Love you yaar bhag-68 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 68

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

લવ યુ યાર - ભાગ 68

અલ્પાબેન, કમલેશભાઈ તેમજ મિતાંશની ખુશી આજે ચરમસીમાએ પહોંચી ગઈ હતી તેમણે ખૂબજ પ્રેમથી સાંવરીને અને પોતાના ઘરમાં પધારેલ નવા મહેમાનને પોતાના લાડકવાયા પૌત્રને આવકાર્યા અને ફૂલોની ચાદર ઉપર પગ મૂકી મૂકીને સાંવરી પોતાના આલિશાન બંગલામાં પ્રવેશી રહી હતી... ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું વાતાવરણ એકદમ મધમધતુ હતું અને ખુશીના માર્યા બગીચામાં રહેલા ફૂલ છોડ તેમજ પક્ષીઓ 🐦 પણ જાણે સાંવરીના અને નાના બાળકની આવવાની ખુશીમાં મીઠો કલરવ કરીને મીઠું ગીત ગાઈને આવકાર આપી રહ્યા હતા.સાંવરીએ લાલ મરુન કલરની સિલ્કની સાડી પહેરી હતી અને પોતાના નાનકડા બચ્ચાને પણ મરુન કલરનું લિનનનું ઝભલું પહેરાવ્યું હતું અને મિતાંશને પણ તેણે મરુન કલરનું શર્ટ પહેરવા કહ્યું હતું એક સુંદર નજર લાગે તેવો પરિવાર સૌની નજર સમક્ષ તરવરી રહ્યો હતો. સોસાયટીમાં આજુબાજુ વાળા બધા જ સાંવરીના બાળકને જોવા તલપાપડ થઇ રહ્યા હતા કે તે સાંવરી જેવો શ્યામ છે કે મિતાંશ જેવો રૂપાળો છે પણ તે તો મિતાંશ જેવો જ રૂપાળો રાજકુંવર લાગી રહ્યો હતો...અલ્પાબેને પોતાની સાડીના પાલવ નીચે પાણીનો લોટો રાખીને પોતાની પુત્રવધૂની તેમજ લાડકવાયા પૌત્રની બંનેની નજર ઉતારી અને બંનેને ઘરમાં આવકાર આપ્યો. સાંવરી ઘરમાં રહેલા મંદિરમાં જઈને પગે લાગી અને પછી બધાજ રામૂકાકાએ બનાવેલું સુંદર ભોજન આરોગવા બેઠાં. ખૂબજ શાંતિથી સુંદર રીતે આ બધીજ વિધિ પૂર્ણ થઈ. પછીથી સાંવરી પોતાના બેડરૂમમાં ગઈ ઘણાં દિવસના એકલા રહીને અકળાયેલા મિતાંશે એકાંત મળતાં જ સાંવરીને પોતાની તરફ ખેંચી લીધી અને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેની ઉપર ચુંબનોનો વરસાદ વરસાવવા લાગ્યો. સાંવરી પણ આજે ખૂબજ ખુશ હતી જાણે તે પણ આ ક્ષણ માણવા માટે તલપાપડ થઇ રહી હતી..બંને એકબીજાનામાં ખોવાઈ ગયા, સાંવરી મિતાંશને કહી રહી હતી કે, "તું એકલો લંડન જઈ રહ્યો છે તારે ખૂબજ સંભાળીને ત્યાં રહેવાનું છે, તું એકલો કરોડોની મિલકતનો માલિક છે એટલે તને ફસાવવા માટે ગમે ત્યાંથી ગમે તે કોઈ ટપકી પડે છે પરંતુ તારે પોતે જ પોતાની જાત ઉપર કાબુ રાખવાનો છે અને કોઈપણ વ્યસનમાં કે કોઈપણ વ્યક્તિમાં જરાપણ ફસાવાનું નથી અને ખાવાપીવામાં પણ ધ્યાન રાખવાનું છે અને પોતાની તબિયત પણ સાચવવાની છે." મિતાંશે સાંવરીને જકડી રાખી હતી અને આલિંગન કરતાં કરતાં તેને કહી રહ્યો હતો કે, "તું ચાલ મારી સાથે, મારે એકલાએ ક્યાંય જવું નથી. હું તારા વગર નહીં રહી શકું"સાંવરી તેને પ્રેમથી કહી રહી હતી કે, "એક સવા મહિનો તો આમજ થઈ ગયો હવે બીજા એકાદ બે મહિના પણ આમજ પસાર થઈ જશે પછી હું આપણાં આ નાનકડા બચ્ચાને, લવને લઈને તારી પાસે આવી જઈશ તું ચિંતા ન કરીશ."અને પોતાનું નામ સાંભળતા જ જાણે લવ ઉંઘમાંથી જાગી ગયો અને તેને પોતાના ડેડની ઈર્ષ્યા આવી રહી હોય તેમ તેણે રડવાનું ચાલુ કર્યું અને મિતાંશ તેમજ સાંવરીના રંગમાં ભંગ પડાવ્યો અને ત્યારે એકબીજાનામાં ખોવાયેલા બંનેને એ અહેસાસ થયો કે હવે આપણે બંને એકલા નથી આપણી વચ્ચે આ એક નાનકડું ફૂલ છે તે અચાનક ઉંઘમાંથી જાગી જવાને કારણે રડવા લાગ્યું છે એટલે સાંવરીએ મિતાંશને પોતાનાથી જરા દૂર કર્યો અને પોતાના બચ્ચાંને પ્રેમથી ઉંચકીને પોતાના ખોળામાં લીધો અને તેને સ્તનપાન કરાવવા લાગી. મિતાંશ ઈશ્વરે બનાવેલ સાક્ષાત પોતાનું પ્રાગટ્ય "માં" ના સ્વરૂપમાં નીરખી રહ્યો અને એટલામાં અલ્પાબેને બૂમ પાડી એટલે મિતાંશ સાંવરીને નીચે આવવાનું કહીને નીચે ઉતર્યો.સાંવરી પાછી પોતાના પિયર જવાની તૈયારી કરી રહી હતી અને શ્રી કમલેશભાઈ શેઠ ઓફિસેથી પાછા પોતાના ઘરે આવ્યા એટલે નવા ઓર્ડર બાબતે સાંવરી સાથે થોડી ચર્ચા કરવા લાગ્યા અને તેને પૂછવા લાગ્યા કે, આપણે આ ઓર્ડર લઈએ છીએ તેમાં કંઈ વાંધો તો નહીં આવે ને બેટા આપણને કોઈ તકલીફ તો નહીં પડે ને બેટા અને તે જે રીતે પોતાના દાગીના ગિરવે મૂકીને ગોલ્ડ લોન લઈને સાહસ કર્યું છે તે ખૂબ ઉત્તમ કર્યું છે બેટા અને તેટલા પૈસામાં આ ઓર્ડર આપણે ફૂલફીલ કરી શકીશું ને બેટા? અને સાંવરી પોતાના સસરાજીની ચિંતાપર્વકના એકે એક પ્રશ્નનો ખૂબજ શાંતિથી અને વિશ્વાસપૂર્વક જવાબ આપી રહી હતી અને તેમને ચિંતા ન કરવા કહી રહી હતી અને ખૂબજ હિંમત આપી રહી હતી.ખૂબજ શાંતિથી પ્રેમપૂર્વક સાંવરી પોતાના પિયરમાં પરત આવી એટલે સોનલબેને પોતાના લાડલાને પાછો પોતાના હાથમાં લઈ લીધો અને તેને પપ્પી કરીને કહેવા લાગ્યા કે, "તારા ઘરે જઈને પગલાં કરી આવ્યો બેટા અને તે પણ જાણે "હા" પાડી રહ્યો હતો અને એકીટશે સોનલબેનની સામે જોઈ રહ્યો હતો.જોતજોતામાં બે ચાર દિવસ પસાર થઈ ગયા મિતાંશને લંડન જવા માટે નીકળવાનો સમય આવી ગયો. સાંવરી પોતાના મમ્મી પપ્પા સાથે પોતાના નાનકડા લવને લઈને પોતાના મિતાંશને વિદાય આપવા માટે એરપોર્ટ ઉપર આવી હતી. મિતાંશ જાણે થોડો ડિસ્ટર્બ લાગતો હતો સાંવરી તેને હિંમત આપવાની કોશિશ કરી રહી હતી તેણે મિતાંશના બંને હાથ પોતાના હાથમાં લીધાં અને તેને કહેવા લાગી કે, "હું જલ્દીથી આવી જઈશ મીત તું ચિંતા ન કરીશ બસ તું પહોંચી જા, થોડું કામ શરૂ કરાવી દે અને હું આવી તેમજ સમજ...અને મિતાંશ પોતાની સાંવરીને ચોંટી પડ્યો. અંદરથી એનાઉન્સમેન્ટ થતાં કમલેશભાઈએ મિતાંશને અંદર જવા માટે સૂચના આપી. મિતાંશ અલ્પાબેનને તેમજ કમલેશભાઈને પગે લાગ્યો અને પોતાના સાસુ સસરાને પણ પગે લાગીને બધાનાં આશિર્વાદ લીધાં અને પોતાની મંઝીલ તરફ ઉડાન ભરવા માટે આગળ વધ્યો તેને જતાં સાંવરી જોઈ રહી અને તેણે મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મિતાંશને એકલો નહીં પડવા દઉં મમ્મી પપ્પાની અને સાસુ સસરાની પરમિશન લઈને આ નાનકડા લવને ડૉક્ટરી ચેકઅપ કરાવી જલ્દીથી મારા મિતાંશ પાસે પહોંચી જઈશ અને આ નિર્ણય સાથે તે પોતાના મમ્મી પપ્પા સાથે પોતાના પિયરમાં આવી...અને મિતાંશના ફ્લાઈટે પણ લંડનભણી પોતાની ઉડાન ભરી લીધી....વધુ આગળના ભાગમાં....શું સાંવરી પોતાના મિતાંશ પાસે જઈ તો શકશેને? મિતાંશ પોતાની જાતને ખરાબ વ્યસનોથી અને ખરાબ મિત્રોથી દૂર રાખી તો શકશેને? મિતાંશને મળેલા નવા ઓર્ડરને મિતાંશ સમયસર પૂરો તો કરી શકશેને? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ    13/11/24