરી અને ઘણાં મહિનાની “પ્રેક્ટિસ” કરવી પડી....!”

લાવણ્યા સામે જોઈને તે મલકાયો.

        લાવણ્યા ભીની આંખે તેની સામે જોઈ રહી. રૂમમાં હાજર બાકીના બધાની સાથે-સાથે બેડની એક બાજુ ઊભેલી નેહા અને રૂમના દરવાજાની જોડે દીવાલના ટેકે શાંત ઉભેલો સિદ્ધાર્થ પણ જોઈ રહ્યો.

        અચાનક આવી જઈને આરવે સૌને ચોંકાવી દીધાં હતાં. આવ્યા પછી આરવે પોતાની સાથે થયેલાં એ ગોઝારા અકસ્માત વિષે લાવણ્યાનો વાંક હોવાનું ભારપૂર્વક નકારી દીધું હતું. આરવને પોતાનાં બંને પગ ઉપર ઉભેલો જોઈને સૌને આશ્ચર્ય થયું હતું અને નેહા-સિદ્ધાર્થ સિવાય અન્ય બધાના મોઢા ઉપર એ અંગે પ્રશ્નાર્થ ભાવો હતાં. 

        તેમના પ્રશ્નનો જવાબ આપવા માટે આરવ લાવણ્યાની પાસે આવીને બેડમાં બેઠો અને બેઠાં-બેઠાં નીચાં નમીને તેણે પોતાનો જમણો પગ ઊંચો ઉઠાવી પેન્ટની સ્લીવ ઊંચી કરી. લાવણ્યા સહિત બધાં હવે આરવનાં પગ સામે જોઈ રહ્યાં. આરવે હવે તેનો પગ ઘૂંટણથી સહેજ વાળીને જમણા પગે પહરેલો શૂ કાઢી નાંખ્યો. શૂ કાઢીને આરવે અંદર પહેરેલો મોજૂ પણ કાઢી નાંખ્યું.

        લાવણ્યા સહિત બધાં આંખો મોટી કરીને આરવનો “પગ” જોઈ રહ્યાં.

        “ટાઈટેનિયમ ધાતુમાંથી બનેલો છે....!” આરવે સ્મિત કરીને તદ્દન સ્વાભાવિક સ્વરમાં કહ્યું.

        કુદરતી પગથી જુદો આરવનો તે પગ સહેજ ચમકતી ધાતુનો બનેલો હોય એવો હતો. કુદરતી પગનાં શેપની જેવોજ તેનાં પંજાનો શેપ બનાવવામાં આવ્યો હતો. જોકે તેને એકેય આંગળી કે અંગુઠો નહોતો. તેની જગ્યાએ ચારેય તરફની તેની ધારને સ્મૂધ બનાવી લંબગોળાકાર પગના પંજા જેવો શેપ બનાવાયો હતો. જેની ઉપર આરવે મોજો ચઢાવીને શૂઝ પહેર્યા હતાં. અત્યારે જોકે બધાંને પોતાનો પગ બતાવાં આરવે એક પગનું શૂ અને મોજૂ કાઢ્યું હતું.

        “એકદમ ઓરિજિનલ લાગે છે ને...!?” આરવે નાના બાળક જેવુ મોઢું બનાવીને લાવણ્યા સામે જોયું.

        ટાઈટેનિયમ ધાતુંનો એ “પંજો” એજ ધાતુના બનેલાં અને કુદરતી હાડકાંના શેપ જેવા જ દેખાતા ધાતુના હાડકાં સાથે ગોળ મિજાગરા વડે જોડવામાં આવ્યું હતું. જે છેક ઢીંચણ સુધી લંબાતું હતું. આખો પગ એકદમ કુદરતી લાગે એના માટે ધાતુના એ “હાડકાં” ઉપર હ્યુમન સ્કીન જેવી નકલી સિન્થેટીક રબરની સ્કીન ચઢાવવામાં આવી હતી. સિન્થેટીક સ્કીનને લીધે આરવનાં પગ જાણે સહીસલામત હોય એવું લાગતું હતું.  આરવે એ નકલી સ્કીનનું પડ સહેજ ઊંચું કરીને ટાઈટેનિયમ ધાતુનું “હાડકું” બતાવ્યું.

        મૌન થઈને બધાં આરવના પગને જોઈ રહ્યાં. થોડીવાર સુધી આરવ પોતે પણ તેનાં પગના પંજા તરફ જોઈ રહ્યો.

        “પણ ચ....ચાલતી વખતે ક....કશું ફીલ નઈ થતું લાવણ્યા....!” આરવનો સ્વર કાંપી ઉઠ્યો અને તેણે ભીંજાયેલી આંખે લાવણ્યા સામે જોયું. 

        “આરવ.....! સ...સોરી....!” લાવણ્યાની આંખમાંથી ફરીવાર આંસુની ધાર વહી ગઈ “મેં ત.....તને બવ હર્ટ કર્યો...! બવ હર્ટ કર્યો....! મ્મ...મારોજ વાંક હતો....! સોરી....!” 

        “તારો કોઈ જ વાંક નો’તો ….!” એક હળવું સ્મિત કરી આરવે પ્રેમથી લાવણ્યાની વાળની લટ તેણીનાં કાન પાછળ ભરાવીને ફરીવાર ભારપૂર્વક કહ્યું “મારો પ્રેમ એક તરફી હતો...!”

        નેહા સહિત બધાં બંનેને સાંભળી રહ્યાં.

        “તે તો મને પે’લ્લેથી જ કઈ દીધું ‘તું...!” થોડીવાર લાવણ્યા સામે જોઈ રહી મૌન રહ્યાં બાદ આરવ બોલ્યો “હું આગળ વધી ગ્યો...! ઘણો.....આગળ વધી ગ્યો...!”  

        “મેં અક્ષયની જોડે તારો નંબર માંગ્યો’તો....! કેટલીયવાર રિકવેસ્ટ કરી....!” લાવણ્યા ગળગળા સ્વરમાં બોલી “પણ એણે ના આપ્યો....! સ્ટેશન ઉપર પણ મેં તને રોકવાનો બવ ટ્રાય કર્યો...!પણ....પણ....! તું જતો ‘ર્યો.....! જતો ‘ર્યો....!”

        આરવ ભીની આંખે તેણી સામે જોઈ રહ્યો.

        “બ....બવ મિસ કર્યો મેં તને....!” લાવણ્યાની આંખ ફરીવાર ભીંજાઈ “મારાં બેસ્ટફ્રેન્ડને...! મેં....મેં બવ મિસ કર્યો...! તું...તું....એકવાર તો મ્મ ...મારી સાથે સરખી વ...વાત કરતો....!”

        આરવ ઢીલું મોઢું કરીને નીચું જોવાં લાગ્યો.

        “તને એકવાર પણ પાછું આવાની ઈચ્છા ના થઈ...!?” લાવણ્યાએ આરવના ગાલે પ્રેમથી હાથ મૂકીને પૂછ્યું “એકવાર પણ મને મળવાની કે....કે....મારી જોડે સરખી વાત કરવાની ઈચ્છા ના થઈ....!? બોલ...!?”

        “મારાં માટે પાછું ફરવું શક્ય નો’તું લાવણ્યા....!” ફર્શ સામે તાકી રહી આરવ બોલ્યો પછી લાવણ્યા સામે જોઈ રહ્યો “તને પ્રેમ કરવામાં ...અ....હું ....હું...બવ આગળ વધી ગ્યો’તો....! ઘણો આગળ....! ત્યાંથી પાછાં આવવું શક્ય નો’તું...!”

            પોતાની આંખો બંધ કરી આરવે એક ઊંડો શ્વાસ ભર્યો.

        “તારો વાંક નો’તો લાવણ્યા....!” પ્રેમાળ નજરે લાવણ્યા સામે જોઇને આરવ બોલ્યો “તારો કોઈ જ વાંક નો’તો”

        “તારો કોઈ જ વાંક નો’તો લાવણ્યા....!” આરવના એ શબ્દો લાવણ્યાના હ્રદયને જાણે ઠંડક આપતાં હોય એમ તેણીનાં કાનમાં ગુંજી રહ્યાં જ્યારે એકબાજુ ઊભેલી નેહાને તે શબ્દો દઝાડી રહ્યાં.

        ભીની આંખે લાવણ્યા આરવ સામે જોઈ રહી. રૂમમાં ફરીવાર નીરવતા છવાઈ ગઈ.

        “કોઈ ગમે તે કે’....!”  થોડીવાર પછી રૂમની શાંતિ ભંગ કરતાં નેહા બોલી “વાંક તારો જ હતો લાવણ્યા....!”

        આરવ સહીત બધાં તેણી સામે જોઈ રહ્યાં.

        “તે જે લાવણ્યા સાથે કર્યું.....! એ ખોટું કર્યું...!” આરવે બેડમાંથી બેઠાં થઈ બીજી તરફ ઉભેલી નેહા સામે જોઈને કહ્યું.

        “એણે તારાં પગ છીનવી લીધાં....!” નેહા તેનાં ભાવુક સ્વરને કઠોર કરતી હોય એમ બોલી “આખી જીંદગી બરબાદ કરી નાંખી મારી....!”

        છેવટે નેહાની આંખમાંથી પાણી વહેવા લાગ્યું અને તે ડૂસકાં ભરતી-ભરતી બોલવા લાગી.

        “તને છીનવી લીધો....મારાંથી....!”

        આરવ સહાનુભૂતિપૂર્વક નેહા સામે જોઈ રહ્યો.

        “મેં જે કર્યું....! એનો મને અફસોસ નથી....!” નેહા માથું ધુણાવીને બોલી “કોઈ જ અફસોસ નથી....! એ એનાં જ લાયક હતી....!”

        “એને નો’તી ખબર....કે તું મને લવ કરે છે...!” આરવ નેહાને સમજાવતો હોય એમ બોલ્યો.

        “એટલે એને હક મલી ગ્યો....! તારાં જેવાં ઇનોસંન્ટ છોકરાંને હર્ટ કરવાનો....! બોલ...!?” નેહાએ વેધક સ્વરમાં પૂછ્યું.

        આરવ મૌન થઈને તેણી સામે જોઈ રહ્યો.

        “મેં ફક્ત બદલો લીધો છે...!” નેહા ભારોભાર નફરત સાથે બોલી “મારી સાથે જે થયું એનો...! અને તારી સાથે જે થયું એનો....!”

        “મારી સાથે....!?” આરવ વ્યંગ કરતો હોય બોલ્યો “તું મારો બદલો લેવાં નીકળી પડી....! પણ તે મને પૂછ્યું...!?”

        આરાવે કઠોર સ્વરમાં નેહાને પૂછ્યું પછી સિદ્ધાર્થ સામે જોયું.

        ક્યારનો દરવાજા પાસે ઊભો-ઊભો તે શાંતિથી બધુ જોઈ-સાંભળી રહ્યો હતો. 

        “મારો બદલો લેતાં ‘તાંને....! તો કમસે કમ  મને એકવાર તો પૂછવું’તું...!”

        સ્ટ્રેસમાં આવી ગયેલાં સિદ્ધાર્થે તેની ભ્રમરો સંકોચીને ફર્શ સામે તાકવા માંડ્યું.

        “જો એણે ખોટું કર્યું પણ હતું....! તો એ મારી સાથે કર્યું ‘તુંને....!?” આરવે નેહાને પૂછ્યું “તો એ હિસાબે એ મારી ગુનેગાર હતી....! તો એને સજા આપવાનો તને કોઈ હક નો’તો....!”

        આગની જેમ તપી ઉઠેલી નેહા લાવણ્યા સામે નફરતપૂર્વક જોઈ રહી. રોતાં-રોતાં તે ઊંડા શ્વાસ ભરી રહી.

        “એણે મારી માફી લીધી ‘તી....!” આરવે નેહાને કહ્યું “મારાં એક્સીડેન્ટ પછી પણ...! અને હું ઇન્ડિયા છોડીને જતો હતો ત્યારે પણ...! અને હું એને માફ કરી ચુક્યો છું...!”

        “એનો જ વાંક હતો....! બસ....!” નેહા તેની આંખો લુંછતાં કઠોર સ્વરમાં બોલી “તે એને ભલે માફ કરી દીધી હોય...! પણ હું.....!”

        એવી જ નફરતભરી નજરે નેહાએ લાવણ્યા સામે જોઈ પાછુ આરવ સામે જોયું –“હું એને કદી માફ નઈ કરું....! કદી માફ નઈ કરું....!”

        નેહાએ હવે બોલતાં-બોલતાં સિદ્ધાર્થ સામે જોયું. અદબવાળીને ઉભેલો તે હજીપણ ફર્શ સામે તાકી રહ્યો હતો.

        “સીદ.....! બેબી....!” લાવણ્યા દયાપૂર્વક મૂંઝાઈને ઉભાં રહેલાં સિદ્ધાર્થ સામે જોઈ રહી અને મનમાં બબડી.

        સિદ્ધાર્થે જાણે લાવણ્યાનો “સ્વર” સાંભળી લીધો હોય એમ તેણી સામે કેટલીક ક્ષણો જોયું.  અત્યારે જે કઈં પણ થઈ રહ્યું હતું, તેના વિષે તે કશું જ વિચારી નહોતો રહ્યો. કેમકે તે જાણતો હતો કે અત્યારે જે કઈં પણ થઈ રહ્યું હતું તેમાનું કશું જ તેનાં હાથમાં નહોતું. તે બસ ગમે તેમ કરીને આ સમય પસાર થઈ જવા દેવા માંગતો હતો. તેનું મન લાવણ્યાને વળગી પડવાં તરસી રહ્યું હતું. મનમાં રહેલો બધો જ રઘવાટ એકબાજુ મૂકીને તે બસ લાવણ્યાને વળગી પડવા માંગતો હતો. તે જાણતો હતો કે લાવણ્યાને કશું જ એક્સપ્લેન કરવાની જરૂર નઈ પડે. બધાની હાજરીને લીધે જ સિદ્ધાર્થ ક્યારનો ચૂપચાપ ઊભો હતો.

         સિદ્ધાર્થની પ્રતિક્રિયાની રાહ જોઈ રહેલાં બધા ક્યારના મૌન થઈને સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં હતાં.

         સિદ્ધાર્થે એક નજર આરવ, નેહા, સુભદ્રાબેન તરફ નાંખી અને પછી ફરીવાર લાવણ્યા સામે એજરીતે મૂંઝાયેલા ચેહરે જોયું.

        કેટલીક ક્ષણો સિદ્ધાર્થે લાવણ્યા સામે જોયે રાખ્યું. લાવણ્યાને સિદ્ધાર્થ ઉપર દયા આવી ગઈ.

        રૂમનાં દરવાજાનું હેન્ડલ પકડી સિદ્ધાર્થે દરવાજો અડધો ખોલ્યો અને ફરી એકવાર લાવણ્યા સામે જોયું પછી તરત જ દરવાજો ખોલીને રૂમની બહાર નીકળી ગયો.

        “બેબી....!” સિદ્ધાર્થને રોકવા લાવણ્યાએ હાથ ઊંચો કર્યો પણ પછી અટકી ગઈ “નઈ...નઈ....! અત્યારે નઈ....!”

        કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થને રૂમની બહાર જતો જોઈને અંકિતાનાં ચેહરાનાં ભાવો બદલાઈ ગયાં અને તેણીએ લાવણ્યા સામે જોયું.

        લાવણ્યાએ પણ દયામણું મોઢું કરીને અંકિતા સામે જોયે રાખ્યું.

            “નેહા....બેટાં....!” સુભદ્રાબેને નેહાને સમજાવાના સૂરમાં કહ્યું “જે થયું....! એને ભૂલીને આગળ વધો હવે....! જુનાં જખમો જેટલાં કોતરશો....! એટલી તકલીફ વધારે થશે....!”

        “I’m sorry આન્ટી.....!” નેહાની આંખમાંથી ફરીવાર આંસુઓની ધાર વહી અને ધીરેથી બોલી “પણ હું લાવણ્યાને કદી માફ નઈ કરી શકું....! કદી નઈ...!”

        નેહા એજરીતે માથું ધૂણાવતી- ધૂણાવતી બોલતી રહી અને પહેલાં આરવ અને પછી લાવણ્યા સામે રડતાં-રડતાં જોઈને દરવાજો ખોલી રૂમની બહાર નીકળી ગઈ.

***

        “એક ચ્હા આપોને....!” હોસ્પિટલની કેન્ટીનમાં આવીને સિદ્ધાર્થે કાઉન્ટર ઉપરથી ચ્હા લીધી.

        ચ્હાનો કપ લઈને તે કેન્ટીનમાંથી બહાર નીકળ્યો અને કોરિડોરમાં આવીને ઊભો રહ્યો. સીડીઓની બાજુમાં આવીને ઊભો રહ્યો.

        સખત તાણ અનુભવવાને લીધે તે લગભગ એક-બે ઘૂંટમાં અડધો કપ ચ્હા પી પણ ગયો.

        લાવણ્યાના રૂમમાં જે કઈં પણ થયું એ વિષે તેનું મગજ વિચારે ચઢેલું હતું. સાથે પોતે લાવણ્યા સાથે જે કઈં પણ કર્યું એ વિષે પણ તેનું મગજ વિચારે ચઢેલું હતું.

        ચ્હા પીતા-પીતા તે વિચારતો રહ્યો અને સીડીઓની સામે કોરિડોરમાંથી બિલ્ડીંગની બહાર શૂન્યમનસ્ક જોઈ રહ્યો.  થોડીવાર પછી નેહા તેની જોડે આવીને ઊભી રહી. તે પણ મૌન રહીને સિદ્ધાર્થની જેમ સામેની બાજુ તાકતી રહી. નેહા જોડે આવીને ઊભી રહી છે એ ખબર હોવા છતાંય સિદ્ધાર્થે તેણી સામે જોવાનું ટાળ્યું. હાથમાં રહેલાં ચ્હાના કપમાંથી બધી ચ્હા પીવાઇ ગયા પછી પણ હાથમાં ખાલી કપ પકડી રાખી સિદ્ધાર્થે એજ રીતે શૂન્યમનસ્ક જોઈ રહ્યો.  

        “તારે મારો સાથ આપવો જોઈતો ‘તો....!” થોડીવાર પછી મૌન તોડતાં નેહા બોલી.

        “તે જ્યાં સુધી કીધું ‘તું...ત્યાં સુધી આપ્યો જ ‘તો ....!” તેણી સામું જોયા વગર જ સિદ્ધાર્થ ભાવવિહીન ચેહરે સૂકા સ્વરમાં બોલ્યો.

        નેહાએ રડમસ આંખે સિદ્ધાર્થ સામે જોયું. જાણે મધદરિયે કોઈ હોડીમાં તે તેણીને એકલી છોડીને જતો રહ્યો હોય એવું તેણીને લાગ્યું.

        “તને પણ એવું જ લાગે છે કે હું ખોટી છું...!?” નેહાએ ભીની આંખે પૂછ્યું.

        “કોઈ ફરક નઈ પડતો....!” સિદ્ધાર્થ ઉડાઉ સ્વરમાં બોલ્યો “તારે જે કરવાનું હતું....!”

        સિદ્ધાર્થે અટકીને તેણી સામે ભાવવિહીન ચેહરે જોયું પછી બોલ્યો –

        “એ તું ઓલરેડી કરી ચૂકી છે....!”

        સિદ્ધાર્થના શબ્દો નેહાના કાનમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યાં. સિદ્ધાર્થની આંખોમાં પોતાનાં માટે ઘૃણા જોઈ નેહાનું શરીર ધ્રુજી ઉઠ્યું. કઈંક બોલવા મથતી તેણીનાં હોંઠ ધ્રુજી ઊઠ્યાં.

        કશું ન સૂઝતાં તે મૌન રહી. કેટલીક ક્ષણો ઊભા રહી સિદ્ધાર્થ ત્યાંથી જવા લાગ્યો.

        “મને ઘરે ડ્રૉપ કરી દે....!” સિદ્ધાર્થ જતો હતો ત્યાં જ નેહા બોલી પડી.

        “એમ પણ હજી આરવ લાવણ્યા જોડે હશે....!”નેહાને મૂકવા જવાની અનિચ્છા છતાંય સિદ્ધાર્થે વિચાર્યું.

        “હું પાર્કિંગમાંથી કાર કાઢું છું....!” ખિસ્સામાંથી કારની ચાવી હાથમાં લઈને સિદ્ધાર્થ બોલ્યો અને સીડીઓ ઉતરવા લાગ્યો “તારે આરવની જોડે કોઈ વાત બાકી હોય...તો કરીને આય...!” 

        સીડીઓ ઉતરતા-ઉતરતા સિદ્ધાર્થ બોલ્યો.

        નીચે જઈ રહેલાં સિદ્ધાર્થની પીઠ સામે નેહા કેટલોક સમય તાકી રહી. પહેલી સીડીઓ ઉતરીને સિદ્ધાર્થ હવે નીચે જવા વળીને બીજી સીડીઓ ઉતરી ગયો.

        તે દેખાતો બંધ થયો ત્યાં સુધી નેહા તેને જોતી રહી.

            થોડીવાર પછી તે પણ સીડીઓ ઉતરી નીચે જવા લાગી.         

****

        “તારાં મન ઉપર કોઈ ગિલ્ટ ના રાખતી....!” નેહા અને સિદ્ધાર્થના જતાં રહ્યાં પછી આરવ લાવણ્યા જોડે બેડમાં બેઠો હતો.

        બાકીનાં બધાં પણ હજી રૂમમાંજ હતાં.

            “આન્ટી સાચું કે’ છે....!” સુભદ્રાબેન સામે એક નજર જોઈ આરવ લાવણ્યા સામે જોઈ ભાવુક સ્વરમાં બોલ્યો “જૂની વાતો જેટલી યાદ કરીશું....! એટલી તકલીફ વધારે થશે...! હમ્મ...!”

        “તું હવે ઘણો મજબૂત દેખાય છે...!” લાવણ્યા પોતાની આંખ લૂંછતા પરાણે સ્મિત કરતાં બોલી “પે’લ્લાં કરતાં....! અ....ઘણો સ્ટેબલ લાગે છે...!”

        “when love breaks you…! Either you become weak or become stronger than you ever before….!” આરવ હળવું સ્મિત કરી શૂન્યમનસ્ક જોઈ રહેતાં બોલ્યો “શિવાનીએ કહ્યું’તું....!”

        “હમ્મ....! કોણ...!?” લાવણ્યાએ મલકાઈને નવાઈપૂર્વક પૂછ્યું.

        “કઈં નઈ છોડ...!” આરવે માથું ધૂણાવી સ્મિત કર્યું અને વાત ઉડાવવાનો પ્રયત્ન કર્યો.

        “અરે...!? તું તો બ્લશ કરતો થઈ ગ્યો...!” લાવણ્યાનું મન હવે હળવું થતાં તે આરવની ચેસ્ટ ઉપર પંચ કરતાં બોલી.

        બંનેને હસતાં જોઈને રૂમમાં હાજર બીજાં બધાંનું મન પણ હળવું થયું અને બધાં પરાણે હસ્યાં.

        “આન્ટી....! ચાલો આપડે ફ્રેશ થઈ આઈએ..!” અંકિતાએ સ્મિત કરીને સુભદ્રાબેનને કહ્યું.

        સુભદ્રાબેને પણ લાવણ્યા સામે ભીની આંખે જોઈ સ્મિત કર્યું અને રૂમની બહાર જવાં લાગ્યાં.

        ત્રિશા, કામ્યા, પ્રેમ સહિત બીજાં બધાં પણ રૂમની બહાર જવાં લાગ્યાં.

        “તું ઈન્ડિયા પાછો ક્યારે આયો...!?” થોડીવાર પછી રૂમ ખાલી થઈ જતાં લાવણ્યાએ આરવને પૂછ્યું.

        “ગઈકાલે....!” એક હળવું સ્મિત કરીને આરવે કહ્યું.

***

            “હું અહિયાં જ ઊભી રાખું છું....! અંદર નઈ આવતો....!” સોસાયટીના ગેટ બહાર કાર ઊભી રાખતાં સિદ્ધાર્થ બોલ્યો.

        જોડેની સિટમાં બેઠેલી નેહા કશું બોલ્યાં વગર સોસાયટીના ગેટમાંથી દેખાતાં પોતાનાં ઘર સામે જોઈ રહી.

        સિદ્ધાર્થે કાર ઊભી રાખવા છતાંય નેહા એજ રીતે મૌન રહીને પોતાનાં ઘર તરફ તાકી રહી હતી. તેણીના ઊતરવાની સિદ્ધાર્થ રાહ જોઈ રહ્યો હતો.

        “ખટક....!” કારનો દરવાજો ખોલી છેવટે નેહા નીચે ઉતરવા લાગી.

        “મેં જે કર્યું....! એનો મને કોઈ અફસોસ નઈ....!” નીચે ઉતરતા પહેલા નેહા કઠોર સ્વરમાં બોલી “ભલે મને બધા ખોટી ગણે....!”

        એટલું બોલીને નેહા નીચે ઉતરી ગઈ અને દરવાજો બંધ કરી સોસાયટીના ગેટ તરફ ચાલતી થઈ ગઈ.

        સિદ્ધાર્થ તેણીને જતાં જોઈ રહ્યો.

***

         “આરવ જતો ‘ર્યો હોવો જોઈએ....!” લાવણ્યાના રૂમના દરવાજા આગળ અટકી ઉભા રહીને સિદ્ધાર્થે મનમાં વિચાર્યું.

        નેહાને ડ્રોપ કરી તે હોસ્પિટલ પાછો આવ્યો હતો. આરવ ઘણાં વખતે લાવણ્યાને મળ્યો હોવાથી તે વધુ રોકાશે એમ વિચારી સિદ્ધાર્થ નેહાને ડ્રોપ કર્યા પછી એક ચાની કીટલીએ ક્યાંય સુધી બેસી રહ્યો હતો. તેની અને આરવની વચ્ચે આવી ગયેલાં “ડીસ્ટન્સ” ને સિદ્ધાર્થે હવે મનથી સ્વીકારી લીધું હતું અને તે જાણતો હતો કે આરવ પણ કદાચ એ સ્વીકારી ચુક્યો હતો. આ જ કારણ હતું, કે સિદ્ધાર્થનું મન આરવ સાથે કોઈ વાત કરવાનું નહોતું, લાવણ્યા વિષે પણ નહિ. અત્યારે તો બસ સિદ્ધાર્થને લાવણ્યા જોડે સમય વિતાવવો હતો.

         કેટલીક ક્ષણો વિચાર્યા કરી સિદ્ધાર્થે છેવટે  હેન્ડલ પકડી રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર જવા લાગ્યો.

        “સિદ....!” દરવાજામાંથી સિદ્ધાર્થને અંદર એન્ટર થતાં જોઈ બેડમાં બેઠેલી લાવણ્યા ખુશ થઈને બોલી પડી “હું ક્યારની....!”

        “તું શું કરવાં આયો અહિયાં....!”  ત્યાં જ સ્ટૂલ ઉપરથી ઊભાં થઈને અંકિતા ચિડાઈને વચ્ચે બોલી પડી “હજી શું બાકી છે...!?”

        ....આ જોતો નથી....!” અંકિતાએ એક નજર લાવણ્યા સામે હાથ કરીને જોયું અને પાછી સિદ્ધાર્થને બોલવા લાગી “આ છોકરીની શું હાલત થઈ ગઈ છે...!”

        “અંકિતા....!આવું ક...કેમ બોલે છે તું..!?” અંકિતાને ટોકી લાવણ્યાએ રડમસ સ્વરમાં પોતાની આંખો લૂછતાં તેણીને ધમકાવાના સૂરમાં કહ્યું “એ બિચારો એકલો-એકલો કેવો મૂંઝાતો હશે...!”

        “શું મૂંઝાતો હશે...! હેં...!?” અંકિતા વધુ ચિડાઈ “એણે તારી જોડે આટલું ખરાબ કર્યું....! આટલી ચિટ કરી...! આ...”

        “એણે મને ચિટ નઈ કરી ....ઓકે....! કીધુંને તને...!” બેડમાં બેઠાં થતાં-થતાં લાવણ્યાએ સહેજ વધુ નારાજ સ્વરમાં અંકિતા સામે હાથ કરીને કહ્યું “અને...અને.... ત...તારે અમારી વચ્ચે બ....બોલવાની કોઈ જરૂર નથી...!”

        “બોલવાની જરૂર નથી એટ્લે....!?” અંકિતા હવે વધુ ચિડાઈ “અમે તારાં માટે કશું નથી....!? એમ...!? તને અમારી કઈં...”

        “અંકિતા....! શાંત થા....!” સિદ્ધાર્થને જોઈને સોફાંમાં બેઠેલાં સુભદ્રાબેન પણ ઊભાં થઈ ગયાં હતાં અને વચ્ચે બોલ્યાં “એમને વાત કરી લેવાંદે...! ચલ....!”

        “પણ આન્ટી....! આ...!”

        “અંકિતા....!” સુભદ્રાબેને ફરીવાર અંકિતાને ટોકી “ચલ....! એને વાત કરી લેવાંદે...! હમ્મ..!”

        ચિડાયેલી અંકિતાએ એક નજર સિદ્ધાર્થ તરફ નાંખી પછી લાવણ્યા સામે જોયું.

        “તો મને બધુંક કે’જે....! મારે પણ જાણવું છે....!” ધમકી ભર્યા સૂરમાં લાવણ્યાને એટલું બોલીને અંકિતા પગ પછાડતી-પછાડતી મોઢું બગાડીને રૂમની બહાર જવાં લાગી.

        સિદ્ધાર્થની જોડેથી પસાર થતી વખતે તેણીએ એક નજર દરવાજે ઊભાં રહીને ફરી એકવાર લાવણ્યા સામે જોયું અને પછી દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.

        “હું એને લઈને નાસ્તો કરી આવું....! કેન્ટીનમાં...!” સુભદ્રાબેને વારાફરતી સિદ્ધાર્થ અને લાવણ્યા સામે જોયું અને પરાણે નકલી સ્મિત કરીને બોલ્યાં.

        લાવણ્યાએ ડોકી હલાવી દેતાં સુભદ્રાબેન પણ રૂમની બહાર જતાં રહ્યા. હાઈડ્રોલીક સ્ટોપરવાળો દરવાજો ધીરે-ધીરે બંધ થયો ત્યાં સુધી સિદ્ધાર્થ દરવાજા પાસે ઊભો-ઊભો લાવણ્યા સામે જોઈ રહ્યો.

        લાવણ્યા પણ મૌન થઈને તેની સામે ભીની આંખે જોઈ રહી. તે ઝડપથી શ્વાસ લઈ રહી હતી.

        લાવણ્યા સામે જોતાં-જોતાં સિદ્ધાર્થની આંખ પણ ભીની થઈ ગઈ. શું કહેવું ન સમજાતાં તે જાણે નજર ચૂરાવતો હોય એમ આડું જોવાં લાગ્યો.

        “બેયબી.....!” છેવટે બેડમાં બેઠાં-બેઠાં જ લાવણ્યાએ પોતાનાં બંને હાથ ફેલાવીને રડતી આંખે સિદ્ધાર્થ સામે જોયું “આયને પ્લીઝ....!”

        બે-ત્રણ ડગલાં ધીરે-ધીરે ચાલીને સિદ્ધાર્થ છેવટે ઉતાવળે ચાલીને લાવણ્યાના બેડ પાસે દોડી ગયો.

        “સોરી લવ.....!” બેડમાં જોડે બેસીને સિદ્ધાર્થે લાવણ્યાને કચકચાવીને આલિંગનમાં જકડી લીધી “સોરી...!”

        “શશ....શ..શ...કઈં ના બોલ....! ક...કઈં ના બોલ....!” લાવણ્યાએ પણ સિદ્ધાર્થને મજબૂતીથી આલિંગનમાં જકડી લીધો “મને બ....બધી ખબર છે...! ખબર છે....! એણે જ તને મજબૂર કર્યો હશે...!”

         “લાવણ્યા....! હું....! હું....ફસાઈ ગ્યો’તો....!” લાવણ્યા સામે જોઈને સિદ્ધાર્થે ભીની આંખે કહ્યું “હું....હું....!”

        “ત..તારે કશું એક્સપ્લેઈન કરવાની જરૂર નઈ...!” ભાંગી પડેલી લાવણ્યા સિદ્ધાર્થના ગાલે પ્રેમથી હાથ મૂકીને રડતાં-રડતાં બોલી  “મ્મ...મને ટ્રસ્ટ છે તારી ઉપર....! કોઈ ગમે તે કે’ ....મને ખબર છે.....! મારાં માટેની તારી બધી જ ફીલિંગ સાચી હતી...મને ખબર છે...!”

        “લાવણ્યા....! પ્લીઝ....! સોરી...!” સિદ્ધાર્થ ફરીવાર ભીની આંખે તેણી સામે જોઈને બોલ્યો “હું...!”

        “સોરી તો મારે કેવું જોઈએ...!” સિદ્ધાર્થના હોંઠ ઉપર હાથ મૂકીને લાવણ્યાએ ભીની આંખે કહ્યું “આરવ....! આરવ...! મ્મ...મનેતો એમ હતું કે ….કે....તું...તું....મ્મ....મોઢું પણ નઈ જોવે....!”

        “ડર તો મને લાગતો ‘તો....!” સિદ્ધાર્થ બોલ્યો “તને ખોઈ બેસવાનો...! લાવણ્યા મેં...મેં...બવ ટ્રાય કર્યો’તો....! એને સમજાવાનો....! પ..પણ એ માની જ નઈ....!”

        “મેં...કીધું તો ખરા....! મને ટ....ટ્રસ્ટ છે તારી ઉપર....!” લાવણ્યા ભારપૂર્વક બોલી “તું કઈં એક્સપ્લેઈન ના કર...!” 

         “જે રીતે તું એ સોંન્ગ ગાતો ‘તો.....!” લાવણ્યા યૂથ ફેસ્ટિવલમાં સિદ્ધાર્થે ગાયેલાં એ સોંન્ગને યાદ કરીને બોલી “મને લાગ્યું કે...! કે...તું...તું... મને નફરત કરે છે....! નફરત કરે છે....!”

        “તારી આંખોમાં મારાં માટે એ નફરત સહન ના થઈ જાન...! ના થઈ....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો ફરીવાર તેણી હથેળીઓમાં પકડી લીધો “તું મને નફરત કરે....! એ મારાંથી સહન નઈ થાય.....! નઈ થાય...!”

        “ઇચ્છવા છતાંય તને નફરત ના કરી શક્યો...!” સિદ્ધાર્થ ભીની આંખે બોલ્યો “તારો પ્રેમ સુનામી જેવો છે....! તારાં માટે જે થોડીઘણી નફરત હતી.....! એ બધી એમાં તણાઈ ગઈ.....!”

        “સિદ....!”  લાવણ્યાની આંખ વધુ ભીંજાઈ.

        “લાવણ્યા....! પ્લીઝ....! મને માફ કરીદે....!” સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો “પ્લીઝ...!”

        “સિદ....! જાન....! તે એવું કઈં નઈ કર્યું .....! જો હું તારી જગ્યાએ હોત....! તો...તો...કદાચ હું પણ એજ કરત....! તારે કઈં એકપ્લેન કરવાની જરૂર જ નઈ....!”

        “પ્લીઝ મને કે’વા દે લવ....!” સિદ્ધાર્થ આજીજીપૂર્વક બોલ્યો “મને સાંભળ....!”

        સિદ્ધાર્થનો દયામણો થઈ ગયો ચેહરો જોઈને લાવણ્યાની આંખ વધારે ભીની થઈ ગઈ. તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તેણીએ પણ આજ રીતે પોતાનો ભૂતકાળ કહેવા માટે આજ રીતે સિદ્ધાર્થને આજીજીભર્યા સ્વરમાં વિનવણી કરી હતી. પોતે એ વખતે જેવુ ફીલ કરતી હતી, કદાચ એવું જ સિદ્ધાર્થ પણ અત્યારે ફીલ કરતો હશે એવું લાવણ્યાએ વિચાર્યું.    

        “તું તારાં મન ઉપર કોઈ ગિલ્ટ ના રાખ...!” લાવણ્યાએ સિદ્ધાર્થનું માથું પકડી લઈને તેણીનાં ઉરજોમાં દબાવી દીધું “જે થયું એને ભૂલીજા.....! ભૂલીજા...! તારું મન ખાલી કરી નાંખ....! જે કેવું હોય.....એ કઈદે...!”

        નાનાં બાળકની જેમ સિદ્ધાર્થ લાવણ્યાને ક્યાંય સુધી વળગીને નાના બાળકની જેમ ઊંડા શ્વાસ ભરતો રહ્યો. લાવણ્યાએ તેને પોતાના આલિંગનમાં દબાવી રાખ્યો. લાવણ્યાને વળગી રહી સિદ્ધાર્થે

        થોડીવાર પછી સિદ્ધાર્થે આંખો લૂછતાં-લૂંછતાં પોતાની વાત કહેવાની શરૂ કરી.    

        “તને તો ખબર જ છે …! કે હું અહિયાં એને મેરેજ માટે મનાવા આયો ‘તો....!”

        ભીની આંખે લાવણ્યા સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહી અને સિદ્ધાર્થની વાત સાંભળી રહી.

        “અમારી સગાઈ થઈ...એ પે’લ્લા નેહા અને આરવની સગાઈ થઈ ‘તી...!” સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યાને આઘાત અને આશ્ચર્ય બંને થયું.

        સિદ્ધાર્થે તેણી સામે જોયું.

        “નેહા અગાઉ આરવની સગાઈ એક બીજી છોકરી જોડે નક્કી થઈ હતી....! એને સિંગર બનવું ‘તું....! પણ..ઘરમાં બધા એને મેરેજ માટે ફોર્સ કરતાં ‘તા....! એટ્લે આરવ અમદાવાદ ભાગીને આયો ‘તો....!”

        બોલતાં-બોલતાં સિદ્ધાર્થ થોડું અટકતો અને આગળ કહેતો.

         “અમદાવાદ આયા પછી... કૉલેજમાં એને તું ગમી ગઈ....! અને નેહાને આરવ....!”

        “ મારી સિસ્ટરના મેરેજમાં મેં જ્યારે નેહાને જોઈ...ત્યારની એ મને ગમતી ‘તી....!” સિદ્ધાર્થ ભીની આંખે બોલ્યો.

        લાવણ્યાની આંખ વધુ ભીની થઈ ગઈ.

        “નેહાને એ જ વખતથી ખબર હતી....એને ખબર હતી કે....હું એના માટે શું ફીલ કરું છું...! ખબર નઈ કેવી રીતે પણ...એ જાણી ગઈ ‘તી...કે મને એ ગમે છે...!”

        “કેમકે તું બઉ ભોળો છે....!” લાવણ્યા વ્હાલથી ગળગળા સ્વરમાં સિદ્ધાર્થનો ચેહરો પકડીને બોલી “તારી આંખો...તારો ચેહરો....! બધુ કહી દે....!”

        “મેં એને વચન આપ્યું ‘તું....! કે ....જ્યારે એને મારી જરૂર પડશે....! હું...હું એની હેલ્પ ચોક્કસ કરીશ...!”

        “અને એણે એ વચનનો મિસયુઝ કરી તને મારી જોડે બદલો લેવા મજબૂર કર્યો....!”લાવણ્યા સમજી ગઈ હોય એમ બોલી “હું જાણું છું સિદ....! એણે તને મજબૂર કર્યો...!”

        “એ આરવને લવ કરતી ‘તી....” સિદ્ધાર્થ બોલ્યો “અને આરવ તને....! નેહાથી એ વાત સહન ન’તી થતી....! એમાંય સગાઈ પછી તો આરવને તારી પાછળ-પાછળ ફરતો જોઈને ચૂપ રહેવું નેહા માટે અસહ્ય થઈ ગ્યું’તું....!”

         “આરવના એકસીડેન્ટને લીધે નેહાના પપ્પાએ એની સગાઈ તોડી મારી સાથે કરવાની રિકવેસ્ટ કરી....! ઘરના બધાએ કમને હા પાડી... બધાના જોર સામે નેહાએ પણ ઝૂકવું પડ્યું....! અને મને તો કોઈ દિવસ કોઈએ પૂછ્યું નઈ....!”

        “ઓહ સિદ....છોકરા...!” સહાનુભૂતિપૂર્વક લાવણ્યાએ પોતાનું કપાળ પ્રેમથી સિદ્ધાર્થના કપાળને સ્પર્શ્યુ “તારી ફીલિંગની કોઈને કોઈ પરવા જ નઈ....!”

        “લવ....! હું ખોટું નઈ બોલતો....!” સિદ્ધાર્થ કન્ફેસ કરતો હોય એમ બોલ્યો “એ વખતે મને પણ તારા ઉપર ગુસ્સો હતો અને કદાચ....થોડીઘણી નફરત હું પણ તને કરતો’તો...!”

        સિદ્ધાર્થ બોલ્યો અને  જાણે પોતાની નજર સામે ફરીવાર એ બધા દ્રશ્યો દેખાતા હોય એમ તે શૂન્ય મનસ્ક થઈને જોઈ રહ્યો.

        “સોરી લવ....કદાચ...એ નફરતને લીધે જ મેં તને ચિટ કરી...!” સિદ્ધાર્થ સાવ ઢીલું મોઢું કરીને બોલ્યો “સોરી...!”

        “આમ જો મારી સામું....!” લાવણ્યાએ પહેલાં જેમતેમ પોતાની આંખો લૂંછી “તે મને ચિટ નઈ કરી....જો...તારી જગ્યાએ હું હોત...તો કદાચ....કદાચ આનાથી પણ વધારે કંઈક કરી બેસી હોત.....કોઈ ગમે તે કે’ જાન....મને ખબર છે....!”

        “હું તને હર્ટ કરવાં નો’તો માંગતો....!”  સિદ્ધાર્થ રડી પડ્યો અને ફરીવાર લાવણ્યાનાં ઉરજો ઉપર માથું મૂકીને તેણીને જકડી લીધી.

        “ક.....કોઈ વાંધો  નઈ જાન....! કોઈ વાંધો નઈ....!” સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવી લાવણ્યા તેને શાંત કરવાં લાગી “હવે તો બધું પતી ગ્યુંને....! બોલ....!?”

        ....હવ...હવે તો એ તને હેરાન નઈ કરેને....!?” સિદ્ધાર્થનો ચેહરો હાથમાં પકડી લઈને લાવણ્યા વ્હાલથી બોલી “હવેતો એનો બદલો પૂરો થઈ ગ્યોને....! બોલ..!? એને આપેલું વચન....તે પૂરું કરી દીધુંને....!? હવે તો...હવે તો એ તને ટોર્ચર નઈ કરેને....! જાન....!? બોલ...!?”

        “મેં તને ચિટ નઈ કરી લવ....! નઈ કરી....!  તારાં માટે મને જે ફીલિંગ છે...!” સિદ્ધાર્થ વિશ્વાસપૂર્વક બોલ્યો “એ બધી સાચી છે.......! મેં....તને જેટલો લ....!”

        “મને ટ્રસ્ટ છે....! મને ટ્રસ્ટ છે તારી ઉપર...! જાન....!” લાવણ્યા ભાવુક સ્વરમાં વચ્ચે બોલી પડી “ક....કોઈ ગમે તે કે...જાન.....મને ખબર છે.....! ત....તે મને ચિટ નઈ કરી....! નઈ કરી....!”

        ....પણ...પણ તે...તે તો મને માફ કરી દીધીને...!? આરવ માટે...!?” લાવણ્યા દયામણું મોઢું કરીને પૂછવા લાગી “સિદ...મ્મ....મેં તને બધું કીધું’તું....! યાદ છેને...!? આરવ વિષે....! ભ...ભલે મેં એ વખતે તને એનું નામ ન’તું કીધું....! પ..પણ આપડે વાત કરી’તીને યાદ છેને....!? રિવરફ્રન્ટ ઉપર આપડે ગ્યાં’તાં....!?”

        “હાં...!” સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કરીને કહ્યું “તું પેલ્લેથી મારી જોડે ઓનેસ્ટ રઈ...! અને મેં તને કાયમ ચિટ...!”

        “નઈ કરી....! કીધુંને...!” લાવણ્યા મીઠો ગુસ્સો કરતી હોય એમ છણકો કરીને બોલી “તે જે કર્યું....! એમાં કશું ખોટું ન’તું.....!”

            “પણ લવ...!”

        “તું આમ આવને...!” ફરી એકવાર છણકો કરીને લાવણ્યાએ સિદ્ધાર્થને પોતાની બાંહોમાં ભરી લીધો “હવે કશું ના બોલ...! મને આમજ વળગી રે’…!”

        સિદ્ધાર્થે પોતાનાં બંને હાથ લાવણ્યાની કમર ફરતે વીંટાળી તેણીને પોતાનાં આલિંગનમાં ભીંસી લીધી.

        “હવે મને છોડીને ક્યાંય ના જતો....!પ્લીઝ....!” સિદ્ધાર્થનાં વાળમાં અને તેની પીઠ ઉપર પ્રેમ હાથ ફેરવીને લાવણ્યા રડમસ સ્વરમાં બોલી “હું...હું...તરસી ગઈ’તી તને જોવાં....તારી જોડે વાત કરવાં....! તને આમ વળગી પડવાં...!”

            “હુંય તરસી ગ્યો તો....!” સિદ્ધાર્થ બાળકની જેમ લાવણ્યાને વળગી રહીને બોલ્યો “મને ખબર હતી....બીજું કોઈ સમજે કે ના સમજે...તું સમજીશ....!”

        લાવણ્યાએ સિદ્ધાર્થને વધું જોરથી પોતાનાં આલિંગનમાં જકડી લીધો.

        “કોઈ વાંધો નઈ જાન....! હવે બધું પતી ગ્યુંને....! એ સમય પસાર થઇ ગ્યો...હમ્મ...ભૂલીજા એ બધું....!”

        લાવણ્યા પ્રેમથી સિદ્ધાર્થની પીઠ પસવારીને બોલી. પળવારમાં સિદ્ધાર્થે બધો જ માનસિક તાણ અને થાક દૂર થતો અનુભવ્યો. લાવણ્યાએ ખૂબ સરળતાથી બનેલી બધી જ ઘટનાઓને ભૂતકાળ બનાવી દીધી. લાવણ્યાએ સિદ્ધાર્થને તદ્દન ચિંતામુક્ત કરી દેતા સિદ્ધાર્થે અનહદ માનસિક શાંતિ અનુભવી. મનનો બધો જ ભાર હળવો થઇ જતાં સિદ્ધાર્થને હાશકારો અનુભવ્યો અને ક્યાંય સુધી લાવણ્યાને તે વળગી રહ્યો.  

        “તને વળગું છું....! તો બધો થાક અને સ્ટ્રેસ દૂર થઈ જાય છે....!” લાવણ્યાને વધુ જોરથી જકડતાં સિદ્ધાર્થ બોલ્યો.

        “અમ્મ...! મારો પણ....!” લાવણ્યાએ સ્મિત કરીને સિદ્ધાર્થના કાને એક હળવી બાઇટ કરી. 

        “તમારાં લેડિઝમાં જબરો healing પાવર હોય છે....! નઈ...!?” લાવણ્યા સામે જોઈ આંખો માટી કરીને સિદ્ધાર્થ હવે હળવા સ્વરમાં બોલ્યો “તમને વળગીલો....એટ્લે આખું બોડી રિલેક્સ થઈ જાય....!”

        “તમારાં લેડિઝમાં એટ્લે...!? બીજાં કોને વળગ્યો તું...!?” સિદ્ધાર્થની કાનની બુટ ખેંચીને લાવણ્યાએ મીઠો ગુસ્સો કરતાં પૂછ્યું.

        “અરે મારાં દાદી....!” સિદ્ધાર્થ નાનાં બાળકો જેવું મોઢું બનાવીને બોલ્યો અને પોતાનો કાન છોડાવ્યો “હું જ્યારે ગામડે જઉને...! ત્યારે કોઈ ટેન્શન હોય તો હું એમને વળગી પડતો...! એટ્લે બધું ટેન્શન દૂર...!”

        “Aww….! માલું બેબી....!” લાવણ્યાએ હવે જોરથી સિદ્ધાર્થના ગાલ ખેંચ્યાં ““તું પણ મારું સ્ટ્રેસ દુર કરવાનું મશીન છે....! હી...હી...!”

        “આહ.....! બસ....પણ...!” સિદ્ધાર્થે પરાણે લાવણ્યાનો હાથ છોડાવ્યો “તું બવ જબરી.....!”

        “ધડ...!” ત્યાંજ રૂમનો દરવાજો ખૂલ્યો.

        “પતી ગઈ વાત તારે....!” અંકિતાએ ઉતાવળા પગલે અંદર દાખલ થતાંજ ચિડાયેલાં સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું.

        અંકિતાને જોતાં જ સિદ્ધાર્થ બેડમાંથી ઊભો થઈ ગયો.

         “તો હવે તારે જવું હોય તો તું જા...!” અંકિતા એવીજરીતે રૂડલી બોલી “હું અને આન્ટી રોકાઈએ છે....!”

        ત્યાંજ રૂમનો દરવાજો ખોલીને સુભદ્રાબેન અંદર દાખલ થયાં.

        “નઈ...નઈ....! સિદ હજી હમણાંજ તો આયો છે...!” લાવણ્યા દલીલ કરતાં બોલી પછી અંદર આવેલાં સુભદ્રાબેન સામે જોઈને નાનાં બાળકની જેમ સિદ્ધાર્થનો હાથ પકડી લીધો “મમ્મી....! મમ્મી....! સિદ...સિદ...! મારી જોડે રોકાય છે....! ત...તું...ને અંકલી ઘરે જઈને ફ્રેશ થઈ આવો...!”

        “ના....! કામ્યા અને પ્રેમ સવારે આવે પછી અમે જઈશું...!” અંકિતા ચિડાઈને બોલી.

        “તો...તો..કામ્યા અને પ્રેમ આવે ત્યાં સુધી તો સિદને રોકાવાં દે....!”

        “ના કીધુંને....!” અંકિતા વધુ ઊંચા સ્વરમાં બોલી પછી સિદ્ધાર્થ સામે જોઈને એજરીતે રૂડ સ્વરમાં બોલી “તું હજી કેમ ઊભો છે...!?”

        “તું આવી રીતે કેમ બોલે છે એને.....!?”રડું-રડું થઈ ગયેલી લાવણ્યાએ સિદ્ધાર્થની હથેળી વધુ જોરથી દબાવીને પકડી.

        “કેમ...!? ભૂલી ગઈ...!?” અંકિતાએ વેધક સ્વરમાં વ્યંગ કર્યો અને પછી સિદ્ધાર્થ સામે પાછું જોયું “જ્યારે એ દવાખાનામાં હતો...! ત્યારે ...ત્યારે....!”

        બોલતાં-બોલતાં અંકિતાને ડૂસકું આવી ગયું અને તે ભાંગી પડી.

        “તારી પણ કેટલી બધી ઇન્સલ્ટ કરી હતીઈઈ....!?”

        છેવટે અંકિતા તેની આંખો લૂંછતાં-લૂંછતાં રડી પડી.

        “કેવ...કેવી....કેવીરીતે જોતાં’તાં....! ટ્રસ્ટી સાહેબ તને....!? જાણે તું....જાણે તું...!”

        અંકિતા વધુ ના બોલી શકી અને રડી પડી. સિદ્ધાર્થ દયાપૂર્વક અંકિતા સામે જોઈ રહ્યો.

        “પ...પણ....એમાં સ..સિદનો શું વાંક.....!? એનેતો...કેટલું બધુ વાગ્યું’તું.....!?”

        “તો એમાં...!”

        “અંકિતા....!” અંકિતા બોલવા જતી હતી ત્યાંજ સુભદ્રાબેન વચ્ચે બોલી ઊઠ્યાં “બસ હવે....! શાંત થઈ જાઓ....!”

        “સિદ્ધાર્થ.....! બેટાં.....!” સુભદ્રાબેને હવે સિદ્ધાર્થ સામે જોયું “તું શાંતિથી ઘરેજા...! હમ્મ....!” 

          સિદ્ધાર્થે પરાણે સ્મિત કર્યું અને ડોકી ધૂણાવીને લાવણ્યા સામે જોયું. લાવણ્યાએ અધિર્યા જીવે સિદ્ધાર્થની હથેળી પોતાનાં બંને હાથમાં રબ કરવાં માંડી.

        “હું...હું...! સવારે ક....કોલેજમાં મલું તને...! હોં....!” ભીની આંખે દયામણા સ્વરમાં લાવણ્યા બોલી.

        “તને કોણે કીધું કે તારે કોલેજ જવાનું છે...!?” અંકિતા ફરીવાર ચિડાઈ.

        “મ્મ...મને હવે સારું થઈ ગ્યું છે...ત...તો...થોડું અહિયાં જ રે’વાનું કઈં...!?” લાવણ્યા નાનાં બાળકની જેમ ફરિયાદ કરતાં બોલી.

        “તને કાલે રજા નઈ આપવાની...! ઓકે...!” અંકિતા તેણી સામે હાથ કરીને ઉગ્ર સ્વરમાં બોલી.

        “પણ...પણ...મમ્મી...!” લાવણ્યાએ એવાં જ દયામણા ચેહરે સુભદ્રાબેન સામે જોયું “મને...!”

        “લાવણ્યા..! તને પરમ દિવસે જ રજા આપશે....! કાલે નઈ....!” સુભદ્રાબેન ઠંડા સ્વરમાં બોલ્યાં “તું આરામ કર હવે...! ચલ....!”

        “બાય લવ....!” સિદ્ધાર્થે પરાણે સ્મિત કરીને ધીરેથી કહ્યું અને પોતાની હથેળી છોડાવી જવાં લાગ્યો.

        “મ્મ....બાય...!” લાવણ્યા રડું-રડું થઈ ગઈ અને સિદ્ધાર્થને જતો જોઈ રહી.

        રૂમનો દરવાજો ખોલીને સિદ્ધાર્થ છેવટે રૂમની બહાર નીકળી ગયો.

        અંકિતા ગુસ્સામાં હોવાથી તેણી સાથે વાત કરવાનો કોઈ અર્થ નહોતો એ સિદ્ધાર્થ જાણતો હતો.

        “ઓહો....સાડા ચાર થઇ ગ્યા....!” પોતાના કાંડે બાંધેલી લાવણ્યાએ આપેલી વોચ સામે જોઇને સિદ્ધાર્થ બબડ્યો.

        મોડી રાતના સાડા ચાર થઇ ગયાં હતાં.

        “તારી જોડે ટાઈમ કેમનો જતો ર્યો....ખબર જ ના પડી....!” લાવણ્યાની વોચ સામે જોઈ રહીને સિદ્ધાર્થ સસ્મિત બબડ્યો અને મલકાયો.

        કારની ચાવી હાથમાં લઈને તે પાર્કિંગમાં જવા હોસ્પિટલની બિલ્ડીંગમાંથી બહાર જવા લાગ્યો.

            હોસ્પિટલથી નીકળી સિદ્ધાર્થ સુરેશસિંઘનાં ફ્લેટે આવી ગયો.

“યુથ ફેસ્ટીવલમાં બવ લેટ થઇ ગ્યું....!?” દરવાજો ખોલતાં ઘરમાં પ્રવેશી રહેલાં સિદ્ધાર્થને મામીએ પૂછ્યું.

“હા....અ....બધાં ફ્રેન્ડસ જોડે ચા-નાસ્તો કરવા ગ્યા અને પછી નેહાને ઘેર ડ્રોપ કરવાની હતી તો...!”

“સારું..સારું...! સુઈજા જા....!”  સરગુનબેન બોલ્યાં અને દરવાજો વાખવા લાગ્યાં.

“આરવ અહિયાં આયો નઈ લાગતો....!”  પોતાનાં રૂમ તરફ જતાં-જતાં સિદ્ધાર્થે વિચાર્યું “કદાચ બરોડા જતો ર્યો હશે....!”

પોતાનાં રૂમમાં આવતાંની સાથે સિદ્ધાર્થે બેડમાં પડતું મુક્યું. પોતે હવે નેહાને આપેલા વચનથી છૂટો થઇ ગયો હતો. લાવણ્યાએ પણ સિદ્ધાર્થને કોઈ જ જાતની નારાજગી વિના માફ કરી દીધો હતો. ટૂંકમાં જે અઘરો સમય હતો એ પસાર પણ થઇ ગયો હતો. વીતેલા એ સમય વિષે સિદ્ધાર્થ બેડમાં પડે-પડે ક્યાંય સુધી વિચારતો રહ્યો. પોતે લાવણ્યા સાથે જે કંઈ પણ કર્યું, જે કંઈ પણ આજે ઘટ્યું એ વિષે સિદ્ધાર્થનું મન ક્યાંય સુધી વિચારે ચઢેલું રહ્યું.

“જે થયું એને ભૂલીજા.....! ભૂલીજા...! તારું મન ખાલી કરી નાંખ....! જે કેવું હોય.....એ કઈદે...!”

આમ તો લાવણ્યા વગર કીધે જ બધું સમજી ગઈ હતી, છતાંય સિદ્ધાર્થના મન શાંત થાય એ માટે તેણીએ સિદ્ધાર્થની બધી જ વાત શાંતિથી સાંભળી. લાવણ્યાને બધું જ જણાવી દઈ સિદ્ધાર્થે મનનો બધો જ ભાર હળવો કરી લીધો અને લાવણ્યાએ કોઈ જ જાતની માફી-બાફીની વાત કર્યા વગર સિદ્ધાર્થને પોતાનાં આલિંગનમાં દબાવી લીધો. લાવણ્યાએ પોતાને માફ કરી દઈને બધું ભુલાવી દેવાનું યાદ આવી જતાં સિદ્ધાર્થના હોંઠ મલકાઈ ઉઠ્યા.

“તું ખરેખર એનીગ્મા છે.....એક અઘરું ઉખાણું....!” સિદ્ધાર્થ મલકાઈ રહીને બોલ્યો.

લાવણ્યા વિષે વિચારતા-વિચારતા ક્યારે તે ઊંઘમાં સરી પડ્યો તેને ખબર જ ના રહી.

****

“તારે કૉલેજ નઈ જવાનું...!?” વહેલી સવારે ચા-નાસ્તા માટે નેહાને બોલાવવા આવેલા તેણીના મમ્મીએ પૂછ્યું.  

હજી સુધી સુરેશસિંઘના ઘરે કે નેહાના ઘરે લાવણ્યા સાથે આગલી રાત્રે જે થયું એ વિષે કોઈને કશું ખબર નહોતી.

“ના...આજે નઈ...હું થાકી ગઈ છું....કાલે મોડે સુધી જાગી ‘તી એટલે....!” નેહા બોલી અને પોતાનાં મોબાઈલમાં જોઈ રહી “હું પછી ચા-નાસ્તો કરી લઈશ....!”

હુંકારો ભરીને તેણીના મમ્મી પાછા નીચે જતાં રહ્યાં.

રાતે સિદ્ધાર્થ તેણીને ઘેર ડ્રોપ કરી ગયો એ પછી નેહાને માંડ ઊંઘ આવી હતી. તે જાણતી હતી કે તેણીને ડ્રોપ કરીને સિદ્ધાર્થ લાવણ્યા પાસે જ ગયો હશે.

“ઈટ્સ ઓવર નેહા....! નેહા....!” સિદ્ધાર્થે કહેલાં એ ગર્ભિત શબ્દોથી નેહા ધ્રુજી ઉઠી હતી.

તે જાણતી હતી કે સિદ્ધાર્થે એ શબ્દો ફક્ત વચનના સંદર્ભમાં નહોતા કહ્યાં. આજ કારણ હતું કે નેહા સરખું ઊંઘી નહોતી શકી અને જાગ્યા પછી પણ તેણીનું મન બેચેન હતું. જે થવાનું હતું તે થઇ ગયું હતું. પણ નેહા હવે સિદ્ધાર્થ સાથે બગડેલી બાજી સુધારી લેવા માંગતી હતી. પણ તે જાણતી હતી કે લાવણ્યાની એ હાલત માટે નેહાને જવાબદાર ગણાતો સિદ્ધાર્થ અત્યારે ગુસ્સામાં હશે આથી તેની સાથે અત્યારે વાત કરવાથી વાત વધુ બગડે એમ હતી.

આરવ અમદાવાદમાં હોવાં છતાંય નેહાએ તેની સાથે વાત કરવાનું, તેને ફોન કરવાનું કે મુલાકાત કરવાનું ટાળ્યું હતું. આગલી રાતે પણ હોસ્પિટલમાં થયેલી થોડીઘણી વાત સિવાય પણ નેહાએ આરવ સાથે મુલાકાત કરવાનું ટાળ્યું હતું. જોકે આરવને પાછો આવેલો જોવા છતાંય નેહાને અંદરખાનેથી જ તેને મળવાની કે વાત કરવાનું મન નહોતું થયું. શરૂઆતમાં નેહાને આ વાતનું આશ્ચર્ય થયું હતું કે આરવને જોઇને તેણીને તેનાં પ્રત્યે સહાનુભુતિ થઇ હતી પરંતુ તેનાં માટે તે અગાઉ જે ફિલ કરતી હતી તેવો આવેગ કે ઉમળકો ફિલ નહોતો થયો. ઘણું વિચાર્યા પછી પણ નેહા પોતાનાં મનને મનાવતી રહી અને એ પ્રશ્નનો જવાબ પણ શોધતી રહી. છેવટે થાકીને તેણીએ માની લીધું હતું, કે પોતે હવે સિદ્ધાર્થ તરફ ઢળી ચૂકી હતી.

આજ કારણ હતું કે નેહા હવે સિદ્ધાર્થ સાથે નવેસરથી શરૂઆત કરવા માંગતી હતી. પણ એના માટે સિદ્ધાર્થને મનાવવો જરૂરી હતો.

પોતાનાં મોબાઈલમાં સિદ્ધાર્થનો નંબર ડાયલ કરીને તેણીએ ફોન કાને માંડ્યો.

****

“ટ્રીન....ટ્રીન...!”

ઊંઘીને ઉઠ્યા પછી સિદ્ધાર્થ ફ્રેશ થઈ તૈયાર થઇ રહ્યો હતો ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.

બેડમાં પડેલા મોબાઈલની સ્ક્રીન સામે સિદ્ધાર્થે જોયું. નેહાનો નંબર જોતા તેણે રીંગ વાગવા દીધી. આખી રીંગ વાગી જવા છતાંય સિદ્ધાર્થે કૉલ રીસીવ ના કર્યો.

તૈયાર થઈને તે પોતાનાં રૂમમાંથી બહાર આવ્યો.

“મામી...મામા ગયાં....!?” કિચન તરફ જઈ રહેલાં સરગુનબેનને સિદ્ધાર્થે પૂછ્યું.

“હા ક્યારના....!” સરગુનબેન બોલ્યાં “તારે ચા નાસ્તો....!?”

“હું બાર જઈને કરી લઈશ...!” સિદ્ધાર્થ સસ્મિત બોલ્યો અને કારની ચાવી લઈને ઘરેથી નીકળી ગયો.

બપોરના અઢી-ત્રણ વાગી ગ્યાં હોવાથી સિદ્ધાર્થનું મન ચ્હા-નાસ્તો  કરવાનું નહોતું. તેને ઈચ્છા લાવણ્યાને મળવા હોસ્પિટલ જવાની હતી.

“અંકિતા પાછી કકળાટ કરશે....!” કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે વિચાર્યું “ખોટું લાવણ્યાને સ્ટ્રેસ થાય...એના કરતાં નઈ જવું....! ફૉનથી ખબર પૂછી લવ....!”

તે હજી તો વિચારી રહ્યો હતો ત્યાંજ કારના ડેશ બૉર્ડ ઉપર પડેલો તેનો મોબાઈલ રણક્યો.

“નેહા....!” મોબાઈલ હાથમાં લઈને સિદ્ધાર્થે જોયું તો નેહાનો નંબર હતો.

માથું ધૂણાવીને સિદ્ધાર્થે કારના ડેશબૉર્ડ ઉપર મોબાઈલ પાછો મૂક્યો. આખી રિંગ વાગીને પૂરી થઈ ગઈ.

નેહા વિષે સિદ્ધાર્થનું મન પાછું વિચારે ચઢી ગયું. તેણીએ સિદ્ધાર્થ સાથે જે કઈં પણ કર્યું એ વિષે વિચારી સિદ્ધાર્થનું મન પાછું ઉદાસ થઈ ગયું.

“કેવી રીતે નેહા...!” કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ સ્વગત બબડ્યો “હું તારા વિષે શું ફીલ કરું છું....! એ જાણ્યા પછી પણ તું કઈ રીતે આવું કરી શકી...!? આટલી ક્રૂર કેમની થઈ શકી તું....!?”

નેહા વિષે વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થને એ દિવસો યાદ આવી ગયાં જ્યારે તેણી માટે સિદ્ધાર્થ અનહદ ખેંચાણ અનુભવતો હતો. એ સમય યાદ આવી જતાં સિદ્ધાર્થ નિરાશ થઈ ગયો. નેહા એ વખતે તેને સાવ માસૂમ છોકરી લાગતી હતી. પણ નેહા આટલી હદે ક્રૂર નીકળશે એવી કલ્પના પણ એ વખતે તેણે નહોતી કરી.

“ટ્રીન.....ટ્રીન....!”

નેહા વિષેના વિચારોથી સિદ્ધાર્થ ઘેરાયેલો હતો ત્યાંજ તેનો ફૉન ફરીવાર રણક્યો. ડેશબૉર્ડ ઉપરથી મોબાઈલ ઉઠાવી સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર નંબર જોયો તો કોલ લાવણ્યાનો હતો. નેહાના વિચારોમાં ઘેરાઈ જવાને લીધે તે કેટલીક ક્ષણો માટે લાવણ્યાને કૉલ કરવાનું ભૂલી ગયો હતો.  

        “હાં....! બોલ લવ...!”  કૉલ રિસીવ કરી સિદ્ધાર્થે કહ્યું.

        “તું...તું...આયો નઈ આજે...!? મને મલવા...!?” સામેથી લાવણ્યાએ નાનાં બાળકની જેમ ફરિયાદ કરતાં કહ્યું.

        “હું આવનો હતો લવ...! પણ...પછી....અ...!” સિદ્ધાર્થ બોલતાં-બોલતાં અટકી ગયો.

        “પછી...!? શું થયું...!? અંકિતા બોલે એટ...એટ્લે ના આયો....!?” લાવણ્યાનો સ્વર ઈમોશનલ થઈ ગયો “એ નઈ અત્યારે...! અહિયાં....! ઘરે ગઈ છે...! ને...આવે એટ્લે હું કઈશ...! કે..!”

        “એવું કઈં નથી...!” સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો “અંકિતાની પ્રોબ્લેમ નથી...!”

        “તો...!?” લાવણ્યા મૂંઝાઈ ગઈ “ન...નેહા...!? એણે ન્ન.....ના પાડી...!?”

        કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ મૌન થઈ ગયો. અંકિતા સિવાય પણ બીજી એક વાત હતી જેના લીધે સિદ્ધાર્થ લાવણ્યાને મળવા નહોતો ગયો. લાવણ્યાની તબિયત હજી સારી નહોતી એટ્લે એ વિષે લાવણ્યાને તે અત્યારે કશું કહેવા નહોતો માંગતો. મૌન થઈને તે વિચારી રહ્યો.

        “સિદ....!” બંને વચ્ચેનું મૌન તોડતાં છેવટે લાવણ્યા માંડ બોલી.

        “હાં...! અ...હું અહિયાંજ છું...!”  સિદ્ધાર્થ બોલ્યો “થોડું કામ છે....! એટ્લે નઈ અવાય..!”

        સિદ્ધાર્થ સહેજ વિવશ સ્વરમાં બોલ્યો.   

        “હું...ક...કાલે આઈશ કોલેજ...! હોંને...!?” લાવણ્યા બોલી “ત..તું આઈશને...!?”

        “હાં....! પાકકું આઈશ...! હમ્મ....!” સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો.  

        “ખબર નઈ જવાશે કે નઈ...!” સિદ્ધાર્થ પોતે શ્યોર ન હોવાથી તે મનમાં વિચારી રહ્યો.

        “બાય....!” લાવણ્યા કઈં વધુ પૂછે અને વાત જાણવા જિદ્દ કરે એ પહેલાં સિદ્ધાર્થે કૉલ કટ કરવા બાય કહી દીધું. 

        “અમ્મ...બાય કેમ..!? વાત કરને...!?” લાવણ્યા અધિરી થઈને સિદ્ધાર્થને કૉલ કરતાં રોકીને બોલી “આઈ મીન...તું...તું...ફ્રી છેને....!? વ...વાત થાય એવી છેને....!”

        “હાં બોલને લવ....!”

        “કેમ આવું ઢીલું-ઢીલું બોલે છે...!?”  સિદ્ધાર્થના અવાજમાં ઉદાસી પારખી જઈને લાવણ્યાએ અધૈર્ય સ્વરમાં પૂછ્યું “શું થ્યું...!? કે’ને...!? પ્લીઝ....!?”

        “બસ....! કઈં નઈ.....! રાત્રે તને મળીને લેટ ઘેર આયો...! એટ્લે સરખું ઊંઘ્યો નથી....!”

        સિદ્ધાર્થે ફરીવાર વાત ટાળી.

        “સારું....! તો...તું આરામ કર....! પછી સાંજે વાત કરીએ....!” લાવણ્યાએ છેવટે કમને કૉલ કટ કર્યો
“બાય...!”

        કૉલ કટ કરીને સિદ્ધાર્થે પાછો ફૉન ડેશબૉર્ડ ઉપર મૂકી દીધો. એક નાની રેસ્ટોરન્ટમાં જઈને તેણે જેમ-તેમ જમી લીધું.

        જમ્યા પછી તેણે ફેક્ટરીના શેડ અંગે બ્રોકરને મળી નાનું-મોટું કામ પતાવી લીધું સાંજ પડતાં તે પાછો ઘરે જવા નીકળી ગયો.

        હજી સુધી તેના મનમાંથી નેહાનાં એ વિચારો ખસી નહોતા રહ્યા. એમાંય સાંજ સુધીમાં તો નેહાનાં ચાર-પાંચ વખત કૉલ આવી જતાં સિદ્ધાર્થનું મન તેણીના વિચારોથી મુક્ત જ નાં થઈ શક્યું. 

        “લાવણ્યાને કૉલ કરું...!”  નેહાનાં વિચારોથી મુક્ત થવા સિદ્ધાર્થે વિચાર્યું “એમ પણ સાંજ પડી ગઈ...કદાચ એને ડિસ્ચાર્જ પણ આપી દીધું હશે....!”

        કાંડે પહેરેલે વોચમાં સિદ્ધાર્થે ટાઈમ જોયો. સાંજનાં લગભગ છએક વાગ્યા હતા.

        લાવણ્યાને ફોન કરવાં સિદ્ધાર્થે તેણીનો નંબર ડાયલ કર્યો.   

        “શું કરે છે...!? કેવી તબિયત....!?” લાવણ્યાએ કૉલ રિસીવ કરતાં જ સિદ્ધાર્થે પૂછ્યું.

        “સારી જ છે...!” લાવણ્યા સામેથી ખચકાટભર્યા સ્વરમાં બોલી “અંકિતા ને મમ્મી  આયા ‘તા..તો એમની જોડે વાત કરતી’તી....!

        “સારું...તો પછી વાત કરીએ...!” સિદ્ધાર્થ સહેજ ઢીલા સ્વરમાં બોલ્યો “તને ડિસ્ચાર્જ આપી દીધું....!?”

        કૉલ કટ કરતાં પહેલાં જ સિદ્ધાર્થે સામેથી પૂછ્યું.

        “હાં....! આપી દીધું....!”  લાવણ્યા ઢીલા સ્વરમાં બોલી “અમે લોકોએ હમણાં ઘરેજ જઈએ છે....!”

        “ઓકે....! તો કાલે કોલેજમાં  મલીએ....! બાય...!” સામેથી સિદ્ધાર્થે એવાંજ ઢીલા સ્વરમાં કહ્યું.

        “ઘરે જઈને હું કૉલ કરીશ તને હોં....!” લાવણ્યા અધિર્યા સ્વરમાં બોલી.

        “હાં.....! સારું....! પણ તું આરામ કરજે...! હમ્મ...! બાય...!” છેવટે સિદ્ધાર્થે એટલું કહીને કૉલ કટ કર્યો.

        લાવણ્યા સાથે વાત કરીને તેણે કૉલ કટ કર્યો.

        ઘરે આવીને તે જમ્યો નાં જમ્યો અને બેડમાં આડો પડ્યો. અંકિતા લાવણ્યા જોડે હોય તો કોઈ માઠકૂટ કરે એ બીકે સિદ્ધાર્થે લાવણ્યાને કૉલ કરવાનું માંડી વાળ્યું. તે જાણતો હતો કે તક મળતા જ લાવણ્યા સામેથી કૉલ કરી દેશે. 

        આગલી રાતનો થાક અને અપૂરતી ઊંઘને લીધે તેની આંખો ઝડપથી ઘેરાવા લાગી.

***

        “ટ્રીન...ટ્રીન....!”

        વહેલી સવારે ઓટોમાં કૉલેજ જઈ રહેલી નેહાનો ફૉન રણક્યો.

        “સિદ્ધાર્થ....!?” સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોતાંજ નેહાને આશ્ચર્ય થયું. તેણીએ ઝડપથી સ્વાઈપ કરીને કૉલ રિસીવ કર્યો.

        “હેલ્લો...!”

        “કૉલેજ જતાં પે’લ્લા શંભુ ઉપર આઈશ...!?” સામેથી સિદ્ધાર્થે કરી પૂછ્યું “મારે મલવું છે....!”

        તેના સ્વરમાં રહેલી રૂક્ષતા નેહા પારખી ગઈ.

        “હાં સારું...! આવું છું....!” નેહા સહેજ ઉતાવળા સ્વરમાં બોલી.

        “ઓકે...હું વેટ કરું છું....!” વાત કરીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો.

        “કાકા...શંભુ કૉફી શૉપ લઈ લો....!” ઓટોવાળાને નેહાએ કહ્યું.

        તેણે ડોકું ધૂણાવીને ઓટો વળાવી લીધી.

        નેહાને આશ્ચર્ય થયું. આગલા દિવસે તેણીએ સિદ્ધાર્થ ઘણીવાર કૉલ કર્યા હતા છતાય સિદ્ધાર્થે એકેય કૉલ નહોતો રિસીવ કર્યો. અને અત્યારે વહેલી સવારમાં જ તેણે અચાનક કૉલ કરીને તેણીને શંભુ ઉપર મળવા બોલાવી.

        “નઈ...નઈ....મારે એને કઈં નઈ પૂછવું...!” નેહા સ્વગત બબડી “મારે હવે બધુ ભૂલીને નવેસરથી શરૂઆત કરવી છે...સિદને પણ એજ કે’વું છે....! એટ્લે હવે કોઈ જૂની વાત નઈ ઉખેડવી.....!”

        નેહાએ મનોમન નક્કી કર્યું. સિદ્ધાર્થ સાથે હવે લાવણ્યા વિષે કોઈ જ વાત નહીં કરવાનું તેમજ સિદ્ધાર્થ ચિડાઈ જાય એવું કશું જ તેને કહેવાનું પણ તેણીએ માંડી વાળવાનું વિચાર્યું અને નક્કી કરી લીધું. ગમે તેમ કરીને હવે સિદ્ધાર્થને પોતાની બાજુ ખેંચવો એવું નેહાએ વિચારી લીધું. એમપણ લગ્નને હવે ઝાઝા દિવસો બાકી નહોતાં. આથી લાવણ્યાને લઈને સિદ્ધાર્થ જોડે ઝઘડો કરવામાં કોઈ અર્થ નહોતો. સિદ્ધાર્થ નાહકનો નારાજ થાય અને લગ્નમાં એકબીજાનું મૂડ પણ ખરાબ થાય એવું હવે નેહા નહોતી ઇચ્છતી.

        શંભુ કૉફી શોપ આગળ નેહા ઓટોમાંથી ઉતરી અને હસતા મોઢે કૉફી શોપ તરફ ચાલવા લાગી. તે થોડું ચાલી ત્યાં જ તેણીએ જોયું કે સિદ્ધાર્થ કૉફી શોપની બહારની એજ બેઠક ઉપર બેઠો હતો.

        વ્હાઈટ શર્ટ, સ્કાય બ્લ્યુ જીન્સ પહેરીને બેઠેલો સિદ્ધાર્થ આજે નેહાને રોજ કરતાં વધારે સોહામણો લાગ્યો. તે મોબાઈલ મંતરી રહ્યો હતો.

        “લાવણ્યા જોડે વાત કરતો હશે....!?” તેની તરફ જતાં-જતાં નેહાએ વિચાર્યું “નઈ નઈ...એ છોકરીનું નામ પણ નઈ લેવું...!”

        મનમાં વિચારતી-વિચારતી નેહા સિદ્ધાર્થ પાસે જઈ પહોંચી.

        “ગૂડ મોર્નિંગ...!” સ્મિત કરીને નેહા સિદ્ધાર્થની સામેની ચેયરમાં ગોઠવાઈ.

        “તારે લેટ તો નઈ થતું ને...!?” સિદ્ધાર્થે સામાન્ય સ્વરમાં પૂછ્યું.

        નેહાને હાશ થઇ.

        “ના...ના....! એમ પણ હવે દિવાળી વેકેશન નજીક છે....એટલે કૉલેજમાં જલસા ચાલે છે...!” નેહા ઉત્સાહી સ્વરમાં બોલી “બધાં ખાલી મજાક-મસ્તીના મૂડમાં જ છે....!”

        મૌન રહીને સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યે રાખ્યું. તે બે ઘડી નેહાને જોઈ રહ્યો.

        “અમ્મ...મેં ગઈકાલે તને બવ કૉલ કર્યા ‘તા....!” ન ઇચ્છાવા છતાંય નેહાથી પુછાઈ ગયું.

        “હું લેટ ઉઠ્યો ‘તો...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો.

        તેનાં ચેહરા ઉપરની અજબ ઠંડક અને શાંત ભાવો નેહાને હવે પરેશાન કરી રહ્યાં. એમાંય સિદ્ધાર્થના સ્વરમાં ક્યાંય ગુસ્સો, ઉદ્વેગ કે ઉચાટના ભાવો નહોતાં.

        “આરવને કેવું છે હવે..!?” કંઈક વાતચીત કરવા નેહાએ અમસ્તું જ પૂછ્યું.

        “મને એમ કે તે ખબર પૂછી લીધી હશે એની....!” સિદ્ધાર્થે હળવા આશ્ચર્યથી પૂછ્યું.

        “નઈ....અમ્મ....મારે કોઈ વાત નઈ થઇ....!” નેહા ખચકાઈને બોલી.

        અને સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ તેનાં મનમાં ચાલતી વાત કળવા મથી રહી. તેણીએ પોતાનાં ધબકારા ધીરે-ધીરે વધતા અનુભવ્યા.

        “બ....બરોડા ક્યારે જવાનો...!?” નેહાએ પૂછ્યું.

        પોતાનાં સ્વરમાં રહેલો ગભરાટ તે માંડ દબાવી શકી.

        “નેહા....મારે તને એક ઈમ્પોર્ટન્ટ વાત...!”

        “સિદ...પ્લીઝ...જે થયું....એ બધું હવે ભૂલી જા....!” નેહા વચ્ચે બોલી પડી અને ટેબલ ઉપર સિદ્ધાર્થની હથેળી ઉપર પોતાની હથેળી મૂકી દીધી “બધું હવે ભૂતકાળ બની જવાદે....! મારે હવે નવેસરથી શરૂઆત કરવી છે....!”

        હળવું સ્મિત કરીને સિદ્ધાર્થે પોતાનો હાથ પાછો ખેંચ્યો અને ચેયરમાં પીઠ ટેકવીને શાંતિથી બેઠો. નેહાના મનમાં હવે ગભરાટ વધવા લાગ્યો.

        “તારી વાત સાચી છે....! હવે નવેસરથી શરૂઆત કરવી છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

        તેનાં ચેહરા ઉપર એવા જ શાંત ભાવો હતાં. જોકે સિદ્ધાર્થના શબ્દો સાંભળી નેહાની ચિંતામાં ઘટાડો થયો.

        “હાશ....!” નેહાએ મનમાં હાશકારો અનુભવ્યો.

        “અહિયાંથી બધી શરૂઆત થઇ ‘તી...!” નેહાને યાદ અપાવતો હોય એમ સિદ્ધાર્થ આજુબાજુ એક નજર ફેરવીને બોલ્યો પછી નેહા સામે જોયું.

        નેહાએ પણ સ્મિત કરીને આજુબાજુ જોયું.

        “હમ્મ...અને નવી શરૂઆત પણ અહિયાંથી જ કરીએ...!” નેહા બોલી અને સ્મિત કરીને સિદ્ધાર્થ સામે જોઈ રહી.

        પછી તેણીને યાદ આવ્યું કે સિદ્ધાર્થ કંઈક ઈમ્પોર્ટન્ટ વાત કહેવા જતો હતો અને પોતે વચ્ચે બોલી પડી હતી.

        “શું કે’વું તું તારે બોલને....!” નેહાએ સ્મિત કરીને પૂછ્યું.

        “લગન વિષે વાત કરવી ‘તી....!” સિદ્ધાર્થ એવા જ ઠંડા સ્વરમાં બોલ્યો.

        “કોના .......!?” નેહા હવે સિદ્ધાર્થને ચીડવતી હોય એમ બોલી.

        “આપડા....!” તેણીના મજાકનો પ્રત્યુત્તર સિદ્ધાર્થે કોઈ જ હાવભાવ વિના શાંત સ્વરમાં આપ્યો.

        “હાં તો બોલ....શું વાત કરવી છે...!” નેહા ઉત્સાહી સ્વરમાં બોલી “હવે બઉ દિવસ નઈ બ....!”

        “હું લગન નઈ કરવા માંગતો નેહા...!” નેહાને ટોકી સિદ્ધાર્થ એવાજ શાંત સ્વરમાં વચ્ચે બોલ્યો “હું આ સબંધ તોડું છું...!”

        નેહા હતપ્રભ થઇ ગઈ. આઘાતની મારી તે સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેણીની આંખો ભીની થવા લાગી.

        “હું...હું....કરણ અંકલને કઈશ....સ..સુરેશ અંકલને કઈશ....ક...કે સિદ આવી વાતો કરે છે....!” નેહા રડમસ ગળગળા સ્વરમાં બોલી.

        જાણે કોઈ બાળકને ધમકી આપતી હોય એમ નેહાએ કહ્યું. છતાંય સિદ્ધાર્થ તદ્દન શાંત બેસી રહ્યો.   

        “હું ઓલરેડી ઘરે બધાને કહી ચુક્યો છું નેહા...!”

વધુ એક ધડાકો કરતો હોય એમ સિદ્ધાર્થ તદ્દન શાંત સ્વરમાં અને ભાવવિહીન ચેહરે બોલ્યો.

            “હું આ સબંધ તોડું છું...! તોડું છું...!”

****

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014