chatur in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | ચતુર

Featured Books
Categories
Share

ચતુર

आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः |

आगमैः सदृशारम्भ आरम्भसदृशोदयः ||

 

જેમ તેનું શરીર હતું, તેવી જ તેની બુદ્ધિ પણ હતી, જેવી  તેની બુદ્ધિ હતી, તેવું તેનું શાસ્ત્રોનું જ્ઞાન પણ હતું,  તેમ પ્રયત્ન પણ હતા, અને જેમ તેના પ્રયત્નો હતા, તેવી જ તેને સફળતાઓ પણ મળે છે.

એક દિવસ એક કૂતરો જંગલમાં ખોવાઈ ગયો. ત્યારે તેણે જોયું કે એક સિંહ તેની પાસે આવતો હતો. કૂતરાનો તો શ્વાસ રૂંધાઇ ગયો, મનમાં વિચાર્યું."આજે તો મારા રામ રમી ગયા.”  આ કુતરા ની લુચ્ચા શિયાળ સાથે ગાઢ દોસ્તી હતી અને એની પાસેથી ગણી લુચ્ચાઈઓ સીખી હતી. ગાય ગધેડા ભેગી રહે તો તે લાત મારતા શીખી જાય પણ ગધેડો દૂધ દેતા ન શીખે. સંગત થી આચારોનું સંક્રમણ જલ્દી થાય છે.

જીવનના રસ્તા પર, સંગત છે સહારો,
સાચું સાથી બની, કરે સાથમાં પારો.
જ્યાં હોય ખુશીઓ, ત્યાં સહેલાણીઓની સંગતી,
દુઃખના ક્ષણોમાં, બનશે હંસતીની શાંતિ.

વાણીમાં મધુરતા, અને વિચારમાં સ્નેહ,
સંગતના મોજમાં, છે પ્રેમનો જીવન મેં રેધ.
એક સાથે ગાયશું, ભલે કે મૂડમાં કઈં,
સંગતની મીઠાશમાં, મળે દરેક દિવસ રેંઢ.

બંધન નથી આ, પણ એક સજવણી,
અભ્યાસની રીતે, એકબીજાની સંસ્કૃતિ.
સંગત છે અનંત, દિલના નાઘ અને ગમન,
જ્યાં એકતા છે ભાઈ, ત્યાં જીવન છે સુખમય ધન.

જાણીએ સંગતનો, આહલાદક અર્થ,
મિત્રતા, પ્રેમ, અને સંતોષ છે અહીંયે વર્ત.
તોય માણીએ આજ, સંગતનો આ પળ,
સંગતને સુખ આપી, જીવન છે સરસ એટલું જળ.

 

કુતરાએ વિચાર્યું મારી જગ્યાએ શિયાળ હોત તો શું કરત ? બસ આટલું વિચારતા મગજ માં વીજળી ચમકી.પછી તેણે તેની સામે કેટલાક સૂકા હાડકાં પડ્યાં જોયાં, અને તે આવતા સિંહ તરફ તેની પીઠ કરી ફરી ગયો અને સૂકા હાડકાને ચૂસવા લાગ્યો અને જોરથી બોલ્યો, "વાહ, સિંહને ખાવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે, જો મને એક વધુ મળે તો આખી મિજબાની થઈ જાય.”

અને તેણે મોટેથી ઓડકાર ખાધો, આ વખતે સિંહ વિચારમાં પડી ગયો, તેણે વિચાર્યું, “આ શિકારી કૂતરો તો સિંહનો શિકાર કરે છે! આની સાથે ક્યાં બાથ ભીડે. આજે જીવ બચ્યો તો પાગડી હજાર, ભાગો અહીંથી અને સિંહ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો.

ઝાડ પર બેઠેલો એક વાંદરો આ બધો તમાશો જોઈ રહ્યો હતો, તેણે વિચાર્યું કે સિંહને આખી વાર્તા કહેવાની આ એક સારી તક છે. જંગનો રાજા સિંહ મિત્ર બનશે અને તેના પરથી જીવનું જોખમ જીવનભર દૂર થઈ જશે. તે તરત જ છુપાઈ છુપાઈ સિંહ પાછડ દોડ્યો.

કૂતરાએ વાંદરાને સિંહ પાછડ જતો જોયો એટલે સમજી ગયો કે ડાળ માં કાઈ કાળું છે. બીજી તરફ, વાંદરાએ સિંહ પાસે જઈ ને બધું કહ્યું કે કૂતરાએ તેને કેવી રીતે મૂર્ખ બનાવ્યો. વાતો માં ખુબ મરચું મીઠું ભભરાવી ને કહ્યું. સિંહ ભલે બીનો પણ એ તો જંગલનો રાજા એટલે અહં ગવાયો તો ખરો.

સિંહે જોરથી ગર્જના કરી, "ચાલ મારી સાથે હવે હું તેની રમત પૂરી કરું" અને વાંદરાને તેની પીઠ પર બેસાડીને સિંહ કૂતરા તરફ દોડી ગયો.

શું તમે કલ્પના કરી શકો છો કે કૂતરાએ શું મુશ્કેલી માં બુદ્ધિ ચલાવી હસે? તેણે તો ચતુર શિયાળ પાસે સીખ્યું હતું. મુશ્કેલ સમયમાં, તમારો આત્મવિશ્વાસ કદી ગુમાવશો નહીં.

ચતુરાઈથી વિશ્વ અને દુશ્મનો જીતી સકાય છે એ કૃષ્ણ ના જીવન માંથી અક્ષરસ શીખાય છે.

તમારા આસપાસ ઘણા બંધનો છે, જે તમારી શક્તિ, સમય અને ધ્યાનને ભટકાવે છે. તેમને ઓળખો અને તેમના અંગે સાવચેત રહો.

કૂતરાએ સિંહને આવતા જોઈને ફરી એકવાર તેની તરફ પીઠ કરી જોરથી બોલવાનું શરૂ કર્યું, "આ વાંદરાને મોકલ્યાને એક કલાક થઈ ગયો, સાલું એક સિંહને પટાવી પકડી લાવી સકતો નથી." બસ આટલું સાંભળતા શિહ નો પત્તો છટક્યો. કુતરાએ એટલા વીરતાવાળા અવાજમાં આત્માંવીસ્વાસ થી કહ્યું કે સિહ થાપ ખાઈ ગયો.

સિંહે તો વાંદરાભાઈ ને પટકી પટકી ને માર્યો. વાંદરો જીવ બચાવી માંડ માંડ ભાગ્યો. જીંદગી ભર ચુંગલી કરવાનું ભૂલી ગયો.

ચતુરની ચાર ઘડી, મૂરખનો જન્મારો.