Those unfortunates who did not get peace even after death in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | એ દુર્ભાગીઓ જેમને મર્યા બાદ પણ શાંતિ નસીબ ન થઇ

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

એ દુર્ભાગીઓ જેમને મર્યા બાદ પણ શાંતિ નસીબ ન થઇ

ઇતિહાસની કેટલીક બાબતો હંમેશા વિવાદાસ્પદ બની જતી હોય છે ખાસ કરીને જાણીતી હસ્તીઓ જેમનું જીવન તો બહુ ભવ્ય રીતે પસાર થાય છે અને તેઓ તેમનાં કામના કારણે લોકોમાં ભારે ખ્યાતિ પ્રાપ્ત કરે છે પણ તેમની ખ્યાતિ તેમનાં ચાહકો અને પરિવારજનો માટે મુસીબત સમાન બની રહેતી હોય છે કારણકે મોતને ભેટ્યા બાદ તેમના પાર્થિવ શરીરને મોટાભાગે આખરી મંઝિલમાં તેઓ મુકીને આવતા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે કે તેમને શાંતિ મળજો પણ ક્યારેક એવું બનતું નથી બિથોવન, ગેલેલિયો, નેપોલિયન જેવી વ્યક્તિઓનાં મૃતદેહો અનેક વખત તેમની કબરમાંથી બહાર કઢાયા હતા અને તેમને અનેક સ્થળોેએ ફેરવવામાં આવ્યા હતા.

કિંગ રિચાર્ડ ત્રીજા ઇંગ્લેન્ડમાં  રોઝીઝ વોરમાં મોતને ભેટ્યા હતા.થોડા સમય પહેલા લિસેસ્ટરનાં એક પાર્કિંગ લોટનું ખોદકામ કરાયું ત્યારે ત્યાંથી કેટલાક અવશેષ મળી આવ્યા હતા જેનું સંશોધન કરતા જણાયું કે તે રિચાર્ડ ત્રીજાનાં અવશેષ હતા ત્યારબાદ તેને સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા.

લુડવિગ વાન બિથોવનનું નામ કોણ જાણતું નથી સંગીત જગતમાં તે આદરપાત્ર નામ છે જેમણે પોતાના મોતનાં પચ્ચીસ વર્ષ પહેલા એક પત્રમાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમનાં મોતનું કારણ લોકોને જણાવવામાં આવે. પોસ્ટમોર્ટમમાં જણાયું હતું કે તેમનું મોત જલોદરને કારણે થયું હતું.પણ આ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબ જોહન વેગ્નરે ેતેમનાં મસ્તિષ્કનું હાડકુ યોગ્ય રીતે કાપ્યુ નહી હોવાને કારણે તે માથા પર યોગ્ય રીતે ફીટ થયું ન હતું. આ વાતની જાણકારી ૧૮૬૩માં થઇ હતી.તબીબે તેમની બહેરાશનું કારણ જાણવા માટે તેમનાં કાનનું હાડકું પણ કાપ્યુ હતું. તે પણ ગુમ થઇ ગયું હતું.ત્યારબાદ તેમનાં મૃતદેહને અલગ વોલ્ટમાં મુકાયો હતો. પણ કેટલાક હાડકાઓ જમીનમાં જ રહેવા પામ્યા હતા.જેને ૧૯૪૫માં કાઢવામાં આવ્યા ત્યારબાદ તે ૧૯૯૦માં કેલિફોર્નિયા લવાયા હતા અને ત્યારબાદ ફરી એકવાર તેમનાં ડીએનએ ટેસ્ટ માટે તેને ૨૦૦૫માં કઢાયા હતા.

લોર્ડ બાયરનનું મોત ગ્રીસમાં ૧૮૨૪માં થયું હતું.ત્યારે સત્તાવાળાઓએ તેમનો અંતિમ સંસ્કાર પાર્થેનોનમાં કરાયો હોવાનું કહ્યું હતું પણ ત્યારબાદ તેેને ત્યાંથી કાઢીને ઇંગ્લેન્ડ લાવવામાં આવ્યું હતું. જો કે એ પહેલા તેમના શરીરનું પોસ્ટમોર્ટમ કરાયું હતું અને તેમનાં શરીરમાંથી મગજ, હૃદય, લંગ અને આંતરડાને કાઢીને અલગ અલગ ઝારમાં મુકાયા હતા.તેમનાં અન્ય શરીરને ત્યારબાદ સીવી લેવાયું હતું.પણ તેમના સ્ત્રીઓ સાથેના અફેરનાં કારણે તેમને વેસ્ટમિન્સટર એબે ખાતે દફનાવવાનો ઇન્કાર કરાયો હતો. ત્યારે તેમનું શરીર ૧૯૩૮માં હકનેલ શહેરમાં લઇ જવાયું હતું.

અમેરિકાના જાણીતા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો કાર્યકાળ અશાંત સમયગાળામાં હતો અને તેઓ આજીવન ગુલામીની પ્રથાને નાબુદ કરવા લડતા રહ્યા હતા. અમેરિકાનાં આ સોળમાં સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિની હત્યા કરાઇ હતી.ત્યારે તેમનાં પાર્થિવ શરીરને ૧૮૭૬માં ઇલિનોઇસમાં રખાયું હતું.પણ તેમનાં શરીરનાં અંગોને ચોરવાનાં અનેક વખત પ્રયાસો થયા હતા આથી ત્યાંથી તેમનું કોફિન હટાવવામાં આવ્યું હતું.પણ ફરી એકવખત તેને ૧૯૦૧માં કઢાયું હતું અને ત્યારબાદ તેને સ્ટીલનાં પાંજરામાં  કોન્ક્રીટનાં બ્લોકમાં દફન કરાયુ હતું.ત્યારે પણ એક નાના છોકરાએ તેમના શરીરનાં અંગોને ચોરવાનો પ્રયાસ કર્યો હતો.

ચાર્લી ચેપ્લીનનાં શરીરનાં અંગો ચોરવાનાં પણ ઘણાં પ્રયાસો થયા હતા.૧૯૭૮માં સ્વીત્ઝર્લેન્ડ ખાતે તેમની કબર ખોદીને કેટલાક લોકો તેમના શરીરને લઇ ગયા હતા.જેમણે ચેપ્લીનની વિધવા પાસે છ લાખ ડોલરની માંગ કરી હતી.આ માટે પાંચ સપ્તાહની તલાશ બાદ સત્તાવાળાઓએ બે મિકેનીકની ધરપકડ કરી હતી.જે શરીરને તેમણે ચેપ્લીનનાં ઘરથી એક માઇલ દુર સંતાડ્યુ હતું.

કોમન સેન્સનાં રચેયિતા થોમસ પેઇનનું મૃત્યુ થયા બાદ ૧૮૦૯માં અમેરિકામાં તેમની દફનવિધિનો ઇન્કાર કરાયો હતો.જો કે તેમની દફનવિધિ ન્યુયોર્કનાં તેમનાં ફાર્મમાં કરાઇ હતી.પણ એક દાયકા બાદ વિલિયમ કોબેટે તેમના શરીરને કબરમાંથી કાઢીને તેને લિવરપુલમાં દફનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ  તેમાં સફળતા મળી ન હતી અને તેમનું શરીર કબરનાં બદલે ટ્રંકમાં જ રહી જવા પામ્યું હતું.જેનો ઉપયોગ દરજીની દુકાનમાં સ્ટુલ તરીકે થતો હતો.જેની લિલામી ૧૮૬૪માં થઇ હતી. ત્યારે તેમનું મગજ જ ખાલી હાથમાં આવ્યું હતું જેને ન્યુયોર્ક ખાતે દફનાવાયું હતું બાકીનું શરીર કયાં ગયુ તેનો હજી પત્તો લાગ્યો નથી.

આલ્બર્ટ આઇનસ્ટાઇન ૭૬ વર્ષની વયે અવસાન પામ્યા હતા અને તેમનું પોસ્ટમોર્ટમ થોમસ હાર્વેએ કર્યુ હતું અને તેમણે તેમના પરિવારની પરવાનગી વિનાજ તેમનું મગજ કાઢી લીધું હતું. તેમને આ જિનિયસની પ્રતિભાનું રહસ્ય શોધવું હતું.તેમનાં મગજને લગભગ ૨૦૦ ટુકડાઓમાં વહેંચી નાંખવામાં આવ્યું હતું.જેનો અનેક ન્યુરોલોજિસ્ટોએ અભ્યાસ કર્યો હતો.જેમાં જણાયું હતું કે ગાણિતિક ક્ષમતાઓવાળો ભાગ અન્યની સરખામણીએ વધારે વિસ્તૃત હતો. તેમનાં મગજનાં આ ટુકડાઓને ૨૦૧૧માં  ફિલાડેલ્ફિયાનાં મટર મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયા હતા. આમ તેમની દફનવિધિ મગજ વિના જ કરાઇ હતી.

અલેકઝાંડર ધ ગ્રેટ તેનાં વિશ્વવિજયી અભિયાનને કારણે વધારે ખ્યાત છે પણ તેનાં મોત બાદ તેને ક્યાં દફનાવવામાં આવ્યો હતો તે અંગે કોઇ નિશ્ચિત રેકોર્ડ નથી. કહેવાય છે કે તેને ઇજિપ્તનાં એલેક્ઝાંડ્રિયામાં દફનાવાયો હતો. તેનું મોત ઇસ.પુ.૩૨૩માં બેબિલોન ખાતે માત્ર બત્રીસ વર્ષની વયે થયું હતું.તેના શરીરને ઇજિપ્તનાં પવિત્ર શહેર મેમ્ફીસમાં લવાયું હતુ.જ્યાં તેના શરીરને દફનાવાયું હતું.અહી બે દાયકા સુધી તેને રખાયા બાદ કાઢવામાં આવ્યું અને એેલેક્ઝાંડ્રીયામાં દફનાવાયું હતું.પણ ત્રીજી સદીમાં ફરી પાછું તેનું શરીર ખોદીને કઢાયું અને અન્ય કબરમાં મુકાયું હતું. જ્યારે જુલિયસ સિઝર, કેલિગુલા અને ઓગસ્ટસે જ્યારે તેના પાર્થિવ શરીરની મુલાકાત લીધી અને ચહેરા પર ચુંબન કર્યુ ત્યારે તેનું નાક તુટી ગયાનું કહેવાય છે.

વ્લાદિમીર લેનીનનો મૃતદેહ મોસ્કોમાં એક કાચના કોફિનમાં મુકાયેલો છે જ્યાં લોકો તેના દર્શન કરે છે.આમ તો તેમનાં મૃત્યુ બાદ સરકારે તેની દફનવિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ લોકોએ તેમનાં દર્શન કરવા માટે તેને જમીન પર બહાર જ મુકવાનો આગ્રહ કર્યો હતો.પરિણામે તેમનાં મૃતદેહને સાચવવામાં આવ્યું છે અને તેમના સુટને દર ત્રણ વર્ષે બદલવામાં આવે છે.આમ તો ૨૦૧૧માં થયેલા સર્વેમાં લોકોએ તેમના પાર્થિવ શરીરને દફનાવવા પર ભાર મુક્યો હતો પણ હજી તેેને દફનાવાયું નથી.

નેપોલિયન બોનાપાર્ટનું અવસાન ૧૮૨૧માં ગ્રેટ બ્રિટનમાં થયું હતું.જ્યાંથી વીસ વર્ષબાદ તેને વતન લઇ જવાયા હતા.જેના પર અનેક વખત પરીક્ષણ થયા હતા.જેમાં તબીબોએ વધારે પડતી છુટ લીધી હતી.કહેવાય છે કે ડોક્ટરોએ તેમનું જનનાંગ કાઢી લીધુ હતુ.આ અંગોનું ૧૯૧૬માં ઓકશન કરાયું હતું.૧૯૨૭માં આઅંગોનું પ્રદર્શન લંડન ખાતે કરાયું હતું અને તે અનેક હાથોમાં ફર્યા હતા અને ૧૯૭૦માં અમેરિકાનાં યુરોલોજિસ્ટે તેની ખરીદી કરીહતી અને તેણે આ અંગો એક સુટકેસમાં બંધ કરીને પોતાનાં શયનખંડમાં મુક્યા હતા.જે ત્યાં ૨૦૦૭ સુધી હતા.

ધાર્મિક માન્યતાઓ કરતા તદ્દન અલગ પ્રકારનાં વિચારો વ્યક્ત કરવાને કારણે તેમના સમયમાં ગેલેલિયો ગેલિલિને ચર્ચની ખફગીનો ભોગ બનવું પડ્યું હતું અને તે કારણે જ ૧૬૪૨માં તેમનાં મોત બાદ તેમની યોગ્ય રીતે દફનવિધિ કરાઇ ન હતી.જો કે એક સદી બાદ વૈજ્ઞાનિકો તેમના શરીરને ફ્લોરેન્સ લાવ્યા હતા અને સાન્કા કોર્ક બેસિલિકામાં દફનવિધિ થઇ હતી પણ ત્યારે તેમના શરીરનાં કેટલાક અંગો ગુમ થઇ ગયા હતા. જો કે તેમની કરોડ રજ્જુ પૌડા યુનિવર્સિટીમાં મળી આવી હતી.તો તેમની વચલી આંગળીને ગેલેલિયો મ્યુઝિયમ ખાતે રાખવામાં આવી હતી જ્યાંથી તે ૧૯૦૫માં ગુમ થઇ હતી.જે ત્યારબાદ ફ્લોરેન્સની લિલામીમાં મળી હતી જે હાલમાં મ્યુઝિયમ ખાતે છે.