dhyan ane gyan in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | ધ્યાન અને જ્ઞાન

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ્યાન અને જ્ઞાન

 

 

भज गोविन्दम् ॥ 

प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेकविचारम् । 

जाप्यसमेत समाधिविधानं कुर्ववधानं महदवधानम् ॥ ३०॥

 

 અર્થ એ છે કે પ્રેમથી ભગવાનનું નામ સ્મરણ કરતાં સમાધિમાં ધ્યાન કરવું જોઈએ.

 

એક સ્ત્રી રોજ મંદિર જતી હતી. એક દિવસ એ સ્ત્રીએ પૂજારીને કહ્યું, “બાબા, હવે હું મંદિર આવું તે બંધ કરી દઉં છું.”

પૂજારીએ આશ્ચર્યથી પૂછ્યું, “શા માટે?”

સ્ત્રી કહેવા લાગી, “હું જોઉં છું કે ઘણા લોકો મંદિરના આંગણામાં પોતાનાં ફોન પર વેપારની વાતો કરે છે. ક્યારેક તો અહીં મંદિરમાં પંચાત કરવાની પણ જગ્યા સમજી લે છે! આમાં કેટલાંય લોકો પૂજા કરતાં ઓછી, પરંતુ દેખાવ અને પાખંડ વધુ કરે છે.”

પૂજારી થોડીવાર મૌન રહ્યા, પછી મૃદુ સ્વરે કહ્યું, “મને તમારી લાગણી સમજાય છે. પરંતુ, તમે અંતિમ નિર્ણય લેશો તે પહેલા હું કહું તેમ કરસો?”

સ્ત્રીએ કોતુકથી કહ્યું, “કહો, શું કરવું છે?”

ज्ञानात् ध्यानं विशिष्यते ।

(ધ્યાન, જ્ઞાન કરતાં મોટું છે) જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ છે એકાગ્રતા. શિક્ષણનું સાર છે મનને એકાગ્ર કરવું, ફક્ત માહિતી એકઠી કરવી નહીં.

પૂજારીએ કહ્યું, “એક ગ્લાસ ગંગાજળ ભરી લો અને એ ગ્લાસ લઈને મંદિરનો આખો પરિસર માં બે વાર ફેરો મારવો. સરત એ છે કે ગ્લાસમાંથી એક બૂંદ પણ ગંગાજળ ન છલકાય.”

સ્ત્રી માનસીક સંકલ્પના સાથે ગ્લાસમાં ગંગાજળ ભરી લીધું અને કોઈ પણ તકલીફ વગર બે વખત પરિક્રમા પૂરી કરી. ગંગાજળનો એક બૂંદ પણ નીચે પડયો નહીં.

'एक साधे सब सधे, सब साधे सब जाय'

તમે જે કામ કરી રહ્યા છો, તે જ કામ પર તમારું ધ્યાન રાખો, અન્ય ક્યાંય ભટકવાની જરૂર નથી.

પછી પૂજારીએ એને ત્રણ પ્રશ્નો પૂછ્યા:

“કેમ, કોઈને તમે ફોન પર વાત કરતાં જોયા?”
“કોઈને તમે અહીં ગપશપ કરતાં જોયા?”
“કોઈને પાખંડ કરતાં જોયા?”

 


સ્ત્રીએ જવાબ આપ્યો, “ના, મેં તો કશું જ જોયું નથી. મારું આખું ધ્યાન તો આ ગંગાજળ ભરેલા ગ્લાસ પર જ હતું કે જેમાંથી પાણી ન છલકાય.”

પૂજારી એના જવાબ પર સ્મિત કરતા કહ્યું, “બેટી, તમને જવાબ મળી ગયો છે. જેમ તમારા મન અને ધ્યાન પુરતું ગ્લાસના ગંગાજળ પર હતું અને તે કારણે તમને બીજા લોકોનું આચરણ જોતું ન હતું, તેમ જ, જો તમારું ધ્યાન માત્ર પરમાત્મા પર રહેશે તો તમને બીજાનું કોઈ આચરણ કે વર્તન દેખાશે જ નહીં. તમે જ્યાં જુઓ ત્યાં તો માત્ર ભગવાન જ પ્રગટ થશે.”

આ વાતને સાંભળીને સ્ત્રીને સમજી ગયું કે પરમાત્માની આરાધનામાં એકાગ્રતા અને ભક્તિ છે, બીજાની ખામીઓ શોધવામાં સમય બગાડવો નથી. તુ જે ગંગાજળ અંદર ભરીને પરિક્રમા કરી તે ગંગાજી નો અર્થ જ એ છે.

આધ્યાત્મિક શુદ્ધિ અને ચિત્તની પવિત્રતા સાથે જોડાયેલો છે. ગુહ્ય અર્થમાં ગંગા એટલે એક આધ્યાત્મિક પ્રવાહ, જે અમસ્તા વિચારો અને અહંકારને ધોઈને માણસના મનને પવિત્ર અને શુદ્ધ બનાવે છે. ગંગાના તત્વજ્ઞાન મુજબ, તે ઈશ્વર તરફ જવાનો માર્ગ છે, જ્યાં મનુષ્ય પોતાના અંગત દ્વેષ, અહંકાર અને મલિનતાઓને ત્યજીને higher consciousness તરફ આગળ વધે છે.

જે શિવજી ની જ્ઞાન ની જટામાંથી નીકળી અને પ્રભુ ના સામીપ્યની અનુભૂતિ કરાવે એજ ગંગા.

જેમ દીપકના પ્રકાશમાં અંધકારનો નાશ થાય છે તેમ ભગવાનના જ્ઞાન થી અજ્ઞાન નો નાશ થાય છે.

ધ્યાન ભગવાનનું અને જ્ઞાન દીપકનું. આ દીપક મારા કર્મ નો સાક્ષી છે.

ॐ असतो मा सद्गमय।

तमसो मा ज्योतिर्गमय।

मृत्योर्मामृतं गमय ॥

ॐ शान्ति शान्ति शान्तिः ॥ – बृहदारण्यकोपनिषद् 1.3.28।

હે પ્રભુ (અમને) અસત્યમાંથી સત્ય તરફ દોરી જાઓ. અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. અમને મૃત્યુમાંથી અમરત્વ તરફ દોરી જાઓ.

 

 
એકાગ્રતાથી ક્રોધ શમન થાય છે અને વિચાર પવિત્ર અને સકારાત્મક બને છે.

એકાગ્રતાથી કલ્પનાશક્તિ વધી શકે છે.

એકાગ્રતાથી કોઈ પણ કાર્યમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે.

એકાગ્રતાથી શરીરમાં ઊર્જાનો સંચય થાય છે.

ધ્યાન કરવાથી એકાગ્રતા વધે છે.

ધ્યાન કરતી વખતે પોતાની શ્વાસ પર ધ્યાન આપો.

ધ્યાનના નિયમિત અભ્યાસથી એકાગ્રતામાં વધારો થાય છે.

એકાગ્રતાને કેન્દ્રિત રાખવાથી વસ્તુઓને સરળતાથી યાદ રાખવામાં મદદ મળે છે.

તણાવ અને ખરાબ ઊંઘના કારણે એકાગ્રતા ઓછી થઈ શકે છે.