A mysterious place that clings to Bermuda in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | બર્મ્યુડાને આંટી જાય તેવા રહસ્યમય સ્થળ

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

બર્મ્યુડાને આંટી જાય તેવા રહસ્યમય સ્થળ

 જ્યારે પણ રહસ્યાત્મક સ્થળોની ચર્ચા થાય ત્યારે બર્મ્યુડા ટ્રાયેંગલનો જરૂર ઉલ્લેખ થાય છે પણ પૃથ્વીનાં પટ પર એવા ઘણાં સ્થળો જાય છે જેની સામે બર્મ્યુડા પણ ફીક્કો લાગે.

એરિઝોનાં ફિનિક્સનાં પુર્વમાં એક પર્વતમાળા આવેલી છે.આ પર્વતમાળા અંગે ઘરડેરાઓ જણાવતા કે ૧૮૦૦ની આસપાસ જેકબ વોલ્ટઝ નામના એક જર્મને  આ પર્વતમાળામાં એક સોનાની ખાણ શોધી હતી જેને ત્યારબાદ લોસ્ટ ડચમેન ગોલ્ડ માઇન તરીકે ઓળખવાનું શરૂ કરાયું હતું.જેકબ મરણપથારીએ પડ્યો ત્યાં સુધી તેણે આ રહસ્ય લોકોથી છુપાવી રાખ્યું હતું.તેણે કોઇને આ રહસ્ય જણાવ્યું હતું કે નહી તે તો ખબર નથી પણ તેના બાદ કોઇ આ સોનાની ખાણને શોધી શક્યું ન હતું.આ સોનાની ખીણની વાત એટલી પ્રસિદ્ધ થઇ ગઇ હતી કે લોકો તેને શોધવા માટે એ વેરાન પર્વતમાળામાં જતા અને કેટલાયે તેમનો જીવ ગુમાવ્યો હતો.આથી એવી ચર્ચા થાય છે કે આ મરેલાઓની આત્મા આ પર્વતમાળામાં ભટકે છે.કહેવાય છે કે એક અમેરિકન ત્યારબાદ આ ખીણને શોધી શક્યો હતો જેને ત્યાં  એ ખીણપ્રદેશની ગુફાઓમાં રહેતા ટોરટુમ્સ નામનું પ્રાણી લઇ ગયું હતું. ઘણાં અપાચે આદિવાસીઓ માને છે કે આ પર્વતમાળામાં દોઝખનું પ્રવેશ દ્વાર આવેલું છે.

પૃથ્વી પર જે કેટલાક રહસ્યમસ્થળ આવેલા છે તેમાં બ્રાઝિલનાં કિનારા નજીક આવેલો વિસ્તાર છે.જેને સાઉથ એટલાન્ટિક એનોમેલિ તરીકે પણ ઓળખવામાં આવે છે.જ્યાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાંથી પૃથ્વીનું રેડિએશન ચુવાત પામે છે અને તેના કારણે આ વિસ્તારમાં મોટાભાગે સેટેલાઇટ અને સ્પેસક્રાફટને મુશ્કેલીઓ પડતી હોય છે.આ વિસ્તાર પર આવતાં જ તેમના પ્રોગ્રામ શટડાઉન થઇ જતા હોય છે.હબલ ટેલિસ્કોપ તો જ્યારે પણ આ વિસ્તાર પરથી પસાર થતું ત્યારે કામ કરવું બંધ કરી દેતું હતું.ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનાં અંતરિક્ષ યાત્રીઓ પણ આ વિસ્તાર પરથી પસાર થતા હોય છે ત્યારે અંતરિક્ષમાં લટાર મારવાનું શિડ્યુલ બંધ રાખે છે.જે દિવસમાં પાંચ વખત બને છે.અહી માત્ર ટેકનિકલ પ્રોબ્લેમ નડે છે તેવું નથી કેટલાક અંતરિક્ષયાત્રિઓએ જણાવ્યું છે કે જ્યારે પણ તેઓ આ વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે તેમને શુટિંગ સ્ટાર નજરે પડે છે.આ બધી સમસ્યાઓનું કારણ શું છે તે હજી પણ કોઇને સમજાયું નથી.કેટલાક માને છે કે આ વિસ્તારનું રેડિયેશન અન્યની તુલનાએ ઘણું વધારે છે પણ મોટાભાગનાં વૈજ્ઞાનિકો આ કારણથી સંતોષ પામતા નથી ત્યારે આ માટે એલિયન તરફ આંગળી ચિંધાય છે.

૧૯૩૦નાં નવેમ્બરમાં જો લેબલ નામનો એક વ્યક્તિ ભટકી ગયો હતો અને તે રાતવાસા માટે જગા ખોળતો હતો.તે જ્યારે અંજીકુનિ સરોવરનાં વિસ્તારમાં પહોચ્યો ત્યારે તેને પોતાનું જાણીતુ એક ગામ જણાયું જ્યાની વસ્તી લગભગ ૨૦૦૦ની આસપાસની હતી.પણ જ્યારે તે ગામમાં ગયો ત્યારે તેને જણાયું કે ત્યાં એ ગામનું કોઇ નામોનિશાન  ન હતું.ત્યાં ગામનો એક પણ વ્યક્તિ ન હતો.જો કે તેમની ભોજનસામગ્રી અને રાયફલ જેવી વસ્તુઓ ત્યાં હતી.તેણે તરત જ આરસીએમપીને ટેલિગ્રાફ કર્યો અને તપાસ શરૂ થઇ.જ્યારે તેમણે તપાસ કરી ત્યારે કબ્રસ્તાનમાં એક કબર ખુલ્લી હતી જે કોઇ જાનવરે ખોદી ન હતી.આ કબર ખાલી હતી.ગામથી ત્રણસો ફુટ ઉંચે એક સ્થળે સાત જેટલા સ્લેઝ કુતરા ભુખથી માર્યા ગયા હતા.તપાસ કરતા એ જણાયું હતું કે જ્યારે આ લોકો ગુમ થયા ત્યારે એ વિસ્તાર પર એક વિચિત્ર પ્રકાશ જણાયો હતો.ત્યારબાદ તો આ કથાની સાથે અનેક પ્રકારની કિવદંતીઓ જોડાઇ હતી જેમાં એલિયન ઉપરાંત ભુતપ્રેત અને વેમ્પાયરની વાતો જોડાઇ હતી હજી પણ આ આખેઆખુ ગામ ક્યાં ગુમ થઇ ગયું તે કેનેડાની પોલીસને સમજાયું નથી.પેસેફિક મહાસાગરમાં બર્મ્યુડાની પાસે આવેલા એક વિસ્તારને તેની રહસ્યમય પ્રવૃત્તિઓને કારણે ડેવિલ્સ સી કે ડ્રેગોન ટ્રાયેંગલ તરીકે ઓળખવામાં આવે છે.આ વિસ્તારમાં ઘણી વખત વિચિત્ર પ્રકાશ જોવા મળે છે ક્યારેક તો અજાણ્યા પદાર્થો પણ જોવા મળ્યા છે અને ઘણાં લોકો ત્યાં ગયા પછી પાછા ફર્યા નથી.આથી જ જાપાની ઓથોરિટીએ તો આ વિસ્તારને મચ્છીમારી માટે પણ ખતરનાક જાહેર કર્યો છે.૧૯૫૨માં જાપાનની સરકારે એક સંશોધક જહાજ મોકલ્યું હતું.આ કેયુ મારુ નામનું જહાજ આ રહસ્યનાં ઉકેલ માટે ગયું હતું.પણ આ જહાજ ત્યાં રહસ્યની શોધ માટે ગયું તે ગયું તે જહાજ અને તેના ખલાસીઓમાંથી કોઇ ત્યારબાદ પાછુ જોવા મળ્યું ન હતું.કહેવાય છે કે જ્યારે કુબ્લાઇ ખાને જાપાન પર કબજો કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યુ ત્યારે આ ડેવિલ્સ સી તેના ચાલીસ હજાર સૈનિકોને ગળી ગયો હતો.જો કે આ વિસ્તારની આ ગતિવિધિઓ માટે કેટલીક થિયરીઓ રજુ કરાઇ છે જેમાં કહેવાયું છે કે અહી જ્વાળામુખીઓ સક્રિય હોવાને કારણે આ બધું બનતું રહે છે.પણ આ થિયરીઓના છેદ ઉડાવતા બનાવો ત્યારબાદ પણ બનતા રહ્યાં છે અને તેના કારણે જ તે રહસ્યમય સ્થળ છે.

ઉટાહથી ઉત્તર પશ્ચિમમાં ૪૮૦ એકરમાં પથરાયેલા વિસ્તારને બિગલો રેન્ચ તરીકે ઓળખવામાં આવે છે.જ્યાં યુએફઓ સૌથી વધારે સંખ્યામાં જોવા મળ્યા છે.અહી પ્રાણીઓની કતલનાં રહસ્યમય બનાવો ઉપરાંત પણ કેટલીક વિચિત્ર બાબતો બનતી રહી છે.ટેરી અને ગ્વેન શર્મને આ વિસ્તાર ખરીદ્યો હતો. આ વાત ૧૯૯૪ની છે જ્યારે તેઓ પોતાના એ વિસ્તારમાં જ્યારે પહેલા દિવસે ગયા ત્યારે તેમણે ત્યાં એક વિશાળકાય વરૂ જોયો હતો.જ્યારે તેમણે આ વરૂ પરગોળી ચલાવી ત્યારે તેના પર કોઇ અસર થઇ ન હતી.તે પોતાની જગાએથી હલ્યુ પણ ન હતું આખરે ટેરીએ શોટગન કાઢી ત્યારે તે હટ્યુ હતું.જો કે આ વરૂએ તેમને કોઇ નુકસાન પહોચાડ્યું ન હતું પણ જ્યારે તેમણે તેને ફરીથી શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે તે મળ્યું ન હતું. શ્રેમન બંધુઓએ પણ અહી અનેક યુએફઓ જોયા હતા.કેટલાક રહસ્યમય પ્રાણીઓનો પણ તેમને ભેટો થયો હતો અને તેમના જાનવરો ઘણી વાર બહુ ક્રુર રીતે મોતને ઘાટ ઉતારવામાં આવતા હોવાનું તેમને જણાયું હતું.તેમણે બે વર્ષમાં જ આ જગા ૧૯૯૬માં  રોબર્ટ બિગલોને વેચી હતી.આ એજ બિગલો છે જેમણે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર ડિસ્કવરી સાયન્સની સ્થાપના કરી હતી.જેમણે આ આખા વિસ્તારનો અભ્યાસ કરવાનો વિચાર કર્યો હતો.હાલમાં તેઓ જ આ જગાનાં માલિક છે પણ તેમણે ક્યારેય અહીનાં રહસ્યમય બનાવો અંગે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી.

પશ્ચિમ વર્જિનિયાનાં એક નાનકડા વિસ્તારમાં નવેમ્બર ૧૯૬૬ થી ડિસેમ્બર ૧૯૬૭નાં ગાળામાં મોથમેને ઉત્પાત મચાવ્યો હતો.ત્યારે સંખ્યાબંધ લોકોએ સાત ફુટ ઉંચા અને વિશાળ છાતી ધરાવતા વિચિત્ર માનવીને જોયાનો દાવો કર્યો હતો.તેની આંખો કોઇને પણ સંમોહિત કરી દે તેવી ચમકતી  લાલ રંગની હતી.તે દસ ફુટની પાંખો ધરાવતો હતો.આ રહસ્યમય વ્યક્તિ પર ત્યારબાદ તો અનેક પુસ્તકો લખાયા હતા અને ફિલ્મો પણ બની હતી.જો કે ૧૫ ડિસેમ્બર ૧૯૬૭માં સિલ્વર બ્રિજતુટી પડ્યો ત્યારબાદ કોઇએ આ મોથમેનને જોયો ન હતો.આ રહસ્યમય પ્રાણીએ ૪૬ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

મિશિગન ટ્રાયેંગલ વધુ એક ભૌગોલિક વિસ્તાર છે જે મિશિગન સરોવરની વચ્ચે આવેલ છે.અહી તો સમુદ્ર અને જમીન બંને સ્થળોએ કેટલાક ગુમશુદગીનાં કિસ્સાઓ નોંધાયા છે.૨૮ એપ્રિલ ૧૯૩૭માં કેપ્ટન ડોનર, પોર્ટ વોશિંગ્ટનથી પેન્સિલવિનિયા જઇ રહ્યાં હતા અને તેઓ ટ્રાયેંગલમાંથી પસાર થયા.આ વિસ્તારની નજીક હતા ત્યારે તેમણે અન્ય એક વ્યક્તિને પોતાની જગા સોંપી અને તેઓ પોતાની કેબિનમાં આરામ કરવા ગયા પેલો વ્યક્તિ જ્યારે થોડા સમય બાદ ઉઠાડવા ગયો ત્યારે તેઓ પોતાની કેબિનમાં ન હતા.ત્યાર બાદ તેઓ ક્યારેય દેખાયા ન હતા.

૨૩ જુન ૧૯૫૦માં નોર્થવેસ્ટ ફ્લાઇટ ૨૫૦૧ મિનેપોલીસથી ન્યુયોર્ક જવા માટે નિકળી હતી.ત્યારે તે વિમાન અનુભવી પાયલોટ રોબર્ટ લિન્ડનાં હાથમાં હતું.ત્યારે વિમાનમાં ૫૮ મુસાફરો હતા.પણ ખરાબ હવામાનને કારણે વિમાને શિકાગોની નજીકથી પોતાનો માર્ગ બદલ્યો હતો અને તેઓ મિશિગન સરોવર પર પહોચ્યા હતા.પણત્યારે લિન્ડે પોતાની ઉંચાઇ ૩૫૦૦થી ૨૫૦૦ કરવાની વિનંતી કરી હતી પણ તેની પાછળ શું કારણ છે તે જણાવ્યું ન હતું આથી તેમને તે જ ઉંચાઇ જાળવી રાખવા જણાવ્યું. બસ આ જ તેમનો અંતિમ વાર્તાલાપ હતો. તેમની છેલ્લી પોઝિશન મિશિગન ટ્રાયેંગલ હતી.આ વિમાનનો કેટલોક ભાગ આ વિસ્તારમાં તરતો મળી આવ્યો હતો.આમ આ વિમાન રહસ્યમય પરિસ્થિતિમાં અહી તુટી પડ્યું હતું પણ આ વિમાન તદ્દન સારી સ્થિતિમાં હતું. જો કે આ વિમાનનું પુરુ માળખુ કે કોઇ પણ પેસેન્જરનો મૃતદેહ ક્યારેય મળ્યો નથી.

દક્ષિણ કોલોરાડોમાં સેન લ્યુઇસ વેલી નામનો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં પણ અનેક યુએફઓ જોવા મળ્યાની નોંધ છે.અહી પણ અનેક જાનવરો ક્રુર રીતે મોતને ઘાટ ઉતરેલા જોવા મળ્યા છે.આ વિસ્તારમાં યુએફઓ જોવાની ઘટનાઓ એટલી સામાન્ય  હતી કે એક મહિલા જુડી મેસોલિને તો આ માટે એક સુવિધા જ ઉભી કરી હતી.આ મહિલાનો દાવો છે કે તેણે ૨૦૦૦ સુધીમાં લગભગ ૫૦ યુએફઓ જોયા છે.તેણે આ યુએફઓ જોયાનો દાવો કર્યો છે તે સમયે અનેક લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ વિસ્તારમાં કંપાવી નાંખનાર વાત તો પ્રાણીઓની ક્રુર કતલ છે.જેનો આરંભ ૧૯૬૭માં થયો હતો.જ્યારે સ્નીપી નામનો એક ઘોડો મૃત મળ્યો હતો પણ તેનું મગજ જ નહતું.તેના ગળાનાં હાડકા પણ ન હતા.ત્યારબાદ તો  આવી ક્રુર રીતે હજ્જારો જાનવરો મોતને ઘાટ ઉતારાયેલા જોવા મળ્યા છે.આ બધામાં એક બાબત સરખી જોવા મળી છે કે આ મૃત જાનવરોની આસપાસ ક્યારેય લોહી જોવા મળ્યું નથી.વિચિત્ર વાત એ છે કે આ જાનવરોને કોઇ શિકારી જાનવરોએ ફાડી ખાધા હોવાનું જણાયું ન હતું તમામ જાનવરોને કાપવામાં આવ્યા હતા  છતાં લોહીનું એક ટીપુ પણ જોવા મળ્યું નથી.આ ઉપરાંત આ તમામ ઘટનાઓ મોટાભાગે રાત્રે બની છે અને તમામ જાનવરો એકદમ તંદુરસ્ત અને હૃષ્ટપૃસ્ટ હતા.આ અંગેની અનેક વખત તપાસ થઇ છે અને હજી પણ ચાલી રહી છે જેમાં કોઇ તારણ આપવામાં આવ્યું નથી.પણ જ્યારે આવી ઘટનાઓ બની છે ત્યારે રાત્રે આકાશમાં વિચિત્ર પ્રકાશ જોવા મળ્યો છે.

બર્નિંગ્ટન ટ્રાયેંગલ પણ એક કુખ્યાત સ્થળ છે.જે વર્મોન્ટનાં દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે.અહી ૧૯૪૫ થી ૧૯૫૦ દરમિયાન પાંચ લોકો રહસ્યમય રીતે ગુમ થઇ ગયા છે.૧૨ નવેમ્બર ૧૯૪૫માં મિડલ રિવર્સ નામના ૭૫ વર્ષનાં વ્યક્તિની આગેવાનીમાં શિકારીઓનું એક જુથ આ વિસ્તારમાં ગયા બાદ પાછુ ફર્યુ ન હતું.માત્ર કારતુસનું એક ખાલી ખોખુ મળી આવ્યું હતું.બર્નિંગ્ટન કોલેજની પોલા વેલ્ડન ત્યાં ૧લી ડિસેમ્બર ૧૯૪૬માં હાઇકિંગ માટે ગઇ હતી.પણ તેના ત્યારબાદ કોઇ સગડ મળ્યા ન હતા.ત્યારબાદ એકઝેટ ત્રણ વર્ષ પછી ૧લી ડિસેમ્બર ૧૯૪૯માં જેમ્સ ટેટફોર્ડ નામના એક વ્યક્તિએ બર્નિગ્ટન સોલ્જર હોમમાં આવવા માટે બસ પકડી હતી કેટલાક લોકોએ તેમને બસમાં જોયા હતા પણ જ્યારે તેમનું ઉતરવાનું સ્થળ આવ્યું ત્યારે તેઓ બસમાં જ ન હતા.પણ તેમનો સામાન રેક પર તેમનો તેમ હતો.છેલ્લે ગુમ થવાનો બનાવ ૨૮ ઓક્ટોબર ૧૯૫૦માં બન્યો હતો જ્યારે ફ્રિડા લેન્ગર નામની મહિલા પોતાની કઝિન સાથે હાઇકિંગ માટે ગ્લાસટેનબરી પર્વત પર ગઇ ત્યારે તેનો પગ લપસ્યો હતો અને તે એક પ્રવાહમાં પડી ગઇ હતી જ્યારે ેતેણે પાછા ફરવાનું નક્કી કર્યુ પણ ત્યારબાદ કોઇએ ેતેને કોઇએ જીવતી જોઇ ન હતી પણ આ એક માત્ર એવી પીડિત છે જેનો મૃતદેહ ૧૨ મે ૧૯૫૧માં તેના ગુમ થવાના છ મહિના બાદ મળ્યો હતો.તેનો મૃતદેહ વિકૃત થઇ ગયો હતો પણ તેના મોતનું કારણ ત્યારબાદ પણ જણાયું ન હતું.માસાચ્યુસેટસથી દક્ષિણ પુર્વમાં ૨૦૦ માઇલ દુર અને બોસ્ટનની દક્ષિણે આવેલો એક વિસ્તાર બ્રિજ વોટર ટ્રાયેંગલ તરીકે કુખ્યાત છે.૧૯૭૦નાં સમયગાળાથી આ વિસ્તારમાં એક મહાકાય વાનર જેવું પ્રાણી દેખા દેતું હોવાનું કહેવાય છે.આ ઉપરાંત આ વિસ્તારમાં દૈત્યાકારનાં પક્ષીઓ પણ આકાશમાં ઉડતા દેખાયા છે.૧૯૭૬માં એક વ્યક્તિએ અહી એક વિશાળકાય લાલલાલ રાતી આંખો ધરાવતા કુતરાને જોયો હતા જેણે તેના બે નાના ગલુડિયાઓને ફાડી ખાધા હતા. અહી પણ ગાય અને વાછરડાઓને ક્રુર રીતે મોતને ઘાટ ઉતારાયા હોવાનુ નોંધાયું છે.આ વિસ્તારમા યુએફઓ સૌથી વધારે સંખ્યામાં જોવા મળ્યા છે.આ પ્રકારની ઘટનાઓ અહી ૧૭૬૦થી નોંધાઇ છે.ન્યુઇંગ્લેન્ડનાં આકાશમાં અગ્નિગોળાઓ જોવા મળ્યા હતા.ત્યારબાદ આ વિસ્તારમાં અનેક રહસ્યમય પદાર્થો નજરે પડ્યા છે.જેમાં ૧૯૭૬માં એક રહસ્યમય કાળુ હેલિકોપ્ટર જોવા મળ્યુ હતું અને ટોન્ટન નજીક રૂટ ૪૪ પર બે યુએફઓ લેન્ડિગ થયાનું પણ કહેવાય છે.તો ૧૯૯૪માં તો બ્રિજવોટર લો એન્ફોર્સમેન્ટનાં અધિકારીએ એક વિચિત્ર ત્રિકોણાકાર વસ્તુ જોઇ હતી જેમાંથી લાલ અને સફેદ પ્રકાશ બહાર પડતો હતો.તો ૧૯૦૮માં હેલોવિન નાઇટ દરમિયાન બે અન્ડરટેકર જ્યારે બ્રિજવોટરની સફર પર હતા ત્યારે તેમણે રાત્રિના આકાશમાં  બે વિશાળ ફાનસ જોઇ હતી અને તેમણે તે લગભગ ચાલીસ મિનિટ સુધી જોઇ હતી ત્યારબાદ તે અદૃશ્ય થઇ ગઇ હતી.આ વિસ્તારો અંગે  જાણ્યા બાદ તો બર્મ્યુડા ઓછું ડરામણુ અને વિચિત્ર લાગે છે.