matru devo bhav in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | માતૃદેવો ભવઃ

Featured Books
Categories
Share

માતૃદેવો ભવઃ

રાત્રી નો મંદ મંદ પવન વાતો હતો. ઘર ની જિમ્મેદારી, દીકરીના લગ્ન અને દિવસ ભરની મહેનત થી થાકી એક રાત્રે તે વ્યક્તિ પોતાના ઘર માં સૂતી હતી. અયાનક થોડોક અવાજ થતાં વ્યક્તિએ જાગીને જોયું

તો સામે યમરાજા બસ પાડા પર નાગપાસ લઈને જતા જ હતા. આ જોઈ વ્યક્તિએ ગભરાઈને પૂછ્યું : ‘અહી કેમ?’

યમરાજાએ કહ્યું : “તારા માતાને લેવા આવ્યો તો. વ્યક્તિ ડરી ગયો.” આંખો નમ થઈ ગઈ.

વ્યક્તિએ યમજારાને કહ્યું : “મને લઈ જાવ પણ મારી માતાની જિંદગી છોડી દો.”

યમજારા હસતા હસતાં બોલ્યા : લેવા તો તને જ આવ્યો હતો પણ તારી પહેલા તારી માતાએ સોદો કરી લીધો અને પુત્રને બદલે પોતાનો જીવ આપવા રાજી થઈ ગઈ.

મા તે મા –

માતૃદેવો ભવઃ , પિતૃદેવો ભવઃ

પિતાની ઈચ્છા પુરી કરવા માટે આજીવન બ્રહ્મચર્ય લેતા અને રાજનો ત્યાગ કરતાં ભીષ્મ પિતામહ અને વનમાં વિદાય થતા શ્રીરામ

વૃદ્ધ માતા - પિતાને કાવડમાં ઉંચકીને તીર્થયાત્રા કરાવતો દિકરો શ્રવણ.

પિતાની ઉદ્ધતાઈ સામે જંગે ચડેલી શાસ્ત્રવચનનિષ્ઠ મયણાસુંદરી.

ભૂખી મરવા પડેલી વૃદ્ધ મા માટે દસ માઈલ દૂરથી વાટકો ભાત લાવીને ખવડાવતો દીકરો ! માએ ભાત ખાઈ લીધો અને ભૂખ્યો , થાક્યો , તરસ્યો દીકરો મૃત્યુ પામી ગયો.

 


આ મંત્ર ભારતીય જીવન દર્શનના તૈત્તિરીય ઉપનિષદમાં આવે છે. તૈત્તિરીય ઉપનિષદ એ 10 મુખ્ય ઉપનિષદોમાંનું એક છે. આ ઉપનિષદ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે, તેમાં કુલ 53 મંત્રો છે.

આ ઉપનિષદના એક મંત્ર મુજબ...

वेदमनूच्याचार्योऽन्तेवासिनमनुशास्ति । सत्यं वद । धर्मं चर । स्वाध्यायान्मा प्रमदः । आचार्याय प्रियं धनमाहृत्य प्रजानन्तुं मा व्यवच्छेसीः । सत्यान्न प्रमदितव्यम् । धर्मान्न प्रमदितव्यम् । कुशलान्न प्रमदितव्यम् । भूत्यै न प्रमदितव्यम् । स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् ।।

(तैत्तिरीय उपनिषद्, शिक्षावल्ली, अनुवाक ११, मंत्र १)

તમારી માતાને હંમેશા દેવતા સમાન ગણો. તમારા પિતાને હંમેશા દેવતા માનો. તમારા ગુરુને હંમેશા દેવતા માનો. જે પણ મહેમાન આપણા ઘરે આવે છે તેને હંમેશા દેવતા માનીને તેનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ.

1. न मातु: परदैवतम्।

માં થી આગળ કોઈ દેવ નથી.

2. मातृ देवो भवः।

માતા ને દેવ માન

3. नास्ति मातृसमो गुरुः।

આ સંસારમાં માતા સમાન કોઈ ગુરુ નથી.

4. गुरूणां चैव सर्वेषां माता परमेको गुरुः।।

માતા બધા ગુરુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

5. जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी ||

માં અને જન્મભૂમિ સ્વર્ગ થી પણ સુંદર છે.

6. नास्ति मातृसमा छाया नास्ति मातृसमा गतिः। नास्ति मातृसमं त्राणं नास्ति मातृसमा प्रपा॥

માતા સમાન કોઈ છાયા નથી,કોઈ આશ્રય નથી, કોઈ સુરક્ષા નથી. માતા સમાન આ વિશ્વમાં કોઈ જીવન દાતા નથી.

7. सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता । मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजयेत् ॥

માતાનું સ્થાન સર્વ મનુષ્યો માટે તીર્થ સમાન છે અને પિતા સમસ્ત દેવતાઓને સમાન છે. એટલા માટે સર્વ મનુષ્યોનું કર્તવ્ય છે કે તે માતા પિતા નો આદર અને સત્કાર કરે.

8. मातृलाभे सनाथत्वमनाथत्वं विपर्यये।।

માતા ના જીવિત રહેવા પર સર્વ કોઈ પોતાને સનાથ અનુભવ કરે છે. માતા ના સાથ ન રહેવા પર તે અનાથ થઇ જાય છે.

9. माता गरीयसी यच्च तेनैतां मन्यते जनः।

માતા નું ગૌરવ સર્વાધિક છે એટલા માટે સંસારી લોકો માંનો આદર કરે છે.

10. तुर्या भगिनी ज्येष्ठा मातुर्या च यवीयसी। मातामही च धात्री च सर्वास्ता मातरः समृताः।।

માં ની નાની બહેન અથવા મોટી બહેન નાની આ બધી માં સમાન છે. માતા સમાન જ તેનો આદર કરવો જોઈએ.

"માતૃ દેવો ભવ" ની વાતે તત્વજ્ઞાન એ જીવનના મુખ્ય મૂલ્યો અને માતા સાથે જોડાયેલા આધ્યાત્મિક અર્થને સમજવાનું મહત્વ છે.


તત્વજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં "માતૃ દેવો ભવ":


1. માતા: જીવનદાત્રી અને પ્રથમ ગુરુ

માતા માત્ર શારીરિક જન્મનું સ્ત્રોત નથી, તે પ્રથમ ગુરુ છે જે જીવનનાં મૂળભૂત મૂલ્યો શીખવે છે. આ શબ્દોના આધારે, માતાને ભગવાનની સાથે સરખાવી માતૃત્વના મહાત્મ્યને સમજાવવામાં આવ્યું છે.



2. કાર્ય અને કરુણાનું પ્રતિક

માતાનું જીવન ત્યાગ, કરુણા અને નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. "માતૃ દેવો ભવ" આ વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપે છે.



3. આધ્યાત્મિક કેળવણી

માતા બાળકોના મનમાં ધર્મ, આચારશાસ્ત્ર અને જીવનશૈલીની વિભાવનાને વાવેતર કરે છે. એથી "માતૃ દેવો ભવ" એ માત્ર વાક્ય નથી, તે જીવનશૈલીનું માર્ગદર્શક છે.



4. વિશ્વમાં ધર્મની સ્થાપના

વેદો અને ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે માતાનું પ્રતિનિધિત્વ એ બ્રહ્માંડના સર્જક અને પોષક તરીકે ગણાય છે. "માતૃ દેવો ભવ" એ આ તત્ત્વની પૂજ્યતા વ્યક્ત કરે છે.




જીવીત તત્વજ્ઞાન:


માતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાથી આપણું જીવન ધર્મ અને કર્તવ્ય માર્ગ પર ચલે છે. માતા પ્રત્યે ભક્તિપૂર્વકનો ભાવ કાળે કાળે આપણા વ્યક્તિત્વને શુદ્ધ કરે છે.