Nafrat in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | નફરત ની આગ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

નફરત ની આગ

 

નફરતના સંસારમાં હવે રમીએ આ રમત

એક એક માણસે જોડાઈ, બાંધી દઈએ પ્રેમની રેલ.

 

આ ખૂબ જૂની કથા છે. એક વખત એક ગુરુએ પોતાના શિષ્યોને પાઠ ભણાવવા માટે એક ખાસ રીત શોધી. એક દિવસ ગુરુએ પોતાના દરેક શિષ્યોને કહ્યુ કે, “કાલે પ્રવચન માટે આવતાં વખતે દરેક વ્યક્તિ તેમના દુશ્મનોના નામ લખેલા મોટા-મોટા બટાટાં એક થેલીમાં લઈને આવે.” શિષ્યોને નવાઈ લાગી, પણ ગુરુના આદેશનું પાલન કરવાનું નક્કી કર્યું. ગુરુએ ઉમેર્યું કે, “તમને જે લોકોને ચીડ આવે છે, તમને જેઓ પર દયા નથી આવતી, એ દરેક વ્યક્તિ માટે એક બટાટું લાવવું. જે કોઈ પણ વ્યક્તિ તમને નાપસંદ હોય, તે નામ લખી બટાટાંમાં મૂકી દેજો.”

કાળે પ્રવચન માટે બટાટાં લઈને શિષ્યો ઉપસ્થિત થયા. કોઈ પાસે ચાર બટાટાં હતાં તો કોઈને છ-સાત બટાટાં સાથે લાવવાના પડ્યા. ગુરુએ બધાના બટાટાં એક વાર જોયાં અને પછી શિષ્યોને આ આદેશ આપ્યો કે, “આ બટાટાં હવે આઠ દિવસ સુધી તમારે હંમેશા તમારી સાથે રાખવાનાં છે. ખાશો, પીશો, સૂશો, ઉઠશો, જ્યાં જશો, આ બટાટાં તમારી સાથે રહેશે. આ આઠ દિવસના અંતે તમે મને તમારી અનુભવો કહેજો.”

શિષ્યોને આ આદેશ થોડો અજીબ લાગ્યો, પણ ગુરુના આદેશનું પાલન કરવું એમને આવડતું હતું. દિવસો પસાર થતાં ગયા. ત્રણ-ચાર દિવસ પછી બટાટાંનું વાસુંકું મહેસુસ થવા માંડ્યું. બટાટાં ધીમે-ધીમે સડવા લાગ્યાં, એમાંથી દુર્ગંધ આવવા લાગી. શિષ્યો માટે આ તકલીફવાળો અનુભવ બનતો ગયો. સડેલા બટાટાંનો વાસ અસહ્ય બનતો ગયો, અને આને કારણે તેઓ ખૂબ દુખી અને પરેશાન થઇ ગયાં. આઠ દિવસના અંતે તમામ શિષ્યો ગુરુ પાસે આવ્યા અને કહ્યું, “ગુરુજી, આ સડેલા બટાટાંના વાસ અને બોજાથી અમે ખુબ જ કંટાળીને જઇ ચૂક્યા છીએ. આનો અર્થ હવે સમજાવો.”

ગુરુએ હસીને શિષ્યોને સમજાવ્યું, “મારા આ પ્રયોગનો હેતુ એવો હતો કે તમને ઘૃણાના બોજનો સાચો અર્થ સમજાય. આ બટાટાંનું જે બોજ તમે આટલા દિવસોમાં અનુભવ્યું, એ બસ ઘૃણાનું પ્રતિક છે. જેમ આ બટાટાંની દુર્ગંધને લઈને તમે દુઃખી થયા છો, આ જ રીતે મનમાં રાખેલી નફરત પણ આપણા મનને ગંદુ અને ભારે બનાવી દે છે. તમે જરા કલ્પના કરો કે જેમનું નામ આ બટાટાં પર લખેલું છે, તે લોકો વિશે તમારું મન શું-શું નકારાત્મકતા ભરીને રાખે છે. આ બટાટાંની જેમ જ, આ નફરત આપણામાં દુર્ગંધ ભરી દે છે અને આપણા મનને દુઃખી અને અસ્વચ્છ બનાવી દે છે.”

ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो नित्याशङ्कितः।

 परभाग्योपजीवी च षडेते नित्यदुः खिताः।। 

આ શ્લોકનો અર્થ છે કે ઇર્ષ્યા કરનારો, દ્વેષ રાખનારો, અસંતોષી, ક્રોધી, હંમેશા શંકિત રહેતો અને બીજાના ભાગ્ય પર નિર્ભર રહેતો આ છ વ્યક્તિઓ હંમેશા દુઃખી રહે છે.

“માણસે હંમેશા પોતાના મનને ખાલી અને હળવું રાખવા માટે સારા વિચારોથી ભરી રાખવું જોઈએ. જો તમે કોઈને પ્રેમ કરી શકતા નથી તો ઓછામાં ઓછું નફરત તો ન કરો, કેમ કે નફરત આપણા મન અને શાંતિને બરબાદ કરે છે. આ ઘૃણા આપણે જ વેઠી રહ્યા છીએ, બીજા નહીં.”

આ કહાણી આપણને શીખવે છે કે મનમાં નફરતના બટાટાંને સાથે લઈને ફરતા રહેવું યોગ્ય નથી. જેવો બોજ આપણે બટાટાંને લઈને સહન કર્યો, તેવો જ બોજ નફરતથી બાંધેલો રહે છે. તેથી જો તમે તમારા મનને હળવું અને શાંત રાખવા માંગો છો, તો ખોટી ભાવનાઓને દૂર કરો, નફરતને ત્યજી દો, અને પ્રેમના ભાવથી ભરપૂર બનીને જીઓ.

પ્રેમ હંમેશાં મનમાં રાખો, માનવતા ધર્મ સમજો,
બનો કિસ્સો સહાયનો, એકતાનું રહસ્ય જાણો.

નફરતના બજારમાં, પ્રેમ કેમ સુકાઈ જાય,
જ્યાં માનવતા વિરુદ્ધ ચાલે, ત્યાં કદી ન ચળે વાય.

નફરત ની આગ માણસ પોતે બળે છે અને બીજાને પણ બાળે છે.