આપણે આગળ જોઈ ગયા કે, રઘનાથભાઈના ગયા પછી નિવેદિતાજી એ ટિફિન સર્વિસ શરૂ કરી હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્ટેલમાં રહેતા છોકરા છોકરીઓને જમવાનું પહોચાડતા.
નિવેદિતાજીને કપરા સમયે મહેનત કરવાની પ્રેરણા આપી હતી. તેમની મહેનત કેવી રંગ લાવે છે તે આપણે આગળ જોઈએ.
નિવેદિતાજી ટિફિન બનાવી દિકરીને ઉઠાડે છે.
નિવેદિતાજી: એ... અનાહિતા... ઉઠ તો બેટા...
અનાહિતા: મમ્મી સુવા દેને કેટલી મસ્ત ઊંઘ આવે છે.
નિવેદિતાજી: ચાલ ઉઠ તો દિકરા...
અનાહિતા: મમ્મી આજે રવિવાર છે તને ખબર છે ને તાર કામમાં કદીય રજા ન હોય પણ સ્કૂલમાં તો રજા છે.
નિવેદિતાજી: રજા છે તો શુ થયું વહેલા ઉઠવાની ટેવ પાડ તારા માટે સારું... વહેલા ઉઠવું સ્વાસ્થ્ય માટે સારું.
અનાહિતા: મમ્મી ઊંઘ આવે છે. સુવા દે..
નિવેદિતાજી રઘનાથભાઈ ના ફોટો સામે વાર્તાલાપ કરે છે.
નિવેદિતાજી: તમે તો દિકરીને મૂકી ચાલ્યા ગયા.દિકરી પણ તમારી બહુ જિદ્દી છે.તમે જ આ દિકરીને સમજાવી શકો છો.
અનાહિતા: શું થયું મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે?
નિવેદિતાજી: ના બેટા તુ તારુ કામ કર.એવી કોઈ વાત નથી. હુ ઠીક છું. તારે ટ્યુશનમાં ટેસ્ટ છે તો તુ એમાં ધ્યાન રાખ.
અનાહિતા: ઓહ... મમ્મી ચહેરે દુઃખ છુપાવી હસવુ કોઈ તારી પાસે શીખે.તુ માન ન માન તુ પપ્પાને યાદ કરીને જ રડતી હતી.
નિવેદિતાજી પાસે અનાહિતાના સવાલનો જવાબ કંઈ નો'હતો.
અનાહિતા ટ્યુશન જવાની તૈયારી કરે છે.
પછી એકાએક તેને યાદ આવે છે કે,
અનાહિતા: લે મમ્મી હુ તો ભૂલી જ ગઈ હતી. ચાલ મમ્મી આજે મારે ટ્યૂશનમા રજા છે. તો ચાલ આજે હુ તને મદદ કરાવું.
નિવેદિતાજી: ના... હવે હું કરી લઈશ.તુ ભણવામાં ધ્યાન રાખ તારે ભણી ગણીને મોટી મેડમ થવાનું છે.
અનાહિતા: મમ્મી ટ્યુશનનું લેશન પણ પુરુ છે.
નિવેદિતાજી: ચાલ આજે હું તને શાક બનાવતા શીખવું.
અનાહિતા: પછી શીખે મમ્મી મારી ઉંમર તો હજી આઠ વર્ષની છે મારે બધી મિત્રોના જેમ નવા કપડાં ખરીદવા છે.
નિવેદિતાજી: હાલ નહીં દિવાળી પર લઇ આપીશ
અનાહિતા: મમ્મી પણ અમારે સ્કુલમાં પિકનિક છે...
નિવેદિતાજી: હમણાં તો કપડાં તને લઈ દીધાં હતા.
અનાહિતા: મમ્મી મારે પણ લાવવા છે. બધા નવા કપડાં પહેરે છે એક તુ જ છે જે મને નવા કપડાં નથી અપાવતી.
નિવેદિતાજી; બેટા ઘરનુ ભાડુ આપ્યું. લાઈટબિલ આપ્યું. એક મહિના પછી દિવાળી આવે છે.
અનાહિતા: અરે.. મમ્મી મારે કપડાં જોઈએ... બસ... બીજી કોઈ વાત નહીં.
નિવેદિતાજી: બેટા તુ ખોટી જીદ્દ ન કર ભણવામાં ધ્યાન આપ.
અનાહિતા: મમ્મી મારી બધી જ ફ્રેન્ડ નવા કપડાં પહેરે મારે પણ પહેરવા છે.
નિવેદિતાજી: મેં તને ક્યાં ના પાડી તને
લઈ આપીશ.
અનાહિતા: ક્યારે પિકનિક તો આજ છે.
અનાહિતા ન સમજી તો નિવેદિતાજી એ લાફો માર્યો.
નિવેદિતાજી: બેટા એકબાજુ લેશન પુરુ કરવાનું કરતી નથી .
જો સ્કુલનુ લેશન પણ પુરુ કરી દે.
અનાહિતા: પુરુ છે મમ્મી...
નિવેદિતાજી: આટલું ઝડપી !!! મારી દિકરી તો સુપરમેન બની ગઈ.
અનાહિતા: હા... મમ્મી
નિવેદિતાજી: પહેલા બતાવ તો... કેટલું લેશન કર્યું છે. હું જોવું
અનાહિતા: લે મમ્મી હુ કંઈ ખોટું બોલુ છું.
નિવેદિતાજી: પહેલા બતાવ તો
નિવેદિતાજી અનાહિતાનું હોમવર્ક ચેક કરે છે. તેમને દિકરીની વાતનો વિશ્વાસ ન આવતાં તેમને ફરી ચેક કર્યું.
અનાહિતા: અરે... મમ્મી તે ચેક કરી ડાયરી? હવે તને સંતોષ થયો? કે હું ખોટું નથી બોલતી. એ વાતનો વિશ્વાસ થયો.
નિવેદિતાજી: આમ હોય??
અનાહિતા: શુ ભૂલ છે મમ્મી?
નિવેદિતાજી: અહીં તાર ભણવા માટે હું તૂટી જાઉ એટલી મહેનત કરુ છું ને તુ આમ વેઠ ઉતારે એમ ચાલે?
નિવેદિતાજી પોતાના મનની ભડાશ નિકાળી રહ્યા હતા.
નિવેદિતાજી: કાલથી આમ ન હોવું જોઈએ તારા ટીચરે જો સુચના લખી છે.
અનાહિતા: ક્યાં મમ્મી મને તો નથી ખબર...
નિવેદિતાજી: તુ રમ્યા અને સુવામાથી ઉચી આવે તો તને ખબર હોય ને ! જો આ સુચના બીજી વાર આવુ ન થવું જોઈએ...
નિવેદિતાજી આટલું કહીને તેઓ દિકરી પર ખિજાઈ રહ્યા હતા.
અનાહિતા: શુ લખ્યું છે ? મમ્મી...
નિવેદિતાજી; હુ તો પૈસા ખર્ચુ મહેનત તો તારે કરવાની હોય.
અનાહિતા: ટીચરો તો બોલે રાખે આપણે શું?
નિવેદિતાજી: આમ ન હોય ગુરુ નો અનાદર કરવો આવા હલકા સંસ્કાર નથી મારા.
અનાહિતા: શુ મમ્મી તુ પણ બધી જ વાત ગણીને ગાઠે બાધે છો. મમ્મી હું રમવા જાઉ.
નિવેદિતાજી: જા...આટલી આટલી કથા કરી એનો કોઈ જ મતલબ નહીં પથ્થર પર પાણી...
આસ પડોશી: શુ થયું નિવેદિતાજી?કેમ દિકરી પર ખિજાવો છો.
નિવેદિતાજી: એક તો આ છોકરીના પપ્પા નથી.અને આ ભણવાનું તો નામ જ નથી લેતી બસ રમવુ ને સુવુ...
આસપડોશી: છોકરી નાની છે સમયે સમયે સમયે બધું શીખી જશે આમ તેના ઉપર ખિજાશો નહીં દિકરી તો હજી નાની છે.
અનાહિતા મમ્મીને જીભ નિકાળી ચિડાવે છે તે રમવા ચાલી ગઈ.
નિવેદિતાજી: આ છોકરી કદીય નહીં સુધરે... પછી પારાવાર પછતાશે.
આસપડોશી: કેટલી ડાહી છોકરી છે.
નિવેદિતાજી: એ તો ઘરે આવો તો ખબર પડે...
સૌ કોઈ હસી રહ્યું હતું.
આસપડોશી: કંઈ પણ મદદની જરૂર હોય તો નિવેદિતાજી બેધડક કહેજો.
નિવેદિતાજી: હા...
નિવેદિતાજીને જોઈ સૌ કોઈ દયા ખાતુ. તેમના આસ પડોશી મદદરૂપ થાય તેવા દયાળુ હતા.
નિવેદિતાજીના ટિફિનનો સ્વાદ સૌને ભાવી ગયો. ઘર જેવી જ મિલાવટ વગરની રસોઈ જોઈ સૌ કોઈ ત્યાં ખેંચાઈ આવતુ હતું. કંઈ માંદગી હોય કે પછી શુભ પ્રસંગ... નોકરીયાત હોય તો સૌ પ્રથમ ઓર્ડર નિવેદિતાજીને જ મળતો.
નિવેદિતાજીના ઘરની પરિસ્થિતિ હવે ધીરે ધીરે સુધરવા લાગી.
અનાહિતા નાની બાળ તેને ઉત્સાહ તો ઘણો હતો. નવુ નવુ શીખવાની તાલાવેલી ઘણી હતી.
નિવેદિતાજીએ એક હોસ્પિટલમાં સંપર્ક કર્યો.તેમને સૌ પ્રથમ તો ચખાડવા માટે ફૂડ સેમ્પલ લઈ લીધા.સૌ કોઈને એમનો ટેસ્ટ ભાવ્યો.એટલે તેમને ઓર્ડર મળવા લાગ્યા.
હોસ્પિટલમાં તેમના ટિફિનની બોલાબોલા વધવા લાગી.
નિવેદિતાજીનુ ટિફિન "આન્ટી કી રસોઈ" તરીકે પ્રખ્યાત થયું.
અનાહિતાને હવે ધીમે ધીમે સમજ આવવા લાગી. અનાહિતા હવે ગંભીર થવા લાગી હતી મમ્મીને સંઘર્ષ કરતાં જોઈ હતી.
એક દિવસની વાત છે.
નિવેદિતાજી રસોઈ બનાવી રહ્યા હતા તો અનાહિતા પાછળથી ભેટી પડી.
નિવેદિતા: શુ વાત છે અનાહિતા?
અનાહિતા: મમ્મી આજે પપ્પાની બહુ યાદ આવે છે.
નિવેદિતાજી: બેટા હું જાણુ છુ કે તને શુ વિતતી હશે પણ તારે કંઇ પણ થાય ભણવામાં જ ધ્યાન રાખવાનું રહેશે..મેં અને તારા પપ્પાએ તારા માટે સપનાં જોયા હતા.
અનાહિતા: હા... મમ્મી કંઈ પણ થાય હું ભણવામાં ધ્યાન રાખીશ. તે અને પપ્પાએ જે સપનું જોયું છે એ હુ પુરુ કરીને જ રહીશ ચાહે કંઈ પણ થાય.
અનાહિતા નાની હોવા છતાંય મમ્મીને ભણવાની સાથે મદદ કરે છે.
કેમ કે અનાહિતાને મમ્મીની દયા આવે છે. અનાહિતા મમ્મીના બનાવેલા ટિફિનને સાઈકલ દ્વારા ઘરે ઘરે પહોચાડતી.
અનાહિતા: મમ્મી હવે હુ રમ્યા કરતાં તને મદદ કરીશ...
નિવેદિતાજી: ઓહ...મારી દિકરી તો આજે ડાહી થઈ.
અનાહિતા: મમ્મી આજે મેં એક સપનું જોયું હતું.
નિવેદિતાજી: શુ મને કહીશ?
અનાહિતા: મમ્મી તને એક જાયન્ટ ઉપાડીને લઈ જાતો હતો.
નિવેદિતાજીને દિકરીની પાસે જાણવાની વધુ ઈચ્છા થઈ.
નિવેદિતાજી: તે પછી??
અનાહિતા: મારી આખો પછી ખુલી જઈ.
અનાહિતાનુ સ્કુલ પરફોર્મન્સ કેવું રહે છે? એ આપણે હવે જોઈએ...
વધુમાં હવે આગળ...