એક ગામ હતું. ગામની અંદર કસાઈ રહેતો હતો. આ કસાઈનો એકનો એક છોકરો. જન્મ્યા બાદ એક મોટી મુસીબત થઈ, છોકરાની માં ને દૂધ આવતું નહિ જેથી કરીને છોકરા માટે દૂધની સમસ્યા ઉભી થઈ. ગામ માં વૈધ ની સલાહ લીધી. વૈધે કહ્યું કે  “  ગાયનું દૂધ છે તે તમારે પાવું જોઈએ.”
 
तुलसी वृक्ष न मानिए, गाय न मानो ढोर। ગાય એ માતૃરૂપેણ છે. ગાય ને માતા માની તેની ઉપાસના કરશે તો જીવન ખુમારી ભર્યું બનશે.
 
भुक्त्वा तृणानि शुष्कानि पीत्वा तोयं जलाशयात् ।
 दुग्धं ददति लोकेभ्यो गावो विश्वस्य मातरः॥ ઋગ્વેદ
ગાય સંપૂર્ણ વિશ્વની માતા છે.
 
 
 मातरः सर्वभूतानां गावः सर्वसुख:
(महा.अनु.६९.७)
 ગાયોને બધા પ્રાણીઓની માતા કહેવાય છે.
 
કસાઈ પોતાને છોકરાને ગાયનું દૂધ પાઈને મોટો કર્યો. છોકરો મોટો થયો.  જે છોકરો નાનપણથી બાપાનો ધંધો જોતો આવ્યો છે તે પોતાના જીવન માં પણ એજ લાવશે. પાણી હમેશાં નીચેના તરફ વહે છે. સંસ્કારોનું સિંચન કરવું પડે છે.
કસાઈનો છોકરો  પોતાની નાનપણની વાત ભૂલી ગયો કે એક વખત તેમને ગાયના દૂધથી એમને જીવતદાન મળ્યું છે. જીવન માં જે યાદ રાખવું જોઈએ છે તે ભૂલી જાય છે અને જે ભૂલી જવાનું છે તે ભુલાતું નથી.
ઋગ્વેદમાં ગાયને અઘન્યા કહેવાઈ છે, જેનો અર્થ છે કે તેનો વધ ન કરવો જોઈએ.
એજ ગામમાં એક શંકુ કરીને ડોસીમા રહેતા ગાયને ખાવાનું તો આપતા પણ ગાયનું  ખાવાનું જે ઘર માં બચ્યું  હોય એ બધું એઠવાડ ભેગું કરીને ગાયને રોજ ખાવા આપે. એમકે ગાય છે તો ખાઈ જાય ને બાકી પોતે જાણે મોટું પુણ્ય કરી હોય એમ સંતોષ અનુભવતા. ગાય એ ઘરનું સદસ્ય છે. આપણા ભોજન માં તેનો પહેલો ભાગ હોવો જોઈએ.
આજ ગામમાં ત્રીજો એક ભરવાડ રહેતો હતો. 21 મી સદીની વાત છે એટલે ભરવાડ ગાયોને ખુલ્લેઆમ ગામમાં  છોડી દે.  ગાય આખા ગામમાં રખડતી ફરે જે મળે તે ખાઈ લે જયારે  એનું પેટ ભરાઈ જાય  ને રાત પડે  એટલે ભરવાડ ગાયોને દોહી લેતો. ગાયોનું દૂધ દોહી  લઈને દૂધ વેચે અને પોતાનો ધંધો કરતો
આજ ગામમાં ચોથો હતો ડાયરો કરનાર. ગવૈયો. મનોરંજન કરનાર. આ માણસે ગૌ ઉત્થાન માટે ગણા ડાયરા કર્યા ફંડ ફાળા કર્યા. એ પૈસામાંથી ગૌશાળા બંધાવી. પણ લોકોમાં ગાયો માટે જે પ્રેમ ઉભો થવો જોઈએ તે ન થયો. કારણ તેનું લક્ષ  નામના, પૈસો  અને  ગૌશાળા પુરતું જ માર્યાદિત હતું. . દાયરામાં લોકો ગૌશાળામાંટે  દાન આપતા. મને કઈ પુણ્ય મળી જાય એ અર્થે  અને એ લોકોને એમ લાગતુ કે મેં કોઈ મોટું પુણ્યનું કામ કર્યું.. ગાયોની સ્થિતિ તો જ્યાં હતી ત્યાંની ત્યાં જ રહી.
ત્રણેય મૃત્યુબાદ ચિત્રગુપ્ત પાસે પહોંચ્યા. મૃત્યુ પછી ત્રણ લોકો ગયા. ચિત્રગુપ્ત તેના  પાપોનો હિસાબ કરવા લાગ્યા. હિસાબ બાદ ચારેયને યમરાજે સરખી સજા ફરમાવી અને એ પણ  એકસરખી.
 
ચારેય લોકોએ જયારે ગૌ હત્યા ના પોતાના પર લાગેલા પાતક વિશેની એકસરખી સજા  વિશે પૂછ્યું ત્યારે યમરાજાએ એમને સ્પષ્ટતા કરી
કસાઈ જે ગાય માતાના દુધથી જીવતદાન મળ્યું તેણે જ માતા ને મારી નાખી.
બીજું શંકુ ડોશી. ગાય તે પ્રાણી નથી માં છે તેને એઠવાડ ખવડાવ્યો જે માં ના આત્મહનન બરાબર છે.
ત્રીજું ભરવાડ.  જે ગૌ માં તેના પરિવાર નું જીવન ચલાવતી હતી. તેના તરફ ફક્ત ઉપયુક્તતા નો જ ડોળો રાખ્યો જે માતૃ શોષણ નું પાપ થયું.
ચોથું ડાયરા વાળો. ભગવાને જેણે જીવ્હા પર સરસ્વતી બેસાડી તેણે તેનો ઉપયોગ ફક્ત મનોરંજન અને સ્વાર્થ માટે જ કર્યો.
આમ ચારેય લોકોને તેના પાપ ની એક સરખી સજા આપી. નર્ક ની ગતિ આપી. સ્વર્ગ અને નર્ક અહી જ છે. જો મને મૃત્યુ પછી સ્વર્ગ મળતું હોય તો મારા શું કામનું. આ દેહ તો અહી જ છોડી જાવ છુ. ઋષિ ઓ એ આ ભૂમિ પર જ સ્વર્ગ વસાવ્યું હતું. ચાલો આપણે વૈદિક સંસ્કૃતિ તરફ વળીએ.
આ ગાયો માટેનો પ્રેમ વધ્યો નહીં. સમાજ ની અંદર ગાયો માટે પ્રેમ ઉભો થવો જોઈએ જે દિવસે એક એક લોકોમાં પ્રેમ ઉભો થશે ત્યારે ભારત માં થી ગૌ માંસ ની નિર્યાત ઓછી થશે. જે આપણી વેદિક ઋષિઓએ  ગાય એ પશુ નથી. ગાય માતા છે. આવી રીતની વિચારધારા ઉભી કરવા પોતાના હાડકાનું ખાતર કરી નાખ્યું. ગાય ભગવાનની કેટલી નજીક છે તે કૃષ્ણ એ સ્વયં દેખાડ્યું. હવે જો ગૌ હત્યા ના દોષી થઈએ તો આપણા જેવા પાપી કોઈ નહિ.
ભગવદ ગીતામાં ગાય વિશે કહેવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણ ધેનુઓમાં કામધેનુ છે. ગાયને ધર્મમાં પવિત્ર માનવામાં આવી છે અને તેની સેવા કરવી આપણું દાયિત્વ છે. સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાય, ગીતા અને ગંગા સનાતન ધર્મની રીડ છે.
 
 
 
 
 
'त्वं माता सर्व देवानां त्वं च यज्ञस्य कारणम्। 
त्वं तीर्थं सर्वतीर्थानां नमस्तेस्तु सदानधे'
આ નો અર્થ છે, 'હે પાપનાશિની! તમે બધા દેવતાઓની માતા છો. તમે જ યજ્ઞનું કારણ છો. બધા તીર્થોમાં તમે સૌથી પવિત્ર છો. હું તમને નમન કરું છું.'
હિંદુ ધર્મમાં ગાયને દેવીના દિવ્ય સ્વરૂપ તરીકે માનવામાં આવી છે. ગાયને કામધેનુ તરીકે જોવામાં આવે છે, જે મનોકામનાઓ પૂરી કરે છે. ગાયને એક પવિત્ર અને પરોપકારી પ્રાણી માનવામાં આવે છે. ગાય સાથે જોડાયેલી કેટલીક વધુ વાતો:
 • વેદોમાં ઉલ્લેખ છે કે જંગલમાં અનેક ઔષધિઓના રસનું સેવન કરનારી ગાયનું ગોબર પવિત્ર હોય છે અને શરીરને શુદ્ધ કરે છે.
 • મંગલ પ્રસંગોએ ગાયના ગોબરનો ઉપયોગ કરવામાં આવે છે.
 • માન્યતા છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનું વાસ છે.
 • ગાયથી અમને દૂધ મળે છે, જે સ્વસ્થ અને મજબૂત રહેવામાં મદદ કરે છે.
 
અથર્વવેદમાં ગાયના મહત્વ વિશે કહેવામાં આવ્યું છે
आ गावो अग्मन्नुत भद्रकम्रन सीदंतु गोष्मेरणयंत्वस्मे।
 प्रजावतीः पुरुरूपा इहस्युरिंद्राय पूर्वीरुष्सोदुहानाः।।
 यूयं गावो मे दयथा कृशं चिदश्रीरं चित्कृणुथा सुप्रतीकम।
 भद्र गृहं कृणुथ भद्रवाचो बृहद्वो वय उच्यते सभाषु।।
ભાવાર્થઃ હે ગાયે! તમારા દૂધ અને ઘીના માધ્યમથી મનુષ્ય શારીરિક રીતે પોષણયુક્ત અને શક્તિશાળી બને છે. મનુષ્ય તંદુરસ્ત થઈ જાય છે. જે ઘરમાં તમે હાજર હો, ત્યાં શુભ સંકલ્પો સાકાર થાય છે અને તે પરિવારના સભ્યોની કીર્તિ દિવસે દિવસ વધે છે.
 
धेनु सदनंरयीणाम – (अथर्ववेद 11-3-34) અથર્વવેદમાં ગાયને સંપત્તિનો ખજાનો કહેવામાં આવી છે.
यू यं गावो भेदयथा कृशंचिदश्रीरं चित कृणुथा सुप्रतीकम भद्र , गृहं कृणुथ भद्रमवाचो वृहद वो वय उच्चते सुभासु।(ऋग्वेद 6-28-6) અર્થાત, તમે નિર્બળને પણ બળવાન બનાવી દો છો અને કાંતિ વિનાના મુખને પણ સુંદર બનાવી દો છો. તમે ઘરને કલ્યાણમય અને સુખમય બનાવી દો છો. હે શુભ વાણી ધરાવનારી ગાયો, સભાઓમાં તમારા અમૃતમય દૂધની મહાન ગાથા ગવાય છે.
माता रुप्राणं दुहिता वसूना, स्वसादित्यनाम मृतस्य नाभिः प्र नु बोचं चिकितुषे मा जनाय गामनागाभदिति वघिष्ट (ऋग्वेद 8-101-15) અર્થાત, ગાય રુદ્રોની માતા છે, વસુઓની પુત્રી છે અને આદિત્યોની બહેન છે. તે ઘી, દૂધ વગેરે અમૃતના કેન્દ્ર તરીકે છે. વિચારશીલ મનુષ્યોને કહેવામાં આવ્યું છે કે જે ખાસ ઉપકારી અને વધ ન કરવા યોગ્ય ગાય છે, તેનું વધ ન કરવું.
गावो विश्वस्य मातरः – ગાય સમગ્ર માનવજાતિના માટે માતા છે.
विश्वरूपा धेनुः कामदुधा मेsस्तु। – માનવજાતિની તમામ કામનાઓને  પૂર્ણ કરવામાં સમર્થ હોવાના કારણે તેને કામધેનુ કહેવામાં આવે છે.
સમુદ્રમંથન માંથી નીકળેલા ૧૪ રત્નોમાંથી એક રત્ન ગાય પણ છે.
હિંદુ ધર્મમાં માનવામાં આવે છે કે 33 કરોડ દેવીઓ અને દેવતાઓનું વાસ હોય છે. તેનો મૂળ  અર્થ એ છે કે "કોટી"નો અર્થ પ્રકાર છે. 33 પ્રકારના દેવ-દેવીઓ વસતા છે, જેમ કે 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, અને 2 અશ્વિનીકુમાર.
·        ગુરુ વશિષ્ઠે ગાય કુળનું વિસ્તરણ કર્યું અને ગાયની નવી જાતિઓ શોધી કાઢી. તે સમયે 8 થી 10 પ્રકારની ગાયો ઉપલબ્ધ હતી, જેમની જાતીઓના નામ હતા કામધેનુ, કપિલા, દેવની, નંદિની, ભૌમા વગેરે.
 
आ गावो अगमन्नुत भद्रकम्रन गोष्मेरणयंत्वसमे।
प्रजावतीः पुरुरूपा इहस्युरिन्द्राय  पूर्वीरुष्सोदुहानः।।
यूयं गावो मके दयथा कृशं चिदश्रीरं चित्कृणुथा सुप्रतीकम।
भद्र गृहं कृणुथ भद्रवाचो बृहद्धो वय उच्चते सभासु।।
"ગૌ  માતાઓ! તમે તમારા દૂધ અને ઘી દ્વારા નિર્બળોને બળિશ્ઠ બનાવતા હો અને રોગીઓને સ્વસ્થ બનાવતા હો. તમારી પવિત્ર વાણીથી તમે આપણા ઘરોને શુદ્ધ કરતા હો. સભાઓમાં તમારો ગુણગાન થાય છે." (અથર્વવેદ-4-29-11 અને 6)
 
सा नो मन्द्रेषमूर्ज़म दुहाना।
धेनुर्वा अस्मानुष सुष्ट्यूतैतु।।
તે છે કામધેનુ – અમારી જરૂરિયાતોને પૂર્ણ કરનાર દિવ્ય ગાય. તેના સ્તનોથી તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વૃદ્ધિ કરે છે. (અથર્વવેદ 10-10-34)
 
गावो बन्धुरमनुष्यानां मनुष्याबाँधवा गवाम।
गौ:  यस्मिन गृहेनास्ति तद बंधुरहितम् गृहम।।
ગાયોમાં લક્ષ્મીનું નિવાસ છે. તેઓ પાપોથી મુક્ત છે. મનુષ્ય અને ગાયનો સંબંધ બાંધવનો છે. ગાય વિહિન ઘરમાં પ્રેમીઓ વિહિન ઘરની જેમ છે. (પદ્મપુરાણ)
 
भुक्त्वा तृणानि शुष्कानि पीत्वा तोयं
 जलाशयात् ।
 दुग्धं ददति लोकेभ्यो गावो विश्वस्य मातरः॥
ગૌમાતાની સેવા ભગવાન પ્રાપ્તિના સાધનોમાંથી એક છે. ગૌદૂધનું સેવન કરવું પણ ગૌસેવા છે. જ્યારે ગાયનું દૂધ અમારી જરૂરી આહાર બની જશે, ત્યારે તેની પુરવઠા માટે ગૌ-પાલન અને ગૌ-સંરક્ષણની જરૂરિયાત થશે.
"ગવોપનિષદ"માંથી દૈનિક જાપના સંસ્કૃત મંત્ર (મહર્ષિ વશિષ્ઠ દ્વારા ઉપદિષ્ટ) –
 
 घृतक्षीरप्रदा गावो घृतयोन्यो घृतोद्भवाः।
 घृतनद्यो घृतावर्तास्ता मे सन्तु सदा गृहे॥
 घृतं मे हृदये नित्यं घृतं नाभ्यां प्रतिष्ठितम्।
 घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनसि स्थितम्॥
 गावो ममाग्रतो नित्यं गावः पृष्ठत एव च।
 गावो मे सर्वतश्चैव गवां मध्ये वसाम्यहम्॥
 
 ઘી અને દૂધ આપતી, ઘીનું ઉત્પત્તિ સ્થાન, ઘીને પ્રગટાવતી, ઘીના નદી અને ઘીની ભવનરૂપ ગાયો મારી ઘરમાં સદા  માટે નિવાસ કરે. ગાયનું ઘી મારા હૃદયમાં સદાય સ્થિત રહે. ઘી મારી નાભિમાં પ્રતિષ્ઠિત થાય. ઘી મારા તમામ અંગોમાં વ્યાપી રહે અને ઘી મારા મનમાં સ્થિત રહે. ગાયો મારા આગળ રહે. ગાયો મારા પાછળ પણ રહે. ગાયો મારા ચારેય બાજુ રહે અને હું ગાયોના વચ્ચે નિવાસ કરું.
 
 
 
ગૌમાતાની દૈનિક પ્રાથના નો મંત્ર – મહર્ષિ વશિષ્ઠ દ્વારા 
 सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः।
 गावो मामुपतिष्ठन्तामिति नित्यं प्रकीर्तयेत्॥
 
 પ્રતિદિન આ પ્રાર્થના કરવી જોઈએ કે સુંદર અને અનેક પ્રકારના રૂપ-રંગવાળી વિશ્વરૂપિણી ગોમાતાઓ સદા મારા નજીક આવે.
 
 
ગૌમાતાને પરમાત્માનું સાક્ષાત વિગ્રહ માંની તેને પ્રણામ કરવાનો મંત્ર – મહર્ષિ વશિષ્ઠ દ્વારા 
 
 यया सर्वमिदं व्याप्तं जगत् स्थावरजङ्गमम्।
 तां धेनुं शिरसा वन्दे भूतभव्यस्य मातरम्॥
 
 જેણે સમસ્ત ચરાચર જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે, તે ભૂત અને ભવિષ્યની જનની ગૌમાતા ને હું મસ્તક ઝૂકીને નમન કરું છું.
 
गौमाता की दैनिक प्रार्थना का मन्त्र (महर्षि वसिष्ठ द्वारा उपदिष्ट) –
ગૌમાતાની દૈનિક પ્રાર્થનાનો મંત્ર – મહર્ષિ વશિષ્ઠ દ્વારા
ॐ ऐं ह्लीं श्रीं गवां देवी महिष्वरि सर्वसिद्धि प्रदा।
 गायं मे धनदा देहि, प्रजां मे मातरं पृणु।
અર્થ: "હે ગાય! તમે અક્ષય ધન આપતી, સર્વસिद्धિઓની દાત્રી અને સર્વશક્તિમાન છો. મારે ધન આપો અને મારી પ્રજા માટે માતાનું કૌમળ આપો."
 
હે પ્રભુ ભારતમાં ગાયો ની વૈદિક વિચારધારા પ્રમાણે શાશ્વતતા રહે તેની માટે કટિબદ્ધ થાશું.