Path to the Hereafter on Earth in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | પૃથ્વી પર પરલોક જવાના માર્ગ

Featured Books
  • स्वयंवधू - 35

    धोखा सुहासिनी उसे लिविंग रूम से निकालकर गलियारे में ले जाने...

  • शोहरत का घमंड - 115

    आर्यन की आँखें गुस्से से लाल होती है और वो बहुत ही गुस्से मे...

  • बन्धन प्यार का - 35

    "नरेश"आवाज सुनकर नरेश ने देखा था "अरे आकाश तू?"कॉलेज के साथी...

  • गुज़ार लूँ कुछ पल

    कुछ पल युही गुज़ार  लूं तेरे संग फिर पता नहीं तुम रहो या ना र...

  • रहस्यमय कहानी

    भूतिया हवेली का रहस्यगाँव के पास एक पुरानी हवेली थी, जिसे लो...

Categories
Share

પૃથ્વી પર પરલોક જવાના માર્ગ

મૃત્યુ બાદ આત્મા પરલોકની સફર કરે છે અને ચિત્રગુપ્ત જે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર સ્વર્ગ કે નર્કમાં મોકલવાનું નક્કી કરે છે આ આપણી હિન્દુ સંસ્કૃતિની માન્યતા છે તો મુસ્લિમ, ખ્રિસ્તીઓ અને યહુદીઓમાં પણ મોટાભાગે આત્મા સ્વર્ગ કે નર્કમાં તેના કર્મો અનુસાર જાય છે તેવી માન્યતા છે પણ આ તો ધાર્મિક માન્યતાઓ છે કારણકે મૃત્યુ બાદ શું થાય છે તેની કોઇને જાણ નથી આ પ્રશ્ન સદીઓથી માનવજાતને મુંઝવી રહ્યો છે જેનો પરફેક્ટ જવાબ હજી સુધી મળી શક્યો નથી.ત્યારે જુદી જુદી સસ્કૃત્તિઓમાં આને લગતા જુદા જુદા ખ્યાલો પ્રચલિત છે અને ઘણી સંસ્કૃત્તિઓમાં તો માનવામાં આવે છે કે પૃથ્વી પર જ કેટલાક એવા સ્થળ છે જ્યાંથી પરલોક જઇ શકાય છે.

સોળમી સદીનો એક પત્રમાં પરલોક અંગે કેટલીક માન્યતાઓ વ્યક્ત કરાઇ છે જેમાં કહેવાયું છે કે ત્યાં સતત જ્વાળામુખીઓ સમાન આગ ભભૂક્યા કરે છે જે રાત્રે પણ દિવસ જેવી પ્રકાશમાન હોય છે. ત્યાં જે સરોવર છે તે પણ સતત પ્રજવલિત રહે છે.મસાયા જ્વાળામુખી એક એવું સ્થળ છે જ્યાં સતત આગ ઓકાઇ રહી છે અને તેથી જ લોકો તેને નર્કના દ્વારા સમાન ગણાવે છે.માત્ર યુરોપિયનોની આ માન્યતા છે તેમ નથી ત્યાંના સ્થાનિકો પણ તેને ભગવાનનું એક રૂપ માને છે.જુના સમયમાં તો જ્યારે આ જવાળામુખી સક્રિય થતો ત્યારે મહિલાઓને અને બાળકોને બલિ તરીકે તેમાં નાંખવામાં આવતા હતા.

ગ્રીક અને રોમન માયથોલોજીમાં માઉન્ટ ઓલિમ્પસને દેવતાઓના રહેઠાણ સ્થળ તરીકે ઓળખવામાં આવ્યું છે.એ જ રીતે પ્લુટો ગેટને પણ પરલોક જવાનું પ્રવેશ દ્વાર ગણાવવામાં આવ્યું છે.આ સ્થળ જુના સમયથી લોકો માટે પુજાનું સ્થળ રહ્યું છે અને લોકો અહી આવીને પુજા વિધિ કરે છે.મનાય છે આ પ્રવેશદ્વારમાં અપવિત્ર વ્યક્તિ ઘુસે તો તત્કાળ મોતને ભેટે છે.આ ગુફામાં ઝેરી વાયુ ભરેલો છે અને ત્યાં જનાર કોઇ પણ જીવંત પ્રાણી તેના સંસર્ગમાં આવતા જ મોતને ભેટે છે જેને પ્લુટો ગેટ તરીકે ઓળખવામાં આવે છે.મોટાભાગની પુરાકથાઓમાં ઇઝરાયેલ અને જેરૂસલેમને પવિત્ર નગર માનવામાં આવ્યા છે જેનો સંબંધ હેડસ, પર્સિફોન અને ડિમેટર સાથે રહ્યો છે.કથા અનુસાર હેડસ દેવી ડિમેટરની રૂપરૂપની અંબાર સમાન પુત્રી પર્સિફોનના પ્રેમમાં પડે છે.જે તેેને પરલોકમાં અપહરણ કરીને લઇ જાય છે.તેની માતા તેને શોધે તે પહેલા જ તે દાડમના બીજ ખાઇને એ લોક સાથે હંમેશ માટે જોડાઇ છે.અહી તે હેડસ સાથે ત્રણ મહિના રહે છે.જ્યારે બાકીનો સમય તે પોતાની માતા સાથે જમીન પર રહે છે.આ ગુફાને પરલોક જવાનો માર્ગ કહેવાય છે.જ્યારે પુરાતત્વશાસ્ત્રીઓએ જુડિયન હિલ્સની આ ગુફાઓમાં સંશોધન કર્યુ ત્યારે જણાયું કે પેગન વિધિવિધાન માટે ઉપયોગમાં લેવાતી હતી.અહી એ રોમન ફાનસ પણ મળી આવી હતી જેના અંગે કહેવાય છે કે આ ફાનસ વડે જ પરલોકમાં ડિમેટરે પોતાની પુત્રીને શોધી હતી.

હેકલા ટાપુ પરનો જ્વાળામુખી ૧૧૦૪માં સક્રિય થયો હતો અને ત્યારબાદ તે સમયાંતરે આગ ઓકતો રહે છે હેકલા અંગે મનાય છે કે તે નર્કની આગની સાથોસાથ ત્યાની દુષ્ટ આત્માઓને પણ પૃથ્વી પર મોકલે છે.હેકલા માત્ર લાવા બહાર કાઢે છે એવું નથી પણ તેની આ પ્રવૃત્તિને કારણે ઘણાં મોત નોંધાયા છે.આ જવાળામુખી જ્યારે જાગે છેત્યારે ભૂકંપનો અનુભવ થાય છે ને દિવસો સુધી તેનો ઉપદ્રવ યથાવત રહે છે.ઠંડા વાતાવરણમાં જ્યારે ગરમ લાવા અને સંપર્કમાં આવે છે ત્યારે ગર્જના જેવો અવાજ સર્જાય છે.આ વેરાન વિસ્તારમાં દુષ્ટ આત્માઓ ઉપદ્રવ મચાવતી હોવાની કથાઓ પ્રચલિત છે અને વિલિયમ બ્લેકે પણ પોતાની કૃત્તિ વિન્ટરમાં તેનો ઉલ્લેખ કર્યો છે.આ વિસ્તારમાં સતત વાવાઝોડા ફુંકાતા રહે છે અને તેનો શિયાળો પણ લાંબો અને કાતિલ છે આથી જ તેને નર્કના દ્વાર તરીકે ઓળખવામાં આવે છે.

ડોન્ગરેલ કાઉન્ટીના લફ ડર્ગ ટાપુ પર સેન્ટ પેટ્રીકનું શોધન સ્થળ આવેલું હોવાનું મનાય છે.કહેવાય છે કે સંત પેટ્રીક અહી આવ્યા હતા અને તેઓ અહીના સ્થાનિક સમુદાયને મળ્યા હતા અને ત્યાં ઇસુ ખ્રિસ્ત પ્રગટ થયા હતા અને તેમણે પરલોકનો દરવાજો તેમના માટે ખોલ્યો હતો જે એક સાંકડી ગુફા વાટે ખુલે છે જેમાં એક જ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે.અહી તેમણે પરલોકની દુનિયાના દર્શન કર્યા હતા. એક અન્ય કથા અનુસાર સેન્ટ પેટ્રીકે જાતે મરણોત્તર અવસ્થાનો અનુભવ કર્યો હતો અને તેનો ચિતાર તેમણે પોતાના પુસ્તકમાં આપ્યો હતો જે તેમણે પોતાના અંતેવાસીઓને આપ્યુ હતું.આ ગુફા મોટાભાગે બંધ જ રાખવામાં આવે છે અને સામાન્ય લોકો માટે ત્યાં પ્રવેશ પ્રતિબંધિત છે જો કે તેમ છતાં તેના દર્શન માટે ઘણાં શ્રદ્ધાળુઓ અહી આવતા હોય છે.ચેક રિપબ્લિકમાં આવેલ હોસ્કા કેસલ એ અન્ય કિલ્લાઓ કરતા તદ્દન અલગ પ્રકારનો છે.કારણકે આ કિલ્લો કોઇ વ્યુહાત્મક સ્થળે નથી કે ના તો અહી કોઇ વ્યાપારનું સ્થળ છે ના તો તેની આસપાસ ક્યાંય પાણીનો કોઇ સ્રોત છે કિલ્લાઓ મોટાભાગે બાહ્ય આક્રમણખોરોથી બચાવ માટે બનાવવામાં આવે છે પણ આ કિલ્લાની બનાવટ જોતા લાગે છે કે આ કિલ્લો બહારના લોકોથી નહી પણ આંતરિક બચાવ માટે છે.પુરાતન કથાઓ અનુસાર આ કિલ્લો નર્કની એક ગુફા પર બનાવવમાં આવેલ છે.સ્થાનિકોએ તો અહી ઉડતા પ્રાણીઓ જોયા છે અને કેટલાક લોકો સાંકળે બંધાયેલા અને દયાની ભીખ માંગતા હોય તેમ જોયા છે.આ કિલ્લો જ્યારથી બંધાયો છે ત્યારથી જ અહીથી આવતા વિચિત્ર અવાજો, ચીસોની કથાઓ પણ પ્રચલિત થતી રહી છે.આ કિલ્લા પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓએ કબજો મેળવ્યો હતો અને તેમણે અહી કેટલાક ભયંકર પ્રયોગો કર્યા હોવાનું મનાય છે.

લ્યુકાસ કર્ટિસ સાથે પણ આવી જ કેટલીક કથાઓ જોડાયેલી છે એક ભવિષ્યવેત્તાએ જ્યારે રોમના વિનાશની ભવિષ્યવાણી કરી ત્યારે આ ગુફાનું દ્વાર ખોલવામાં આવ્યું હતું અને બલિદાન માટે ત્યારના સર્વશ્રેષ્ઠ યોદ્ધા માર્કસ કર્ટિસની પસંદગી કરાઇ હતી જેને આ ગુફામાં મોકલવામા આવ્યો હતો જ્યાં ભગવાન પ્રગટ થયા હતા અને તેમણે તેના શોર્યને ધ્યાનમાં રાખીને તેના દેશને બચાવી લીધો હતો.આઉપરાંત આ જ પરિવારના અન્ય એક સભ્ય મેટ્ટીસ કર્ટિસનું પણ આ ગુફા સાથે નામ જોડાયેલું છે જે એક સેબિન મહિલાને બળાત્કારથી બચાવવાના પ્રયાસમાં આ ગુફામાં  ગયો હતો.માયા સભ્યતા જ્યારે ફાલીફુલી હતી ત્યારે બેલિઝમાં આવેલ ટેપિર પર્વતમાળામાં આવેલ એક્ટુન ટ્યુનિચિલ મ્યુકનલ ગુફાનો ઉપયોગ મોટાભાગે મરણોત્તર વિધિઓ માટે કરાતો હતો.જો કે હવે આ ગુફા લોકો માટે અને પ્રવાસીઓ માટે ખુલ્લી કરાઇ છે જ્યાં બલિદાનમાં અપાયેલા માનવ કંકાલો જોઇ શકાય છે.કેટલાક કંકાલતો ત્યાં આશરે ૧૨૦૦ વર્ષથી છે જેમાંથી કેટલાકને સારી રીતે સાચવવામાં આવ્યા છે.આ ગુફા વરસાદના દેવતા ચાકનું રહેઠાણ સ્થળ હોવાની પણ માન્યતા છે.માયાવાસીઓ માનતા હતા કે આ ગુફા ઝિબાલ્બાનું પ્રવેશદ્વાર છે.આ સ્થળે બાર જેટલા દેવતાઓ વસવાટ કરતા હોવાનું મનાતું હતું.આ દેવતાઓ મોત, રોગ, ભૂખમરો, વેદના અને ગરીબી સાથે સંકળાયેલા હતા.માયા લોકો આ દેવતાઓને રાજી રાખવા માટે આ ગુફામાં માનવબલિ આપતા હતા.મેક્સિકોમાં આવેલ સેક્રેડ સેન્ટોસ એ કુવાઓની શ્રેણી ધરાવતું સ્થળ છે જ્યાં માયા લોકોનો નિવાસ હતો અને તેનો તેઓ અનેક હેતુઓ માટે ઉપયોગ કરતા હતા.એક તો તે તેમના માટે સમય જાણવાની પદ્ધતિ હતી તેના દ્વારા તે ઋતુઓ વિશે જાણકારી રાખતા હતા.આ કુવાઓની નજીક ગુફાઓ પણ જોવા મળી છે.જ્યાં પુરાતત્વશાસ્ત્રીઓને માનવ અને પશુબલિના અવશેષો મળ્યા છે જે પ્રકારના અવશેષો તેમને બેલિજમાં મળ્યા હતા.અહી પણ  વરસાદના દેવતા ચાકનું રહેણાંક સ્થળ હોવાનું મનાતુ હતું જેમના માટે કહેવાતું કે તેઓ એક માટીના કુંજામાં વરસાદનું પાણી રાખતા હતા અને તેને તોડતા વરસાદ વરસતો હતો.આથી જ્યારે સુર્ય પ્રકાશિત થતો ત્યારે લોકો આ સ્થળે આવીને ઉત્સવ મનાવતા હતા.ઇટાલીમાં આવેલ એવેરનસ સરોવર વિશે પણ પ્રાચિન સમયથી  એવું કહેવાય છે કે તે પરલોક જવાનો માર્ગ છે.આ વિસ્તાર તેમની એ કલ્પનાઓને સાકાર કરનાર વિસ્તાર છે જે વેરાન છે.જ્યાં મૃત જ્વાળામુખીના વિશાળ ખાડાઓ છે. બંધિયાર પાણીના તળાવો છે, ઉંડી ગુફાઓ છે અને સમયાંતરે ગેસ ઓકતા જવાળામુખીઓ છે આ વિસ્તારમાં સતત ઝેરી વાયુ નિકળતો હોવાને કારણે ત્યાં ઉડતા પક્ષીઓ મોતને ભેટતા હોય છે.વર્જિલે તેને નર્કનું પ્રવેશ દ્વાર ગણાવ્યું હતું અને ત્યાં હેરાકલ્સ અને ઓડિસિઅસ ગયા હોવાનો ઉલ્લેખ છે.આ વિસ્તારમાં આવેલી એક ગુફા માટે કહેવાય છે કે તે સિસેરોનું  ઘર હતી અને ત્યાં ભૂતાવળોનું રાજ હોવાની ચર્ચા થાય છે.