Sonu ni Muskan - 15 in Gujarati Adventure Stories by Mansi books and stories PDF | સોનું ની મુસ્કાન - ભાગ 15

The Author
Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

સોનું ની મુસ્કાન - ભાગ 15

ભાગ ૧૫

સોનું નુ શેહેર ની સૌથી famous college માં નંબર આવ્યો હતો , તેનો પ્રથમ દિવસ હતો કૉલેજ માં , તે ખૂબ ખુશ હતી કે તે કૉલેજ માં હવે જશે.

સોનું ની પાસે એક પર્સનલ ખુદ ની ગાડી હતી તેને એક્ટિંગ માં ખૂબ પૈસા કમાવી લીધા હતા નાની ઉંમરે , તેને પોતાનો ખુદ નો બંગલો ખરીદ્યો અને હવે આખો પરિવાર ત્યાં નવા બંગલો માં રહે છે.

રમેશ એ પણ ખુદ નો મોટો કરિયાણા નો સ્ટોર બનાવડાવ્યો હતો, તે કરિયાણા નું કામ છોડવા નહતો માંગતો એટલે તેને તે કામ ચાલુ રાખ્યું,

સોનું પેહલા દિવસ કૉલેજ ગઈ , ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ સોનું ને ઓળખી ગયા હતા અને તેનો ઓટોગ્રાંફ લેવા મોટી લાઈન લાગી હતી , તેને બધા ને પોતાનો ઓટોગ્રાંફ આપ્યો કોઈ ને પણ ના નો પાડી.

બધા ટીચર એ માંડ સ્ટુડન્ટ્સ ને પોતાના ક્લાસ ની અંદર જવા માટે મનાવ્યા અને ભીડ ત્યાં થી ઓછી થયી , પેહલા જ દિવસે સોનું ના ઘણા મિત્રો બની ગયા હતા.

સોનું ને ખબર હતી કે કૉલેજ માં અડધા મિત્રો હોવા નો ખાલી દેખાડો જ કરે છે એટલે તે તરત કોઈ ની વાતો માં આવતી નહિ , સોનું કૉલેજ પૂરી થયી પછી ઘરે આવતી હતી ત્યાં તો તેની નજર કૉલેજ ના ગેટ પાસે બેઠેલા security man અને તેના ધૂળ માં રમતા છોકરા ઉપર પડી.

તેને તે નાના છોકરા પાસે જઈ ને પોતાનું ટિફિન બેગ માં થી બહાર નિકાડયુ અને તેને ટિફિન આપ્યું અને કહ્યું કે બેટા ખાઈ લે, આજે સોનું એ પોતાનું ટિફિન ખાધું ન હતું,

તે security man એ કહ્યું બેટા તમારુ ખૂબ ખૂબ ધન્યવાદ , સોનું એ કહ્યું અરે એમાં શું ધન્યવાદ કાકા , તે પછી તે ઘર માટે નીકળી ગઈ .

સોનું રોજ કૉલેજ જતી અને પોતાના નું ટિફિન ખાતી નઈ તે security man ના છોકરા ને ટિફિન આપી દેતી , જીનલ જે સોનું ના સ્કૂલ માં તેની જોડે ભણતી તે અને સોનું બેય એક જ ક્લાસ માં કૉલેજ માં જોડે ભણતા.

જીનલ સોનું થી નફરત કરતી જ્યાર થી સોનું અને તે સ્કૂલ માં જોડે ભણતા કારણ કે સોનું તેના કરતાં પણ વધારે માર્કસ લાવતી અને સોનું ને સારી સારી ફિલ્મ માં રોલ ઓફર મળતા અને હવે બેય એક જ કૉલેજ માં છે.

એક દિવસ કૉલેજ માં એક ફિલ્મ ના ડાયરેક્ટર આવ્યા હતા તેને તેમની ફિલ્મ માટે એક બે કૉલેજ ના વિદ્યાર્થી જોઈ તા હતા પ્રિન્સિપલ એ પેહલા વર્ષ ના અને બીજા વર્ષ ના વિદ્યાર્થીઓ ને નીચે બોલાવ્યા.

ફિલ્મ ના ડાયરેક્ટર એ કહ્યું આજે હું તમારા માંથી કોઈ પણ ૨ વિદ્યાર્થી ને મારી પિક્ચર ના રોલ માટે સિલેક્ટ કરીશ તમારા બધા એ અત્યારે મને ઓડિશન કરી ને બતાવવા નું છે , બધા જ ખૂબ ખુશ થયી ગયા,

ઑડીશન ચાલુ થયા બધા જ સ્ટુડન્ટ્સ ને એક નાની સ્ક્રિપ્ટ આપી હતી તેમાના ડાયલોગ બધા ને બોલવા ના હતા બધા જ વિદ્યાર્થીઓ તે ડાયલોગ બોલતા ગયા.

એક પછી એક વિદ્યાર્થી સ્ક્રિપ્ટ બોલતા ગયા અને એક્ટિંગ કરતા ગયા છેલ્લે ૨ વિદ્યાર્થી લેવા ના હતા , ડાયરેક્ટર એ સોનું એક્ટિંગ પસંદ આવી હતી, પરંતુ તેને જીનલ ને મોકો આપ્યો

જીનલ ખુશ થયી ગઈ કે તેને એક્ટિંગ માં મોકો આપવા માં આવ્યો , તેને સોનું જોડે બદલો લેવા ની એક તરકીબ આવી.

જીનલ સોનું ના લીધે સ્કૂલ માં તેમના ક્લાસ માં થયેલું અપમાન આજે પણ ભૂલી નહતી , તેના મગજ માં ખૂંખાર વિચારો ચાલી રહ્યા હતા સોનું જોડે બદલો લેવા ના,

બે જણા સિલેક્ટ થયી ગયા હોવા થી ડાયરેક્ટર જતા રહ્યા અત્યારે કૉલેજ માં બ્રેક પડ્યો હતો અને જીનલ સોનું ના લીધે થયેલ તેના અપમાન નો બદલો લેવા માટે તેનું મન મક્કમ કરી લીધું હતું.

જીનલ સોનું પાસે આવું અને તેને કહ્યું મારી મિત્ર આજે આવી નથી શું તું મારી જોડે washroom મા આવીશ ત્રીજા માળે ,

જીનલ સોને ને કોલજ ના ત્રીજા માડે લયી ગઈ જ્યાં કોઈ આવતું હતું નહતું અને ત્યાં cctv camera પણ નહતા , જીનલ washroom મા ગઈ અને ચાકુ નીકાળી અને ખુદ ના ચેહરા ઉપર નાના નાના cuts બનાવવા ના ચાલુ કર્યા.

જીનલ જ્યારે બહાર આવી ત્યારે સોનું તેનો આ હાલ જોઈ ને હક્કી બક્કી રહી ગઈ તેને કહ્યું જીનલ આ તને શું થયું , જીનલ એ જોર થી ચીસ નાખી સોનું તે મને ચાકુ થી કેમ માર્યું. અને પછી તે ચાકુ સોનું ને પકડાવી ને ભાગી ગઈ .

જીનલ ભાગતી ભાગતી નીચે ગઈ તેના મોઢા માંથી લોહી ની ધારો વેહતી હતી, બધા કૉલેજ ના વિદ્યાર્થીઓ તેની સામે જોતાં હતાં , ત્યાં તો principle તેને રોકી અને પૂછ્યું તને આ આટલુ બધું કોને માર્યું??

જીનલ એ રડતા મોઢે કહ્યું સોનું એ સોને એ માર્યું મને અને એ પણ ચાકુ થી , અને ત્યાં તો સોનું નીચે આવી , અને principle તેના હાથ માં ચાકુ જોઈ અને જોર થી કહ્યું સોનું........ તે જીનલ ના મોઢા ઉપર ચાકુ થી વાર કેમ કર્યા??

જીનલ એ કહ્યું સોનું ની ઈર્ષા થયી કે ડાયરેક્ટર એ પિક્ચર ના રોલ માટે મને સિલેક્ટ કરી અને એને નઈ, સોનું સ્કૂલ માં પણ મને નફરત કરતી હતી principle sir મને સોનું થી ખતરો છે તમે મહેરબાની કરી ને પોલીસ ને ફોન કરો .

સોનું અચાનક આ બધી વસ્તુ થવા થી આશ્ચર્યચકિત હતી , તેના મોઢા માં થી એક શબ્દ નીકળતો નહતો , principle એ કહ્યું સોનું હું તને કઈક પૂછું છું શું તે જીનલ ઉપર વાર કર્યો ચાકુ થી??

સોનું એ જવાબ આપ્યો જીનલ મને ખુદ ઉપર લઇ ગયી હતી washroom જવા ના બહાને, ત્યાં તો જીનલ એ કહ્યું sir ઉપર સોનું એ પોતાના ના પર્સ માંથી ચાકુ નીકાળી અને મારા મોઢા માં વાર કર્યો તમે પોલીસ ને બોલાવો મેહરબાની કરી ને.

Principle એ જીનલ ની વાત સાંભળી ને પોલીસ ને call કર્યો અને સોનું ના માતા પિતા ને પણ , થોડી વાર થયી અને સોનું ના માતા પિતા આવ્યા , sir એ કહ્યું તમારી દીકરી સોનું મહેતા એ આ છોકરી જીનલ ના મોઢા માં ચાકુ થી વાર કર્યા હતા.

મેના એ કહ્યું સરાસર ખોટો આરોપ છે, મારી દીકરી આવું કઈ કરી જ ના શકે , આ છોકરી ખોટું બોલે છે , રમેશ એ કહ્યું મારી દીકરી એ કોઈ દિવસ કોઈ ને એક નાની હાની પણ નથી પોહચાડી અને તમે કહો છો કે સોનું એ ચાકુ થી વાર કરેલા છે,

પોલીસ આવી ગઈ હતી જીનલ ની હાલત ને જોઈ ને પોલીસ એ સોનું ને ગિરફ્તાર કરવી પડી , મેના અને રમેશ ની સામે સોનું ને પોલીસ લય જતી હતી મેના અને રમેશ ના આંસુ રોકાતા નહતા.

સોનું એ મેના અને રમેશ ના આંસુ લૂછ્યા અને એક સુંદર મુસ્કાન આપી અને કહ્યું મમ્મી પપ્પા શ્રી કૃષ્ણ મારી સાથે છે મે કઈ ખોટું કર્યું નથી તમે ચિંતા ના કરો ભગવાન શ્રી કૃષ્ણ મને કઈ થવા નઈ દે.

આટલી દુઃખદ વસ્તુ થવા છતાં સોનું ના આંખ માં એક આંસુ નહતું, હતી તો ખાલી એક મુસ્કાન કારણ કે એને ખબર હતી ભગવાન એની જોડે જ છે , પોલીસ સોનું ની લય ગઈ અને સોનું ને જેલ માં નાખી,

સોનું જેલ માં હતી ત્યારે અઠવાડિયુ થયી ગયું , ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ સોનું ની છાપ ખરાબ થયી ગઈ હતી તેના જેલ માં જવા ના કારણે , અઠવાડ્યું વીત્યા પછી એક ભાઈ જેલ માં આવ્યો.

તેને પોલીસ ને કહ્યું મારે સોનું મહેતા ને મળવું છે , પોલીસ તેને સોનું પાસે લય ગઈ... સોનું
એક ખૂણા માં આખો બંધ કરી ને બેઠી હતી અને કૃષ્ણ નું નામ જપ્તી હતી ત્યાં તો એ ભાઈ બોલ્યા બેટા સોનું, સોનું એ પોતાની આખો ખોલી અને જોયું કે એક ભાઈ તેને બોલાવતા હતા.

તેને સરખું જોયું તો તેને યાદ આવ્યું આ એજ security man છે જેના છોકરા ને સોનું તેનું ટિફિન આપતી હતી , તેને કહ્યું કાકા તમને અહીંયા ?? Security man એ કહ્યું હા બેટા , તેને પોલીસ ને કહ્યું આ છોકરી નિર્દોષ છે તેને કોઈ ના ઉપર વાર નહતો કર્યો .

પોલીસ એ કહ્યું તમારી પાસે કોઈ proof છે?? Security એ કહ્યું હા મારી પાસે સાબિતી છે , જ્યારે કૉલેજ માં ફિલ્મ ની શૂટિંગ માટે odition થયા હતા એ દિવસ આ છોકરી જીનલ એની એક મિત્ર જોડે કૉલેજ ના ગેટ આગળ ઊભી રહી ને વાત કરતી હતી.

તેને કહ્યું આ સોનું ને મારે સબક શિખાળવો જ પડે. હું આ વાક્ય સાંભળી ગયો એટલે માં એ લોકો ને ખબર ના પડે એ રીતે એમનો વિડિઓ ઉતાર્યો તે security man એ તે વિડિઓ પોલીસ ને આપ્યો અને પોલીસ એ ચાલુ કર્યો.

તેમાં જીનલ એ કહ્યું આ સોનું ને વધારે ફિલ્મો મળવા લાગી છે તે એના લાયક નથી આની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં નામ ખરાબ થાય તેવું મારે કઈક કરવું જ પડશે ,

security man એ કહ્યું આ વિડિઓ મે બનાવ્યો એના બીજા જ દિવસે મારે ગામડે એક જરૂરી કામ માટે જવું જ પડ્યુ અને જ્યારે પાછો આવ્યો ત્યારે આ બધું થયું એટલે હું તરત આ વિડિઓ બતાવવા આવ્યો , સોનું એ કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર કાકા......

Security man એ કહ્યું બેટા તું દર રોજ તારું ટિફિન મારા છોકરા ને આપે છે તું ખૂબ દયાળુ છે ભગવાન દયાળુ વિનમ્ર લોકો ની પરીક્ષા જરૂર લે છે પણ તેને લાંબા સમય સુધી તકલીફ માં નથી નાખતો.

પોલીસ એ તરત જીનલ ને પકડી અને જેલ માં નાખી દીધી , સોનું એ મેના અને રમેશ ને કહ્યું જોયું તમને મમ્મી પપ્પા શ્રી કૃષ્ણ એ કાકા ને મોકલી ને મારા ઉપર આવેલો આ સંકટ દૂર કર્યો .

એના પછી સોનું ના interview લેવા માં આવ્યા અને interview માં આ વિડિઓ બતાવ્યો, સોનું બેગુનાહ સાબિત થયી અને તેને ફરી પાછી ફિલ્મો મળવા લાગી , તે તેના જીવન માં તેની મુસ્કાન સાથે ખૂબ આગળ વધી .

જોયું મિત્રો સોનું ઉપર સંકટ આવ્યો પણ તેને દુઃખી થવા ને બદલે હસી ને કહ્યું મને કઈ નઈ થાય મમ્મી પપ્પા ચિંતા ના કરો , જીવન માં દરેક સંકટ નો સામનો તમારી મુસ્કાન સાથે કરશો તો ક્યારેય દુઃખી નઈ થાઓ.

ખાલી સોનું ની જ નહિ તમારા બધા ની મુસ્કાન સુંદર અને અમૂલ્ય છે , આ હતી મારી વાર્તા "સોનું ની મુસ્કાન".

હું આશા રાખું કે તમને આ વાર્તા ગમી હશે.😊