Chorono Khajano - 71 in Gujarati Adventure Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 71

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચોરોનો ખજાનો - 71

               જીવડું અને જંગ

           રિચાર્ડ અને તેની સાથે રહેલો બીજો અંગ્રેજ તો ડરના માર્યા થરથર ધ્રુજી રહ્યા હતા. અચાનક જ રિચાર્ડની નજર પેલા અર્ધમર્યા લોકોમાંથી એક ઉપર જાણે ચોંટી ગઈ. તેઓમાં એક વ્યક્તિ તેના પોતાના સાથી ડેવિડ જેવો જ દેખાઈ રહ્યો હતો. રિચાર્ડને શંકા તો થઈ પણ તેમ છતાં તે નીરખી નીરખીને જોવા લાગ્યો.

           તેમનો જ એક સાથીદાર કે જેને તેઓ પેલા કાદવ કીચડ વાળા દલદલમાં એકલો છોડી આવ્યા હતા. પણ આ શું..! ડેવિડ તેમની સામે ધમપછાડા કરતો ઊભો હતો. તેના શરીરે પણ કાદવ લાગેલો હતો જે એકદમ તાજો જ દેખાઈ રહ્યો હતો. ઠેરઠેર માસના લોચા નીકળેલા હતા જેમાંથી લોહી નીકળી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે તે અત્યારે બિલકુલ ભાનમાં નહોતો કે રિચાર્ડની વાતનો જવાબ પણ આપે.

Richard: Devid, is that you..? (डेविड, क्या वो तुम हो?) તેમ છતાં રિચાર્ડને પોતાના ખાસ મિત્રને પાછો લાવવાની ઈચ્છા થઈ આવી એટલે તેણે ઊંચા અવાજે ડેવિડને બોલાવ્યો.

Deni: No, that's not David. (नहीं, वो डेविड नहीं है।) રિચાર્ડની બાજુમાં ઊભેલા ડેનીએ એકદમ શાંતિથી ધીમા અવાજે જવાબ આપ્યો. ડેવિડે તો રિચાર્ડની સામે જોયું સુદ્ધાં નહિ.

Richard: But he is alive. I will bring him. (लेकिन वो जिंदा है। मैं उसे लेकर आता हु।) રિચાર્ડ હજી પણ ડેવિડને જીવિત સમજી રહ્યો હતો. ડેવિડ જીવતો લાશ છે એ વાત તે જાણતો નહોતો. એટલે તે ડેવિડને લેવા માટે આગળ વધતા બોલ્યો.

Deni: He's not your friend David anymore. He's dead now. forget about him. (वो अब तुम्हारा दोस्त डेविड नहीं है। वो अब मर चुका है। भूल जाओ उसे।) રિચાર્ડને ડેવિડની પરિસ્થિતિ સમજાવતા ડેની બોલ્યો. તેના એક હાથમાં સળગતું ખંજર હતું એટલે તેણે બીજા હાથ વડે રિચાર્ડનો રસ્તો રોકીને તેને ડેવિડ પાસે જતો અટકાવ્યો.

Richard: Okay, as you say. (ठीक है, जैसा तुम कहो।) એકવાર ડેનીની વાત ન માનીને રિચાર્ડ હજી સુધી પછતાઈ રહ્યો હતો એટલે હવે આ જ ભૂલ તે ફરીવાર જાણી જોઈને કરવા નહોતો માંગતો. તે તરત જ ડેનીની વાત માનીને ત્યાં જ ઉભો રહી ગયો.

                જેમ જેમ ઝાડીઓમાં આગ ફેલાઈ રહી હતી તેમ તેમ પેલા સ્થિર થઈ ગયેલા અધમરા લોકો પણ હવે વિચલિત થવા લાગ્યા. એવું લાગી રહ્યું હતું જાણે આ આખો આઈલેન્ડ અને તેના ઉપર રહેતા દરેક જીવ એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હતા. જેના કારણે આગ ભલે ખાલી ઝાડીઓમાં લાગી હતી પણ તેની અસર આ અધમરા લોકો ઉપર પણ થઈ રહી હતી. આ વિચલિત થઈ રહેલા લોકો હવે વધારે ગુસ્સે ભરાયા હોય એવું લાગી રહ્યું હતુ.

            સળગતી ઝાડીઓની અમુક લતાઓ પોતાને બચાવવા માટે જમીનની અંદર જવા લાગી, પણ તેમ કરવા જતાં તે પોતાનું જ નુકશાન કરી બેઠી. સળગતી લતાઓ જ્યારે જમીનમાં દાખલ થઈ તો જમીનની અંદર રહેલું ઘણા સમયનું રક્ત પેટ્રોલીયમની જેમ સળગી ઉઠ્યું. જાણે કોઈ બ્લાસ્ટ થાય એમ ઘણી બધી જગ્યાએથી આગની લપટો તો ઘણી જગ્યાએ થી ધુમાડો બહાર આવવા લાગ્યો. તે સાથે જ ટાપુમાં દૂર જાણે કોઈ દર્દથી કણસતા હોય એમ ચિત્કાર કરી ઉઠ્યું. કોઈને સમજાયું નહિ કે આ શું થઈ રહ્યું હતું.

          જોતજોતામાં આગ લાગવાથી ઝાડીઓની ઘણી બધી શાખાઓ બળીને રાખ થઈ ગઈ, જેના લીધે તે જગ્યાએથી અંગ્રેજો માટે આગળ વધી શકાય એવો રસ્તો બની ગયો. રસ્તો ખુલ્યો એટલે તરત જ પેલા બંને અંગ્રેજો ત્યાંથી નીકળવા માટે સૌથી પહેલા દોડી પડ્યા. તેમની પાછળ પાછળ બાકીના અંગ્રેજો પણ આગળ વધ્યા. નારાયણ પણ મીરાને પોતાની સાથે રાખીને ડેની પાસેથી જ આગળ નીકળી ગયો.

            ડેની સૌથી પાછળ પોતાના હાથમાં સળગતું ખંજર લઈને ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. પેલા ઝોમ્બી જેવા અડધા મરેલા લોકો હજી અસ્વસ્થ થતાં ત્યાં ને ત્યાં જ ધમપછાડા કરી રહ્યા હતા. તેમને ત્યાં ને ત્યાં ઉભેલા જોઈને ડેની મનોમન ખુશ થઈ રહ્યો હતો. તેને લાગ્યું કે ચાલો, મુસીબતથી પીછો છૂટ્યો. પણ તે જાણતો નહોતો કે સાચી મુસીબત તો હવે તેમની પાછળ આવવાની હતી.

        હજી પણ રસ્તામાં આવતી ઝાડીઓને તે લોકો કાપતા કે પછી બંદૂકથી નષ્ટ કરતા આગળ વધી રહ્યા હતા. એના પહેલા કે બધા અંગ્રેજો આગળ નીકળી જાય, એક અધમરા ઝોમ્બી જેવા માણસના શરીરમાંથી એક જીવડું બહાર આવ્યું. આ જીવડું ઊડતું ઊડતું, દોડી રહેલા એક અંગ્રેજના ગાલ ઉપર જઈ બેઠું. ત્યાં પોતાની તીક્ષ્ણ ચાંચ વડે એક છેદ કરીને તેના ગાલ વાટે અંગ્રેજનાં શરીરમાં દાખલ થઈ ગયું. પોતાના ગાલ ઉપર કંઇક ચુભ્યું એટલે પેલા અંગ્રેજે પોતાના હાથ વડે ગાલ ઉપર ધીમો તમાચો માર્યો પણ વ્યર્થ. ત્યાં સુધીમાં તો પેલું જીવડું તેના શરીરમાં દાખલ થઈ ગયું હતું. પેલા અંગ્રેજના હાથમાં થોડુક લોહી લાગી ગયું હતું. શું થયું છે એનાથી સાવ અજાણ પેલો અંગ્રેજ પોતાના સાથીઓ સાથે દોડવા લાગ્યો.

           આ એવું જ જીવડું હતું જેણે રાજસ્થાનના રણમાં દિલાવારની પત્ની પારુલનો જીવ લીધો હતો. જેની અસર વિશે કોઈ અંગ્રેજો કે નારાયણ નહોતા જાણતા. જાણતા હતા તો માત્ર ડેની અને મીરા. ડેની એ એના વિશે સરદાર રઘુરામની ડાયરીમાં વાંચ્યું હતું જ્યારે મીરાએ તો એનો સામનો રૂબરૂમાં કર્યો હતો.

            બીજી જ ક્ષણે તેમની સામે ઊભેલા અડધા મરેલા ઝોમ્બી જેવા માણસોના શરીરમાંથી અસંખ્ય એવા જીવડાઓ બહાર આવવા લાગ્યા. જેમ મધમાખીઓ ઝુંડમાં કોઈ ઉપર હુમલો કરે એમ એક સાથે અનેક જીવડાઓ અંગ્રેજો તરફ આવવા લાગ્યા. ડેનીનું ધ્યાન તેમના તરફ ખેંચાયું.

           ડેની હજી ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તેને સમજતા વાર ન લાગી કે આ જીવડાઓ તેમના માટે કેટલો મોટો ખતરો હતા. તે જલ્દીથી અંગ્રેજોની એકદમ નજીક આવી ગયો. તેના ધ્યાનમાં આવ્યું કે આ જીવડા સળગતી આગની નજીક નહોતા આવી રહ્યા.

Deni: These insects are afraid of fire.  Arrange the fire soon or we will all be killed.  These are the carnivorous vermin of the Dead Island.  Once it enters one's body, understand that no one can save him. (ये कीड़े आग से डरते हैं। जल्दी से आग का प्रबंध करो नहीं तो हम सब मारे जायेंगे। ये डेडआइलैंड के मांसाहारी कीड़े हैं।  एक बार यह किसी के शरीर में प्रवेश कर जाए तो समझ लीजिए कि उसे कोई नहीं बचा सकता।) ડેની પોતાની સમજણ પ્રમાણે બધાને સાવચેત કરતા બોલ્યો. તે જાણતો હતો કે જ્યાં સુધી તેના હાથમાં સળગતી આગ છે ત્યાં સુધી આ જીવડા તેની નજીક તો નહિ જ આવે. પણ અંગ્રેજોને બચાવવા માટે તેણે બધાને આગની વ્યવસ્થા કરવા માટે કહ્યું. જો કે તે જાણતો હતો કે આટલું બધું જોયા પછી હજી પણ આ અંગ્રેજો તેની વાત માનવા માટે ઈન્કાર જરૂર કરશે. પણ જેના ઉપર વીતી હોય તે સમજી જ જાય કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

Richard: Like he says, arrange for fire quickly, otherwise everyone will die here. (वो जैसे कहता है जल्दी से आग का इंतजाम करो, नहीं तो सब के सब यही मरेंगे।) રિચાર્ડ તો કમાલ કરી બેઠો. તે તો હવે જાણે ડેનીનો ભગત થઈ ગયો હતો. તે જેમ ડેની કહે તેમ એની દરેક વાત માનવા લાગ્યો. એટલું જ નહિ, તેણે ચિલ્લાઈને બાકીના અંગ્રેજોને પણ તેમ કરવા માટે કહ્યું.

        હવે આ વખતે વિલિયમ કે બીજા કોઈ એ પણ ડેનીની વાતને નકારવાની હિંમત ન કરી. બધા એટલું તો ખુબ સારી રીતે સમજી ગયા હતા કે જો આ દુનિયામાં જીવતા રહેવું હોય તો ડેનીની વાત માનવી જ રહી. બધાએ તરત જ ડેનીના કહેવા પ્રમાણે આગની વ્યવસ્થા કરવામાં લાગી ગયા.

        કોઈ પોતાનું શર્ટ કાઢીને તો કોઈ હાથ રૂમાલ કે સ્કાલ્ફ લઈને લાકડી કે ખંજર સાથે વીંટીને આગની વ્યવસ્થા કરવા લાગ્યા. જોતજોતામાં લગભગ અમુકને છોડીને દરેક વ્યક્તિના હાથમાં સળગતી મશાલની માફક આગ વાળી લાકડી હતી. જેની પાસે આગ નહોતી તે જેના હાથમાં મોટી જ્વાળાઓ વાળી આગ હતી એની નજીક ઉભા રહી જતા. મીરાએ આગ નહોતી સળગાવી પણ તે નારાયણની નજીક ઊભી રહી ગઈ હતી.

          વિલિયમના ઘમંડના લીધે તેણે પોતે આગની વ્યવસ્થા નહોતી કરી. એટલે તેણે પોતાના જ એક સાથી પાસેથી આગ વાળી લાકડી છીનવી લીધી અને પેલા અંગ્રેજને લાત મારીને દૂર કરી દિધો. ડરનો માર્યો ડઘાઈ ગયેલો આ અંગ્રેજ પોતાને સંભાળે એના પહેલા જ ઊડતું આવતું એક જીવડું તેની તરફ લપક્યું. આવી રહેલા જીવડાને તેણે જોયું હતું. ખાલી તેણે જ નહિ પણ ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ જોયું હતું.

         તે જીવડું જ્યારે પેલા અંગ્રેજની નજીક આવ્યું તો ચપળતાથી તેણે જીવડાને મારવા માટે બે હાથની હથેળીઓ જોરથી ફટકારી. જીવડું તેના બે હાથની વચ્ચે જ હતું. લગભગ દરેકને લાગ્યું કે તે જીવડું જરૂર મરી ગયું હશે. પણ બીજી જ ક્ષણે તે જીવડું પેલા અંગ્રેજની એક હથેળીને ચીરીને અંદર દાખલ થઈ ગયું હતું, જે હથેળીની બીજી બાજુથી હાથમાં કાણું પાડીને બહાર નીકળ્યું. બધા એકદમ ફાટી આંખે તેને જ જોઈ રહ્યા હતા.

         પેલો અંગ્રેજ હાથમાં થઈ રહેલી પીડાને લીધે જોરથી ચિલ્લાઈ રહ્યો હતો. એના પહેલા કે તે ત્યાંથી ભાગવાની કોશિશ કરે, બીજા અનેક જીવડાંઓ તેની ઉપર તૂટી જ પડ્યા. જોતજોતામાં તેનું આખું શરીર આ જીવડાંઓ થી ઢંકાઈ ગયું.

           ડેનીએ બધાને ત્યાં ઊભા રહેવાને બદલે ભાગવાનો ઈશારો કર્યો. એટલે તરત જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બધા ત્યાંથી ભાગવા લાગ્યા. હવે સરોવરનો કિનારો તેમનાથી વધારે દૂર નહોતો.

         જે અંગ્રેજ ઉપર જીવડાંઓએ હુમલો કર્યો હતો તે અંગ્રેજનું અત્યારે ત્યાં નિશાન પણ ન્હોતું વધ્યું. કંઈ કેટલાય સમયથી ભૂખ્યા આ જીવડાઓનો ભોગ બની ગયેલો અંગ્રેજના ફાટી ગયેલ કપડાં તેના અવશેષ સ્વરૂપે ત્યાં વધ્યા હતા.

         ડેની અને બાકીના અંગ્રેજો તેમની પાછળ ઉડીને આવી રહેલા જીવડાથી બચવા માટે ઝડપથી સરોવરના પાણીમાં કૂદી પડ્યા. થોડીવાર પછી તેઓએ પાણીમાંથી મોઢું બહાર કાઢીને જોયું તો તેમના આશ્ચર્ય વચ્ચે જ પેલા જીવડાંઓ તે ટાપુનો કિનારો છોડીને તેમના તરફ નહોતા આવી રહ્યા.

           ડેનીને થોડુક અજીબ તો લાગ્યું કે આખરે આ જીવડાં સરોવરમાં તેમનો પીછો કરતા કેમ અટકી ગયા, જ્યારે તેઓ તો ઉડીને પણ તેમની પાછળ આવી શકે એમ હતા.

           અંગ્રેજો તો જાણે જંગ જીતી ગયા હોય એમ ચિલ્લાઈને જોશમાં કિલકારી કરવા લાગ્યા. તેઓની સમજણ પ્રમાણે તેઓ હવે એકદમ સુરક્ષિત હતા, અત્યાર પૂરતા. ભવિષ્યમાં જે થવાનું હતું એની ચિંતા કે ડર તેમના ચેહરા ઉપર નહોતો. અત્યારે જે મુસીબત હતી એનાથી તેઓ બચી ગયા હતા એની ખુશી ભરપૂર દેખાઈ રહી હતી.

William: What the hell, what was this? What kind of ominous place have you brought us to? Tell me the truth, you want to kill us, right? (व्हाट द हेल, आखिर क्या था ये? कैसी मनहूस जगह पे लेकर आए हो तुम हमे? सच बताओ, तुम हमे मारना चाहते हो न?) એના પહેલા કે ડેની કંઈ પણ બોલે, વિલિયમ ચિલ્લાઈને ડેની સાથે ઝઘડો કરવા લાગ્યો. જો કે પોતે કરેલી ભૂલ સામે જરૂર આવશે તેની ચિંતા એના મગજમાં ચાલી રહી હતી.

Deni: What did you say, I want to kill you? Hey, I don't want to kill you, but you yourself are the enemy of your people. All the lives lost here are because of you. How many times have I told you that this place is not right, leave from here, but because of your arrogance you were not ready to leave from there. And now you are blaming me for everything! (क्या कहा, मैं तुम्हे मारना चाहता हूं? अरे, मैं तुम्हे मारना नहीं चाहता, लेकिन तुम खुद ही अपने लोगों के दुश्मन हो। यहां पर जितनी भी जानें गई वो सब तुम्हारी वजह से गई है। मैने कितनी बार तुम से कहा कि ये जगह सही नहीं है, यहां से चलो, लेकिन तुम अपने घमंड की वजह से वहां से निकलने को तैयार नहीं हुए थे। और अब सारा इल्ज़ाम मुझे पे लगा रहे हो!) ડેનીને લાગ્યું કે હવે પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે એટલે તેનાથી ન રહેવાયું અને તે પણ ગુસ્સામાં વિલિયમ ઉપર ચિલ્લાઈને બોલવા લાગ્યો.

William: Hey Danny, if you talk to me like that again I will kill you. First of all you yourself brought us to this unlucky place and got many of my people killed, and still you are putting the entire blame on me. (हेय डेनी, अगर दोबारा तुमने मुझसे इस तरह से बात कि तो मैं तुम्हे जान से मार दूंगा। एक तो खुद हमे इस मनहूस जगह पे लेकर आए हो और मेरे कई लोगों को मरवा डाला, ओर फिर भी सारा इल्ज़ाम मुझे पे डाल रहे हो।) પોતાની ઉપર બધો દોષ આવતો જોઇને ડેની ઉપર ગુસ્સો કરતા વિલિયમ બોલ્યો.

Deni: What is your problem? You just left your man to die. If you don't care about the lives of your people then it doesn't matter to me whether you reach that treasure or not. Do whatever you want to do, but from now on I am not with you. You find your own way. (आखिर तुम्हारी प्रोबलेम क्या है? तुमने ही अभी अभी अपने आदमी को मरने केलिए छोड़ दिया। अगर तुम अपने लोगों की जान की परवाह नहीं करते तो मुझे कोई फर्क नहीं पड़ता कि तुम उस खजाने तक पहुंचो या नहीं। तुम्हे जो करना है करो, लेकिन अब से मैं तुम्हारे साथ नहीं हु। तुम अपना रास्ता खुद ढूंढ लेना।) ડેનીએ હવે ગુસ્સામાં વિલીયમનો કોલર પકડીને કહ્યું.

         તેઓ ઢીંચણ સુધીના પાણીમાં ઉભા હતા તેમ છતાં લગભગ દરેકને માથે પરસેવો વળી ગયેલો હતો. અમુકના કપડાં ઉપર અને શરીર ઉપર લોહીના દાગ પડી ગયા હતા. કોઈએ વિચાર્યું નહોતું કે કોઈ અંગ્રેજનો જીવ જવાથી ડેની આવી રીતે રીએક્ટ કરશે. બધા ફાટી આંખે ડેની અને વિલિયમને જોઈ રહ્યા હતા.

William: Listen to me carefully. What I do with my people is none of your business. You have to show me the way and you just do that. If you interfere in any of my matters again, it will not be good for you. You and your girl are alive only because i need you right now. (मेरी बात ध्यान से सुनो। अपने लोगों के साथ मै क्या करता हु इससे तुम्हारा कोई लेनादेना नहीं है। तुम्हारा काम रास्ता दिखाना है और तुम सिर्फ वो करो। अगर दोबारा मेरे किसी भी मामले में टांग अड़ाई तो तुम्हारे लिए वो ठीक नहीं होगा। तुम ओर तुम्हारी वो लैला सिर्फ इसलिए जिंदा हो क्यों कि मुझे इस वक्त तुम्हारी जरूरत है।) ચિચિયારીઓ કરતા અંગ્રેજોને જોઈ ખુશ થઈ રહેલા વિલિયમનો કોલર જ્યારે તેની પાસે કેદી થઈને રહેતા માણસે પકડ્યો, તો એને ગુસ્સો જરૂર આવ્યો પણ તે જાણતો હતો કે અત્યારે તેની ભૂલ હતી. જો અત્યારે તે વધારે ગુસ્સો કરીને ડેની સાથે ઝઘડો કરશે તો કદાચ એવું પણ બની શકે કે તે પોતાના જ માણસોનો વિશ્વાસ ખોઈ બેસે. એટલે વિલિયમ પોતાના દિમાગને એકદમ શાંત રાખીને ડેની એ પકડેલા કોલરને છોડાવતા બોલ્યો.

Deni: But now I don't need you. Do whatever you want to do, it doesn't matter to me. (लेकिन अब मुझे तुम्हारी कोई जरूरत नहीं है। तुम्हे जो करना है करो, मुझे कोई फर्क नहीं पड़ता।) ડેનીનો ગુસ્સો હજી પણ શાંત નહોતો થયો એટલે તે જોરથી ચિલ્લાયો.

William: Okay, alright, then I don't need you anymore. You are of no use to me anymore. (ठीक है, ठीक है। तो फिर अब मुझे भी तुम्हारी कोई जरूरत नहीं है। तुम अब मेरे लिए किसी काम की नहीं हो।) વિલિયમ જાણતો હતો કે ભારતીય લોકો પોતાના દુશ્મન પણ જો એક સ્ત્રી હોય અને તે મુસીબતમાં હોય તો તેને બચાવવા માટે જરૂર દોડશે, એટલે તેણે ડેનીને બદલે મીરા તરફ બંદૂક તાકીને કહ્યું.

Narayan: No boss, don't do this. She is a doctor and she can be of help to us. If she dies, we will have to face many medical problems. If she is here, we will be benefited. (नहीं बॉस, ऐसा मत कीजिए। ये एक डॉक्टर है और वो हमारे काम आ सकती है। अगर ये मर गई तो हमे कई सारी मेडिकल प्रॉब्लम्स को भी फेस करना पड़ेगा। ये है तो हम फायदे में ही रहेंगे।) મીરાને મુસીબતમાં જોઈને ડેનીએ તો વધારે કંઈ રિએક્ટ ન કર્યું, પણ નારાયણ તરત જ દોડી આવ્યો અને વિલિયમને રોકતા બોલ્યો.

William: If that is the case then whom should I kill? Huh. Tell me. Should I kill you? I have to kill someone to calm my anger, so tell me Narayan, whose life should I take? (अगर ऐसा है तो मैं किसे मारू? हुह्ह,। बताओ मुझे। क्या मैं तुम्हारी जान लू? मुझे मेरा गुस्सा शांत करने केलिए किसीको तो मारना ही है, तो बताओ नारायण, मैं किसकी जान लू?) હવે નારાયણની વાત સાંભળ્યા પછી વિલિયમ સમજી તો ગયો હતો પણ તે જાણતો હતો કે નારાયણ એકદમ સાચું કહી રહ્યો હતો. તેમ છતાં તેનો ગુસ્સો હજી શાંત નહોતો થયો એટલે તે નારાયણ ઉપર જ ચિલ્લાવા લાગ્યો.

Narayan: Boss, what are you doing? I have done so much for you, Boss. Please let me go, Boss. (बॉस, ये आप क्या कर रहे हैं? मैने आप केलिए कितना कुछ किया है। मुझे छोड़ दीजिए बॉस।) વિલિયમ જ્યારે નારાયણ ઉપર જ બંદૂક તાકી રહ્યો હતો ત્યારે નારાયણ ડરતા ડરતા બોલ્યો.

Deni: Wait, okay. I will show you the way. Okay, but I have one condition, from now on you will obey everything I say and will not argue with me for the way. (रुको, ठीक है। मैं तुम्हे रास्ता दिखाऊंगा। ओके, लेकिन मेरी एक शर्त है, तुम आगे से मेरी हर बात को मानोगे और रास्ते केलिए मुझसे बहस नहीं करोगे।) ડેની જાણતો હતો કે અત્યારે વિલિયમના ગુસ્સાનું કારણ તે પોતે જ હતો અને તેના લીધે કોઈ બીજા નિર્દોષ વ્યક્તિનો જીવ જાય એ તેને ક્યારેય મંજૂર ન્હોતું. એટલે તે વિલિયમને શાંત કરવા માટે બોલ્યો અને સાથે સાથે પોતાની શરતો પણ કહી.

William: Well, this is good for you. By the way, what kind of place was this where such animal-like humans live? tell me about this wretched place which has taken the lives of many of my people.(ठीक है, ये तुम्हारे लिए अच्छा है। वैसे ये कौन सी जगह थी जहां ऐसे वैशी जानवर जैसे इंसान रहते है? मुझे इस मनहूस जगह के बारे में बताओ, जिसने मेरे कई लोगों की जान ली है।) ડેનીને તેમનો સાથ આપવા માટે રાજી થઈ ગયેલો જોઈને શાંત થતાં વિલિયમ બોલ્યો. તેણે એકદમ શાંતિથી આ જગ્યા વિષે ડેનીને પૂછ્યું.

Deni: This place used to be a crematorium earlier. People were buried here after death. But for some reason, this island used to bring dead people back to life. He never asked for anything in return. But then his greed crossed all limits. He started making living people his prey as well. And the biggest problem was that the people he created were neither alive nor dead. These half-dead people together started fulfilling the needs of this island. These people started arranging blood and human bodies for it. Whenever a lost person comes here, he becomes a victim of this island. We are all very lucky that we went inside this island and came back alive. (ये जगह पहले एक शमशान हुआ करती थी। लोगों को मरने के बाद यहां दफनाया जाता था। लेकिन किसी वजह से ये आइलैंड मरे हुए लोगों को जिंदा कर दिया करता था। बदले में वो कभी कुछ नहीं मांगता था। लेकिन फिर उसकी लालच, सीमाएं पार करने लगी। वो जिंदा लोगों को भी अपना शिकार बनाने लगा। ओर सबसे बड़ी दिक्कत तो ये थी कि उसके बनाए हुए लोग न ही जिंदा होते थे और न ही मरे हुए। ऐसे अधमरे लोगों ने मिलकर इस आइलैंड की जरूरतों को पूरा करना शुरू कर दिया। उसके लिए खून और इंसानी शरीर का इंतजाम ये लोग करने लगे। जब भी कभी कोई भुला भटका इंसान यहां आए तो वो इस आइलैंड का शिकार बन ही जाता है। हम सब बहुत ही खुशनसीब है कि इस आइलैंड के भीतर जाकर जिंदा वापिस आए है।) આ મૃતટાપુ વિશે બધાને સમજાવતા ડેની બોલ્યો. તેણે પોતાની જાણકારી પ્રમાણે બધાને સમજાવવાની કોશિશ કરી પણ સાચી હકીકત શું હશે એના વિશે તે જાણતો નહોતો.

William: Well, it's good that we are alive. And the best thing is that now we are all safe. (चलो अच्छा है कि हम जिंदा तो है। ओर सबसे अच्छी बात ये है कि अब हम सब सुरक्षित है।) વિલિયમ ખુશ થતા ચિલ્લાઈને બોલ્યો..

Deni: I did not say that we are all safe. Only our doctor sahiba will tell who is safe and who is not. (मैने ये नहीं कहा कि हम सब सुरक्षित है। वो तो हमारी डॉक्टर साहिबा ही बताएगी कि कौन सुरक्षित है और कौन नहीं है।) ડેની એકદમ શાંતિથી મીરાનું તેમના માટે મહત્વ બતાવતા બોલ્યો.

William: What, what danger is upon us now? (क्या, अब हमारे ऊपर कौन सा खतरा है?) તેઓ હજી પણ સુરક્ષિત નથી એ સાંભળીને વિલિયમ ચોંકી ગયો. તેને સમજાયું ન્હોતું કે હજી તેમના ઉપર ક્યો ખતરો મંડરાઇ રહ્યો હતો..!

તેમના ઉપર કઈ મુસીબત આવી રહી હતી..?શું તેઓ ખજાના સુધી પહોંચી શકશે?પેલી આદિવાસી કન્યા કોણ હતી..?

આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..ચોરનો ખજાનો..

Dr Dipak kamejaliya 'શિલ્પી'