નમસ્કાર મિત્રો હું શૈમી ઓઝા લફઝ આપ સમક્ષ એક વાર્તા સાથે પ્રસ્તુત થઈ છું. આ વાત છે પશ્ચિમ બંગાળની અનહિતા જે શરારતી અને નિખાલસ યુવતી છે.
વરસાદની મૌસમ હતી.અનાહિતા ને વરસાદનુ ખૂબ ઘેલું.તેની નિવેદિતા તેને ગમે તેટલી બૂમો પાડે.કોલકાતામાં એક ગુજરાતી પરિવાર રહેતો હતો...
નિવેદિતા: એ... અનાહિતા જલ્દી આવ તો...ઘરમાં તો...
કોલકાતામાં ગુજરાતી પરિવાર રહેતો હતો.પરિવાર બહુ ખુશમિજાજી હતો.
અનાહિતા લાડકવાયી દિકરી હતી.
આપણે આગળ મળીએ આપણી શરારતી નાયિકા શરારતોને આગળ મળીએ... પણ એના જીવનમાં એવુ તો શુ બને છે કે શરારતી નાયિકાની શરારતો ઓસરી જાય છે...
અનાહિતાનું વ્યક્તિત્વ
અનાહિતા એક ચુલબુલી છોકરી હતી.સુંદરતા તો માનો કાચ પુતળી જેવી.તેના ભૂરા વાળ,ગોરો ચહેરો,પાંચ ફૂટ હાઈટ તેની સુંદરતા જોઈ ફિલ્મ અભિનેત્રીઓ પણ પાણી ભરે.
"અનાહિતા એ... અનાહિતા કેટલીવાર છે?" જલ્દી ઘરમાં આવ વરસાદમા વધુ પલળીશ તો તને તાવ આવશે... આટલું કહી નિવેદિતાજી શાદ કરી રહ્યા હતા.પરંતુ અનાહિતા સુંદરની સાથે જિદ્દી યુવતી હતી. એ કોઈનુ એમ થોડું માને?"
અનાહિતા: અરે... મમ્મી મને વરસાદમા પલળવા દે... કેટલી ખુશનુમા મૌસમ છે.
નિવેદિતાજી: તુ માદી પડીશ તો આ ખુશનુમા મૌસમ નહીં આરે આવે...
અનાહિતા: અરે... મમ્મી પપ્પા હોત તો મને આ બાબતે આટલી રકઝક ન કરોત...
નિવેદિતાજી દિકરીની વાત સાંભળી રડી પડ્યા.
તેઓ તેમના ભૂતકાળમાં સરી પડ્યા.
અનાહિતા: મમ્મી એ...મમ્મી શું થયું એ તો કહે?
નિવેદિતાજી: આખમા કચરો જતો રહ્યો હતો એટલે છે...
અનાહિતા પણ ચાલાક છોકરી હતી.તે મમ્મીના મનની વ્યથા સમજી શકે તેવી છોકરી હતી.
અનાહિતા: મમ્મી સાચુ કહે,પપ્પાની યાદ આવી?
નિવેદિતાજી: ચાલ તારુ ભણવાનું કેવું ચાલે એ કહે મને?
નિવેદિતાજી એક વિધવા સ્ત્રી હતી.
આ વાત પચીસ વર્ષ પહેલાંની છે.જ્યારે
અનાહિતા નાની હતી ત્યારે તેઓ કુંભમેળામાં ફરવા ગયા હતા.એકાએક ફરવા ગયા હતા.રઘનાથભાઈ નિવેદિતાજી યુવાન હતા સપનાઓ અને અરમાનો ઘણા હતા.
રઘનાથભાઈ; અરે નિવેદિતા જલ્દી કર... કેટલી વાર આપણે કુભમેળામા જાવુ છે... ફટાફટ કામ પતાવ... તુ અને કામ ભવભવના ભેરુ લાગો છો.
નિવેદિતાજી: કેમ આવુ કહો મને?
રઘનાથભાઈ: સાવ ઠંડી છો કામમાં આમ કરશુ તો આપણે નિકળશુ ક્યારે ને પહોચશુ ક્યારે?
નિવેદિતાજી: અરે...તમે પણ સરસ મજાક કરો છો...
અનાહિતા રડવા ચડી.
નિવેદિતાજી: આને અત્યારે મુહુર્ત આવ્યું...
ન રડ...મારા દિકરા તુ તો મારુ શેર બચ્ચુ છે ને શાંત થા તો...
નિવેદિતા જી દિકરીને શાંત પડાવી રહ્યા હતા.અનાહિતા ચાલતા પણ શીખી નો'હતી.
અનાહિતા રડવાનું નામ નોહતી છોડતી.
રઘનાથભાઈ: મારી દિકરી તો મારુ શેર બાળક છે ન રડે તેમ છતાંય અનાહિતા રડવાનું બંધ નો'હતી કરી રહી.
પણ આ જો....શાંત થવાનું નામ જ નથી લેતી...પછી જોયું તો અનાહિતાએ કપડાં ભીના કર્યા હતા.
નિવેદિતા: શું કહુ છું કે આપણે જવાનું પછી રાખીએ તો કેવું રહે?
રઘનાથભાઈ: આ દિકરીને તો આપણે કુંભમેળે લઈ જાશુ એવી તો બાધા રાખી છે... તમે શું ભુલી ગયા અનાહિતાના મમ્મી?
નિવેદિતાજી: હા...હુ તો ભૂલી જ ગઈ હતી.બહાર વાતાવરણ બહુ ખુશનુમા હતું હિમાલયમાં હિમવર્ષા થઈ હોવાથી વાતાવરણ બહુ ઠંડુ હતું.પરંતુ અનાહિતા નાની હતી એને ક્યાં સમજ હોય?તે પથારીમાં જ પેશાબ કરી ગઈ.
એટલે એને હાશ થઈ.અનાહિતા રડતી બંધ થઈ એટલે ઘરમાં નવાઈ લાગી. ક્યાંનાય શાંત કરતાં હતા શાંત ન થઈ ને આમ એકાએક શાંત પડી આ શું ચમત્કાર હતો? પતિ પત્ની એકબીજા સામે નિર્દોષતાએ નિહાળી રહેલા.
અનાહિતા ખિલખિલાટ રમી રહી હતી આ જોઈ પતિપત્નીને નિરાંત થઈ.
નિવેદિતાજી;દિકરી શાંત પડી હોય તો ચાલો હવે આપણે જાઈએ.
રઘનાથભાઈ: આ તમે કેવી વાત કરો છો?દિકરીને શાંત પાડવાની જવાબદારી માં ની હોય પણ મેં પાડી દીધી. કુંભમેળામાં જવા માટે તૈયારી કરી રહ્યા હતા.
નિવેદિતાજી: તમે શાંત થાવ દિકરીતો હવે શાંત પડી ગઈ છે.આપણે અલ્લાહબાદ જવાની તૈયારી કરીએ...
રઘનાથભાઈ: હા...ત્યારે પછી બસ નહીં મળે તો આપણે હેરાન નિહાલ થઈ જાશુ.
નિવેદિતાજી: હા...ત્યારે ચાલો રાત બહુ થ ઈ છે તમને એ તો ખબર છે ને કે આપણી અનાહિતાને અંધારાનો ખુબ ડર લાગે છે તે...
રઘનાથભાઈ: હા...એ તો મને ખબર નોહતી સારુ કર્યું તમે મને યાદ કરાવ્યું.
નિવેદિતાજી: ચાલો... હવે સામાન પેક
થઈ ગયો આપણે હવે એક પણ મિનિટનુ મોડું કર્યા વગર નિકળીએ...
રઘનાથભાઈ: હા... ચાલો હવે અનાહિતાને તૈયાર કરી દો...
નિવેદિતા: હા... જી... તમે રિક્ષા બોલાવો... આપણે સ્ટેશનમાં જવાનું છે...
રઘનાથભાઈ; હા...જી...
નિવેદિતાજી: હું રિક્ષા બોલાવુ છું તુ અનાહિતાને તૈયાર કર...
નિવેદિતાજી: હા...
નિવેદિતાજી અનાહિતાને તૈયાર કરે છે...
નિવેદિતાજી: આજે તો મારી ગુડિયા શુ પહેરશે?
પિંક કલરનું ફ્રોક પહેરશે...
રઘનાથભાઈ: જલ્દી કરો વધુ વેવલા ન બનો જલ્દી કરો...
નિવેદિતાજી; મને એક વાતની ખબર નથી પડતી કે તમને રઘવાટ શાનો છે?
રઘનાથભાઈ: જલ્દી પહોંચીએ બીજી બસ નથી આ એક જ બસ છે.એમાં આપણે જાવાનું છે...
નિવેદિતાજી: હજી ઘરનું કામ પતાવી અનાહિતાને તૈયાર કરી હવે ચાલો નિકળીએ...
રઘનાથભાઈ: હા..ચાલો ત્યારે...
રઘનાથભાઈ દિકરીને તેડી બીજા હાથે સામાન પકડે છે.
નિવેદિતાજી: આપણી અનાહિતા હવે મોટી થઈ ગઈ. એવું કેમ લાગે છે?
રઘનાથભાઈ: ક્યાં સુધી નાની ને નાની રહે? તમે પણ શું વાત કરો છો?
નિવેદિતાજી: આપણી દિકરી બહુ મસ્ત છે...
રઘનાથભાઈ: આવુ ન બોલાય... આપણી અનાહિતા નજરાઈ જશે...
નિવેદિતાજી: હા... એ તો મેં વિચાર્યું જ નોહતુ.
રઘનાથભાઈ: ચાલો હવે બહૂ થ ઈ વાતો...હવે દિકરીને સંભાળી રાખજો આ બસમાં અત્યારથી ભીડ છે.
નિવેદિતાજી: હા...એ તો છે આપણી અનાહિતા...આટલું કહીને તેઓ થોભી ગયા.
રઘનાથભાઈ: ચાલો બેસો તો જગ્યા તો મળી ગઈ.
નિવેદિતાજી: હાશ... મોટી ચિંતા હતી એ તો દૂર થઈ.
જોતજોતામાં અલ્લાહબાદ આવી ગયું.ખબર પણ ન પડી.
રઘનાથભાઈ: ચાલો ઉતરો હવે...
નિવેદિતાજી અને અનાહિતા ભર ઊંઘમા હતા.
રઘનાથભાઈ: ઊઠો હવે!
નિવેદિતાજી: શુ થયુ એ તો કહો?
રઘનાથભાઈ; અરે...આપણે ઉતરવાનું આવી ગયું...
નિવેદિતાજી: ચાલો અનાહિતા ઊઠો દિકા ઉઠવુ નથી સ્ટેશન આવ્યું...
પછી તેમને વિચાર આવ્યો કે સૂતેલી દિકરીને ઉઠાડવી યોગ્ય નહીં રહે.માટે તેમને દિકરીને ઉપાડી લીધી.
રઘનાથભાઈના હાથમાં સામાન હતો અલ્લાહબાદમાં પગ પણ ન મૂકી શકાય તેટલી ભીડ હતી.
રઘનાથભાઈ: અનાહિતાને સાચવજો...
અનાહિતા મા બાબા પાપા બોલતા શીખી હતી.
આ દિવસ હજી યાદ છે.આ ભીડમાં નિવેદિતાજી અને રઘનાથભાઈ વિખુટા પડી ગયા હતા. ધક્કા મુક્કી થઈ રહેલી.
રઘનાથભાઈ નિવેદિતાજીને શોધે...
રઘનાથભાઈ: ક્યાં છો અનાહિતાના મમ્મી? પણ ભીડમાં શાદ પહોચતો નહતો...
નિવેદિતાજી તેમની દિકરી અનાહિતાને તેડી રાખી હતી.
રઘનાથભાઈ વળતો શાદ પાડી રહ્યા હતા પણ ભીડ એટલી હોવાથી ત્યાં પહોચવુ અસંભવ હતું.
નિવેદિતાજી કુંભમેળામા મંદિર તરફ પહોંચ્યા જ્યારે રઘનાથભાઈ પાછળ હતા. ફોનની સગવડ હતી નહીં. એટલે સંપર્ક કેમ કરે... એ એક પ્રશ્ન હતો.
નિવેદિતાજી: ક્યાં છો અનાહિતાના બાપુ? તમને મારો અવાજ આવે છે કે નહીં?
નિવેદિતાજી બેઠા બેઠા દિકરીને દુધ પિવડાવી રહેલા.
દર્શન કરી ભીડ જ્યારે ઓછી થઈ ત્યારે તેમને ત્યારે રઘનાથભાઈ નિવેદિતાજીને બંગાળી પહેરવેશ પરથી ઓળખી ગયા બેય ફરી મળી ગયા એટલે હાશ! હતી..
નિવેદિતાજી: તમે ક્યાં હતા? હું શોધી શોધીને થાકી તમારો અત્તો પત્તો નહીં.
રઘનાથભાઈ: હું અનાહિતા માટે રમકડાં લેવા ગયો હતો, પણ તમે દર્શન કરી આવ્યા હું દર્શન કરતો આવુ ત્યારે.
નિવેદિતાજી: પણ હા જલ્દી આવજો દિકરી રોવાની તૈયારીમા છે...
રઘનાથભાઈ: તમે દિકરીને સાચવી નથી શકતા એવા કેવા માં છો?
નિવેદિતાજી: આપણી દિકરીને મા કરતાં વધુ તમે સાચવી શકો છો.
રઘનાથભાઈ: હા... માખણ લગાડવાનું તો કોઈ તાર પાસે શીખે...
નિવેદિતાજી: મંદિર બંધ થઈ જાશે પહેલાં દર્શન કરતા આવો.
રઘનાથભાઈ: હા... કેમ નહીં હું જાવુ છું ત્યારે તમે દિકરીનુ ધ્યાન રાખજો.
રઘનાથભાઈ દાંત ભિંસતા દર્શન કરવા ગયા.
અહીં આવ્યો તો અહીં પણ શાંતિ નથી. શુ કરવું? આમનુ રઘનાથભાઈ દર્શન કરી આવ્યા પણ દર્શનમાં મન નોહતુ લાગતું.
ચિંતા હતી કે મારા ગયા પછી આમનું કોણ? અનાહિતાની મમ્મીનું મારા ગયા પછી શું થશે?
રઘનાથભાઈનો જીવ ગભરાઈ રહ્યો હતો.
રઘનાથભાઈને એકાએક દર્શન કરી આવી અનાહિતાને રમાડી રહ્યા હતા.
વધુમાં હવે આગળ...