Bhartiy Cinemana Amulya Ratn - 9 in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 9

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 9

શમ્મી કપૂર

હિન્દી ફિલ્મોમા નાયકોની સ્થાપિત છબિને તોડનાર બાગી સ્ટાર શમ્મી કપૂર એવા અભિનેતાઓમા એક હતા જેમણે પડદા પરના નાયકોને તમામ બંધનોમાંથી મુક્ત કર્યા હતા. એટલુ જ નહીં તેમણે પોતાની અભિનય શૈલી ખાસ કરીને ગીતોમા પરિવર્તન લાવીને નવી સ્ટાઇલથી ડાંન્સ કરવાનું પસંદ કરતા હતા. તેમણે પોતાની અભિનય ક્ષમતામા એક નવી તાજગીનો અનુભવ કર્યો હતો જેને યુવાઓ પણ પસંદ કરતા હતા. શમ્મી કપૂરના રૂપમા હિન્દી સિનેમા જગતને એક એવા એકટર મળ્યા કે જેમનો જોશ, શરારત, ચુલબુલાપન હોવાની સાથે સાથે બગાવતી તેવર પણ હતા. એ સમયે  બધા જ એકટરોથી અલગ તેમણે અભિનય કર્યો હતો જે મુશ્કેલ કામ તો હતું જ અને રૂઢિ ચુસ્ત સમાજથી દૂર થઇને તેમને પોતાની મંઝિલ સુધી પહોંચવુ હતુ. વિદ્રોહી સ્વરૂપને જોઇને શમ્મી કપૂરનુ આકર્ષક વ્યકિતત્વ  ખીલી ઉઠતું હતુ. પોતાના સાથી કલાકારો કરતા અલગ અંદાજમા અભિનય કરીને તેમણે પોતાનુ અલગ સ્થાન બનાવ્યુ હતુ. ગીતોમા તેમનો ઉત્સાહ, ડાંન્સ કરવાની છટા કંઇક અલગ જ હતી.તે સમયે રાજકપૂર, દિલીપ કુમાર અને દેવાઆનંદ જેવા સુપરસ્ટારોની ત્રિપુટી વચ્ચે રહીને પોતાનુ અલગ ઓળખ બનાવવી તે સહેલુ કામ ન હતુ.  પરંતુ શમ્મી કપૂરે પોતાની અલગ શૈલીનો વિકાસ કરીને  તે બધાથી અલગ જ અભિનય કરતા હતા તેમની કેટલીક ફિલ્મો સુપર હિટ સાબિત થઇ હતી અને સિલવર જુબલી પણ ઉજવી હતી. કાર ડ્રાઇવિંગ, ફેશન અને ઇન્ટરનેટમા વિશેષ રસ ધરાવનાર શમ્મી કપૂરના અભિનયની શરૂઆત પૃથ્વી થિયેટરથી શરૂ થઇ હતી. તેમની પહેલી ફિલ્મ  જીવન જયોતિ હતી જે અસફળ રહી હતી. તેમની ફિલ્મો માટે શરૂઆતનો સમય સારો  ન હતો તેમની કેટલીક શરૂઆતની ફિલ્મો નિષ્ફળ ગઇ હતી. શમ્મી કપૂરને એક સાથે બે પડકારનો સામનો કરવો પડયો હતો. એક બાજુ તેમને પોતાનુ કેરિયર બનાવવુ હતુ ત્યારે જ પિતા પૃથ્વીરાજ કપૂર અને મોટા ભાઇ રાજકપૂર પોતાની અલગ ઓળક બનાવાવમા દિલચશ્પી લઇ રહ્યા હતા.આ સંધર્ષના સમય દરમિયાન તેમણે ગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. ગીતા બાલીએ તેમને હંમેશા પ્રોત્સાહિત કર્યા હતા અને તેનાથી તેમને તુમસા નહી દેખા ફિલ્મને સફળતા મળી હતી. આ ફિલ્મના ગીતોને પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા.આ ફિલ્મની સફળતા જ શમ્મી કપૂર માટે મહત્વની સાબિત થઇ હતી. ૧૯૫૭મા રજૂ થયેલી આ ફિલ્મથી શમ્મી કપૂર ની સફર શરૂ થઇ હતી જે ૧૫ વર્ષ સુધી ચાલુ રહી હતી આ સમય દરમ્યાન તેમણે દિલ દેકે દેખો જી, જંગલી, દિલ તેરા દિવાના, પ્રોફેસર, ચાઇના ટાઉન, રાજકુમાર, કાશ્મીર કી કલી, જાનવર, તીસરી મંઝિલ, બ્રહ્મચારી, અંદાજ વગેરે ફિલ્મોમા પોતાની પ્રતિભાશાળી એકટિંગ કરીને તેમણે લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા.જે રીતે રાજકપૂરના મુખ્ય ગીતો મુકેશના અવાજમા ગવાતા હતા તે જ પ્રકારે શમ્મી કપૂરના ગીતો મોહમ્મદ રફી સાહેબના અવાજથી ગવાતા હતા. રફીનો અવાજ, શંકર જય કિશનનું સંગીત અને શમ્મી કપૂરની અદાએ દર્શકોેને ખુશ કરી દીધા હતા. તેમના કેટલાક ગીતો અત્યારે પણ લોકોને સાંભળવા અને જોવા ગમે છે. શમ્મી કપૂરને સંગીત અને ધૂનની સારી સમજ હતી અને તે પોતાના ગીતોને લઇને હંમેશા સજાગ રહેતા હતા. ગીતો લખનાર, ગાયક કલાકાર અને ફિલ્માંકનમા તે ખૂબ જ દિલચશ્પી રાખતા હતા. રફી સાહેબ શમ્મી કપૂરના ગીતો માટે અલગ રીતે તૈયારી કરતા હતા અને તે શમ્મી કપૂરની અદાઓ મુજબ ગીતનો ઢાળ બનાવતા હતા. ઉંમર વધવાની સાથે સાથે વજન પણ વધતુ હોવાથી તેમણે ચરિત્ર ભૂમિકાઓ નિભાવવાની શરૂઆત કરી. તેમણે ચરિત્ર અભિનેતાઓમા વિદ્યાતા, પ્રેમ રોગ, અજૂબા, બેતાબ, તહલકા, હુકૂમત વગેરે જેવી હિટ ફિલ્મોમા કામ કરીને પોતાની હાજરી નોંધાવમા સફળ રહ્યા હતા. તેમના મૃત્યુ પહેલા તેમણે કહ્યું હતુ કે તે આખી જીંદગી એક રાજાની જેમ જીવ્યા છે આવી તક ઓછા લોકોને મળતી હોય છે.

ડેની

ભારતીય સિનેમાને જે કેટલાક ઉત્તમ અભિનેતાઓ મળ્યા છે તેમાં ડેનીનો સમાવેશ થાય છે.આ એવો અભિનેતા છે જેણે ખતરનાક ખલનાયક રૂપે જેટલી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા હાંસલ કરી છે તેટલીજ લોકપ્રિયતા તેને સકારાત્મક ભૂમિકાઓમાં પણ મળી છે તેણે ચરિત્ર કલાકાર તરીકે પણ જોરદાર અભિનયનો દાખલો આપ્યો હતો.શેરિંગ ફિન્તસો ડેન્ઝોપ્પા રૂપે ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં સિક્કિમ ખાતે નેપાળી બોલતા ભુટિયા પરિવારમાં તેમનો જન્મ થયો હતો.પ્રારંભિક શિક્ષણ તેમણે નૈનિતાલની બિરલા વિદ્યામંદિરમાં મેળવ્યું હતું તો કોલેજનો અભ્યાસ દાર્જિલિંગની સેન્ટ જોસેફ કોલેજમાં લીધો હતો.આમ તો ફિલ્મોમાં અભિનય ઉપરાંત ડેનીને ઘોડાઓ પાળવાનો પણ શોખ છે.જો કે અભિનયમાં પગરણ માંડ્યા તે પહેલા ડેનીને ભારતનાં સૈન્યમાં જોડાવાની ઉંડી ઇચ્છા હતી અને પ.બંગાળની સરકારે તેમને બેસ્ટ કેડેટનો પુરસ્કાર આપ્યો હતો તેઓ ગણતંત્રની પરેડમાં પણ જોડાયા હતા.તે કલાકાર તરીકે ચિત્રકળામાં પણ રૂચિ ધરાવે છે.આ ઉપરાંત પ્લેબેક સિંગર અને દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો હતો.તેમણે દિગ્દર્શિત કરેલી ફિર વહી રાતને ભારતની પાંચ ટોચની હોરર સસ્પેન્સ ફિલ્મમાં સ્થાન અપાય છે.ડેનીએ હિન્દી ઉપરાંત બંગાળી, નેપાલી અને તામિલ ભાષાની ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે.તેમણે પાંચ દાયકાની કારકિર્દીમાં ૧૯૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે અને હજી આજેય તેઓ કાર્યરત છે.તેમનાં ભારતીય ફિલ્મોમાં યોગદાન બદલ તેમને પદ્મશ્રીનું સન્માન એનાયત કરાયું હતું.તેઓ ભારતીય ફિલ્મોનાં એ કલાકારમાં સામેલ છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે તેમની બ્રાડ પિટ સાથેની સેવન યર્સ ઇન તિબેટ ખાસ્સી સફળ રહી હતી.આમ તો ડેનીને ખલનાયક તરીકે ખાસ્સી લોકપ્રિયતા સાંપડી હતી અને તેમણે ધુંધ, ૩૬ ઘંટે, બંદિશ, જિયો ઔર જિને દો, પ્યાર ઝુકતા નહિ, આંધી તુફાન, અગ્નિપથ, હમ, ક્રાંતિવીર, ઇન્ડિયન અને એન્થીરનમાં અભિનય આપ્યો હતો.આમ તો તેમની અભિનય કારકિર્દીનો આરંભ ૧૯૭૨માં રિલીઝ થયેલી બી.આર.ચોપરાની ઝરૂરત દ્વારા થયો હતો પણ ગુલઝારની મેરે અપનેમાં નાનકડા રોલ દ્વારા ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી હતી.જો કે તેમને ઓળખ તો બી.આર.ચોપરાની ૧૯૭૩માં આવેલી ધુંધ દ્વારા સાંપડી હતી જેમાં તેમણે એક હતાશ અને સનકી પતિનો અભિનય આપીને આગવી ઓળખ પ્રાપ્ત કરી હતી.સિત્તેરનાં દાયકામાં ડેનીએ ચોર મચાયે શોર, ૩૬ ઘંટે, ફકિરા, કાલિચરણ, કાલા સોના અને દેવતામાં સકારાત્મક ભૂમિકાઓ કરીને દર્શકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.દેવતા બાદ તેમને ફિલ્મોમાં સારા રોલ ઓફર કરાયા હતા.તે અનેક બીગ બજેટની ફિલ્મોમાં પણ દેખાયા હતા જેમાં આશિક હું બહારો કા, પાપી, બંદિશ, ધ બર્નિંગ ટ્રેન અને ચુનૌતીનો સમાવેશ થાય છે.સકારાત્મક ભૂમિકાઓમાં જે ફિલ્મોમાં તેમણે અનેરી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી તેમાં ચોર મચાયે શોર, ફકિરા, કાલિચરણ, દેવતા, બુલંંદી, અધિકાર, આગ હી આગ અને ચાઇના ગેટનો સમાવેશ થાય છે.ડેનીનું નામ સાંભળતા જ લોકોના મનમાં ભારે અવાજ અને ક્રૂર સ્વભાવવાળો ચહેરો યાદ આવે છે. પરંતુ ડૈની વાસ્તવિક જીંદગીમાં સાદા અને પ્રામાણિક માણસ છે. ખૂબ જ ઓછા લોકો આ વાત જાણે છે કેે વાસ્તવિક જીંદગીમા ડૈની સાદગી અને શાંતિથી જીવન જીવવાનું પસંદ કરે છે. તે ખલનાયક નથી પરંતુ ગાયક, ચિત્રકાર, લેખક અને સંગીતકાર છે. પુનાના ફિલ્મ એન્ડ ટેલીવિઝન સંસ્થાના વિદ્યાર્થીઓ ડૈની પેશેવર અભિનેતા સિવાય બીયર ફેકટરીના માલિક છે, એક સારા વ્યવસાયી છે.પર્યાવરણ સંરક્ષક છે. જયારે સમય મળે ત્યારે ડેની પોતાના  બગીચામાં માળીનુ કામ કરતા હોય છે. તેમને નવા નવા સ્થળો જોવાનું પસંદ છે. ડેની નામ તેમને પુના ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇસ્ટીટયૂટમાં અભ્યાસ દરમ્યાન સહપાઠી અભિનેત્રી જયા ભાદુરીએ આપ્યુ હતુ. બાળપણમાં તેમની ઇચ્છા ભારતીય સેનામાં જોડાવાની હતી પુનાના આમ્ડ ફોર્સેજ મેડિકલ કોલેજમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ અંતમાં તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇસ્ટીટયૂટમાં અભિનયનુ પ્રશિક્ષણ લેવાનો વિચાર કર્યો. ડેનીએ પોતાના અભિનય કાળની શરૂઆત નેપાળી ફિલ્મ સૈઇનોથી કરી હતી. પરંતુ બોલીવુડમા તેમની પ્રથમ ફિલ્મ જરૂરત (૧૯૭૧) હતી. ત્યાર પછી તેમને ગુલજારની ફિલ્મ મેરે અપનેમાં કામ મળ્યું. તેમણે પોતાની પ્રથમ નકારાત્મક ભૂમિકા ફિલ્મ ધુંધમાં (૧૯૭૩)માં નિભાવી હતી. આ ફિલ્મ દ્રારા તેમણે પોતાની આગવી ઓળખ બનાવી હતી. પરંતુ સન્ની દેઓલની અભિનીત ફિલ્મ ધાતકમાં ડેનીની ખલનાયક કાત્યાની ભૂમિકા આજે પણ દર્શકો ભૂલી શકયા નથી.આ ફિલ્મમાં ડેનીના ખલનયાક તરીકે ખૂબ જ પ્રશંસા મળી હતી. દર્શકો આવા ખલયનાયકને જોવા માટે થિયેટરમાં જતા હતા. અત્યારની ફિલ્મોમાં તો આવા ખલનાયકની ભૂમિકામાં કોઇ કલાકાર જોવા મળતા નથી. ડૈની અને અમરીશ પુરી જેવા ખલનાયકના ચહેરા પર જોતા જ દર્શકોને લાગે કે આ જ વિલન છે. તેમની આંખોમાં અંગારા જોવા મળતા હતા. આજની ફિલ્મોમાં તો હવે વિલન કોઇ રહ્યા જ નથી. તેથી હીરો હવે વિલનની ભૂમિકામાં જોવા મળે છે. કયારેક તે ્આકરા વિલન બન્યા તો કયારેક પ્રિય મિત્રની ભૂમિકા પણ કરી ચૂકયા છે. કયારેક દુશ્મન તરીકે હમલાવર ખલનાયક તો કયારેક દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દેશભક્ત સૈનિક બન્યા છે. ફિલ્મોમાં તે દરેક પ્રકારની ભૂમિકા નિભાવતા હતા. ફિલ્મ ધુંધ પછી ડેનીને એક પછી એક અનેક ફિલ્મોમાં કામ કરવાના પ્રસ્તવા મળતા હતા. પરંતુ ડેનીએ જીવનમાં હંમેશા એક મૂળમંત્ર જાળવી રાખ્યો છે કે ઓછું કામ કરો પરંતુ સારુ કરો તેમની સફળતાનો આ મૂળમંત્ર છે. ડેની પોતાની શરતો પર કામ કરે છે અને પોતાના અંદાજમાં જીંદગી જીવે છે. તે રવિવારના દિવસે શૂટિંગ કરતા નથી અને ઉનાળામા પોતાના પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે. ડૈનીના લગ્ન સિક્કમની રાજકુમારી ગાવા સાથે થયા છે. તે એક પુત્ર રિનજિંગ અને પુત્રી પ્રેમાના પિતા છે. ડેનીએ કહ્યુ હતુ કે તે ઉનાળામાં અને ઓક્ટોમ્બર મહિનામાં શૂટિંગ કરતા નથી. તે કામમાં હંમેશા થોડું અંતર રાખવા માંગે છે. હંમેશા કલાકાર માટે અભિનયની ભૂખ હોવી જરૂરી છે. સતત કામ કરવાથી માણસ કંટાળી જાય છે તેથી કામ કર્યા પછી થોડો બ્રેક લેવો જરૂરી છે. પૈસા કમાવવા માટે હું કયારેય કામ કરતો નથી. ફિલ્મ સારી હોય તો જ હું કામ કરવાનુ પસંદ કરુ છું. પૈસા કમાવવા માટે એક પછી એક ફિલ્મોે કરુ તો મારા દર્શકો મને પસંદ નહી  કરે. કલાકારની જવાબદારી હોય છે કે તેઓ પોતાના પ્રશંસકોની ઇચ્છાને પૂરી કરે. ડેનીએ બોલીવુડના સુપરસ્ટાર અને મહાનાયક અભિતાભ બચ્ચન સાથે ખુદા ગવાહ અને અગ્નિપથ ફિલ્મો કરી છે. દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંત સાથે રોબોટ ફિલ્મમાં કામ કર્યુ છે. તેમણે લતા મંગેશકર, આશા ભોંસલે અને મોહમ્મદ રફી સાથે યુગલ ગીતો ગાયા છે. ફિલ્મ વહી રાત અને ટીવી ધારાવાહિક અજનબીનું નિર્દેશન કર્યુ છે. ડેની બૈંગ બૈગ, બેબી અને બોસમાં જોવા મળ્યા હતા. અત્યારે પણ ડેની જયારે અકેટિંગ કરે છે દર્શકો ખુશ થઇ જાય છે. આજે પણ તેમનો જાદુ એવો જ જોવા મળે છે. દરેક કલાકાર પોતાની પ્રતિભા હંમેશા જાળવી રાખે તો ેતેમની લોકપ્રિયતા કયારેય ઓછી થતી નથી. ડેનીની મુખ્ય ફિલ્મોમાં મેરે સપને, ધુંધ, ખુદા ગ્વાહ, અગ્નિપથ, સંગ્રામ, કાલીચરણ, યુદ્ધ, ધાતક, બુલંદી, કાલા સોના, ફકીરા, લૈલા મજનૂ, ચાઇના ગેટ અને પુકાર છે.