Rescue Book in Gujarati Book Reviews by Rakesh Thakkar books and stories PDF | રેસ્કયુ બુક

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રેસ્કયુ બુક

પુસ્તક: રેસ્કયુ બુક

લેખક: ડૉ. નિમિત્ત ઓઝા

પરિચય: રાકેશ ઠક્કર

        જ્યારથી વોટ્સએપ લોકપ્રિય અને ઉપયોગી થયું છે ત્યારથી સુવિચારોનું જાણે પૂર આવ્યું છે. મિત્રો સંબંધીઓ વગેરે રોજ સવારે સુવિચાર મોકલતા રહે છે. એને ઘણા લોકો મહત્વ આપતા નથી. વાંચવાનું સૌજન્ય પણ દાખવતાં નથી. પરંતુ જીવનમાં આવા સુવિચાર બહુ ઉપયોગી અને આપણો વિકાસ કરનારા બની રહે છે.

આ પુસ્તકમાં લેખકે ખૂબ સરસ વિચારો આપ્યા છે. લેખકે પ્રસ્તાવનામાં પોતાના સુવિચારોના શોખ વિશે વાત કરી છે સમય જતા યાદ છૂટી ગઈ હતી પરંતુ ફરીથી જ્યારે પુસ્તકો તરફ પાછા વળ્યા ત્યારે સુવિચારો મદદે આવ્યા હતા. લેખક કહે છે કે રોજ વિટામિન કે કેલ્શિયમની ગોળીઓ ખાઈએ એ રીતે છેલ્લા થોડા વર્ષોથી હું દરરોજની એક સુવિચારની ગોળી ખાઉં છું એનાથી મારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

        રેસ્કયુ બુક પુસ્તકને રૂઝ અને રાહત માટેનું પુસ્તક કહેવામાં આવ્યું છે.

        લેખક કહે છે કે આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે રોજ અને રાહત રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ સ્પર્શ અને સથવારા ની જરૂર પડે છે અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી હશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે એક મોંઘું પુસ્તક ક્યારેક 1,000 વાચાળ મનુષ્યો કરતા વધારે સથવારો અને સથવારો આપતું હોય છે આર એસ ક્યુ બુક એક એવું જ પુસ્તક બની રહેશે એની મને ખાતરી છે.

        પુસ્તકમાં પાને પાને સુવિચારો મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત કેટલાક મુદ્દે થોડીક વાતો કરવામાં આવી છે. કેટલાક સુવિચારો જોઈએ.

        આપણે સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા બાળકના ગણિત કે વિજ્ઞાનમાં કેટલા માર્કસ આવશે એની ચિંતા આપણે કરીએ છીએ પરંતુ મોટા થયા પછી આપણું સંતાન હાર્ટ બ્રેક ડિપ્રેશન કે વૈવાહિક સંઘર્ષનો સામનો કઈ રીતે કરશે? એનો આપણે વિચાર શુદ્ધા કરતા નથી આ જ કારણથી બાળકોના ઔપચારિક શિક્ષણની સાથે સાથે ઈમોશનલ એજ્યુકેશન ની જરૂર છે.

        સાંજ પડે ત્યારે પંખીઓ પણ સમૂહમાં પાછા ફરતા હોય છે એ આકાશમાં થતો હોય કે જીવનમાં સૂર્યાસ્ત હંમેશા સથવારો માંગે છે.

        જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે શું કરવાનું?

        કેક કાપીને મોઢું મીઠું કરવાનું.

        શું એનાથી નિષ્ફળતા ભુલાઈ જશે?

        ના, ઉજવણી કરવાની પ્રેક્ટિસ થશે જે આવનારા દિવસોમાં કામ લાગશે.

        વહાલ મેળવવા માટે ક્યારેક વલણ બદલવું જરૂરી હોય છે.

        પ્રેમ દરેકને સેલિબ્રિટી જેવી ફીલિંગ આપે છે મોનોટોનસ અને એક જ ઢબમાં ચાલતી બેસવાધ અને ફિક્કી જિંદગીને પ્રેમ મસાલેદાર અને હેપનિંગ બનાવે છે.

        ‘હેન્ડલ વિથ કેર’ ની સૌથી વધુ જરૂર આપણા ઈગોને હોય છે કાચ જેવો બ્રેકેબલ અને બટકણો અહંકાર લઈને ફરતા હોઈએ તો ક્યારેક એના જ તૂટેલા ટુકડા આપણને લોહી લુહાણ કરી નાખે છે.     Zen Opus અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ 243 પાનાના આ પુસ્તકની કિંમત રૂ.325 છે.

        એટલું ચોક્કસ છે કે જીવનમાં સારા વિચારો બહુ મહત્વપૂર્ણ છે કેમકે તે આપણી લાગણીઓ, જ નહીં ક્રિયાઓ અને એકંદર સુખાકારીને પણ નોંધપાત્ર રીતે પ્રભાવિત કરતાં હોય છે, એ વિચારો તણાવનો વધુ અસરકારક રીતે સામનો કરવા અને અંતે સુખી અને વધુ પરિપૂર્ણ જીવન આપણાંને જીવવા દે છે. એ સમજો કે અનિવાર્યપણે આપણે જે રીતે વિચારતા હોઈએ છીએ તે આપણી આસપાસના વિશ્વના આપણા અનુભવને સીધી અસર કરે છે.

        સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે સકારાત્મક વિચારસરણી હોય તો એ તણાવ વ્યવસ્થાપનમાં સારી મદદ કરી શકે છે. એકંદર આરોગ્ય અને સુખાકારીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સકારાત્મકતા શારીરિક સ્વાસ્થ્ય સારું ના હોય તો એને સુધારવામાં અને આપણાં જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને વધુ તેજસ્વી બનાવવામાં ઘણી મદદ કરી શકે છે.

આ પુસ્તક તમને સકારાત્મક વિચારવાની પણ પ્રેરણા આપે છે.