પાછલી પેઢીએ જે સંશોધનો કર્યા હતા કે જે નવી વાતોને પ્રસ્થાપિત કરી હતી તેનો ચિતાર તેઓ આગામી પેઢી માટે છોડી જતા હોય છે અને આપણે તેને ઇતિહાસ તરીકે યાદ રાખીએ છીએ.લોકોને આ પ્રકારની કથાઓ રાખવી ગમતી હોય છે.કેટલાક અસામાન્ય લોકો પોતાના જીવન દરમિયાન અસાધારણ કાર્યો કરી જતા હોય છે તેઓ નવી ટેકનોલોજીની શોધ કરીને ગયા હોય છે કે સામાજિક કાર્યોમાં તેમની નોંધ લેવાતી હોય છે.જો કે મજાની વાત એ પણ છે કે ઘણાં મહાન લોકોની અમુક વાતો દંતકથા બની જતી હોય છે પણ એ દંતકથાઓમાં સચ્ચાઇ નામ માત્ર હોતી નથી પણ તેમની સાથે આ કથાઓ વણાઇ ગયેલી હોય છે.
ગણિતનાં વર્ગોમાં ભણાવાતું હોય છે કે પાયથાગોરસે પાયથાગોરિયન સિદ્ધાંતોની રચના કરી હતી જેણે ભૂમિતિમાં મહત્વની કામગિરી બજાવી છે.આ સિદ્ધાંતોનો ઉપયોગ ઇમારતોની રચના, કન્સ્ટ્રકશન વગેરેમાં કરાતો હોય છે.જો કે પાયથાગોરસનાં નામે જે સિદ્ધાંતો ચડાવી દેવાયા છે તે તેમની શોધ નથી.પાયથાગોરસનો જન્મ ઇસ.પુ. ૫૬૯માં થયો હતો જે ગ્રીક ગણિતજ્ઞ હતા.જો કે તેમના વિષે ઇતિહાસકારોએ જે લખ્યું છે તે તો તેમના મૃત્યુના ઘણાં વર્ષો બાદ જન્મ્યા હતા.આથી તેઓ માને છે કે તેઓ પ્રથમ ગણિતજ્ઞ હતા જો કે તેમણે જે ગણિતનાં ક્ષેત્રમાં પ્રદાન કર્યુ છે તેની ચર્ચા વધારે થતી નથી તેમણે ત્યારે એક શાળાની સ્થાપના કરી હતી જેની રચના પાયથાગોરસનાં સિદ્ધાંતોેને આધારે કરાઇ હતી.તેઓ આ શાળામાં અંકોની પાછળ રહેલ આદ્યાત્મિક રહસ્યો અંગે શિખવતા હતા.પ્રાચીન બેબિલિયોન સમયગાળા દરમિયાનની એક માટીની તક્તીમાં એ વાત સમજાય છે કે તેઓ ગણિતનાં સિદ્ધાંતોને સમજતા હતા.આ માટીની તકતી ઇસ.પુ.૧૮૦૦થી ૧૬૦૦નાં ગાળાની વચ્ચેની હોવાનું મનાય છે.આ સમયગાળો પાયથાગોરસના જન્મ પહેલા એક હજાર વર્ષ પહેલાનો છે.
માઇકલ જેકસન એ કલાકારનું નામ છે જેની અસર બહુ વિશાળ જનમાનસ પર હતી.તેને મહાન ડાન્સરોમાંનો એક મનાય છે અને બ્રેક ડાન્સમાં તેણે અનેક યાદગાર પરફોર્મન્સ આપ્યા હતા જેમાંનું એક તેનું મુનવોક ડાન્સ છે.૧૯૮૩માં બિલિ જેનનાં પ્રદર્શન સમયે માઇકલ જેકસને જે ડાન્સ કર્યો હતો તેને મુનવોકનાં નામે ઓળખાય છે.આ ડાન્સને કારણે તેને ખાસ્સી પ્રસિદ્ધિ સાંપડી હતી પણ એ હકીકત છે કે તે તેની શોધ ન હતી.ઘણાં ડાન્સરોએ આ પહેલા પણ તેનો ઉપયોગ કર્યો હતો.આ ડાન્સ મુવને આમ તો બેક સ્લાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને ૧૯૫૦ના ગાળામાં આફ્રીકન મુળના અમેરિકન ટેપ ડાન્સર બિલિ બેઇલીએ તેનો ઉપયોગ કર્યો હતો.આ ઉપરાંત માર્સલ માર્સેઉ ઉપરાંત જેમ્સ બ્રાઉન અને બિલી રોબિનસને પણ માઇકલે પરફોર્મ કર્યુ તેના એક વર્ષ પહેલા તેનો ઉપયોગ કર્યો હતો.આમ તો માઇકલે આ ડાન્સ બે યુવાન ડાન્સરો કાસ્પર કેન્ડીડેટ અને કુલી જેક્સન પાસેથી શીખ્યો હતો.જે તેની સાથે ડાન્સ કરતા હતા.જો કે આ ડાન્સ માઇકલ જેકસનને કારણે જ વધારે વિખ્યાત બન્યો હોવાને કારણે લોકો માને છે કે તેની શોધ માઇકલે કરી હતી.વાસ્તવિકતા એ છે કે માઇકલનો જન્મ પણ થયો ન હતો ત્યારથી આ ડાન્સ લોકોમાં જાણીતો હતો.
આજે આપણે એ યુગમાં જીવીએ છીએ જેમાં ઘણાં રોગોની રસી શોધાઇ ચુકી છે અને લોકો તેનો ભોગ બનતા અટકે છે આમ તો પહેલી એન્ટીબાયોટિકની શોધ ૧૯૨૮માં સર એલેકઝાંડર ફલેમિંગે અકસ્માતે જ કરી હતી.ત્યારે તેઓ ઇન્ફલુએન્જા વાયરસનો પોતાની લેબમાં અભ્યાસ કરતા હતા.તેમણે એક દિવસ જોયું કે સ્ટેફિલોકસ બેક્ટેરિયા જે પ્લેટમાં હતા તેના પર ફુગ જામી ગઇ હતી અને આ ફુગની આસપાસનાં વિસ્તારમાં બેક્ટેરિયા વિકસિત થયા ન હતા.ત્યારબાદ તેમણે એ ફુગને વધારે પ્રમાણમાં વિકસિત કરી ત્યારે તેમને એ ખબર પડી કે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે.તેમણે તેને પેનેસિલિન નામ આપ્યું હતું.તેમની આ શોધને કારણે આગામી સમયમાં અનેક રોગોનો ઉપચાર થઇ શક્યો હતો.આમ તો તેમની આ કામગિરી અદ્ભૂત છે પણ તે સમયે અન્ય એક વૈજ્ઞાનિક હતા જેમણે ફુગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ હોવાની વાત એક વર્ષ પહેલા જ જાહેર કરી હતી.આ વૈજ્ઞાનિકનું નામ હતું વિન્સેન્ઝો ટિબેરિયો જે ઇટાલિયન હતા અને સેપિનોમાં ૧૮૬૯માં તેમનો જન્મ થયો હતો.તેઓ જ્યારે નેપલ્સમાં હતા ત્યારે તેઓ એક જુના મકાનમાં રહેતા હતા ત્યારે તેમણે એ જોયું હતું કે જ્યારે પણ કુવાની સફાઇ કરવામાં આવે છે ત્યારે તેની દિવાલો પર જામી ગયેલી ફુગને સાફ કરી દેવાય છે અને ત્યારબાદ તેનું પાણી પીવાને કારણે પેટની ઘણી સમસ્યાઓ જન્મે છે અને જ્યાં સુધી ફુગ જામતી નથી ત્યાં સુધી તે સમસ્યાઓ પણ યથાવત રહે છે.તેમણે તેના પર અભ્યાસ કર્યો હતો અને તેમણે એ વાત પ્રસ્થાપિત કરી હતી કે કેટલાક પ્રકારની ફુગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ હોય છે.જો કે તે સમયના વૈજ્ઞાનિક સમુદાયે તેમની વાતને બહુ ગંભીરતાથી લીધી ન હતી અને તેની અવગણના જ કરી હતી અને તે કારણે જ સર ફલેમિંગના નામે આ શોધ જાય છે.
થોમસ એડિસન એ સંશોધક છે જેના નામે અનેક શોધો બોલાય છે અને તેમાંની એક શોધ છે ઇલેક્ટ્રીક બલ્બની જેણે અંધારીયા યુગને પ્રકાશિત કરવાનું કામ કર્યુ હતું.તેમના નામે ૧૦૯૩ પેટન્ટ બોલાય છે.તેમની શોધો અંગે ગણી કિવદંતીઓ પ્રખ્યાત છે.તેમના વિશે કહેવાય છે કે તેઓ રાત્રે માત્ર ત્રણ કલાકની ઉંઘ લેતા હતા અને તેમણે ક્યારેય ફોર્મલ શિક્ષણ પ્રાપ્ત કર્યુ ન હતું.જો કે આ બંને દાવાનો નકારી કઢાયા છે.તેમણે ઇલેકટ્રીક બલ્બની શોધ કરી તે પણ ખરેખર તો એક મિથ જ છે.૧૮૦૦માં ઇટાલિયન સંશોધક એલેઝાન્ડ્રો વોલ્ટાએ વોલ્ટ અંગે શોધ કરી હતી.તેમણે જે વોલ્ટેઇક પાઇલની રચના કરી હતી તે વિદ્યુત વાહક હતી તેની સાથે કોપરનો વાયર જોડવામાં આવતા તેના છેડેનો વાયર પ્રકાશિત થતો હતો.૧૮૦૨માં હમ્ફ્રી ડેવીએ વોલ્ટીક પાઇલ અને ચારકોલ ઇલેટ્રોડ્સને જોડવાની રીત શોધી હતી અને તેમણે પ્રથમ ઇલેક્ટ્રીક બલ્બની શોધ કરી હતી.જો કે ડેવીનો બલ્બ બહુ વધારે પ્રકાશિત હતો અને તે ટુંક સમયમાં જ સળગી જતો હતો.એક વર્ષ બાદ ૧૮૪૦માં વોરેન ડે લા રુએ પ્લેટિનમનો ઉપયોગ કરીને વધારે અસરકારક બલ્બની રચના કરી હતી જો કે પ્લેટિનમનો ઉપયોગ વધારે પડતો મોંઘો હતો અને તે ડિઝાઇનમાં અંગ્રેજ કેમિસ્ટ જોસેફ સ્વાને કેટલાક સુધારા કર્યા હતા.તેમણે ૧૮૬૦માં પ્લેટિનમને સ્થાને સસ્તા કાર્બોનાઇઝ્ડ પેપરનો ઉપયોગ કરીને બલ્બ બનાવ્યો હતો.ત્યારબાદ ૧૮૭૯માં એડિસનની આ ફિલ્ડમાં એન્ટ્રી થઇ હતી અને તેમણે હાઇ ઇલેક્ટ્રીકલ રેઝિટન્સનો ઉપયોગ કર્યો હતો અને બલ્બ બનાવ્યો હતો તેમનો બલ્બ તે સમયે સસ્તો અને અસરકારક હતો પણ તે તેમનો મુળ આઇડિયા ન હતો કે તેમની શોધ પણ ન હતી.આજે આપણે જે બલ્બનો ઉપયોગ કરીએ છીએ તે સ્વરૂપ અનેક લોકોના પ્રયાસબાદ પ્રાપ્ત થયું છે અને તેને ઘણો સમય લાગ્યો છે.
આજ સુધી લોકો માને છે કે ક્રિસ્ટોફર કોલંબસે પશ્ચિમથી તેની આરંભેલી એશિયાની સફર તેની સાહસિકતાનો નમુનો હતી કારણકે ત્યારે કોઇ આ દિશામાં મુસાફરી કરવાનો વિચાર કરતું ન હતું કારણકે લોકો માનતા હતા કે તે દિશામાં ગયા બાદ વાહણો ઉથલી જવાની શક્યતા છે કારણકે ત્યાં ક્ષિતિજનો અંત છે.જો કે આ માન્યતા સાચી નથી.કોલંબસે પોતાની યાત્રાઓનો આરંભ ૧૪૯૦માં કર્યો હતો અને ઇસ.પુ. ૬૦૦થી લોકો જાણતા હતા કે પૃથ્વીનો આકાર ગોળ છે કારણકે ત્યારે એરિસ્ટોટલ અને અન્ય ઘણાં વૈજ્ઞાનિકોએ તેના પર કામ કર્યુ હતું.આ માન્યતાનું કારણ વોશિંગ્ટન ઇરવિંગનું પુસ્તક છે જે ૧૮૨૮માં લખાયું હતું.તેમણે ત્યારે કોલંબસની યાત્રાઓની કથાઓને થોડી નવીન રીતે કહેવાનો આરંભ કર્યો હતો.ઇરવિંગના જણાવ્યાનુસાર ત્યારે કોલંબસને મુર્ખ માનવામાં આવતો હતો કારણકે તે ચર્ચ દ્વારા સ્થાપિત માન્યતાઓની વિરૂદ્ધ જઇને યાત્રાએ નિકળ્યો હતો.કોલંબસે જણાવ્યું હતું કે તેના માટે સમસ્યા પૃથ્વીનો આકાર નહિ પણ તેનો પરિઘ તેની સમસ્યાનું કારણ હતું.તે માનતો હતો કે પૃથ્વીનું પરિઘ પુરતું ન હોવાને કારણે તેને દરિયાઇ રૂટ નક્કી કરવામાં સમસ્યા થતી હતી.આ કારણે જ તે એક નવા મનાતા દેશ અમેરિકા પહોંચી ગયો હતો જો કે ત્યાં હજ્જારો વર્ષથી પ્રાચીન સમુદાયો વસવાટ કરતા હતા અને તેઓ પણ ત્યાં દરિયાઇ માર્ગે જ પહોંચ્યા હતા આમ અમેરિકાની શોધ કોલંબસે કરી હોવાની વાત પણ ધુપ્પલ જ છે.
માનવીના પૃથ્વી પર આવવાની વાત અંગે તે કથા પ્રચલિત છે કે એક સમયે જન્નતમાં ફરિસ્તાઓ સાથે રહેતા હતા અને ઇશ્વરની પ્રાર્થના કરતા હતા જેમને એક વૃક્ષનું ફળ ખાવાની મનાઇ હતી પણ શેતાનની ઉશ્કેરણીને કારણે આદમ અને ઇવે એ જ્ઞાનનું ફળ ચાખીને ઇશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ જેનાથી તેમને પૃથ્વી પર મોકલી દેવાયા હતા.આ કથા આમ તો બાઇબલની પ્રસિદ્ધ કથાઓમાંની એક છે પણ એ પણ હકીકત છે કે તેના જુદા જુદા વર્ઝન બાઇબલ સિવાયના ગ્રંથોમાં પણ મળી આવે છે.આપણે જેને જ્ઞાનનું ફળ કહીએ છીએ તે સફરજન હતું તેમ મનાય છે પણ ઇડનમાં સફરજનનો ઉલ્લેખ કયારેય કરાયો નથી.આમ તો બાઇબલમાં એ નિષિધ્ધ ફળ વિશે વિગતવાર વર્ણન જોવા મળતું નથી.આથી જ તે ફળ સફરજન હોવાની વાત ખોટા અનુવાદને કારણે પ્રસિદ્ધ થયાનું મનાય છે.બાઇબલનો અનુવાદ લેટિન કે વલ્ગેટમાં કરાયો છે જ્યાં શેતાન માટે માલિ શબ્દનો ઉપયોગ કરાયો છે જે અને એપ્પલ તેની સાથે મળતો આવતો શબ્દ છે.જો કે બેડ એપ્પલનો ઉલ્લેખ બુક ઓફ જેન્સિસમાં ઇવના પુત્ર કેઇનનાં સંદર્ભમાં કરાયો છે જેણે શાકભાજીને માટે પોતાના ભાઇની હત્યા કરી નાંખી હતી પણ તે આખી અલગ જ વાત છે.જર્યોજ વોશિંગ્ટનનું નામ અમેરિકાનાં ઇતિહાસમાં જ નહી વિશ્વના ઇતિહાસમાં પણ બહુ માનભેર લેવાય છે.તેઓ અમેરિકન ક્રાંતિના ઘડવૈયા મનાય છે અને તેઓ દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ હોવાનું પણ સન્માન ધરાવે છે.બ્રિટીશરોની ધુંસરી ફગાવીને આઝાદ થયેલ એ દેશને માટે તેમણે ઘણાં કાર્યો કર્યા હતા.જો કે તેમનો જીવનનો ઇતિહાસ લખનારા લેખકો ઘણી બાબતે વાસ્તવિકતાને બદલે કલ્પનાઓનો સહારો લઇને વાર્તાઓ ઘડી છે.૧૭૯૯માં વોશિંગ્ટનનાં અવસાન બાદ મેસન લોક વીમ્સ જે તેમની જીવનકથાનાં લેખક છે તેમણે તેમની જીવનકથાને રસપ્રદ બનાવવા કેટલીક વાતોને તેમાં ઉમેરી હતી.તેમના બાળપણ અંગે વધારે વિગતો પ્રસિદ્ધ નથી અને એટલે જ વીમ્સે તેમની પ્રામાણિકતા વિશે એક કથા ઘડી હતી.છ વર્ષના વોશિંગ્ટનને એક કુહાડી મળે છે જેનો ઉપયોગ તેમણે એક ચેરીનાં વૃક્ષને કાપી નાંખવા માટે કર્યો હતો.જ્યારે તેમના પિતાને એ વાતની જાણ થઇ ત્યારે વોશિંગ્ટને જુ્ઠ્ઠુ બોલવાને બદલે સત્યનો સ્વીકાર કર્યો હતો કે તેમણે જ એ વૃક્ષને નુકસાન પહોંચાડ્યું હતું.આ કથા ત્યારબાદ તો અનેક પેઢીઓ સુધી વિસ્તરી છે અને તેના કાર્ટુન પણ દોરાતા રહ્યા છે પણ હકીકત છે કે તે માત્ર લેખકની કલ્પના છે.
જુલિયસ સિઝર અને ક્લીયોપેટ્રાની વાત તો જાણીતી છે અને તેને રોમનો મહાન નેતા પણ ગણાવાય છે.રોમન રિપબ્લિકમાં જ્યારે અસંતોષનો વાયરો ફુંકાયો હતો તે સમયે જુલિયસ સિઝરનો જન્મ થયો હતો.યુવાન વયે જ પિતાની છત્રછાયા ગુમાવનાર સિઝરનો ઉછેર સુલાએ કર્યો હતો.સિઝરે ત્યારે મોતથી બચવા માટે લશ્કરમાં જોડાવું પસંદ કર્યુ હતું.તે ૩૧ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તે અનેક યુદ્ધો લડ્યો હતો અને તેણે રાજકારણમાં પણ રસ લેવો શરૂ કર્યો હતો.તે તે સમયનો ઉત્તમ સેનાપતિ હતો, ચતુર રાજનીતિજ્ઞ હતો અને રોમના નીચલા વર્ગના લોકો માટે તે મસીહા સમાન હતો પણ તે ક્યારેય રોમનો સમ્રાટ બન્યો ન હતો.તેને પ્રથમ રોમન સમ્રાટ કહેવામાં આવે છે જે તદ્ન અસત્ય બાબત છે.તેની હત્યા પંદરમી માર્ચે કરાઇ હતી અને તેની હત્યા બાદ તેનું સ્થાન તેના દત્તક પુત્ર ઓગસ્ટસે લીધુ હતું.ઓગસ્ટસને પ્રથમ રોમન સમ્રાટ માનવામાં આવે છે પણ તેણે ક્યારેય એ ટાઇટલનો ઉપયોગ પોતાના માટે કર્યો ન હતો.વિલિયમ શેક્સપિયરની જાણીતી રચનાઓમાં હેમ્લેટનું નામ લેવાય છે.જો કે મજાની વાત એ છે કે હેમ્લેટનો પ્લોટ તેનો પોતાનો ન હતો.આ નાટક જેના પરથી પ્રેરાયું છે તેની રચના ડેનિસ ઇતિહાસકાર સેક્સો ગ્રામેટીકસે કરી હતી જેનું નામ એમ્લેથ હતું.આ બંનેની કથા એક સમાન છે જેમાં કાકાએ તેના ભાઇની હત્યા કરી હતી અને ગાદીની સાથોસાથ તેના ભાઇની વિધવા પર પણ કબજો જમાવ્યો હતો.જે તેના માનસિક રીતે નબળા ભત્રીજાને મોતને ઘાટ ઉતારવાની યોજના ઘડે છે.બંનેમાં કાકા તેના ભત્રીજાને ભોળવવા માટે મહિલાનો ઉપયોગ કરે છે.ત્યારબાદ તેની દેખરેખ માટે જાસુસને પણ રોકે છે.અંતે તે બે એસ્કોર્ટને રોકે છે અને પ્રિન્સને ઇંગ્લેન્ડ લાવવાનું કામ સોંપે છે જ્યાં તેની હત્યા કરી શકાય.બંનેમાં અંતે ભત્રીજો પોતાનો બદલો લેવા માટે કાકાને મોતને ઘાટ ઉતારે છે.જો કે એમ્લેથ તે કામગિરીમાં બચી જાય છે જ્યારે હેમ્લેટનું મોત થાય છે.આમ તો કથાનકમાં સમાનતા એક સંયોગ જ ગણી શકાય તેમ છે.એ પણ શક્ય છે કે શેક્સપિયરની કથા ગ્રામેટીકસની કથા પર આધારિત ન પણ હોય.યુઆર હેમ્લેટની રચના થોમસ કીડે કરી હતી જેના પર ગ્રામેટિકસની એમ્લેટની ઉડી અસર હતી.જો કે યુઆર હેમ્લેટની કોઇ નકલ અસ્તિત્વ ધરાવતી નથી જેથી તેની સરખામણી હેમ્લેટ સાથે કરી શકાય.આમ હેમ્લેટને જ તેની સ્ટોરી માટે માન આપવામાં આવે છે.
ફ્રેન્ચ તબીબ જોસેફ ઇગ્નેક ગિલોટીને વધ માટે વપરાતા સાધન ગિલોટીનની શોધ કરી ન હતી.ગિલોટીન તો પોતે જ મોતની સજાનો વિરોધ કરતા હતા.૧૭૮૯માં ફ્રાંસમાં મોતની સજા માટે કાંતો દોરડાના ફંદાનો ઉપયોગ કરાતો હતો કાં તો કુહાડીથી કેદીનું માથુ વાઢી નાંખવામાં આવતું હતું.જો કે ત્યારે ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીએ કેદીની હત્યા માટે ગિલોટીનનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.આ કામ માટે જેમણે અવાજ ઉઠાવ્યો તે હતા સર્જન એન્ટોનિયો લુઇસ.તેમણે તે સમયે સ્કોટલેન્ડ અને ઇટાલીમાં મોતને ઘાટ ઉતારવા માટે જે સાધનનો ઉપયોગ કરાતો હતો તે જ પ્રકારના સાધનની ડિઝાઇન તૈયાર કરી હતી.જે પહેલુ સાધન બન્યું તેને ટોબીસ શિમિટ નામ અપાયું હતું.ગિલોટીને તેની રચનામાં કોઇ પ્રદાન આપ્યું ન હતું.જો કે તેમણે મોતની સજાનો વિરોધ કર્યો ત્યારે તેમની અટકનો ઉપયોગ પેલા મોતના સાધનનાં નામ સાથે કરવાની શરૂઆત થઇ હતી.આમ તો આ સાધનની સાથે લુઇ કે શિમિટ નામ જોડાવું જોઇતું હતું પણ નામ ગિલોટીનનુંં જોડાયું છે તે એક વિચિત્ર સંયોગ જ ગણી શકાય. ઈ.સ.૧૭પ૭માં ઈસ્ટઇન્ડિયા કંપનીના કર્નલરોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબસિરાજ-ઉદ-દૌલાને પ્લાંસીના યુદ્ધમાં છળકપટથી શિકસ્ત્ આપી હતી. યુદ્ધના નામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખર્ચ કરાવવા બદલ નવાબ પર ૨.૨૦ કરોડ રૂપિયાની તોતિંગ પેનલ્ટી ફટકારી. ખોરી દાનતનો અને લાલચુ સ્વભાવનો ક્લાઇવ આટલેથી અટક્યો નહિ. નવાબ સિરાજ-ઉદ-દૌલાના શાહી ખજાના પર તેનો ડોળો મંડાયો. તવારીખી નોંધ મુજબ ક્લાઇવે નવાબના તોશાખાનામાંથી કિંમતી માલમત્તા બહાર કઢાવી હોડીઓમાં લાદી કલકત્તાના ફોર્ટ વિલિયમ કિલ્લાવમાં આવેલા ઈસ્ટ ઇન્ડ્યિા કંપનીના મથકે પહોંચાડી. હોડીની બધું મળી ૧૦૦ ખેપ થઈ ત્યારે તોશાખાનાનું તળિયું દેખાયું. લૂંટના બમ્પર દલ્લાનું મૂલ્ય અઢારમી સદીના તે જમાનામાં ૨પ,૦૦,૦૦૦ પાઉન્ડર જેટલું હતું. આમાંનો ૧૦ ટકા હિસ્સો પોતાના માટે સરકાવી લેનાર રોબર્ટ ક્લાઇવ તત્કાલીન અરસાનો સૌથી ધનાઢ્ય આમ આદમી બન્યો. ક્લાઇવે લૂંટેલી બેહિસાબ કલાકૃતિઓ આજે વેલ્સના કિલ્લામાં તેમજ બ્રિટિશ મ્યૂઝિઅમમાં પડી છે.તફડંચીનું ઉદાહરણ આજે બ્રિટિશ તાબામાં રહેલા અને લંડનના વિક્ટોરિયા-આલ્બતર્ટ મ્યૂઝિઅમમાં મૂકેલા શેરે પંજાબ મહારાજા રણજિત સિંહના સુવર્ણ સિંહાસનનું છે. ઓગણીસમી સદીના આરંભે એ યોદ્ધાનું શીખ સામ્રાજ્ય પરાકાષ્ઠાએ હતું ત્યારે તેમણે હફીઝ મુલતાની નામના કારીગર પાસે સોનાજડિત સિંહાસન તૈયાર કરાવ્યું હતું. એંગ્લોર-શીખ વોર કહેવાતા યુદ્ધમાં અંગ્રેજોએ રણજિત સિંહને (૧૮૪૯માં) હરાવ્યા ત્યારે સુવર્ણ સિંહાસનને વિજયટ્રોફી તરીકે આંચકી લેવામાં આવ્યું. જહાજ મારફત બ્રિટન ભેગું કરાયું, જ્યાં ૧૮પ૧થી તેને મ્યૂઝિઅમના શો-પીસ તરીકે પ્રદર્શિત કરેલું છે.એક જાણીતો દાખલો કોહિનૂર હીરાનો પણ ખરો, જેને પણ અંગ્રેજોએ મહારાજા રણજિત સિંહના યુવાન દીકરા દુલીપ સિંહ પાસેથી ગિફ્ટના નામે પચાવી પાડ્યો. આજે તે ટાવર ઓફ લંડનમાં કડક સુરક્ષા હેઠળ જોવા મળે છે.આવી તો બીજી હજારો મૂલ્યવાન કલાકૃતિઓ અંગ્રેજો વર્ષો થયે દબાવીને બેઠા છે. કેટલાક વખત પહેલાં ભારતે ઉઘરાણી કરી ત્યારે બ્રિટિશ વડા પ્રધાને નમ્રતાભરી નફ્ફટાઈ બતાવતાં પરખાવ્યું કે, ‘બધું પાછું દઈ દેશું તો બ્રિટિશ મ્યૂઝિઅમ ખાલીખમ થઈ જાય!’