Atomic Habits in Gujarati Book Reviews by Rakesh Thakkar books and stories PDF | એટૉમિક હૅબિટ્સ

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

એટૉમિક હૅબિટ્સ

પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયર

પરિચય: રાકેશ ઠક્કર

* એક નવો વિચાર શીખવા માત્રથી તમે વિદ્વાન નહીં થઈ જાવ, પરંતુ જીવનપર્યંત શીખવા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી તમારા જીવનમાં પરિવર્તન આવી શકે છે.

* કોઈ પણ દિવસે એક વધારાનું કાર્ય પૂર્ણ કરવું એ નાની અમથી ઉપલબ્ધિ છે, પરંતુ તેનું સમગ્ર કારકિર્દીમાં ઘણું વધારે મહત્ત્વ છે.

* લોકોનું તમારા પ્રત્યેનું વર્તન તમારા વર્તનનું જ પ્રતિબિંબ છે. તમે બીજાને જેમ જેમ મદદ કરો છો તેમ તેમ બીજા લોકો તમને મદદ કરવા તૈયાર થતા હોય છે. 

        જેમ્સ ક્લિયરના પુસ્તક ‘જેમ્સ ક્લિયર’ માં આવા અનેક સોનેરી સુવિચાર જેવા અવતરણો છે. પુસ્તકના નામનો અર્થ પણ આપવામાં આવ્યો છે. એટૉમિકના બે અર્થ અભિપ્રેત છે. ૧. કોઈ પણ વસ્તુનો સૂક્ષ્મ ભાગ; વિશાળ તંત્રનો નાનામાં નાનો ઘટક ૨. ઊર્જા કે શક્તિનો પ્રચંડ સ્રોત.

        જ્યારે હૅબિટનો મતલબ છે- દિનચર્યા કે અભ્યાસ જે નિયમિતપણે કરવામાં આવે છે, કોઈ પણ ખાસ પરિસ્થિતિમાં આપોઆપ અપાતી પ્રતિક્રિયા.

        એટૉમિક હૅબિટ્સ પુસ્તકનો આશય છે- સારી આદતો વિકસાવવાના અને આદતો છોડવાના સરળ અને અસરકારક ઉપાય. લેખકને વિશ્વાસ છે કે આ પુસ્તક ‘નાના બદલાવ, અવિશ્વસનીય પરિણામો’ આપશે. જેમ્સ ક્લિયરના આ પુસ્તકનો ભાવાનુવાદ પૂજન જાનીએ કર્યો છે. મંજુલ પબ્લિશિંગ હાઉસ દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે. ગુજરાતીમાં વિતરણ વ્યવસ્થા નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદની છે.    

        લેખકે પુસ્તકની વાત કરતાં લખ્યું છે કે,‘આ પુસ્તકની કરોડરજ્જુ મારી આદતોનું ચાર પગલાંનું મૉડેલ છે– સંકેત, પ્રબળ ઇચ્છા, પ્રતિભાવ (પ્રતિક્રિયા) અને પુરસ્કાર– અને આ જ પરિવર્તનના ચાર નિયમો છે જે આ પગલાંમાંથી વિકસે છે. મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા વાચકો આમાંની કેટલીક બાબતોને ઓપરેન્ટ કન્ડિશનિંગ (શીખવાની પ્રક્રિયા) સાથે સાંકળી શકે છે, જેને પ્રથમ વખત ૧૯૩૦ના દાયકામાં બી. એફ. સ્કિનર દ્વારા ‘ઉત્તેજક, પ્રતિભાવ, પુરસ્કાર’ તરીકે રજૂ કરવામાં આવી હતી અને ચાર્લ્સ ડુહિગ દ્વારા તાજેતરમાં લખવામાં આવેલા પુસ્તક :‘ધ પાવર ઑફ હૅબિટ’માં ‘સંકેત, દૈનિક ક્રમ અને પુરસ્કાર’ તરીકે વધુ લોકપ્રિય બનાવવામાં આવી છે.’ 

        આપણે ગુજરાતી કહેવત ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ જાણીએ છીએ. આપણાં ધ્યેયની નાની ક્રિયાઓ અને પ્રક્રિયાઓમાં ઘણી અદ્રશ્ય શક્તિ છુપાયેલી છે. જો આપણે દરરોજ ચાલતા હોઈએ એના બદલે માત્ર પાંચ મિનિટ વધારે ચાલીશું તો આખા વર્ષમાં ૧૦૦ માઈલ વધારે ચાલીશું. એવી જ વાત લેખકે અનેક ઉદાહરણો અને અનુભવોના નિચોડ સાથે કરી છે. તે એક જગ્યાએ લખે છે,‘કઈ રીતે નાની આદતોથી મોટો ફરક પડે છે. એક નિર્ણાયક ક્ષણના મહત્ત્વને વધુ આંકવું અને રોજિંદા જીવનમાં નાના સુધારાઓનું અવમૂલ્યન કરવું આપણા માટે સામાન્ય બાબત છે. મોટા ભાગે આપણે એવું માનીએ છીએ કે મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે મોટા પ્રયત્નોની જરૂર પડે છે. એ પછી વજન ઘટાડવું હોય, વેપાર વધારવો હોય, પુસ્તક લખવું હોય, ચેમ્પિયનશિપ જીતવી હોય કે અન્ય કોઈ લક્ષ્ય હાંસલ કરવું હોય, આપણે આપણી જાત પર દબાણ બનાવીએ છીએ કે એવો મોટો બદલાવ આવે કે, જેથી એના વિશે દરેક વ્યક્તિ વાત કરે.’

        નાનકડો ફેરફાર અંતે કેવું મોટું પરિણામ આપે છે એને એક ઉદાહરણથી સમજાવતા કહે છે કે,‘તમારી આદતોમાં ફેરફારથી પેદા કરવામાં આવેલી અસર એક વિમાનના માર્ગને માત્ર અમુક ડિગ્રી બદલવાની અસર જેવી જ છે. કલ્પના કરો કે તમે લોસ એન્જલસથી ન્યૂયૉર્ક સિટી જઈ રહ્યા છો. જો LAX થી રવાના થઈ રહેલો પાઇલટ માર્ગ માત્ર ૩.૫ ડિગ્રી દક્ષિણ દિશામાં ગોઠવશે તો તમે ન્યૂયૉર્કને બદલે વૉશિંગ્ટન D.C. માં ઊતરશો. ફ્લાઇટ ઉડાન ભરતી વખતે તમને આ નાનકડો બદલાવ મામૂલી લાગશે પણ અંતે આ નાનકડો બદલાવ તમને સેંકડો માઈલ દૂર લઈ જશે.’

        વાચકમિત્ર, કોઈપણ ફેરફાર રાતોરાત થતો નથી. એના માટે ધીરજ રાખવી પડે છે. બહુ નિષ્ઠાથી પ્રયત્ન કરવા પડે છે. લાંબા સમય પછી જે ફેરફાર દેખાય છે એ કેવી રીતે આવે છે એને એમણે બરફના ટુકડાના ઉદાહરણથી બહુ સરસ રીતે સમજાવ્યું છે કે,‘કલ્પના કરો કે તમારી સામે ટેબલ પર બરફનો ટુકડો રાખેલો છે. રૂમ એટલો ઠંડો છે અને તમે તમારા શ્વાસના ધુમાડા જોઈ શકો છો. તે રૂમનું તાપમાન પચીસ ડિગ્રી ફેરનહિટ છે. રૂમ ધીમે ધીમે ગરમ થવા લાગે છે.

છવ્વીસ ડિગ્રી
સતાવીસ ડિગ્રી
અઠ્ઠાવીસ ડિગ્રી
તમારી સામે ટેબલ પર રાખેલા બરફના ટુકડામાં હજુ કશો ફેરફાર નથી થયો.
ઓગણત્રીસ ડિગ્રી
ત્રીસ
એકત્રીસ
હજી સુધી કશો જ ફેરફાર નથી થયો.
હવે બત્રીસ ડિગ્રીએ બરફ પીગળવાનો શરૂ થયો.
એના પહેલાં એક-એક ડિગ્રી વધવાથી ફરક ન પડ્યો પણ આ એક ડિગ્રી એટલે કે, એકત્રીસથી બત્રીસ ડિગ્રી તાપમાન થયું એનાથી ઘણો મોટો ફરક પડ્યો.

        મેન્ડી હેલનું એક વાક્ય યાદ આવે છે: બદલાવ પીડાદાયક છે, પરંતુ તમે જ્યાં ન હોવ ત્યાં અટવાઈ રહેવા જેટલું દુઃખદાયક કશું જ નથી.

        આ પુસ્તકમાં મને જે કેટલીક વાતો વધુ ગમી એને લેખકના જ શબ્દોમાં વાંચી લો.

        જ્યારે તમે અપ્રગટ શક્યતાઓનો પ્રદેશ ઓળંગશો અને તેનાથી જે સફળતા મળશે ત્યારે લોકો કહેશે કે, તમને તો રાતોરાત સફળતા મળી ગઈ છે. બહારની દુનિયા ફક્ત આ જ જોઈ શકે છે. તમે જે પ્રક્રિયામાંથી પસાર થયા છો એના વિશે એ અજાણ હોય છે. 

        કોઈ પણ લક્ષ્ય પાછળ આપણી ધારણા કંઈક આવી હોય છે:“એકવાર હું મારા લક્ષ્ય સુધી પહોંચી જઈશ, તો પછી હું ખુશ રહીશ.” પહેલેથી લક્ષ્ય નિર્ધારિત કરવાની પદ્ધતિમાં સમસ્યા એ છે કે તમે એ સિદ્ધ કરવાની લાહ્યમાં આનંદપ્રમોદની ક્ષણો સતત પાછળ ઠેલે જાવ છો.